20130317

ગર્ભાશય ખસી જવું ... ( PROLAPSE OF UTERUS )


ગર્ભાશય ખસી જવું ...  ( PROLAPSE OF UTERUS ) ...
ડૉ. ગ્રીવા માંકડ ... M.D. (A.M.)BHMS; DNHE.

 

મિત્રો ... 'સ્વાસ્થય નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી' શ્રેણીને વધુ આગળ વધારવા માટે આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર મળી રહ્યો; તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ - 'દાદીમા ની પોટલી' પર નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ.


 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આજે વધુ આગળ વધારીએ, સ્ત્રી રોગ વિશેનો આ અગિયારમો લેખ છે; PROLAPSE OF UTERUS  જે ...  જે સ્ત્રીના ગર્ભાશય ખસી જવું ગર્ભાશય તેની નિયત જગ્યાએ થી સરકીને યોનિમાર્ગ સુધી નીચે આવી જવું તે વિશેનો છે. -


 

 'દાદીમા ની પોટલી' પર આજનો લેખ મોકલવા બદલ અમો ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.


 
વાચકમિત્રો અગાઉના લેખમાં આપણે સ્તનની કેન્સરજન્ય ગાંઠ વિષે સમજ્યા આ વખતે ‘યુટેરાઇન પ્રોલેપ્સ’ .....ગર્ભાશયનું ખસવું એ તકલીફ વિષે સમજીશું.

ગર્ભાશયનું ખસવું એ તકલીફનું નામ સાંભળતાજ જરા અણછાજતી તથા આશ્ચર્ય ઉપજાવતી લાગે છે અને થોડી હસ્યાસ્પદ પણ !.છતાં આ પ્રકારની તકલીફ ઘણી વખત સ્ત્રીઓએ સહન કરવી પડતી હોય છે . જેને ‘યુટેરાઇન પ્રોલેપ્સ’ તરીકે સમજવામાં આવે છે.

અહી આપણે, આ તકલીફ શું છે, કયા સંજોગોમાં થાય છે, તેના લક્ષણો તથા ઉપાયો સમજીશું.

ગર્ભાશયનું ખસવું- એટલે એવી સમસ્યા જેમાં ગર્ભાશય તેની નિયત જગ્યાએ થી સરકીને યોનિમાર્ગ સુધી નીચે આવે છે.

સામાન્ય સંજોગોમાં ગર્ભાશય એ તેની આજુબાજુ ઘણા સ્સ્નાયુઓ, લીગમેન્ટ અને બીજા બધા માળખાઓ થી જોડાયેલું છે.
યોની એ સ્ત્રીના જનાન્ગોની રચનામાં આધારભૂત પાયો છે. જેના ટેકાથી સર્વિક્સ અને એની ઉપર ગર્ભાશય ગોઠવાયેલું હોય છે. આ ત્રણેયને આજુબાજુની બીજી રચનાઓ સાથે જોડતી પેશીઓ આવેલી હોય છે.

આ પ્રકારની ગૂંથણી જ ગર્ભાશય ને તેની નિયત જગ્યાએ મજબુતીથી પકડી રાખે છે.
હવે જો કોઈ કારણસર આ મજબુત પક્કડમાં થોડી નબળાઈ આવે તો ગર્ભાશય એની સામે નીચે ખસવાનું શરુ થઇ જાય છે.
• આ પ્રકારની તકલીફ સામાન્ય રીતે વધતી ઉમરે જોવા મળતી હોય છે
ગર્ભાશય ખસકવાના કારણો:
PROLAPSE OF UTERUS

• વધુ બાળકોનો જન્મ
 
• બાળકના જન્મ વખતે નોર્મલ ડીલીવરી દરમ્યાન પેડુના આંતરિક સ્નાયુઓને ઈજા થવી
 
• વધતી ઉમર સાથે પેડુના સ્નાયુઓમાં આવતી નબળાઈ
 
• મેનોપોઝ અવસ્થા બાદ અંતઃસ્ત્રાવ નું પ્રમાણ ઓછું થવું
 
• એવી પરિસ્થિતિ જેમકે લાંબા સમયની ઉધરસ હોવી, કબજીયાતને પરિણામે વધુ દબાણ આપવું પડે, અથવા જૂજ સંજોગોમાં પેડુમાં ગાંઠ હોવી કે પછી કોઈ કારણસર પેડુમાં પાણીનો ભરાવો થવો - ને લીધે પેડુના ભાગમાં આંતરિક દબાણ પ્રમાણમાં વધારે સર્જાતું હોઈ એ ગર્ભાશયની આજુબાજુની મજબુત પક્કડને નબળી કરી આપે છે.
 
 • મેદસ્વીતા - જેને લીધે સ્નાયુઓ પર ભાર પડવો.

ગર્ભાશય ખસવાની ડિગ્રી :

• GRADE 1 - સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ યોનિમાર્ગ તરફ આવે છે
• GRADE 2 - સર્વિક્સ યોની સુધી નીચે ખસી ત્યાં રહે છે
• GRADE 3 - સર્વિક્સ યોનીની બહાર આવી જાય છે
• GRADE 4 - આખું ગર્ભાશય જ યોનીની બહાર આવી જાય છે. જેને પ્રોસિડેન્શિઆ કહેવાય છે. જે ગર્ભાશયની આજુબાજુના તમામ માળખાની નબળાઈ સૂચવે છે.
(ગ્રેડ 4 પ્રકારનું પ્રોલેપ્સ એ જૂજ જોવા મળે છે )


ગર્ભાશય ખસકવાના લક્ષણો :


• પેડુની નીચેના ભાગમાં ભાર અથવાતો દબાણ અનુભવાવું
 
• કમરની નીચેના ભાગે દુખાવો થવો
 
• કશુક યોનીદવાર મારફતે બહાર આવી રહ્યું છે એવો અનુભવ થવો
 
• સંભોગ સમયે દુખાવો થવો
 
• પેશાબ તેમજ સંડાશ કરતી વખતે તકલીફ થવી

ગર્ભાશય ખસકવાના ઉપાયો:

સામાન્ય સંજોગોમાં એટલે કે ગ્રેડ 1 કે ઘણું ખરુતો ગ્રેડ 2 સુધીના લેવલ પર જયારે ગર્ભાશયનું મુખ સરકે છે ત્યાં સુધી કોઈ પ્રકારના લક્ષણો જોવા નથી હોતા.  પરંતુ જો સાવચેતીપૂર્વક આ સમયે જાણ થાય અને જો હોમિયોપેથીક દવા લેવામાં આવે તો શરૂઆત થીજ આ પ્રકારની તકલીફને ઉગતી જ ડામી દઈ શકાય છે .  ઉપરાંત ગર્ભાશય ખાસક્વાને પરિણામે અનુભવાતા અલગ અલગ લક્ષણોમાં પણ ખૂબ રાહત રહે છે.

હોમિયોપેથીક દવા દ્વારા આ પ્રકારની તકલીફમાં તકેદારીપૂર્વક ખુબ સચોટ રીતે સારવાર થઇ શકે છે. ખાસ કરીને બાળકના જન્મ બાદ એટલેકે ડીલીવરી પછી તુરંત ગર્ભાશય ખસવાની ફરિયાદ હોય તો,
SEPIA
 
HELONIAS
 
PODOPHYLLUM
 
NUX VOMICA
 
PULSATILLA
 
SECALE COR
 
RHUS TOX
 
BELLADONNA
જેવી દવાઓ તરતજ પરિસ્થિતિને કાબુમાં લાવવા સક્ષમ છે.


આ ઉપરાંત, ખુબ વધુ વજન ઉપડવાને લીધે સ્નાયુઓ પર આવેલ ભાર પ્રોલેપ્સ માટે જો કારણભૂત હોય તો,

CALCAREA CARB
 
AURUM MET
 
RHUS TOX
જેવી દવાઓ ખુબ અક્ષીર છે.

ઉપર જણાવ્યા સિવાય પણ નીચે દર્શાવેલી દવાઓ પણ ગ્રેડ 3 સુધીના પ્રોલેપ્સ માટે ખુબ મદદરૂપ સાબિત થાય છે.


LILIUM TIGRINUM
 
MUREX
 
PALLADIUM
 
ARNICA
 
FERRUM IODATUM
 
CIMICIFUGA
 
SABINA
 
USTILAGO
 
THUJA
 
SULPHUR
 
CARBOANIMALIS
 
KALI BICH
 
KALI IOD


3RD ગ્રેડ સુધીના પ્રોલેપ્સ માં દર ઓપરેશન ની આવશ્યકતા રહેતી નથી. તેને દવા દ્વારા કાબુમાં લાવી શકાય છે.
ગર્ભાશય સરકી જવાની પરિસ્થિતિને ટાળવા માટે આટલું કરો :

 કબજિયાત લાંબા સમય સુધી ન રહેવા દો

 યોગ્ય આહાર અને વ્યાયામ દ્વારા વજન કાબુમાં રાખો

 બાળકના જન્મ પહેલા અને પછી પણ નીચે દર્શાવેલ KEGAL EXERCISE ચાલુ રાખો. જે સ્નાયુઓને મજબુતી આપશે.
kegal exercises


પ્લેસીબો:
PREVENTION IS BETTER THAN CURE


બ્લોગ લીંક: http://das.desais.net - 'દાદીમા ની પોટલી'

email: dadimanipotli@gmail.com

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાંત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ.ડી. પણ કરેલું છે. ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે.

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવડૉ.ગ્રીવા માંકડ - (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. .... આભાર ..! 'દાદીમા ની પોટલી'
નોંધ :
આપ સર્વે ને જણાવતાં ખુશી થયા છે કે ટૂંક સમયમાં અમો ડૉ. પાર્થ માંકડ દ્વારા સ્વાસ્થય તેમજ  રોગોની પ્રાથમિક  જાણકારી આપ સમક્ષ વિડ્યો સ્વરૂપે દ્રશ્યમાન તેમજ શ્રવણ કરી શકો તે વ્યવસ્થા અહીં બ્લોગ પર ડૉ. પાર્થભાઈનાં સાથ અને સહકારથી શરૂ કરવા જઈ રહ્યા છે. ડૉ. ગ્રીવા નાં લેખ તો નિયમિત આપણે માણવા મળશે જ પરંતુ આ પ્રકારની કે અલગ વધારાની સુવિધા મૂકવા માંગીએ છીએ. જે બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા માંકડ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

ઉપરોક્ત વિડ્યો શ્રેણી ઉપરાંત સાથે ને સાથે એક વિશેષ સેવા ડૉ. માંકડ દ્વારા વિના મૂલ્ય આપ સર્વેને તેઓ ઉપલબ્ધ કરવા ઈચ્છે છે, કે આપના સ્વાસ્થ્ય અંગેના કોઇપણ પ્રશ્નો કે સમસ્યા અંગે જરૂરી માર્ગદર્શન લાઈવ વિડ્યો દ્વારા તેઓ આપવા ઈચ્છે છે.  પરંતુ ઉપરોક્ત બાબત સમય અને તેને અનુસંગિક વ્યવસ્થા કઈ રીતે કરવી ?  કયો સમય અને દિવસ દરેક વાંચક મિત્રોને અનુકુળ હોય, કે દરેક વાંચક મિત્રો એક જ સમયે તે પ્રોગ્રામ માણી શકે અને જે કાંઈ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેનો પૂરેપૂરો લાભ મેળવી શકે તે અંગેના આપના સુજાવ - સૂચનો અમોને જણાવવા નમ્ર ભરી વિનંતી છે.  આપના તરફથી યોગ્ય પ્રતિભાવ અને સુજાવ મળ્યે તે અંગે અમો આગળ પર ઉપરોક્ત વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય કરી શકીશું તેમ અમે સમજીએ છીએ.

આજના સમયમાં  રોગ અને તેની ઉપલબ્ધ સારવાર અંગે દરેકને સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક જાણકરી મળી રહે તેવી અમારી સતત કોશિશ છે, તે પાછળ કોઈજ કોમર્શિયલ હેતુ નથી જેની નોંધ લેવા વિનંતી.

આપના પ્રતિભાવ એ જ અમારું મૂલ્ય અને પ્રેરણા છે.

આભાર 

'દાદીમા ની પોટલી'