શીવભક્તો માટે શીવભક્તી અને ઉપાસનાનો અનેરો દીવસ એટલે મહાશીવરાત્રી. માઘ વદ 14 (ચૌદશ) ને રવીવાર માર્ચ 10, 2013ના રોજ મહાશીવરાત્રી આવે છે. આ દીવસે શીવભક્તો સપરીવાર શીવ મન્દીરોમાં ભીડ કરશે. આ દીવસે શ્રદ્ધાળુઓ આખા દીવસનો ઉપવાસ રાખશે. સામાન્યત: મીઠું–મરચું ન ખાતાં; બાફેલાં બટેટાં અને શક્કરીયાં ખાઈને શરીર અને મન (?) ની શુદ્ધી કરશે. વહેલાં વહેલાં સ્નાનાદીક અને ઘરના ઠાકોરજીનાં પુજા-પાઠ આટોપીને હાથમાં એક પાણીનો લોટો અને એક દુધનો લોટો લઈને નીકળશે, નજીકના શીવમન્દીરે શીવપુજા કરી તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા. કેટલાંય શીવમન્દીરોને આ દીવસે નવો ઓપ મળશે. આગલા દીવસ સુધીમાં મન્દીરને રંગરોગાન કરી દેવામાં આવ્યું હશે અને આસોપાલવ અને ફુલોનાં તેમ જ વીજળીનાં તોરણોથી મન્દીર અને પરીસર સજાવી દેવામાં કોઈ કચાશ નહીં રહી હોય ! લાઉડસ્પીકર્સ પરથી પ્રત્યક્ષ ભજનમંડળીના અથવા સી.ડી. મારફત મોટ્ટા મોટ્ટા અવાજે ભજનો કે મન્ત્રો કે પછી સ્ત્રોત્રો વહેતાં હશે અને સાથેસાથે મન્દીરના ઘંટો રણકતા રહીને આ ભજનોને ભાવીકોના કાનમાંથી છેક તેમનાં દીમાગમાં જડી દેતાં હશે…!!! આવાં સ્વરુપે દેશભરના લાખો સંસારીઓ પેલાં સ્મશાન-વૈરાગી અને સદાસર્વદા ધ્યાનસ્થ એવા ભગવાન શંભુના ભોળાપણાંનો લેવાય તેટલો ફાયદો લઈ તેમની કૃપા મેળવી ભવસાગર તરી જવા પોતાની ભક્તીની તો ઠીક; પણ પુજા–અભીષેક્માં દુધની પણ અક્ષરસ: ગંગા વહાવશે ! આ લેખનો આશય દુધનો આ દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશામાં કેમ વાપરી શકાય તે દર્શાવવાનો છે.
વાચક મીત્રો, ઉપર શરુઆતમાં આપેલું વર્ણન કોઈ અહેતુક નથી. આપની દૃષ્ટી સમક્ષ મન્દીરો અને ભાવીકોનું એક સમ્પુર્ણ ચીત્ર આવે પછી જ મારી વાતની ગંભીરતાનો પણ તાદૃશ્ય ખ્યાલ આવે એ હકીકત ને ધ્યાનમાં રાખીને જ તેમ કર્યું છે. વીચાર કરો કે આપણી આસપાસનાં નાનાં નાનાં મન્દીરોમાં આશરે 500-1000 ભાવીકો તો જતા જ હશે અને તેમાંથી 50 % ભાવીકો પણ કંઈ નહીં તો સરેરાશ એક એક કપ ભરીને (આશરે 100-150 મી.લી.ગ્રામ) પણ દુધ શીવલીંગ પર ચઢાવે તો તેવાં એક જ મંદીરમાં આશરે 3 થી 4 મણ, જી હા, 3 થી 4 મણ દુધ શીવલીંગ પર ચઢાવીને મંદીરની નાળીઓમાં વહેવડાવી દેવામાં આવે છે ! મોટાં મન્દીરોમાં તો આ આંકડો 2 કે 3 અંકનો થાય. અર્થાત 10-20થી તે છેક 100-200 મણ સુધી ! અને એકન્દરે આખા દેશના ફલક પર વીચારીએ તો ? એક મહાશીવરાત્રીના દીવસે જ હજ્જારો કે લાખ્ખો મણ દુધનો આ રીતે દુર્વ્યય થતો આવ્યો છે. આવી જ રીતે કદાચ ઓછા કે વધતાં પ્રમાણમાં પ્રદોષ, શ્રાવણ માસના સોમવાર, અગીયારસ, અમાસ, ચતુર્થી, અષ્ટમી કે અન્ય ધાર્મીક કાર્યો વગેરે જેવા અનેક તીથીઓ કે પ્રસંગો પર પણ દુધનો દુર્વ્યય થતો હોય છે.
હવે વીચાર એ કરવાનો છે કે એક તરફ દુધ જેવાં જીવનદાયક અને બાળકો માટે સમ્પુર્ણ કે અર્ધ કહી શકાય તેવાં ખોરાકનો આટલો બગાડ છે; તો બીજી તરફ દેશના આશરે 75% ભુલકાં અને આશરે 70% માતાઓ, WHO ના અહેવાલ મુજબ, અપોષણનાં શીકાર છે ! દેશના આ ભુલકાં કે તેમની માતાને અનાજનો દાણો જ ન મળતો હોય ત્યાં દુધ મળવાનો તો સવાલ જ ક્યાં છે ? આવી પરીસ્થીતીમાં શ્રદ્ધા અને ભક્તીના નામે દુધ જેવા જીવનદાયક ખોરાક્નો બગાડ નૈતીક રીતે જ નહીં; કાયદેસર રીતે પણ બગાડ (not only MORALE but also CRIMINAL WASTAGE) ગણાવો જોઈએ અને તેના પર પ્રતીબન્ધ મુકાવો જોઈએ. લોકોમાં પણ આ બાબતે જાગૃતી લાવવી જોઈએ. તેઓ શીવલીંગને બદલે ઘર નજીકનાં ગરીબ બાળકોને અથવા ઝુપડપટ્ટીઓમાં જઈને બાળકો કે સગર્ભાઓને આ દુધ પીવા આપી શકે. આમ કરવાથી ખરેખર તો પેલા કરુણામુર્તી ભગવાન મહાદેવ પણ પ્રસન્ન થઈ શકે અને બદલામાં ભક્તને બીજું કંઈ મળે કે ન મળે; તેમનું આપેલ દુધ પીનારનાં મોં પર દેખાનાર તૃપ્તીનો આનંદ જ ઘણો બધો સંતોષ આપી દેશે !
આ લખનારે આ લેખ દ્વારા કેવળ એક વીચાર જ રજુ નથી કર્યો; પ્રથમ તેને અમલમાં મુક્યો છે. અમે અમારા સહકર્મીઓ અને મીત્રોનું એક નાનું જુથ બનાવી, ગઈ મહાશીવરાત્રીના દીવસે વડોદરાના શ્રી. કાશીવીશ્વનાથ મન્દીરની બહાર 3 થી 4 કલાક ઉભા રહી, આશરે 3 થી 4 મણ દુધ એકઠું કરી ઝુપડપટ્ટીઓમાં, અનાથાલયોમાં, ‘જુવેનાઈલ હોમ્સ’માં વીતરીત કર્યું હતું. અમે હાથમાં પાટીયાં (Placards) લઈને ઉભા હતા. તેના પર ભાવીક જનતાને જાહેર અપીલ લખી હતી અને શીક્ષીત–અશીક્ષીતો, આધેડ અને વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો એમ તમામ પ્રકારના ભાવીક ભક્તો તરફથી તેમના હાથમાં રહેલા શીવલીંગપર ચઢાવવાનું દુધ ગરીબો માટે સહર્ષ મેળવ્યું હતું. આ ખરેખર એક સામાજીક અને વૈચારીક ક્રાન્તી હતી ! આવનારી મહાશીવરાત્રીના દીવસે પણ આ ઉપક્રમ શક્ય બનશે તો બીજાં મન્દીરોને પણ આવરી લઈને કરવાનો પ્રયત્ન છે.
આમ, લોકોની ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા અને ભક્તીને આજના સમયોચીત સંદર્ભમાં અસમ્પન્નો (Have-nots) પ્રત્યેની અનુકંપા અને સેવાના સ્વરુપમાં પલટાવવી, એ તમામ શીક્ષીતો, વીચારકો, સમાજ સુધારકો અને સરકારી તેમ જ બીન-સરકારી વ્યક્તીઓ અને સંસ્થાઓ માટે પડકારરુપ; પરન્તુ આવશ્યક મીશન બની ગયું છે. જીલ્લા-કલેક્ટર, મન્દીરના ટ્રસ્ટીઓ/સંચાલકોની બેઠક બોલાવી જે તે મન્દીરમાં આવતા ભાવીકોમાં આવી જ રીતે જાગૃતી લાવવા જણાવી શકે અને દુધ એકઠું કરવાની વ્યવસ્થા ગોઠવી તેને વીતરીત કરવા પણ જણાવી શકે. પરન્તુ આ માટે જરુર છે સરકારી સાહેબોના મગજમાંથી ‘ધર્મનીરપેક્ષતા’ના નામે અન્ધશ્રદ્ધાપોષક વીચારોને ખંખેરી નાખવાની ! આ સાથે જ અન્ધશ્રદ્ધાને આકર્ષક અને રુડાં સ્વરુપે રજુ કરનાર – પ્રસીદ્ધ કરનાર સમાચાર માધ્યમોના સકારાત્મક અને સુધારાવાદી અભીગમ અને સક્રીયતાની. સમાજના પ્રત્યેક અંગે આ વીષયે પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈશે.
આવો, આગામી મહાશીવરાત્રી આપણે દરીદ્રનારાયણોની યત્કીંચીત સેવા બજાવીને ઉજવીએ…!!!!
જય દરીદ્રનારાયણ …. !!!
–સુરેશ વીષ્ણુપંત ડાંગે
લેખક સમ્પર્ક: શ્રી. સુરેશ વીષ્ણુપંત ડાંગે, એ/6, કૉમરેડ્સ કૉલોની, સાંઈ ચોકડી પાસે, માંજલપુરા, વડોદરા -390 011 ફોન: 0265-266 0043 મોબાઈલ : 98790 42601 ઈ-મેલ: sureshdange@gmail.com
GAYATRI MANTRA THE BEST DIVINE PRAYER HYMN IN THE WORLD!
SAID by AMERICAN SCIENTIST Dr. HOWARD STEINGERIL
Dr.Howard Steingeril, an American scientist, collected Mantras, Hymns and invocations
from all over the world and from all religions, tested their strength in his Physiology Laboratory.
He concluded that the Hindus Vedic Gayatri Mantra is the most rewarding scientifically.
That the Gayathri Mantra produced 110,000 sound waves per second. This was the highest and
found it to be the most powerful prayer hymn in the world.
That the combination of sound and variation in the sound waves and its particular frequency is capable of developing specific spiritual potentialities.
The Hamburg university initiated this research into the efficacy
of the Gayathri Mantra both on the mental and physical plane of CREATION...
The GAYATHRI MANTRA is now being broadcast daily for 15 minutes from 7 P.M. onwards over Radio Paramaribo, Surinam, South America for the past two years, and also in Amsterdam,
Holland for the last six months
The History and Significance of the Gayatri Mantra (Excerpts from the CD)
The Gayatri Mantra has been chronicled in the Rig Veda, which was written in Sanskrit about 2500 to 3500 years ago, and the mantra may have been chanted for many centuries before that.
For ages, this beautiful prayer has seemed mysterious to the Western mind and was out of reach even for most Hindus. It was a well guarded secret, withheld from women and from those outside the Hindu Brahmin community.
Today, it is chanted, meditated to, and sung around the world with reverence and love. It is often compared to The Lord's Prayer in significance and impact.
The beautiful and soothing ancient sounds, the flowing rhythmic patterns, and the powerful intent make the Gayatri Mantra a wonderful part of one's daily spiritual practice. Because it is an earnest and heartfelt appeal to the Supreme Being for enlightenment, it can be universally applied. It really doesn't matter what your religion, your color or your ethnicity is – what matters is your intent, and your authenticity, and your willingness to be moved.
The ancient Hindu scriptures describe how the sage Vishwamitra was given the Gayatri mantra by the Supreme Being as a reward for his many years of deep penance and meditation. This was to be a gift for all humanity.
It is said that this sacred prayer spirals through the entire universe from the heart of the chanter, appealing for peace and divine wisdom for all.
The Gayatri Mantra inspires wisdom in us. In very basic but beautiful language, it says "May the divine light of the Supreme Being illuminate our intellect, to lead us along a path of righteousness".
The Vedas say:
To chant the Gayatri Mantra
purifies the chanter. To listen to the Gayatri Mantra purifies the listener. |
But the mantra does more, as I found out. It opens up your heart. And how well we know, when both our minds and our hearts open, we open ourselves up for new possibilities.
For many devout Hindus, the Gayatri is seen as a Divine awakening of the individual mind and the individual soul – Atman -- and within it, a way to Union with the collective consciousness - Brahman. Understanding and simply loving the essence of the Gayatri Mantra is considered by many to be one of the most powerful ways to touching God.
One interpretation is that the word Gayatri is derived from the words:
- gaya, meaning "vital energies" and
- trâyate, meaning "preserves, protects, gives deliverance, grants liberation".
So, the two words "Gayatri Mantra" might be translated as "a prayer of praise that awakens the vital energies and gives liberation and deliverance from ignorance".
The shorter form of the Gayatri is practiced far more commonly:
"OM BUHR, BHUVA, SWAHA
OM TAT SAVITUR VARENYAM
BHARGO DEVASYA DHEEMAHI
DHIYO YONAHA PRACHODAYAT"
We meditate on the glory of the Creator;
Who has created the Universe;
Who is worthy of Worship;
Who is the embodiment of Knowledge and Light;
Who is the remover of Sin and Ignorance;
May He open our hearts and enlighten our Intellect.
The longer version is more profound.
"OM BHUR, OM BHUVAHA, OM SWAHA, OM MAHAHA, OM JANAHA, OM TAPAHA, OM SATYAM
OM TAT SAVITUR VARENYAM
BHARGO DEVASYA DHEEMAHI
DHIYO YONAHA PRACHODAYAT"
According to the Vedas, there are seven realms or spheres or planes of existence, each more spiritually advanced than the previous one. It is written that through spiritual awareness and development, we can progressively move through these realms and ultimately merge with the Supreme Being. Many Buddhist teachings have also referred to these seven realms.
By chanting this mantra, Divine spiritual light and power is infused in each of our seven chakras and connects them to these seven great spiritual realms of existence.
Benefits to chanting the Gayatri (Excerpts from the CD and grateful acknowledgements to Pandit Shri Ram Sharma Acharya)
The sages of ancient times selected the words of the Gayatri carefully and arranged them so that they not only convey meaning but also create very specific vibrations and powers of righteous wisdom through their utterance. Hindu Vedic scriptures describe how many of these sages accumulated tremendous spiritual powers through years of deep meditation and the chanting of the Gayatri – these spiritual powers are called Siddhi.
It is said that these Gayatri Sadhaka (spiritual seeker) begin to feel the presence of divine power in the inner self which induces immense strength and peace of mind.
According to the late Pandit Shri Ram Sharma Acharya, "The rishis and sages of the Vedic Age had experienced and experimented on the enormous extrasensory energy pools – the chakras, upachakras, granthis, koshas, matakas, upayatikas and nadis, hidden in the subtle cores in the endocrine glands, nerve bundles and ganglions. It is said that the activation of these rekindles rare virtuous talents and supernormal potential.
Scientists, meta-physicists, spiritual practitioners and others are studying and rediscovering these ancient approaches towards self-realization.
The secret of the supernatural impact of Gayatri Mantra in the physical domains of life lies in the unique configuration of the specific syllables of the mantra. The cyclic enunciation of this mantra stimulates the subliminal power centers in the subtle body. The pressure on tongue, lips, vocal cord, palate and the connecting regions in the brain generated by continuous enunciation of the twenty-four special syllables of the Gayatri Mantra creates a resonance (or a vibration) in the nerves and the `threads' of the subtle body. The musical flow thus induced titillates the extrasensory energy centers. The latter begin to stimulate and a sublime magnetic force arouses in the Sadhaka that attracts the vital currents of Gayatri Shakti immanent in the infinite domains. This magnetic charge induced by the continuous repetition of the Gayatri Mantra `attunes' the seeker's mind to link with these supernatural power-currents."
It is significant that the prolonged repetition of the Gayatri has a cumulative effect on our bodies and our minds. Our minds are sharper, our immune system is stronger, and our hearts are open. When our energy centers, including our main Chakras, are activated by the vibrations of the Gayatri mantra, this has a positive and healing effect on our life force energy – on our Prana.
The Gayatri can be listened to, chanted, or even thought. There is power and potency in all three approaches. Choose the approach that you are most comfortable with.
The Meaning of the Gayatri Mantra (Text of Track 5)
If you intend to chant the Gayatri mantra, it is quite important that you chant it with the correct pronunciation and with the deepest integrity of intent. This of course, means that one needs to know the meaning of the words behind the mantra. The Sanskrit words of the Gayatri carry tremendous power when chanted correctly and with the purest of hearts.
Om Bhur Bhuva Swaha (Om Bhoor Bhoova Swa-Ha)
Om Tat Savitur Varenyam (Om Tat Sa-Vidoor Va-rain-yam)
Bhargo Devasya Deemahi (Bhaargo They-Vas-Ya Dee-Mahi)
Deeyo Yo Naha, Prachodayaat (Thee-Yo Yo-Na-Ha, Pra-Cho-Da-Yaat)
OM is considered the primeval sound from which all sounds emerge.
OM is Brahma and a metaphor for Source Energy or the Supreme Being.
Om Bhur Bhuva Swaha is actually a preamble to the main mantra and means that we invoke in our prayer and meditation the One who is our inspirer, our creator and who is the abode of supreme Joy. It also means, we invoke the earthly, physical world, the world of our mind, and the world of our soul.
Tat Savitur Varenyam……Tat meaning THAT, again denoting the Supreme Being. Savitur meaning the radiating source of life with the brightness of the Sun; and Varenyam, meaning that most adorable, most desirable.
Bhargo Devasya Deemahi……Bhargo meaning luster and splendor, Devasya meaning Divine or Supreme and Deemahi meaning "We meditate upon".
Deeyo Yo Naha, Prachodayaat……Deeyo meaning our understanding of reality, our intellect, our intention. Yo meaning He Who, and Naha meaning Our. Finally, Prachodayaat, meaning May he Inspire, Guide.
Put together, we could say:
"We meditate on that most adorable, desirable and enchanting luster and brilliance of our Supreme Being, our Source Energy, our Collective Consciousness….who is our creator, inspirer and source of eternal Joy. May this warm and loving Light inspire and guide our mind and open our hearts."
Isn't that awe inspiring?
Now that you are armed with your own unique inner wisdom of what the Gayatri mantra means for you, and an understanding of the Sanskrit words, perhaps you may wish to write your own personal interpretation of this wonderful prayer.
My blessings and well-wishes as you do so