20121220

ટાટાને લોન



એકવાર ટાટાએ દુનિયાની એક મોટી બેંકમાં લોન માટે અરજી આપેલી. લોનની રકમ બહુ મોટી હોવાથી બેંકના ચેરમેને ત્રણ જવાબદાર ઓફીસરોની ટીમને ભારત મોકલી. ટીમને કહેવામા આવેલું કે તમે પાકી તપાસ કરોટાટાનું નામ કેવું છેટાટા કયા કયા ક્ષેત્રમા વ્યાપાર કરે છેઆપણી લોન પરત કરવા ટાટા પાસે પૂરતા સાધનો છે કે નહિંઆપણી લોન સીક્યોર કરવા ટાટા પાસે પૂરતી માલમિલ્કત છે કે નહિં?

એક મહિનો ભારતમા ગાળીને ટીમ પાછી ગઈ. ટીમે બેંકને રીપોર્ટ આપ્યો.
અમે દિલ્હી પહોંચ્યા પછી જે વિમાનમા અમને મુંબઈ લઈ જવામા આવ્યા એ વિમાનની કંપનીના માલિક ટાટા છે,મુંબઈમા અમે વિશ્વની સારામા સારી ગણાતી તાજમહાલ હોટેલમા રહ્યા હતાએ હોટેલ ટાટાની માલિકીની છે. હોટેલમા અમે જે સારી ક્વોલિટીના સાબુથી નાહ્યા એ સાબુ ટાટા બનાવે છે. અમે જે ટોવેલથી શરીર લુછ્યું તે ટાટાની કંપની બનાવે છે. નાસ્તામા જે dish આપવામા આવી એમા વપરાયલું મીઠું ટાટાની કંપની બનાવે છે. નાસ્તા સાથે જે ચા આપવામા આવેલી એ ટાટા ટીની પત્તીમાંથી બનાવવામા આવેલી. જમવાની વાનગીઓમા જે તેલ વપરાયેલું તે ટાટા-ઓઈલ મિલનું હતું.

જમીને અમને જે ઈંડિકા કારમા V.T.Station લઈ જવામા આવ્યા તે કાર ટાટાની કંપનીએ બનાવેલી હતી. V.T. Station થી અમને ટ્રેનની મુસાફરી કરાવીએનું Locomotive Engine ટાટાએ બનાવેલું. મુંબઈમા જે વીજળી વપરાય છે તેનું ઉત્પાદન અને વિતરણ ટાટા કરે છે. અમે ઈંટરનેટ કનેક્શનની વાત કરી તો ટાટાની મલિકીના VSNL માંથી અમને Broad Band Connection આપ્યું. અમને Cell Phone નું connection પણ ટાટાની કંપનીએ આપ્યું. અમે જોયું કે લોકોના કાંડામા ટાટાના વોચીસ હતાઘરોમા ટાટાના એ.સી. હતા.

અમને લાગે છે કે લોન માગીને ટાટાએ આપણી બેંકની મજાક કરી છે.