20151225

લીલી ચટણી

લીલી ચટણી   
લીલી ચટણી
સામગ્રી
 
-સો ગ્રામ કોથમીર
-બે ચમચી શિંગદાણા
-બે નંગ લીલા મરચાં
-એક ચમચી આદું
-એક ચમચી લસણ
-એક ચમચી નારિયળ
-એક નંગ લીંબુ
-એક ચમચી ખાંડ
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સૌપ્રથમ કોથમીર સિવાયની બાકીની બધી સામગ્રીને મિક્સર જારમાં લો. ત્યારબાદ તેને ચટણી જેવું બારીક પીસી લો. હવે તેમાં કોથમીર ઉમેરીને પાછું પીસી લો. કોથમીરને પીસવા માટે થોડો જ ટાઇમ જોઇશે, આથી બાકીની સામગ્રી પહેલા પીસી અને કોથમીર પછીથી તેમાં ઉમેરો. હવે આ ચટણીમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ચાખી લો, જેથી કંઈ ખૂટતું હોય તો તેમાં ઉમેરી શકાય. તમારી સ્વાદિષ્ટ લીલી ચટણી તૈયાર છે.










પાલક મટર પનીર
પાલક મટર પનીર
સામગ્રી
 
-એક કિલો પાલક
-એક લિટર દુધના પનીરના તળેલા ટુકડા
-એક ચમચી ગરમ મસાલો
-બે ચમચી ટામેટાનો પલ્પ
-બે ચમચી ક્રીમ કે મલાઈ
-અઢીસો ગ્રામ વટાણા
-બે ચમચી દહીં
-એક ચપટી ખારો
-મીઠું સ્વાદ અનુસાર
 
પેસ્ટ માટે

-પચીસ ગ્રામ કાજુના ટુકડા
-એક ચમચી શેકેલું જીરૂ
-દસ લીલાં મરચાં
-પચીસ ગ્રામ મગજતરી
-એક ચમચી ખસખસ
 
રીત
 
સૌપ્રથમ પાલકને સાફ કરી તપેલીમાં એક કપ પાણી તથા ખારો નાંખી બાફવા માટે મૂકો. તપેલી પર ઢાંકવું નહીં. બફાઈ જાય એટલે બ્લેન્ડ કરી લો. વટાણાને વરાળથી બાફી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં પેસ્ટ સાંતળો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ ટામેટાનો પલ્પ નાંખો. બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ દહીં નાખી બરાબર મિક્સ કરી લો. બે મિનિટ પછી પાલકની પેસ્ટ અને બાફેલા વટાણા તથા પનીરના ટુકડા નાંખો. બધી જ સામગ્રી મિક્સ થઈ જાય એ રીતે બરાબર હલાવી લો. હવે તેમાં મીઠું, ગરમ મસાલો તથા એક કપ પાણી નાંખી ઉકાળો. ઘટ્ટ થાય ત્યારે ઉતારી લો. બાઉલમાં કાઢી ઉપર વ્હીપ કરેલી ક્રીમ નાંખો. ક્રીમને ચમચીથી વાટકીમાં ઘૂંટી લેવી. ગરમા-ગરમ જ સર્વ કરો.










  


નરગીસી કોફ્તા
નરગીસી કોફ્તા
સામગ્રી
 
કોફ્તા માટે
 
-બે કપ બાફેલા શાકભાજી(ગાજર, લીલા વટાણા, દૂધી, બટાટા, ફૂલગોબી)
-પોણી ટીસ્પૂન આદુની પેસ્ટ
-અડધી ટીસ્પૂન મરી પાવડર
-બે ટીસ્પૂન મેંદો
-આઠ ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદ અનુસાર
 
ગ્રેવી માટે

-એક કપ બાફેલી ડુંગળીની પેસ્ટ
-એક કપ ઝીણા સમારેલા ટમેટા
-ચાર ટીસ્પૂન તેલ
-ચાર નંગ તમાલપત્ર
-એક ટીસ્પૂન આદુંની પેસ્ટ
-એક ટીસ્પૂન લસણની પેસ્ટ
-અડધી ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
-એક ટીસ્પૂન ધાણા પાવડર
-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
-પોણી ટીસ્પૂન હળદર પાવડર
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-ચાર ટીસ્પૂન ક્રિમ
-મીઠું સ્વાદ અનુસાર
-કોથમીર
 
રીત
 
સૌપ્રથમ કોફ્તા તૈયાર કરી લઈએ. તેના માટે બધા જ બાફેલા શાકભાજીને મેશ કરી નાંખો. તેમાં આદુની પેસ્ટ, મરી પાવડર, મેંદો અને મીઠું ભેળવો. તેમાંથી નાના કોફ્તા વાળી લો. હવે તેલને ગરમ કરો. આંચને મધ્યમ કરીને તેમાં કોફ્તાને તળી લો. પહેલા માત્ર એક કોફ્તાને તળીને જુઓ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં, અને કોફ્તા બરાબર તળાય છે કે નહીં. જો કોફ્તા છૂટા પડવા લાગે તો થોડો વધુ મેંદો ઉમેરી શકો. હવે ગ્રેવી તૈયાર કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તમાલ પત્ર ઉમેરીને અડધી મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો. જ્યાં સુધી મિશ્રણ ગોલ્ડન બ્રાઉન રંગનુ થાય ત્યાં સુધી અથવા તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીને મિશ્રણને મધ્યમ આંચ પર ત્રણથી ચાર મિનિટ સુધી ચઢવા દો. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ગ્રેવીને ઘટ્ટ બનાવો. ગ્રેવીને ઉકળવા દો અને પછી ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ચઢવા દો. બે ટેબલ સ્પૂન ક્રિમ મિક્સ કરીને ગ્રેવીને હલાવો. સર્વ કરવાના પાંચથી દસ મિનિટ પહેલા કોફ્તા બોલ્સને ગ્રેવીમાં મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ માટે મધ્યમ આંચ પર ચઢવા દો. કોથમીર અને ક્રિમ સાથે ગાર્નિશ








નાન
નાન
સામગ્રી
 
-બે કપ મેંદો
-અડધો કપ દહીં ઘટ્ટ
-અડધો કપ હૂંફાળું દૂધ
-અડધી ટીસ્પૂન ખાંડ
-એક ટીસ્પૂન મીઠું
-પોણી ટીસ્પૂન બેકિંગ પાવડર
-પોણી ટીસ્પૂન કૂકિંગ સોડા
-ચાર ટીસ્પૂન ગરમ ઘી
 
રીત
 
સૌપ્રથમ મેંદો, બેકિંગ પાવડર અને કૂકિંગ સોડાને બરાબર મિક્સ કરીને ચાળી લો. એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈને તેમાં વચ્ચે ખાડો કરો. હવે આ ખાડામાં દૂધ, દહીં, ખાંડ અને મીઠું ઉમેરી દો. એકાદ મિનિટ બાદ બરાબર મિક્સ કરી લો. હવે તેને ભેગું કરીને કણક તૈયાર કરો. તૈયાર થયેલી કણકને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. જો તમે ઈચ્છો તો વધારે સમય માટે પણ રાખી શકો છો. હવે તેમાંથી મધ્યમ કદના બોલ બનાવીને રોટલીની જેમ વળી લો. આ નાનને મધ્યમ તાપે બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. સ્વાદિષ્ટ નાનને ગરમા-ગરમ બટર લગાવીને મનપસંદ સબ્જી સાથે સર્વ કરો.







નવરત્ન બિરયાની
નવરત્ન બિરયાની
સામગ્રી
 
-બે બટાકા
-બે ટામેટા
-બે કેપ્સિકમ
-સો ગ્રામ વટાણા
-ચાર નંગ લીલાં મરચાં
-દસ પાન ફુદીનો
-બે નંગ ડુંગળી
-સો ગ્રામ કોબીજ
-બે ટીસ્પૂન લીંબુનો રસ
-પાંચસો ગ્રામ ચોખા
-બે ટીસ્પૂન તેલ
-એક ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
-એક ટીસ્પૂન હળદર
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-બે ટીસ્પૂન ધાણા પાઉડર
-દસ કાજુ-કિશમિશ
-ત્રણ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
-તેજાના જરૂર અનુસાર
-મીઠું સ્વાદ અનુસાર
-કેસરી રંગ જરૂર અનુસાર 
 
રીત
 
સૌપ્રથમ બધાં શાકને સમારી લો. ચોખાને બે કલાક પલાળી રાખી પછી પાણી નિતારી લો. એક કડાઇમાં થોડું તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં વટાણાના દાણાને તળી લો. ફરી તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળી લો. આછી બ્રાઉન રંગની થાય એટલે તેમાંથી અડધા ભાગની ડુંગળી અલગ કાઢી લો. બાકીની ડુંગળીમાં આદું-લસણની પેસ્ટ, મરચું, હળદર, ધાણા પાઉડર નાખીને શેકો. તેમાં બધાં શાક ભેળવી પાંચ મિનિટ રહેવા દો. મીઠું, લીંબુનો રસ અને ગરમ મસાલો ભેળવી એકરસ થાય એટલે મિશ્રણને આંચ પરથી ઉતારી લો. એક તપેલીમાં થોડું પાણી ગરમ કરી તેમાં આખો મસાલો (તેજાના) અને મીઠું નાંખો. તેમાં ઊભરો આવે એટલે પલાળેલા ચોખા ઉમેરો. ચોખા બફાઇ જવા આવે એટલે તેનું પાણી નિતારી લઇ અધકચરા બફાયેલા ભાતને ફરીથી તપેલીમાં નાંખો. તેનો એક્સરખો થર કરી તેના પર શાકનું મિશ્રણ પાથરો. તે પછી તેના પર સાંતળેલી ડુંગળી, લીલાં મરચાં, કાજુ-કિશમિશ, ફુદીનાનાં પાન પાથરો. હવે તેના પર થોડું તેલ રેડો. ઉપર ફરીથી ભાતનો થર કરો. પાંચ ચમચા નવશેકા પાણીમાં કેસરી રંગ ઘોળો. ચપ્પુથી ભાતમાં બે-ત્રણ જગ્યાએ કાણા પાડી તેમાં આ કેસરી રંગ રેડો અને તપેલી ઢાંકી દો. પંદર મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો. ચોખા બરાબર બફાઇ જાય એટલે ગરમા-ગરમ નવરત્ન બિરયાની સર્વ કરો.







મિક્સ વેજ રાયતું

મિક્સ વેજ રાયતું
સામગ્રી
 
-બે કપ દહીં
-એક નંગ ટામેટું
-એક નંગ ડુંગળી
-એક નંગ ગાજર
-એક નંગ કાકડી
-અડધો નંગ બીટ
-બે નંગ લીલાં મરચાં
-પા કપ કોથમીર સમારેલી
-પા કપ ફુદીનો સમારેલો
-અડધી ચમચી સૂંઠ પાવડર
-એક ચમચી જીરું
-એક ચમચી ખાંડ
-અડધી ચમચી મરચું પાવડર
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સૌપ્રથમ ડુંગળી, કાકડી, ગાજર, બીટ, લીલાં મરચાં અને ટામેટાંને ધોઇને બારીક સમારી લો. ફુદીનો અને કોથમીર પણ સારી રીતે ધોઇને સમારો. દહીંને વલોવી લો. જીરાંને ધીમી આંચે શેકીને ક્રશ કરી લો. હવે વલોવેલા દહીંમાં બધા સમારેલા શાક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મરચું, મીઠું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરીને સારી રીતે મિકસ કરી લો. ત્યારબાદ સર્વ કરો.
સામગ્રી
 
-બે કપ દહીં
-એક નંગ ટામેટું
-એક નંગ ડુંગળી
-એક નંગ ગાજર
-એક નંગ કાકડી
-અડધો નંગ બીટ
-બે નંગ લીલાં મરચાં
-પા કપ કોથમીર સમારેલી
-પા કપ ફુદીનો સમારેલો
-અડધી ચમચી સૂંઠ પાવડર
-એક ચમચી જીરું
-એક ચમચી ખાંડ
-અડધી ચમચી મરચું પાવડર
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સૌપ્રથમ ડુંગળી, કાકડી, ગાજર, બીટ, લીલાં મરચાં અને ટામેટાંને ધોઇને બારીક સમારી લો. ફુદીનો અને કોથમીર પણ સારી રીતે ધોઇને સમારો. દહીંને વલોવી લો. જીરાંને ધીમી આંચે શેકીને ક્રશ કરી લો. હવે વલોવેલા દહીંમાં બધા સમારેલા શાક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મરચું, મીઠું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરીને સારી રીતે મિકસ કરી લો. ત્યારબાદ સર્વ કરો.

પનીર ટિક્કા\


પનીર ટિક્કા
સામગ્રી 
 
-બસો ગ્રામ પનીર
-એક નંગ કેપ્સિકમ
-એક નંગ ટામેટું
-એક નંગ બાફેલું બટાકું
-એક કપ કોથમીર
-ત્રણ નંગ લીલા મરચાં
-અડધી ટીસ્પૂન સમારેલુ આદુ
-અડધો કપ ઘટ્ટ દહીં
-અડધો નંગ લીંબું
-મીઠું સ્વાદ અનુસાર
-માખણ જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ પનીરના જાડા ચોરસ ટુકડામાં કરી લો. બટાકા, ટામેટા અને કેપ્સિકમને પણ ચોરસ કાપી લો. હવે કોથમીર, લીલા મરચાં અને આદુને વાટીને પેસ્ટ બનાવો. તેમાં દહીં, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમાં પનીર નાખીને અડધો કલાક ફ્રિજમાં મુકો. હવે સીંકો(લાંબો સળિયો)માં ક્રમશ પનીર, કેપ્સિકમ, ટામેટું અને બટાકાના ટુકડા લગાવો. ઉપરથી માખણ લગાવીને તેને ગરમ ઓવનમાં શેકી લો. સ્વાદિષ્ટ પનીર ટિક્કા તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.