20121220

Just for Smile


 

હરિ ૐ

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." Swami Sachchidanand
 

EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
 

LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
 
 
(A) KARTAVYA  (કર્તવ્ય)

 
http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss97.htm:SATLECT 1  
Side A - KARTAVYA KATHAA - RAMAYAN - DANTALI ASHRAM - કર્તવ્ય કથા રામાયણ - ઊંઝા - આજે જયારે રામચરિત માણસની કથાઓ થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલવા માંડ્યું છે તો વાલ્મીકી કથાનો હેતુ શું છે તે સાંભળો. રામાયણની કથામાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. @3.03min. પ્રજા ક્યારે મહાન બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટ-આટલી કથાઓ કર્યા પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો ઉત્તર જોઈતો હોય તો કથાના ચાર રૂપ સાંભળો. કર્તવ્ય કથા, વૈરાગ્ય કથા, વ્યક્તિ કથા અને તુક્કા કથા. આજે આ ચાર કથાઓમાંથી કઈ કથાઓ થઇ રહી છે? એનો નિર્ણય તમારે કરવાનો છે. કર્તવ્ય કથા - કર્તવ્ય એજ સાધના, એજ આરાધના, એજ ઉપાસના આ ઋષિ યુગ છે. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી તમને થાય છે. કર્તવ્ય કથાઓ ન્યૂન થઇ ગઈ પછી વૈરાગ્ય કથા આવી, એણે શરીર પ્રત્યે ઘ્રણા કરાવી તે સાંભળો. શરીરમાં રાગ કરવા જેવો નથી અને સ્ત્રી તો નરકની ખાણ છે, મોહ પમાડનારી છે. અહિયાં કોઈ કોઈનું સગું નથી, આ બધાને છોડો આ વૈરાગ્ય કથા છે. વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. દેશ પુરુષાર્થીઓથી ઉંચો આવતો હોય છે. વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓ તો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક માણસો પેદા ન કરી શકો પણ મડદા જેવા માણસો પેદા કરી શકો. વૈરાગ્યની જીવનમાં જરૂર છે પણ તે કર્તવ્ય કરવા માટે, કર્તવ્ય છોડાવવા માટે નહિ. @7.55min. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો વૈરાગ્ય વિષાદ બની જાય (ગીતા). આ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે. તમારો લશ્કરનો વડો ચાઈના- પાકિસ્તાન સાથે યુદ્ધ ફાટી નીકળે અને એજ વખતે એને વૈરાગ્ય થઇ જાય અને કહે કે મારે આ હિંસા નથી કરવી અને મારું રાજીનામું લઇલો, હું હિમાલયમાં જઈશ અને આત્માનું કલ્યાણ કરીશ તો આ 30 વર્ષથી પગાર ખાતા સેનાપતિને શું કહેશો? આ વૈરાગ્ય નો પ્રજાનું નિકંદન કાઢી નાખશે. ત્રીજી વ્યક્તિ કથા, જે વ્યક્તિ હાજર હોય, બેઠો હોય તેમનો જયજયકાર કરવામાં કથાઓ થતી હોય. કોઈ મહાત્માની મરણ તિથી આવે અને એ તિથી પૂરતા આપને એની મહિમા ગાઈએ એ બરાબર છે, પણ એ મહાત્મા જીવતા હોય, હાજર હોય અને એમનીજ રૂબરૂ એમનાજ ગુણ ગાવાની કથા કરવામાં આવે એને વ્યક્તિ કથા કહેવાય. ભગવાનની જગ્યાએ એમનોજ ફોટો હોય અને એમનાજ ચમત્કારોની કથા હોય એનું નામ છે વ્યક્તિ કથા. @13.44min. ચોથી તુક્કા કથા છે. કથા તુક્કાઓથીજ શરુ થાય છે. ડોસીની સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ તુક્કા કથા છે. તુક્કા કથાઓથી અંધશ્રધ્ધાળુઓ પેદા થતા હોય છે અને એના દ્વારા પ્રજાનું વધારે અકલ્યાણ થતું હોય છે. @15.22min. અહિંયા વાલ્મિકી રામાયણ છે, એમાં આદિથી અંત સુધી કર્તવ્ય કથા છે. અહિયાં રામ સવાર-સાંજ સંધ્યા કરે છે, આખો દિવસ કર્તવ્ય કરે છે અને બીજાને કર્તવ્ય કરવાનું કહે છે, કોઈ બાવાઓની જમાત લઈને ફરતા નથી. સીતા ગઈ તો મૂઈ ગઈ, આપણે બીજી, એવું કહેતા નથી. ગોરખનાથ - મછંદરનાથનું ઉદાહરણ. અમારા આશ્રમોમાં પણ ગોરખધંધા થતા હોય છે, તે સાંભળો. મિલકત-સોનાની ઈંટ સાચવવી એ કર્તવ્ય છે એમાંથી ઘણા લોક-કલ્યાણના કામો થઇ શકે. @19.07min. અર્જુન કહે છે, હું યુદ્ધ નહિ કરું, કૃષ્ણ કહે છે તારે યુદ્ધ કરવું પડશે. ખરી લડાઈ કૌરવો-પાંડવોની નથી, પરંતુ કૃષ્ણ અને અર્જુનની વૈચારિક લડાઈ છે. કૃષ્ણ એને કર્તવ્ય પ્રધાન જીવન બતાવે છે. પહેલાંના જમાનાની છત્રીસ પાટીદારોની છત્રીસ વડની કથા સાંભળો. છત્રીસ પાટીદારોએ દિક્ષા લઇ લીધી પછી શું થયું તે સાંભળો. ભગવદ ગીતા અને રામાયણ કર્તવ્યને મહત્વ આપે છે, તમારી ડ્યુટી એજ તમારી ઉપાસના છે, એના માધ્યમથીજ ભગવાનને ઓળખવાનો છે. ડાહયા માણસો ભૂલોમાંથી બોધપાઠ લેતા હોય છે, મૂર્ખાઓ દોષ એકબીજાના ઉપર ઠાલવે છે. @24.03min. રામ અને લક્ષ્મણનું સીતાને શોધવું એ કર્તવ્ય છે. રામાયણમાં રાજનીતિ અને ધર્મનીતિ છે. ધર્મનો અર્થ ન્યાય છે, સત્ય અને ન્યાય એકજ શબ્દ છે. આમ ધર્મ, ન્યાય, સત્ય એકબીજાના પર્યાય છે. તમારી વ્યાખ્યાના દ્વારા જો લોકોને અન્યાય થતો હોય તો તમે અધર્મની વ્યાખ્યા કરી રહ્યા છો. નીતિનો અર્થ, બીજાની લુચ્ચાઈ, ચતુરાઈથી બચવા માટેની કુશળતા એનું નામ નીતિ છે. શિવાજીનું દ્રષ્ટાંત - ઔરંગઝેબની જેલમાંથી કેવી રીતે ભાગી છૂટ્યા તે સાંભળો. "લાખ મરજો પણ લાખોના તારણહારને મરવા ન દેશો" શિવજીએ મોગલોને જંપીને બેસવા ન દીધા. @31.15min. નીતિ વિશે વધુ સમજણ. શબરીએ રામને સુગ્રીવ સાથે મૈત્રી કરવાની સલાહ આપી. ઈંગ્લેન્ડનું બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ. વાલીને રામે કેવી રીતે માર્યો તે સાંભળો. @39.29min. રામનો બચાવ સાંભળો. "अनुज बधू भगिनी सूत नारि सुनु सठ कन्या समये चारी, इन्ही कुदष्टि बिलोकित जेहि, ताहि बढे कछु पाप न होय." ચાર સ્ત્રીઓની ઉપર કુદ્રષ્ટિ કરે તીને મારવામાં પાપ ન લાગે. પોતાના ભાઈની પત્ની, પુત્રવધુ, બહેન અને દીકરી. એક ગામની છોકરી કેમ ડૂબી મારી તે સાંભળો. બાપ મરે તો માં છોકરાંને ઉછેરીને મોટા કરે પણ માં મરે તો બાપની તાકાત નથી કે છોકરાં ઉછેરીને મોટા કરી શકે. @43.37min. એક ભાગીને આશ્રમમાં રહેવા આવેલી બહેનની વાત સાંભળો. સંયુક્ત કુટુંબમાં કોઈ સસરો હેરાન કરતો હોય તો કોઈ જેઠ તો કોઈ દિયર, કેટલા પ્રશ્નો છે? તારાએ રામને ગાળો દીધી, મરતી વખતે વાલીએ શું કહ્યું તે સાંભળો.
Side B - DANTALI ASHRAM - રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. લક્ષ્મણે સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવ્યો, અંગદને યુવરાજ બનાવ્યો અને તારા પણ વાલીની પત્ની બની. રામાયણમાં વિચિત્ર પત્રો છે. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે ઝઝૂમી રહી છે અને બીજી તરફ વાલીની પત્ની તારા સુગ્રીવની પત્ની બને છે. સંસ્કૃતિ ક્યાં ગઈ? લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, જેણે ભ્રમણ કર્યું હોય તેજ આ જાણી શકે છે. @2.24min. હિમાચલ પ્રદેશમાં આજે પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો એકજ પત્ની રાખે છે, અને ત્યાં એ સહજ રીતે ચાલે છે. આપણે ત્યાં અમુકમાં પુનર્લગ્ન કરી શકે અમુકમાં નહિ કરી શકે, આજે તો ઘણી છૂટ થઇ છે, એ સારું છે. પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ શું નરકે જવાની? અને પુરુષ પુનર્લગ્ન કરે તો? આ ધર્મ નથી પણ રૂઢિ છે, રિવાજ છે. આખી દુનિયામાં જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા સમાજ બનેલો હોય છે. @5.32min. સ્વામીજી ઇન્ગ્લેડમાં સ્ત્રી મેયરને મળવા જવા વિશેનો અનુભવ સાંભળો. કઈ સંસ્કૃતિ સારી? સંસ્કૃતિને કોઈ જોખશો નહિ. તમારી સંસ્કૃતિ તમારી રીતે સારી છે અને બીજાની સંસ્કૃતિ એમની રીતે સારી છે. ઈતિહાસમાં રસ હોય તો વાનરો કોણ હતા તે અને હનુમાન શબ્દનો અર્થ સાંભળો. @11.02min. વાનર અને ભાલુ વિશે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર ગયા. સીતાજીએ તેના ઉત્તરીય વસ્ત્રો તથા દાગીના નીચે કેમ ફેંક્યા તે સાંભળો. સ્વામીજી એક વખત ટ્રેનમાં દિલ્હી આવતી વખતે સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ હતા, ત્યારનો એક મીયાંજી સાથેનો વાર્તાલાપ સાંભળો. "भ्राता पिता पुत्र उरगारी ......रविही बिलोगी. તુલસીમાં લખ્યું છે કે પોતાનો ભાઈ, પિતા હોય, દીકરો હોય, હે ગરુડ, કોઈ રૂપાળો સુંદર પુરુષ જો કોઈ સ્ત્રી જુએતો એ તરતજ વિચલિત થઇ જાય, પોતાના મનને રોકી શકે નહિ. બંને પ્રકારના કોડીના માણસો છે અને કરોડના માણસો પણ છે. ઈતિહાસતો કરોડના માણસોનોજ હોય. @16.22min. કોઈ રીતે સીતા માની નહિ એટલે સીતાને અશોક વાટીકામાં મોકલી આપી. સ્વામીજીના આશ્રમે એક બાવીસેક વર્ષની કન્યા રાત રહેવા માટે કેમ આવી તે આખી વાત સાંભળો. આ સ્ત્રી ગણતરી કરતા બે કલાક બહાર રહી તો એના પર સાસરીયાવાળા કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો. @23.00min. રામે સીતાના કપડાં દાગીના જોયા ત્યારે વિહ્વળ થઇ ગયા. રમે લક્ષ્મણને પૂછ્યું કે તું આ દાગીનાને ઓળખે છે? ત્યારે આ રામાયણનો પ્રસિદ્ધ શ્લોક સાંભળો. "केयुरेनैव जानामि नैव जानामि कुण्डले, न्रुपुरे तैव जानामि नित्यं पादमि वन्दना. લક્ષ્મણ કહે છે કે હું કુંડળ કે કંગન જાણતો નથી પણ ફક્ત નૃપુરજ જાણું છું, કારણકે હું રોજ ભાભીને પગે લાગતો ત્યારે નૃપુરજ જોયેલાં. જેને ઉપાડી લઇ જઈ શકાય એનું નામ સ્ત્રી એટલે સ્ત્રીઓએ રાત્રે રખડવું નહિ. તુલસીનું વર્ષા ઋતુનું વર્ણન અને રામની મનોવ્યથા તુલસીની ચોપાઈઓ દ્વારા સાંભળો. મીરાંબાઈનું પદ "નિંદાના કરનારા નરકેરે જાશે, ફરી ફરી થાશે ભોરિંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે સાધુ પુરુષનો સંગ." @29.31min. શૌર્ય વિના ઈતિહાસ ન હોય. એક વાણિયાની સભાનો અનુભવ સાંભળો. કોઈ વાણિયાની પ્રેમ-કથા સાંભળી? કાઠિયાવાડમાં એકેએક જગ્યાની કથાઓ સાંભળવા મળશે. અમર સંત દેવીદાસની કથા સાંભળો. એમણે જીન્દગીભર રક્તપીતિયાઓની સેવા કરી. @33.13min. રાવણે સીતાને લલચાવવામાં કંઈ બાકી ન રાખ્યું પણ સીતા ના બદલ્યા, ના બદલ્યા તે ના બદલ્યા. @33.45min. બ્રહ્મસુત્રથી માયાવાદ. @43.08min. ભજન - હૃદય સુનું હરિનામ વિના - શ્રી નારાયણ સ્વામી.
Side A - TYAAG, VAIRAGYA ANE KARTAVYA - DANTALI ASHRAM -
ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય - દંતાલી આશ્રમ - ગોસ્વામી તુલસીદાસ વિરચિત રામચરિત માણસના પ્રસંગોના આધારે આપના સૌના જીવનના પ્રસંગોની કથા ચાલી રહી છે. ભરત ગાદીએ બેસવા તૈયાર નથી, રામ પાછી ગાદી લેવા તૈયાર નથી. બંને ભાઈઓ વચ્ચે સંપત્તિ લેવાનો ઝગડો નથી પણ સંપત્તિ આપવાનો ઝગડો છે. ચાર શબ્દો યાદ રાખજો - ત્યાગ-ગ્રાહ્ય, વૈરાગ્ય-રાગ. આ દ્વંદ્વો છે. ત્યાગ ગુણ નથી, વૈરાગ્યનું પરિણામ છે. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય, કરુણા ઉત્પન્ન થાય તો દુઃખ હરવાની, દાનની ક્રિયા થાય વગેરે. કોઈપણ ગુણ કદી સ્થાયી નથી હોતો, તે વિસ્તારથી સાંભળો. @5.09min. ગુણ બદલાય છે એટલે માણસ બદલાય છે. સવારનો, બપોરનો અને સાંજનો માણસ જુદોજ હોય છે. એના અંદરના ગુણો બદલાય છે, ગુણો સતત પરિવર્તનશીલ છે. સાધુઓની અંદર જે તીવ્ર વૈરાગ્ય હોય, લાખ રૂપિયા ઠોકરે મારતો હોય, તે વૈરાગ્ય ઠંડો પડતાં બબ્બે રૂપિયા ખોળતો થઇ જાય છે. એના પર ઘ્રણા કરવાની જરૂર નથી. કદી કોઈના પર ઘ્રણા ન કરશો. રામાયણ ત્યાગની કથા છે, પણ અહિયાં ત્યાગ કરનારા બધા સંસારી છે. રામ, સીતા, લક્ષ્મણ, ભરત એકેએક ત્યાગી છે. આપણે ત્યાં ત્યાગીઓના ત્રણ રૂપો થયા. ઋષિઓનો, સંસારીઓનો અને સાધુઓનો એટલેકે શ્રવણોનો ત્યાગ. આ ત્રણ ભેદને તમે નહિ સમજો, તો તમે ત્યાગને ન સમજી શકો. @7.40min. त्यागा शान्ति अनन्तरं ...(गीता). ભગવદ ગીતામાં વારંવાર કહે છે. ઋષિઓના ત્યાગમાં કર્તવ્ય કેન્દ્રમાં છે. ઋષિઓ વ્યક્તિગત સુખોનો ત્યાગ કરે છે, પણ કર્તવ્યનો ત્યાગ કરતા નથી. ત્યાગ જુદી વસ્તુ છે અને અપરિગ્રહ જુદી વસ્તુ છે. "लोकसंग्रः मेवापि संपष्यन्त कर्तुमहर्षि...(गीता). બીજાના સુખ માટે ભેગું કરવું એ લોકસંગ્રહ કહેવાય, લોકસંગ્રહ કરવોજ જોઈએ. ગાંધીજી જેવો કોઈ ત્યાગી માણસ ન હોય. હું એમને બહુ મોટા ત્યાગી માનું છું. એમને કરોડોના ત્રસ્ટો બીજાના દુઃખ દૂર કરવા કર્યા. ઋષિ અને ઋષિ પત્ની બંને ત્યાગી છે. પર્ણકુટીમાં રહે છે, એમની પાસે એટલી વિદ્યા છે કે મોટા નગરોમાં આલીશાન ઘર બનાવી રહી શકે છે. એક ઓળખીતા આચાર્યની વાત જરૂર સાંભળો, કહે છે કે મારો છોકરો 12-13 વર્ષનો હતો ત્યારે બાજુના ઘરમાં TV હતો, કહે છે કે પપ્પા જ્યારે તમે તમારા પૈસાનો TV લાવશો ત્યારે જોઇશ. આજે આ છોકરો MBBS થઇ ગયો. એકવાર કહે છે કે પપ્પા આ હાઇસ્કુલની પેન્સિલ તો નથીને? ઋષિ કદી કર્તવ્ય નથી છોડાવતા. @13.17min. કાશી અને મગધના રજવાડાની વાત સાંભળો. મગધના રાજાએ વિષાદથી રાજપાટ છોડી દીધાં. ભગવદ ગીતાની દ્રષ્ટીએ આ કર્તવ્ય ત્યાગ કહેવાય. આપણે આવા ત્યાગના રવાડે ચઢ્યા. કૃષ્ણ કહે છે તું યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. યુદ્ધ છોડવામાં તો પલાયનવાદ છે. @17.40min. બુદ્ધનો ત્યાગ એ કર્તવ્ય ત્યાગ છે, તે વિગતે સાંભળો. કર્તવ્ય ત્યાગ એ બહુ મોટો અનર્થ છે. ભારતનું પતન એનાથી થયું. આપણે ત્યાં માનવતા માટેનો ત્યાગ બિલકુલ ન રહ્યો. કોલંબસ અને વાસ્કો-ડી-ગામા ત્યાગી છે તે સાંભળો. આપણે ત્યાં ફક્ત મોક્ષનીજ વાતો હતી. બધું છોડો અને મોક્ષ મેળવી લો, એને માટે બે વસ્તુઓનો ત્યાગ જરૂરી છે તે કંચન અને કામિની. રામ ત્યાગી છે પણ કંચન કામિનીના ત્યાગી નથી. @24.25min. ઋષિ કદી પણ શરીર પર ખોટી ઘ્રણા કરાવતા નથી. એ શૃંગાર પ્રેમી નથી પરંતુ કહેછે "शरीर माध्यं खलुधर्म साधनं " દેહ દુર્લભ છે અને એ ધર્મનું સાધન છે. ઘ્રણામાંથી થયેલો વૈરાગ્ય, વાસ્તવિક વૈરાગ્ય નથી કારણકે દૂધપાકની ઘ્રણા કરે છે પણ દૂધપાક છોડતા નથી. આ હવા ભરેલા રબરના દડા જેવો વૈરાગ્ય છે. ત્યાગની પર્કાશ્ટા ક્યા સુધી પહોંચી, કે મહારાજ તો ચંપલ પણ નથી પહેરતા, તો નહિ પહેરવાથી શું થાય? એક સંપ્રદાયના સાધુની વાત. લોકો કહે છે કે અમારા સાધુઓ હવે બહેનોનું પીરસેલું ખાવા લાગ્યા. રામાયણમાં રામ પોતે શબરીના બોર ખાય છે. @29.17min. સહજાનંદ જેતલપુરમાં યજ્ઞ કરે અને ત્યાં શું થયું તે સાંભળો. મહારાજે કોળીનો રોટલો ખાધેલો તે આખો પ્રસંગ સાંભળો, આ ત્યાગ છે. @34.25min. હક્ક છોડવો એ ત્યાગ છે, વસ્તુ છોડવી એ ત્યાગ નથી. દિગંબર સાધુ કે જેણે બે મીટર કપડાના માટે પચ્ચીસ માણસોને રોકી રાખ્યા હોય એ ત્યાગ કેવો કહેવાય? જે ત્યાગ તમને લાચાર પરાધીન બનાવે એ ત્યાગ, ત્યાગ નથી. રામ ત્યાગી છે, સીતા, લક્ષ્મણ, ભરત બધા ત્યાગી છે અને અમે બધા મઠો માટે, આશ્રમો માટે લડાલડી કરીએ છીએ. ગુરુ-ચેલાનું ઉદાહરણ સાંભળો. ગ્રહણ-ત્યાગનો વિવેક જેને આવડે તે સુખી થાય, પણ સમય ઉપર સોનું પકડ્યું હોય અને છોડતાં ન આવડે તો સોનાના દ્વારા દુઃખી થાય. ડૂબતા માણસે સોનું પણ ફેંકવું પડે. @39.28min. એક ધ્યાન કરતા મુની અને નવા પરણેલા યુગલની વાત સાંભળો. ઋષિ માર્ગ બહુ સહજ અને હકારાત્મક માર્ગ છે. @46.19min. સહજાનંદ સ્વામીએ કહ્યું છે કે કદી પ્રારબ્ધવાદીનો યોગ ન કરવો અને શુષ્ક વેદાન્તીનો સંગ ન કરવો.
Side B - DANTALI ASHRAM - રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરત, ઊર્મિલા આ બધા પાત્રો સંસારી હોવા છતાં ત્યાગી છે. ગીતા અને રામાયણમાંથી આજ બોધ પાઠ લેવાનો છે, કંઈ છોડવાનું નથી પણ સુધારવાનું છે. એવું નક્કી થયું કે ભરત ગાદીએ બેસશે નહિ પણ રામની પાદુકા ગાદીએ બેસશે. રામ મક્કમ છે તો ભરત પણ ત્યાગમાં મક્કમ છે. રામે જે ચૌદ વર્ષ ભોગવ્યા તે ખસતા ખસતા દક્ષીણમાં ગયા. @2.59min. પંચવટીનો અર્થ થાય છે કે જ્યાં પાંચ જાતનાં વૃક્ષો ઘનીભૂત થયા હોય તેને પંચવટી કહેવાય. આ પાંચ વૃક્ષો છે વડ, પીપળો, અશોક(આસોપાલવ), ઉદંબર અને બીલીપત્ર. આ પાંચે વૃક્ષોને આપણે ત્યાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. રામ ત્યાગી છે પણ કર્તવ્યહિન ત્યાગ કે પ્રદર્શિત ત્યાગ નથી. પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી, પણ ન આપવો એ પાપ છે. સ્ત્રીને તલવારથી કે બંદૂકથી ન સાચવી શકાય, પણ પ્રેમથીજ સાચવી શકાય. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે રાજાની પાસે, દેવની પાસે, સંતપુરુષની પાસે અને પોતાની પત્ની પાસે પણ ખાલી હાથે ન જવું. વસ્તુનું મહત્વ નથી પણ એ વસ્તુ તમારા જીવનમાં પ્રેમ ઘોળી આપશે. @7.15min. પત્નીને પોતાના પતિના પ્રેમની ઝંખના હોય. રામ જ્યારે સીતાને પોતાના હાથે વેણી લગાવી રહ્યા હતા ત્યારે બરાબર એજ સમયે ઇન્દ્રનો પુત્ર જયંતે આકાશમાં વિચારી રહ્યો હતો ત્યારે આ દ્રશ્ય જોયું. સૌન્દર્ય, શૃંગાર અને રક્ષણ આ ત્રણનો યોગ હોય તો જ બરાબર. જો રક્ષણ ન હોય તો લૂંટાય જવાના. જયંતે કાગડાનું રૂપ ધારણ કરી, સીતાજીના સ્તનમાં ચાંચ મારી એવું લખ્યું છે. તુલસીદાસ માટે આ સહ્ય નથી, એટલે એમણે મર્યાદા રાખી અને લખ્યું કે પગમાં ચાંચ મારી. રામે જોયું કે મારી પત્નીની છેડતી કરનાર કોઈ નીકળ્યો. નીતિકારે લખ્યું છે કે "भार्या रूपवती शत्रु" @12.omin. રામે ધનુષ્ય બાણ ઉપાડ્યું અને કાગડો ભાગ્યો, રસ્તામાં નારદ મળ્યા પછી શું થયું તે સાંભળો. રામાયણમાં શૃંગાર પણ છે અને શૌર્ય પણ છે. @18.32min. રામ અને લક્ષ્મણ અત્રી ઋષિ પાસે બેઠા અને સીતાજી અનસુયા પાસે ગયા. અનસુયાએ સીતાજીને ઊંચા આસને બેસાડ્યા પછીનો વાર્તાલાપ સાંભળી લેવો. જેને બીજાના ગુણો દેખાય એનું નામ સંત કહેવાય. સીતાજીએ કહ્યું કે મને બે શબ્દો સંભળાવો, મારે ચૌદ વર્ષ વનમાં વિતાવવાના છે. દીકરીને જ્યારે વિદાય કરો ત્યારે આ અનસુયાની ચોપાઈઓ એક પત્રમાં લખી આપજો કે "બેટા દુનિયામાં સ્ત્રી માટે સૌથી વધુમાં વધુ સુખદાતા હોય તો એ પતિ છે. @23.00min. "अमित दानी भरता बैदेही, अधम सो नारी जो सेवन तेहि." એ સ્ત્રીને અધમ સ્ત્રી કહેવી જોઈએ કે જેને આવો સારામાં સારો પતિ મળ્યો હોય અને એની સેવા ન કરે. અનસુયા એમ કહે છે કે સીતા, તારા કેટલા મોટા ભાગ્ય કે તને રામ જેવા પતિ મળ્યા એટલે તું રામની સેવા કરજે. સ્વારથનાં સગાં કરી-કરીને એકબીજા ઉપર ઘ્રણા નહિ કરાવવાના પણ સ્વારથના સગાં ન થઈને પરમાર્થના સગા કરવાના આ રામાયણનું તાત્પર્ય છે. @27.31min. અપક્રાંતિ અને ઉત્ક્રાંતિ - સૌરાષ્ટ્રના એક રજવાડાની વાત. भजन - जय रघुनंदन जय सियाराम, हे राम हे राम
Side A - KARTAVYA EJ UPAASANAA - MORBI - કર્તવ્ય એજ ઉપાસના - મોરબી એન્જીનીયરીંગ કોલેજ - ભારતનો એક માણસ જેટલી જમીન રોકીને બેઠો છે, તેના કરતાં ગોરો માણસ 30 ઘણી જમીન પર બેઠો છે અને 60 ઘણી સંપત્તિ ધરાવે છે, કેમ? ગોરા લોકોનું નાણાં ભંડોળ 600 ઘણું વધારે છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં છે, શું કારણ છે? @3.26min. પંદરમી શતાબ્દીનું ઇંગ્લેન્ડ કેવું હતું? વાસ્કો-ડી-ગામા ચાર જહાજો લઈને ભારત આવ્યો, મરી-મસાલા લઇ ગયો અને પાછો 13 જહાજો લઈને આવ્યો ત્યારે કેરાલામાં ત્રણ રાજ્યો અંદરો અંદર લડ્યા કરતા હતા, તે પછીનો ઈતિહાસ સાંભળો. પોર્ટુગીઝનો પહેલો પગ ગોવામાં પડ્યો, આપણી જનતાએ એમને રોક્યો કેમ નહિ? પોર્ટુગીઝોએ ગોવા સુધીનો કાંઠો પોતાની મુઠ્ઠીમાં લઇ લીધો. સો વર્ષ પછી અંગ્રેજોએ પોર્ટુગીઝના જહાજમાંથી ભારત આવવાનો નકશો મેળવ્યો અને આમ ભારતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચો આવ્યા. આપણે ત્યારે હિમાલય તરફ દોડતા હતા અને લોકોને મગજમાં ઠાંસી ઠાંસીને ભરતા હતા કે ધર્મ બચાવવો હોય તો દરિયાથી દૂર રહો. આ દેશમાં આઝાદીની સાથે એક બહુ મોટું એન્જિન પ્રાપ્ત થયું, એનું નામ છે સરદાર પટેલ. એન્જિન વગર ડબાઓની કોઈ કિંમત નથી. 14 થી 16મી શતાબ્દીમાં આપણું ક્રીમ હિમાલયમાં જઈને પલાંઠી વાળતું હતું અને બીજાને પલાંઠી વાળતા શીખવતું હતું. આપણે પલાંઠી પૂજક બન્યા અને આજે પણ પલાંઠી પૂજક છીએ. @12.03min. યુરોપમાં જુના કેથોલિક ધર્મનું સૂત્ર હતું " WORK IS SIN " અને આપણે ત્યાં પણ વેદાંત વાળાએ એજ કહ્યું. માર્ટીન લુથર દ્વારા એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને એણે સૂત્ર બદલી નાખું કે " WORK IS WORSHIP " તમારું કર્તવ્ય એજ તમારી ઉપાસના છે. પ્રજા મગજથી આબાદ થતી હોય છે અને મગજથીજ બરબાદ પણ થતી હોય છે. @15.20min. સમૃદ્ધિ અને સુરક્ષાના ત્રણ માર્ગો તે ભૂમિમાર્ગ, સમુદ્રમાર્ગ અને અન્તરિક્ષ. ભારતમાં સમૃદ્ધિ હતી એટલે લોકો ખૈબર અને બોલનના રસ્તે આવ્યા. કેમ? જે ભગવાન કપડાંયે ન પહેરે તેને હીરા, માણેક, ઝવેરાતથી જડી દીધો એટલે ભગવાન અકળાયો. આપણી પાસે સંપત્તિ સાચવવાના બાવડાં ન હતા. જે કોઈ બુદ્ધ પાસે ગયા તેને બુદ્ધે સાધુ-સાધ્વીઓ બનાવ્યા. આજે પણ હજ્જારો કોલેજ ભણેલાઓને સાધુ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુજ છે. @20.28min. આપણા જુના વૈદિક ધર્મમાં પરિવર્તન આવ્યું, કોણ મહાન? જે ઘરેથી પત્ની, ધંધાને છોડીને ભાગે છે, ચંપલ નથી પહેરતો, કપડા નથી પહેરતો, ઊભોજ રહે છે, દુઃખ ભોગવે છે, એની પાછળ ટોળેટોળાં થવા લાગ્યા, પરિણામ એ આવ્યું કે મહત્વકાન્ક્ષા વિનાની પ્રજા થઇ. અમારે ત્યાં તો લખ્યું છે કે " य देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नाम: " જ્યારે બુદ્ધે કહ્યું કે દુઃખનું મૂળ ઈચ્છા છે. પ્રજાને કોઈ દુશ્મનો આવીને મારી નથી શકતા અને એવું હોત તો જાપાન, જર્મની, વિયેતનામ મરી ગયાં હોત. અંગ્રેજો પોર્ટુગીઝના 100 વર્ષ પછી આવ્યા પણ એ લોકો સફળ કેમ રહ્યા તે સાંભળો. @26.45min. ઈજીપ્તના પિરામિડ અને સતી થવાની પ્રથા. યુરોપમાં પ્રજાનું આખું વ્યક્તિત્વ જે ચર્ચમાંથી નીકળતું હતું તે પ્રયોગશાળામાંથી નીકળવા લાગ્યું અને આ વસ્તુએ યુરોપની કાયા પલટ કરી નાંખી. @30.49min. આયુર્વેદ સંમેલનનો અનુભવ - જ્ઞાન જયારે ફાંસીએ ચઢવાનું હોય ત્યારે ઝનુન ચઢે અને જયારે વિજ્ઞાનમાં પરિવર્તિત થવાનું હોય ત્યારે એની ક્ષિતિજ વધે. आदमको खुदा मत कहो, आदम खुदा नहीं. लेकिन खुदाके नूरसे आदम जुदा नहीं. કબીરે દોહો બનાવ્યો. " साहब सबका बाप है, बेटा किसीका नाही, बेटा होक अवतरे वो तो साहब नाही. આપણે ભાગવાનો ઊભા કર્યા અને પશ્ચિમવાળાઓએ વૈજ્ઞાનિકો ઊભા કર્યા. અત્યારે ભારતમાં 950 ભાગવાનો વિદ્યમાન છે. એક હોક્લીવાળા ભગવાનની વાત સાંભળો, આ ભગવાનનું આજે પાંચ કરોડનું મંદિર બંધાશે. કોઈ પ્રયોગશાળા કે કોલેજ નહિ બાંધશે પણ મંદિર જરૂર બંધાશે. @36.17min. એક જૈન મુનિ કહે છે, પૃથ્વી ફરતીજ નથી, રકાબી જેવી છે , વચ્ચે મેરુ પર્વત છે. પાલીતાણામાં આખો મોડલ બનાવેલો છે. ધર્મની માન્યતાઓ છે, જયારે વિજ્ઞાન પાસે પ્રૂફ છે. માન્યતાઓને અને વિજ્ઞાનને લડાવે નહિ. @38.53min. ઉત્તર ગુજરાતના ખેરાલુ બાપુની ફૂંક લગાડવા માટે એક એક માઇલની લોકોની લાઈનમાં ડોકટરો પણ ઊભા હોય. પુરાણોની ચમત્કારોની કથાને એક જાણીતા કથાકાર વિશે. @41.29min. આશ્રમમાં વૈભવ લક્ષ્મીના વ્રત માટે MSc ભણતો એક છોકરો ફૂલ વીણવા આવ્યો તે વિશે સાંભળો. જાપાન, અમેરિકામાં વૈભવ લક્ષ્મીનું કોઈ વ્રત કરતુ નથી. અહી દોઢ કરોડ લોકો ધર્મની રોજીમાં લાગેલા છે. તેઓ ઈચ્છે છે કે આ બધું રહેવું જોઈએ તોજ એમનો ધંધો ચાલે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર. @45.23min. વેપારીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાળુ કેમ હોય છે? ફીરોઝ્પુરમાં એક કરોડાધિપતિ સજ્જન છગામીલાલ વિશે. યુરોપ-ઇંગ્લેન્ડ રાજકીય અને આર્થિક રીતે પ્રયોગશાળા અને વર્કશોપના માધ્યમથી સમૃદ્ધ થયા.
Side B - MORBI - પચાસ વર્ષ પહેલાંની લાજ અને મર્યાદાની વાત. હિન્દુપણાને એટલું તકલાદી ન સમજો કે તમારા મોઢામાં કોઈ ફૂંક મારી જાય અને તમે હિંદુ મટી જાવ કે ચોટી મટી જાય અને તમે હિંદુ મટી જાવ. બહેનોના વર્ષો જુના કપડાં અને પંજાબી ડ્રેસ વિશે. @4.39min. પશ્ચિમની રાજકીય અને આર્થિક સમૃદ્ધિ પ્રયોગશાળા અને વર્કશોપમાંથી આવી. ત્રીસ-ચાલીસ વર્ષમાં દેશમાં થયેલા વિકાસનું આપણને ગૌરવ છે, લોકો વૈજ્ઞાનિકો, ફોરમેનોના દર્શન કરવા નહિ જાય પણ મારા દર્શન કરવા આવશે કારણકે હું લોકોને બનાવું છું. હિટલરે એક બહુ સરસ વાત કરેલી કે જો બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો હારશે તો આખી દુનિયામાંથી રાજકારણનો કાદવ નીકળી જશે, જો ફ્રાંસ હારશે તો આખી દુનિયા પરથી ફેશન અને વિલાસીતતા મટી જશે, જો અમેરિકા હારશે તો દુનિયા ઉપરથી પૈસાની પ્રધાનતા સમાપ્ત થઇ જશે, પણ જો જર્મની હારશે તો દુનિયામાંથી વિજ્ઞાન મરી જશે. દુનિયાને જો વિજ્ઞાન જોઈતું હોય તો જર્મનીને જીવાડવું જોઈએ, કારણકે વિજ્ઞાનના દ્વારા પૃથ્વીનો ઉદય થવાનો છે. આ બધું તો ખરું પણ ભારત જો આ દુનિયામાંથી લુપ્ત થઇ ગયું તો અંધશ્રદ્ધા મટી જશે માટે એમને જીવવા દો. પલાંઠી વાળતા કોણ શીખવશે? આજે ભારતમાં એન્જિનીયરીંગ કોલેજો થઇ એણે આ દેશને ઘણું પ્રદાન કર્યું છે. આ લખદીરજી કોલેજ અને બીજી કોલેજોમાંથી નીકળેલા એન્જીનીયરોએ કેટલાં મોટાં મોટાં કામો કર્યા છે કે હવે કોઈ ગોરાઓને બોલાવવા નથી પડતા. @10.20min. અમેરિકામાં ગોલ્ડન બ્રીજ વિશે. ત્યાં પ્લેટ ઉપર લખેલું છે કે એના સ્ટીલના વાયરો બધા ભારતની ટાટા કંપનીએ બનાવેલા છે. હું એ મતનો છું કે એન્જીનીયરીંગ કોલેજ હોય કે મેડીકલ કોલેજ હોય, માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનેજ પ્રવેશ મળવો જોઈએ. @14.51min. આ એક એવી જગ્યા છે કે જ્યાં ભણતી વખતે અને ભણી રહ્યા પછી તમારી પુરેપુરી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે અને એવું થશે તો નોબલ પ્રાઈઝ તમારી મુઠ્ઠીમાં છે, આવનારા વર્ષો તમારી મુઠ્ઠીમાં છે અને એવું થશે તો ભારત તમને સલામ કરશે, વંદન કરશે. આજનું ભારત પચ્ચીસ વર્ષ પછી બદલાઈ જવાનું છે, મૂલ્યો બદલવાના છે, દ્રષ્ટિ બદલવાની છે, એટલે ભાઈઓ હું અહી અતિશય આગ્રહથી આવ્યો છું અને હું ઈચ્છું કે તમે લખદીરજી કોલેજનું નામ ભારતમાં એક ડંકાની સાથે વાગે અને કોલેજના વિદ્યાર્થીને લોકો પહેલેથીજ પ્રણામ કરે કે આતો એક સારામાં સારી કોલેજના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને બીજા લાગતાવળગતાઓ એક બીજાના પૂરક બની આ કોલેજને વધારે સફળ અને ધન્ય બનાવે એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @17.24min. સ્વામીજીના અનુભવો. @32.05min. સ્વામીજીનો પાટડીનો અનુભવ @38.22min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ. @41.30min. ભજન - ભૂતળ ભક્તિ પદારથ મોટું - શ્રી મતિ મીનું પુરુષોત્તમ.
Side A - KARTAVYA PARAAYANATAA - LONDON - કર્તવ્ય પરાયણતા - લંડન - જે જીવનની વ્યાખ્યા સાથે વ્યવસ્થા કરે એનું નામ ધર્મ પણ જે જીવનની ઉપેક્ષા કરાવે અને જીવન પ્રત્યે નફરત કરાવે એને ધર્માભાષ કહેવાય. જે પ્રવૃત્તિ કરીએ પણ એમાં ધર્મ હોયજ નહિ તેને ધર્માભાષ કહેવાય. @3.48min. આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. એક હિંદુ ધર્મજ એવો છે, જેની પાસે એકજ શાસ્ત્ર નથી, એકજ ભગવાન નથી કે એકજ વ્યવસ્થા નથી. બધુંજ ઘણું છે અને એટલું બધું હોવા છતાં એમાં કંઈક તતવ એવું છે કે બધાને તે એક કરીને રાખે છે, નવું જીવન આપે છે. મારી સમજણ પ્રમાણે આપણે હંમેશાં નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકાર કરીએ છીએ. જે લોકો નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકારી નથી શકતા તે કાંતો તૂટી જતા હોય છે કે અપ્રસ્તુત થઇ જતા હોય છે. ઉદાહરણ સાંભળો. @5.38min. સ્વીડનમાં મુસ્લિમ કન્યાઓનો પ્રોબલેમ સાંભળો. આપણી વ્યાખ્યા પ્રમાણે ધર્મ સનાતન છે, પણ સંસ્કૃતિ સનાતન નથી. એક વૃદ્ધ સન્યાસી સાથેનો અનુભવ સાંભળો. @9.26min. અંગ્રેજો કદી સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરે છે? અમેરિકાનો કદી વાત કરે છે? આપણેજ કેમ કરીએ છીએ? કારણકે આપણે સ્થગિત થઇ જવા માંગીએ છીએ. સંસ્કૃતિ લાખ પ્રયત્ને પણ સ્થિર થતી નથી અને જો તમે એને સ્થગિત કરો તો એ પછાત થઇ જાય છે. મારી વાતની ગેરસમજ ન કરશો, કહેવાનો હેતુ એજ છે કે આપણે સતત બદલતા રહીએ છીએ એટલે ટકી શક્ય છીએ. સંકૃતિનો ભાર સ્ત્રીઓ ઉપર હોય છે. સંસ્કૃતિનું માપ સ્ત્રીઓ ઉપરથી કઢાય છે કારણ કે સ્ત્રીઓ જલ્દી પરિવર્તનશીલ નથી એટલે તમે સારું દામ્પત્ય ભોગવી શકો છો. જે લોકોમાં સ્ત્રીના પુનર્લગ્ન થતા ન હોય એવી કડક વ્યવસ્થા લઈને બેઠા હતા તે તૂટી પડ્યા. એક ડેપ્યુટી કલેકટરનું ઉદાહરણ - એમની 21 વર્ષની વિધવા દીકરી કેમ વિધર્મી જોડે ભાગી ગઈ? @14.47min. આખી દુનિયાને કકળાવવી હોય તો કકળાવજો પણ માનું હૃદય ન કકળાવશો, તો તમે આખી દુનિયાને જીતી લીધી છે. એક ત્રાજવામાં માનું વહાલ, પ્રેમ અને બીજામાં આખી દુનિયાની સંપત્તિ મૂકો તો માનું વહાલનું પલ્લુંજ વધારે નીચે જશે. આ આપણી સંસ્કૃતિ છે, એટલે આપણે પહેલુંજ લખ્યું કે " मातृ देवो भव " આજ કારણસર એક હિંદુ ધર્મજ એવો છે કે પરમેશ્વરને સાડી પહેરાવી જગદંબા માં બનાવે છે. @17.18min. ધર્મની વ્યાખ્યાના ત્રણ સ્ટેજ છે, શરીર, મન અને આત્મા. ધર્મનું પહેલું સ્વરૂપ કર્મકાંડ છે. કોઈપણ ધર્મ કર્મકાંડ વિનાનો હોયજ નહિ. માણસનું મન કર્મમાં લાગે છે. સ્કોટલેંડમાં એક સ્કંદ હિંદુ મંદિર છે, જે ગોરા લોકો ચલાવે છે, ત્યાનો અનુભવ સાંભળો. આફ્રિકામાં મહાદેવના મંદિરમાં ગેલનના ગેલન દૂધ ચઢાવવાના બદલે સ્વામીજીએ આપેલી સલાહ સાંભળો. @24.06min. દુલા ભાયા કાગ, એક ગજબનો કવિ અને શિહોરનો યજ્ઞ. ધર્મ ફેલાવવામાં ક્રિશ્ચિઅનોએ સેવાનો માર્ગ અપનાવ્યો, મુસ્લિમોએ યુદ્ધો કર્યા, જૈનોએ દેરાસરો બાંધ્યા, બૌદ્ધોએ સ્તુપો બાંધ્યા અને આપણે યજ્ઞો કરી રાખ ચોળી ઊંભા થઇ ગયા. વિશ્વશાંતિ માટે શિહોરમાં યજ્ઞ કર્યો પણ ત્યાંજ અશાંતિ થઇ ગઈ. જીવનથી દુર ન ભાગો એનું નામજ ધર્મ છે. @32.20min. મહાત્મા ગાંધીની પ્રાર્થનામાંથી એટલી શક્તિ ઉત્પન્ન થાય કે આખી બ્રિટીશ સલ્તનતને હરાવી. આપણે કર્મકાંડને માન્યતા આપી છે. તમે થોડાંઘણા કરતા હોવ તો કરો પરંતુ તેમાં સુધારો કરો. ધર્મનું બીજું સ્ટેજ મન છે. જેમ જેમ ધર્મમાં આગળ વધતાં જાવ તેમ તેમ એનું ઊંડાણ વધતું જાય. ધર્મનું સુક્ષ્મ સ્વરૂપ શું છે? ઊંચી આદર્શવાળી ભાવના. તુલસીદાસે લખ્યું છે " कलिकर एक पुनीत प्रभावा मानस पुन्य होही नहीं पावा. " કળિયુગનો એક વિશેષ પ્રભાવ છે કે તમે કોઈ સારી સારી વાતો કરો તો એનું પુણ્ય લાગે પણ તમે ખોટા વિચાર કરો તો પાપ ન લાગે. ધર્મનું ત્રીજું સ્ટેજ આત્મા છે અને એ કર્તવ્ય પરાયણતા છે. કર્તવ્ય પરાયણતા અને ધર્મ બંને એકજ છે. ભગવદ ગીતાનો પ્રારંભ પણ અહીયાજ છે. ભગવદ ગીતાના ટીકાકારોએ ઘણા જુદા જુદા નામો આપ્યા છે, એમાં એક નામ છે "કર્તવ્ય બોધિની" વિશે સાંભળો. @37.52min. આશ્રમમાં એક પાદરી આવ્યા - "કૃષ્ણ અને ક્રાઈસ્ટ" ની બુકનું અનાવરણ કરવા માટે સ્વામીજીને ભલામણ કરી તે સાંભળો. @42.48min. સૌથી મોટામાં મોટી શાંતિ પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી બચાવવી એનાથી મોટો કોઈ ધર્મ નથી. યાદવો અને દ્વારિકા વિશે સાંભળો. @46.32min. રામ જ્યારે અયોધ્યાથી વિદાય થયા ત્યારે આખું અયોધ્યા પાછળ દોડ્યું અને કૃષ્ણ જ્યારે દ્વારિકાથી વિદાય થયા ત્યારે કોઈ નહિ, એકજ માણસ પાછળ પડ્યો હતો તે ઉદ્ધવ. @49.09min. વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધની વાત.
Side B - LONDON - કૃષ્ણ-ઉદ્ધવનો સંવાદ ચાલુ..."मरनो भलो विदेशमें जहां न अपनों कोई, माटी खाय जानवरा महा सुमंगल होय." કૃષ્ણે કહ્યું મારી કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી. પાદરી કહે છે, આ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધી આખી ઘટનાઓ પ્રેરણાથી ભરેલી છે. ધર્મનો આત્મા, કર્તવ્ય પરાયણતા છે. ધર્મમાંથી કર્તવ્ય પરાયણતા કાઢી નાંખો એટલે ધર્મ એ મડદું છે. યુદ્ધના સમયે જો યુદ્ધ કરી લેવામાં આવે તો યુદ્ધ પોતેજ એક સાધના-કર્તવ્ય બની જાય. પાંડવોના બહુ મોટા સદભાગ્ય કે કૃષ્ણને નેતા બનાવ્યા. મોટી સેના નથી જોઈતી, ખોટી વાત છે, મોટો નેતા જોઈએ. કેટલાયે યુદ્ધના ઈતિહાસ છે કે થોડી સેનાથી મોટી સેનાને હરાવી દીધી. સ્ત્રી ન હોય તો કથાજ ન હોય, દ્રૌપદી સીતા ન હોય તો કથાજ ન હોય. સ્ત્રી પ્રેરક બળ છે, ધારે તો મડદાને જીવતું બનાવી દે અને ધારે તો જીવતાને મડદું બનાવી દે. ટેકીલી પ્રજાનો ઈતિહાસ હોય, બહુ સમાધાનકારી પ્રજાનો ઈતિહાસ નથી હોતો. @6.48min. કૃષ્ણ વિદુરને ત્યાં ગયા, વિદુરાણી તો ગાંડી ગાંડી થઇ ગઈ. જેમાં થોડુંક પણ ગાંડપણ ન હોય તેને પ્રેમ કહેવાયાજ નહિ. એક સભાના પ્રસંગની વાત. ગાથાઓ ત્રણ પ્રકારની હોય છે. પ્રેમ ગાથા, શૌર્ય ગાથા અને ભક્તિ ગાથા, આ ત્રણે એકબીજાના પૂરક છે. દુર્યોધન કહે છે, તમને શરમ નથી આવતી કે તમે શુદ્રના ઘરે જામી આવ્યા. કૃષ્ણે જવાબ આપ્યો, તે એકેએક હિન્દુએ યાદ રાખવા જેવો છે. " न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने." જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે. @11.41min. ચરોતરના એક મહેલ જેવા ઘર ધરાવતા પટેલને ત્યાં સ્વામીજીના પધારવા વિશે. @17.03min. કૃષ્ણ યુદ્ધ નેતા છે. અર્જુનને કહે છે, " अशोच्याननवसोचत्स्वं प्रग्नावादान्स्च्य भाषसे ....(गीता 2-11). प्रग्नावादान्स्च्य भाषसे નું ઉદાહરણ, એક ન્યાયાધિશની વાત સાંભળો. ઉપનિષદનો ઋષિ કર્તવ્યનો ઉપદેશ આપે છે. ચાણક્યે કહ્યું છે કે આખી દુનિયા જે પકડીને રહી છે તેનું કારણ સ્વાર્થ છે. જે ઘણા લોકોના સ્વાર્થ પૂરા કરી આપે એનું નામ સમર્થ મહાપુરુષ કહેવાય. કર્તવ્યને વૈરાગ્યનો આધાર હોવો જોઈએ. કર્તવ્ય છોડવા કે કર્તવ્યથી ભગાવવા માટે નહિ. કર્તવ્યને બતાવવા માટે યાત્રા દ્વારા રામાયણની રચના કરી, આદર્શ પુત્ર બતાવવા માટે રામ-લક્ષ્મણ બતાવ્યા અને કર્તવ્યનું પરિણામ એ આવ્યું કે રામ ભગવાન થયા. @25.58min. धीरत धर्म मित्र अरु नारी, आपातकाल परथी यहिं चारी. પિત્તળની કસોટી ન હોય. ધર્મનો આત્મા કર્તવ્ય છે. આપણે કર્તવ્ય પરાયણ બનીએ, જેટલા તમે કર્તવ્ય પરાયણ થશો એટલા તમે સુખી થશો. @27.49min. I K Patel વિશે સાંભળો. બહુ ભલા, સમજુ, સજ્જન અને બધાનો મેળ કરવાની શક્તિ ધરાવતા હતા. ધર્મનું કામ સરવાળો છે. I K Patel શીખોને પણ લાવતા અને એમનો પ્રયત્ન રહેતો કે હિંદુ પ્રજા એક થઈને રહે. તમારા પ્રશ્નોને ઉકેલવા હોય તો બધા એક થાવ, શક્તિશાળી બનો અને એકબીજાને મદદરૂપ થાવ. આ કામની પ્રવૃત્તિ I K Patel દ્વારા થતી, મને આનંદ છે કે આજે તેઓ સ્થૂળ શરીરથી હયાત ન હોવા છતાં પણ એમના દીકરા અને બીજા બધા ટ્રસ્ટી ભાઈઓ એમની વાત આગળ ચલાવી રહ્યા છે. હું ઈચ્છું કે આપણે બધા એ સંદેશમાં ભેગા મળીએ. આવનારી પરિસ્થિતિને સમજો, સંગઠીત બનો, કર્તવ્ય પરાયણતાને વધુમાં વધુ જીવનમાં ઉતારો, ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત. @32.34min. જોન ઓફ આર્ક - ફ્રાન્સની રાષ્ટ્રવાદી યુવતીની શહીદ ગાથા. ભાવનગર બંદર, મધ્ય પ્રદેશની રીન્વા સ્ટેટની રાણી અને દિગંબર મહાત્મા. @41.00min. ભજન - શૂરવીરને તું જોઇને પ્રાણી - શ્રી નારાયણ સ્વામી.
 
 
(B) PRAVACHAN VISHESH - 10 (પ્ર. વિ. - 10)
 
Side A - ISHWAR PETLIKAR - VALLABH VIDYANAGAR - ઈશ્વર પેટલીકર - વલ્લભ વિદ્યાનગર વ્યક્તિત્વના બે પ્રકાર, એક જોડાયેલું અને બીજું બિન જોડાયેલું. તમારી પાસે વસ્ત્રો છે, દાગીના છે, શણગાર છે, ઐશ્વર્ય છે, આ બધાના દ્વારા પ્રગટ થતું વ્યક્તિત્વ એ જોડાયેલું વ્યક્તિત્વ છે. અમારા વ્યક્તિત્વમાં ગાડીના ઉમેરાથી પણ સત્કારમાં ફરક પડે છે, તે સાંભળો. જોડાયેલું વ્યક્તિત્વથી માણસ લાભ પ્રાપ્ત કરતો હોય છે. @3.59min. બીજું બિન જોડાયેલું સ્વયંભુ વ્યક્તિત્વ હોય છે. આ વ્યક્તિત્વ ચાર ભાગમાં વહેંચાયેલું છે. મસલ્સનું વ્યક્તિત્વ, તમે પહેલવાન છો? ગ્રીકનો હર્ક્યુલીસ અને ભારતનો ભીમ એ મસલ્સના વ્યક્તિત્વો છે. બીજું સૌન્દર્યનું, તમે રૂપ રૂપના અંબાર છો, ગમે તેવા કપડા પહેરો, મેક-અપ કરો કે ન કરો, પ્રત્યેક એંગલથી આ વ્યક્તિનું સૌન્દર્ય નીખરી રહ્યું છે. ત્રીજું કંઠનું, તમારી પાસે કંઠનું વ્યક્તિત્વ હોય તો તમે ગાઓ ત્યારે નાગ જેવી વ્યક્તિ, જેનો ફુંફાડા મારવાનો સ્વભાવ છે, એ પણ ડોલવા લાગે. ભારત એક હતું ત્યારે, સિંધમાં પુષ્કળ ડાકુઓ ગામને લુંટવા આવ્યા ત્યારે ગામની વચ્ચે કુંવરલાલ ભગત વ્યાખ્યાન કરે, ભગતે ગાવા માંડ્યું, અઢી કલાક પછી લુંટનો માલ ભગતની આપી ચાલવા માંડ્યું. લતાનું વ્યક્તિત્વ કંઠમાં છે. @10.50min. ચોથું અને વધારે મહત્વનું મસ્તિષ્કનું વ્યક્તિત્વ છે. અષ્ટાવક્ર, આઈનસ્ટાઇન, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ આ બધા સમર્થ ઋષીઓ છે, એમની પાસે મસ્તિષ્ક છે. આ બધા પાસેથી મસ્તિષ્ક લઇ લેવામાં આવે તો શું રહે? સૌદર્ય અને મસલ્સ પોતે પરિચય આપે છે. કંઠ અને મસ્તિષ્કનું વ્યક્તિત્વ સમય આવ્યે પરિચય થતો હોય છે. @12.57min. એક યાત્રામાં વખાણ કરવાનું પરિણામ સાંભળો. " शक्तिहि कार्य गम्या "' કાર્યના દ્વારા શક્તિ પ્રગટ થાય છે. જે શક્તિ પુરુષાર્થના દ્વારા આવી ન હોય પણ આકસ્મિક રીતે પ્રાપ્ત થઇ હોય એને ઈશ્વરની બક્ષીસ માનવામાં આવે છે. લતાને જે ગળું મળ્યું તે કુદરતી બક્ષીસ છે. કુદરતી બક્ષિસનો અહંકાર ન કરો તો એ તમારા માટે આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની જાય. કેટલીક વાર આવી પ્રતીતિ કરાવવા માટે ભગવાન, કોઈ કોઈ ઘટનાઓ ઘટાવતો હોય છે. @17.16min. " मत्त: स्मृतिर्ग्नानंअपोऽनन्च....चाहम्." ....(गीता ...15.15), અર્જુન હું જ્ઞાન આપનારો છું અને જ્ઞાન ઉપર પોતું ફેરવનાર પણ છું. પૂર્વ બંગાળનો કવિ નજરૂહ ઇસ્લામનું ઉદાહરણ સાંભળો. એના ગીતોની અંદર હિન્દુઇઅમ છે, એના ઘરમાં હિંદુ દેવ-દેવીઓના ફોટાઓ છે, પરંતુ છેલ્લે એમની સ્મૃતિ લુપ્ત થઇ ગઈ હતી. અહીંથી ભક્તિમાર્ગ શરુ થાય છે કે આ તારી આપેલી શક્તિ છે, તારા કામ માટે ઉપયોગ કરીશ. @21.54min. શ્રીમદ વલ્લભાચાર્યના પુત્ર ગોસાંઇજી મહારાજ, અકબરનો સમય, તાનસેનનો ડંકો વાગે. હરતો ફરતો મથુરા આવે, કોઈને પૂછ્યું કે અહિયાં કોઈ સંગીતનો પારખુ માણસ છે? રવિશંકરનો અનુભવ સાંભળો. ગોસાંઇજીનેત્યાં તાનસેનની સાથેના માણસ એક દોહરો બોલ્યો પછી શું થયું તે સમજવા જેવી વાત છે તે જરૂર સાંભળો. તાનસેનનું અભિમાન ઊતરી ગયું. @28.59min. આ હરિદાસનું સંગીત મહારાજાઓના પણ મહારાજા એક માત્ર ઈશ્વર માટે છે, આ ભક્તિ માર્ગ છે. વર્ષો સુધી પણ આ સંગીત મરવાનું નથી. સ્વામીજીની અમેરિકાનું મ્યુઝીયમ જોવા ગયેલા ત્યાં 12 ફૂટનું મસ્તિષ્ક બનાવેલું તેની વિગતો સાંભળો. @34.15min. કુદરત જ્યારે કોઈને કંઈક દોષ આપે છે તો એને ઢાંકવા માટે એક વધુ ગુણ પણ આપે છે. ક્રોધી માણસો ઘણા ઉદાર હોય છે. માણસનું મસ્તિષ્ક વધારેમાં વધારે 15% વિકાસ પામે ત્યારે કોઈ આઈનસ્ટાઇન, શંકરાચાર્ય, હેમાચાર્ય બને છે. આ જે મસ્તિષ્કની અદભૂત દેન છે, તે કુદરતી છે. કેટલાક માણસો બખ્તર વિનાના હોય છે, જેવા અંદર તેવા બહાર. તમે એની ઘ્રણા કરો તોયે ભલે અને પ્રેમ કરો તોયે ભલે. ઈશ્વર પેટલીકરની આ ખાસિયત હતી. પેટલીકર એટલે પેટલી ગામના. એમણે સાહિત્યના ક્ષેત્રમાં ઘણું પ્રદાન કર્યું. મૂળમાં પાટીદાર. મારું માનવું છે કે પાટીદારોના હાથમાં બહુ મોડે મોડે કલમ આવી. 60-70 વર્ષ પહેલાંનો પાટીદાર કવિ, સાક્ષર, મહા કવિ થયો હોય તો બતાવજો . જે કંઈ થયું તે છેલ્લા 50-60 વર્ષમાં, કેમ? તે સાંભળો. @39.14min. એક મુંબઈના વાણીયાઓની સભાનો અનુભવ. પ્રેમગાથા, ભક્તિગાથા અને શૌર્યગાથા આ ત્રણે એકબીજા સાથે ઓતપ્રોત થયેલા છે અને ત્રણેયની પરકાષ્ટા બલિદાન છે. સાહિત્યકાર પાસે આ ત્રણેય વસ્તુઓ લઇ લેવામાં આવે તો સાહિત્યકાર લખે તો શું લખે? અહિયાં જે આચાર્યો થયા તેમાંના કોઈએ સમાજને સ્પર્શ્યો નથી. કયા આચાર્યે સતી-પ્રથાના વિરુદ્ધમાં અને અસ્પૃશ્યતા નિવારવાના પક્ષમાં લખ્યું? ઉલટાનું સમર્થન કર્યું. બીજી તરફ એ પક્ષમાં લખનારા કવિઓ થયા, કબીર, નાનક, મીરાં, તુલસી, અખો વગેરે, પણ એમની સમાજ ઉપર પકડ રહી નહિ. સમાજ ઘડનારાઓ પાસે સામાજિક જ્ઞાન કરુણા, દયા પ્રેમ ન હોય તો એ ક્રૂર સમાજ ઘડશે. @45.18min. એક પટેલ સજ્જનના ઘરમાં માથાં મુન્ડાવવા વિશેની વાત. દુલા ભાયા કાગ અને શીહોરનો યજ્ઞ. ખ્રિસ્તીઓનું સેવાકાર્ય. પાદરીઓ ગામડે ગામડે ફરીને દવા આપે, કપડાં આપે, અનાજ આપે, એમનો ધર્મ વધે એમનો જયજયકાર થાય અને આપણે અહી યજ્ઞોના ભડકા કરીએ, આ કવિનો આક્રોશ છે. ઈશ્વર પેટલીકર આવોજ એક સામાજિક માણસ, એમની એક એક વાતની અંદર સમાજના, જ્ઞાતિઓના, આંતર લગ્નના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો એ બધાએ-બધાને એમની કલમની અંદર કોઈવાર કાંતાસમિત ઉપદેશથી તો કોઈવાર સીધા સંબંધથી તો કોઈવાર બીજી આડકતરી રીતે લખ્યા, એમાં સમાજનું દર્શન થશે. તમે જો તમારા ધર્મને વ્યવસ્થિત નહિ કરી શકો તો ધર્મના દ્વારા તમે દુખી થશો, સમાજને વ્યવસ્થિત નહિ કરી શકો તો તમે સામાજિક રુઢીઓમાં, ઘરેડોમાં દુઃખી થશો અને રાજકીય પરિપેક્ષને વ્યવસ્થિત ન કરી શકો તો આઝાદી સાચવી નહિ શકશો અને ગુમાવી બેસશો.


Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 



Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos
 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos

 

Click here to join nidokidos



Elianelabrevoir