20130319

સ્વર્ણા {philosophy of love} by—Dr.Rajesh.Parekh


સ્વર્ણા   {philosophy of love} by—Dr.Rajesh.Parekh….

part --      સ્વર્ણા      part        -- 5
સુચીબહેને પુછ્યું, “ તને દુ:ખાવા મા રાહત છેને!!’
રાજવીર કહે,”  હવે દુ:ખાવો ઓછો છે, ફક્ત તે પગ પર વજન આવે ત્યારે થોડુંક દુ:ખેછે, આજે ડોકટર સાહેબ નો ઓપિનિયન  લઇએ. તેમનો ઓપિનિયન હોય તો મારે દીલ્હી નું કામ પુરૂ કરવાનું છે.”
સુચીબહેન, “ આજે વસંત ફુઆ ત્થા એકતા ફૈબા નો ફોન હતો, તારી તબીયત ના ખબર પૂછતા હતાં, અને રણજીતભાઇ નો  પણ ફોન હતો...”
રાજવીરે “હા” એટલો જ જવાબ આપ્યો..
સાંજે રાજવીર તથા સુલોચના બહેન ડો. શેખર સાહેબ ને મળ્યા. ડો.શેખરે  રાજવીર  ના પગ ની તપાસ કરી, સોજો  ઓછો થયો હતો પણ અમુક પ્રકાર ની મૂવમેંટ માં દુ:ખાવો થતો હતો, તેમણે હજુ એક વીક રેસ્ટ કરવાની સલાહ આપી, જે રાજવીર  ને ગમ્યુ નહિં.
રાજવીરે દિલ્હી નું પોતાનુ કામ પુરૂ કરવા માટે ટીકીટ બૂક કરાવી લીધી.  સુચીબહેન રાજવીર  ને  ના પાડતા રહ્યા, અને રાજવીર દીલ્હિ માટે રવાના થઇ ગયો..
દીલ્હિ માં રાજવીર  ને જે કંપની નું  કામ હતું  તેનો  સ્ટાફ કોપરેટીવ અને ટેલેન્ટેડ હતો. જેથી દીલ્હિ નું એક વીક નું કામ ચાર દિવસ માં પુરું કરીને રાજવીર પાછો આવી ગયો.
બપોરે જમીને રાજવીરે સુચી બહેન ને કહ્યુ,” મારી રજાઓ  નું આ છેલ્લું વીક છે, મારે  શનિવાર  ની લંડન  ની ફ્લાઇટ ની ટીકીટ બુક કરાવવી પડશે.. સમય બહુ જ ઝડપથી પસાર થઇ ગયો.”
સુચીબહેન કહે,” તું પાછા જવાની વાત કરે છે, ત્યારે મને દિલ માં કંઇ નું કંઇ થઇ જાય છે, તારાં પપ્પા ના અવસાન પછી હું એકલી થઇ ગઇ  છું, સાંજનાં ઘર જાણે ખાવા દોડે છે,” . સુચીબહેન ની  આંખો ભીની થઇ
ગઇ..
થોડો સમય વાતાવરણ માં ગમગીની છવાઇ ગઇ. રાજવીર પણ મમ્મી ની તકલીફ થી થોડો લાગણીશીલ થઇ ગયો.. રાજવીર ને લાગ્યું કે સુચીબહેન ઘણા વધારે  ઇમોશનલ થઇ ગયાં છે, અને  તેમનું બી.પી. વધી  જશે, એટ્લે વાત ને ફેરવતા એ  બોલ્યો,” જો આ વખતે હું એકલો જવાનો નથી પણ તને સાથે લઇને જ જવાનો છું, મને પણ ત્યાં મમ્મી નાં હાથ નું જમવાનું મળે, બરાબર ને!”
સુચીબહેન  થોડા શાંત થયા,અને બોલ્યાં, “  તું થોડાં દિવસ માટે આવ્યો છે, અને હું મારી તકલીફ લઇ ને બેસી ગઇ , પણ રાજવીર તારાં પપ્પા તો નથી, હું છું ત્યાં તને કોઇ ઘર સાચવે તેવી છોકરી મળી જાય તો મને શાંતિ થાય.”
રાજવીર કહે,’ તું મારી ખોટી ચિંતા કરે છે, જેની તારી તબીયત પર ખરાબ અસર થાય છે, તારું મન જેટલું પ્રફૂલ્લીત હશે તેટલી તબીયત સારી રહેશે.”
“ રાજવીર , તું હંમેશ માટે અહિં સેટલ ન થઇ  શકે, આપણો પોતાનો બીઝ્નેસ છે, સંબંધી ઓ છે, અહિં તું આરામ થી રહી શકે..” સુચીબહેને પોતાને જે કહેવું  હતું તે કહી દીધું.
રાજવીર કહે,” મમ્મી, તારી વાત બરાબર છે, પણ મારૂં એજ્યુકેશન અલગ છે, તથા ફેકટરી નું મેનેજમેંટ પણ અલગ છે, મને ફેકટરી ના કામકાજ માં વધું ફાયદો જણાતો નથી.”
“ રાજવીર, પોતાની જન્મ ભુમી માં રહેવાની , તથા પરીચિત સગાં-સબંધી અને મિત્રો સાથે રહેવાથી જે માનસિક શાંતિ મળે તે પારકા પરદેશ મા ન મળે, મારી વાત કદાચ આજે ન સમજાય પણ ઉંમર થશે ત્યારે સમજાશે.” સુચીબહેને દિકરાં ને સાચી સલાહ આપી.
સુચીબહેન રાત્રે મોડે સુધી પથારી માં જાગતા રહ્યા. તેમને લાગ્યું કે રાજવીર પણ દરેક યુવાનો ની જેમ વ્યવસાયિક સફળતા તથા આર્થિક સધ્ધરતા ને પ્રાધાન્ય આપી રહ્યો હતો. યુવાનો એજ્યુકેશન નો અર્થ આર્થિક સધ્ધરતા સમજે છે, પણ એજ્યુકેશન થી  જીવન ને વધુ સાચી રીતે સમજી ને સારી રીતે જીવી શકાય એ માટે છે... બહુ ઓછું ભણેલાં સુચીબહેન ને પણ એજ્યુકેશન સિસ્ટમ માં વધું સુધારો કરવાની જરૂરત લાગી.
સવારે સુચીબહેન ને પોતાની તબીયત બરાબર ન હોય તેવુ લાગ્યું, માથું દુ:ખતુ હતું, તથા ઉઠતાં-બેસતાં ચક્કર આવતાં હતાં,પોતાની પાસે પેઇન કીલર ટેબલેટ હતી, તે લીધી પણ ખાસ આરામ થયો નહિં..
સ્વર્ણા આવી એટલે સુચીબહેન તેની સાથે ફેમીલી ડોકટર ને કન્સલ્ટ કર્યા, ફેમીલી ડોકટરે બી.પી. ની તપાસ કરતાં તે 180/110 હતું. ફેમીલી ડોકટરે તેમને કાર્ડિઓલોજિસ્ટ ને બતાવવા કહ્યુ.
સુચીબહેન તથા સ્વર્ણા કાર્ડિઓલોજિસ્ટ ડો.શાહ પાસે ગયા. ડો.શાહ નાં ઓપીનિયન પ્રમાણે હ્રદય નાં એક ભાગ મા લોહિ ઓછું પહોંચતું હતુ અને હ્રદય નાં ધબકારાં અનિયમિત થઇ જતાં હતાં જેથી આઇ .સી .સી.યુ. માં  દાખલ કરવાં જરુરી હતાં..
સુચીબહેન તથા સ્વર્ણા  ગભરાઇ ગયા. તેમણે ડ્રાઇવર ને રાજવીર ને લઇ આવવાં કહ્યું. રાજવીરે ડો.શાહ સાહેબ સાથે વાત કરીને સુચીબહેન ને દાખલ કરવાનું નક્કી કર્યુ. સુચીબહેન ને દાખલ થવાની ના કહી. તેમને બહુ મહેનત કરીને સમજાવવાં પડ્યા. સુચીબહેન ને આઇ .સી .સી.યુ. મા દાખલ કરીને મગજ શાંત થવાની દવાઓ આપી જેથી તેઓ  સુઇ ગયાં.
સ્વર્ણા એ રાજવીર ને પુછ્યું,“ આંટી ને આઇ .સી .સી.યુ. માં કેમ રાખ્યાં.”
રાજવીર કહે,“ડો.શાહ નું કહેવું છેકે હ્રદય ની નીચેની દિવાલ ને લોહી ઓછું પહોંચે છે, તેનાં ઇન્જેકશન્સ ચાલુ કરે છે, 24 કલાક ક્રીટિકલ કહેવાય, ક્યારેક માસીવ હાર્ટ એટેક પણ આવી શકે છે. મમ્મી ખુબ ભાવુક તથા વધારે ચિંતા કરે છે, કાલે મેં લંડન પાછાં જવાની વાત કરી તો રડવા લાગેલી.”
રાજવીર ઉભો થઇને  આઇ .સી .સી.યુ. નાં કાચ  માંથી સુચીબહેન ને સુઇ રહેલાં જોઇ રહ્યો..તે એકદમ ગમગીન થઇ ગયો.\
 આઇ .સી .સી.યુ. ની બહાર નું વાતાવરણ ગંભીર હતુ, દર્દીઓ સ્ટ્રેચર પર બેભાન અવસ્થા માં આવતાં, તેમાં કેટલાંક પ્રભુ ને પ્યારા થઇ  જતાં.
રાજવીર – સ્વર્ણા કેટલોક સમય ગંભીરતાં થી બેસી રહ્યા. આઇ .સી .સી.યુ. ની અંદર સુચીબહેન ઘેન ની અસર થી સુઇ રહ્યા.
રાજવીરે ફુઆ-ફૈબા તથા મહેતા કાકા ને સુચીબહેન ની તબીયત વીશે જાણ કરી જેથી તેઓ તાત્કાલીક આવી પહોંચ્યા. રાજવીરે ફૈબા ને બી.પી. હાઇ થઇ ગયુ હોવાની વાત કરી.
ફૈબા-ફુઆ એ તેને ઘરે જઇ ને જમી આવવા માટે કહ્યુ, પણ રાજવીર ને હોસ્પીટલ માંથી જવુ નહોતું , છતાં જવું પડ્યુ.
સ્વર્ણા એ ઝડપથી રસોઇ બનાવી, પણ રાજવીર સવાર થી ચિંતાતુર હતો,  શનીવારે તેનો લંડન પાછા જવાનો પ્રોગ્રામ હતો, હવે સુચીબહેન ની તબીયત બરાબર ન થાય ત્યાં સુધી રોકાવું કે શું કરવું તેની મન માં ગડમથલ ચાલતી હતી..
સ્વર્ણા એ તેને થાળી પીરસી આપી તે યંત્રવત જમવા લાગ્યો. રાજવીર ને ચુપચાપ જમતો જોઇ ને સ્વર્ણા ને લાગ્યુ કે રાજવીર ટેંશન માં છે..
સ્વર્ણા એ કહ્યુ, “ આંટી ની તબીયત  એક-બે દિવસમાં સારી થઇ જશે...’
રાજવીરે સ્વર્ણા સામે જોયું, એ “હં” એટલું બોલ્યો. ફરી કઇંક વિચાર માં ખોવાઇ  ગયો.. તેની થાળી માં રોટલી ખલાસ થઇ ગઇ તો પણ તે ફક્ત શાક ખાઇ રહ્યો હતો, સ્વર્ણા એ તેની થાળી માં રોટલી પીરસી તે પણ તેને ખ્યાલ ન રહ્યો, ફરી થાળી ની રોટલી ખવાઇ ગઇ, તે આંખો બંધ કરીને બેસી રહ્યો. સ્વર્ણા એ તેને પીરસી આપ્યું, અને તે તેની બાજુ ની ખુરશી માં બેસી ગઇ અને પુછ્યું,“ શું વિચારો છો !!”
રાજવીરે માથું ઉંચુ કરીને સ્વર્ણા સામે જોયું, સ્વર્ણા એના જવાબ  ની રાહ જોતી હોય તેમ તેની સામે જોઇ રહી હતી.. તે બોલ્યો,“ મમ્મી ને અત્યારે મારી જરૂર છે, મારે 10-15 દિવસ ની વધુ રજા ઓ લેવી પડશે..”
સ્વર્ણા કહે,” હા” ,,, તમારી હાજરી  થી આંટી ને ઘણું સારું લાગશે..”
રાજવીર કહે,” પણ મારી કંપની મમ્મી ની માંદગી માટે રજા આપશે નહિં,કદાચ જોબ માંથી ટર્મીનેટ કરે, પણ હું મમ્મી ને  આ સ્થિતિ માં છોડી ને જવાં માંગતો નથી..”
સ્વર્ણા ને ખ્યાલ આવ્યો કે રાજવીર ને જોબ તથા મમ્મી ની સેવા – વચ્ચે નિર્ણય લેવાનો હતો, અને દિલ કહેતું હતું કે મમ્મી ને તેની જરૂર છે,તેનાં વગર મમ્મી ને ખુબ દુ:ખ થશે, જ્યારે મગજ કહેતું હતું કે જોબ માંથી ફાયર થઇ જશે.....
સ્વર્ણા કહે,” આંટી ની તબીયત ઝડપથી સારી થઇ જશે, અને જેની પાસે એજ્યુકેશન હોય તેને એક કે બીજી જોબ તો મળી જ જાય ને! ... “
સ્વર્ણા એ કહેલાં વાક્યો થી રાજવીર નું ટેંશન એકદમ ઓછું થઇ ગયું, તેની અંદર ની લાગણીઓ ને એક ટેકો મળીગયો.. જીવન માં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ દ્વારા જો થોડો સપોર્ટ મળી જાય તો ટેંશન ઝડપથી ઘટે છે... રાજવીર ને રાહત નો અનુભવ થયો, તે આભારવશ સ્વર્ણા સામે જોઇ રહ્યો.. સ્વર્ણા પણ રાજવીર નાં ચહેરા ના હાવભાવ ને નીરખી રહી...
રાજવીર “સ્વર્ણા”......  કંઇક કહેવા જતો હતો.. પણ કંઇ બોલી ન શક્યો, રાજવીરે પોતાનો હાથ સ્વર્ણા નાં ટેબલ પર રહેલાં હાથ પર મુકી દીધો.. સ્વર્ણા નીચે જોઇ રહી... થોડો સમય રૂમ માં શાંતિ પથરાઇ રહી, ત્યાર બાદ સ્વર્ણા રાજવીર ના હાથ નીચેથી હાથ નીકાળી ને રસોડા માં ચાલી ગઇ.. રસોડા માં સ્વર્ણા દિવાલ ને અડી ને ઉભી રહી ગઇ, તે હાથ નાં અંગુઠા માં દૂપટ્ટો ભરાવી ને દાંત થી દબાવી રહી. કોઇ ની પ્રત્યે આ પ્રકારની લાગણી તેણે પહેલી વાર અનુભવી હતી...થોડો સમય  તે સુનમુન થઇ ઉભી રહી... પછી તે પાણી લઇને  રાજવીર ને આપવાં ગઇ ...
  સ્વર્ણા------------- પાર્ટ --- 6... -------------------------
બપોરે રાજવીરે પોતાની કમ્પની માં ઇ-મેલ કરી ને વધુ 10 દિવસ માટે ની રજા ની એપ્લીકેશન મુકી... પોતાના મિત્ર  શ્રીરામ આયંગર ને પણ ફોન પર રજા ની વાત કરી.. શ્રીરામ આયંગર તેની સાથે તેની  ટીમ માં કામ કરતો હતો, તેમજ ખાસ મિત્ર હતો. શ્રીરામ નું એમ કહેવું હતું કે રાજવીર ની રજાઓ એકસ્ટેંડ નહિં થાય કારણ કે કંમ્પની નો વાઇસ પ્રેસિડંટ બદલાઇ ગયો હતો ,અને નવો વાઇસ પ્રેસિડંટ ને  ઇંડીયન્સ પ્રત્યે થોડો પૂર્વગ્રહ હતો...