તાજેતરમાં એક હેકર ગૃપે એવો દાવો કર્યો હતો કે તેણે મીટ રોમનીનું ટેક્સ રીટર્નની કોપી મેળવી લીધી છે. આ ફાઈલ તેમણે પ્રાઈસ વૉટર હાઉસ કૂપરની એકાઉન્ટ ઓફીસમાંથી ૨૫ ઓગષ્ટે મેળવી છે. હવે હેકર્સ એવી ધમકી આપી રહ્યા છે કે જો ૨૮ સપ્ટેમ્બર સુધીમાં તેમને એક મીલીયન ડોલર (દશ લાખ ડોલર) નહીં ચૂકવાય તો આ ટેકસ રીટર્નની ફાઇલ જાહેર કરી દેવામાં આવશે. હેકર્સ ગૃપે આ એક મીલીયન ડોલર ઓન લાઇન કરંસી બીટ કોઇન્સમાં માગ્યા છે. આ બીટ કોઇન્સ એવી કરંસી છે કે તેના ખાતાની ઓળખ મેળવવી મુશ્કેલ હોય છે. બીટકોન એ ડીજીટલ કરંસી તરીકે ઓળખાય છે. આ એવી કરંસી છે કે જે એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે. તે માટે કોઈ બેંકના કલીયરીંગ હાઉસની જરૂર પડતી નથી. ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનો આ સૌથી સસ્તો માર્ગ છે. કેમ કે તેના ટ્રાન્ઝેકશનમાં તમારે ફી- સ્વૈચ્છિક ધોરણે ચૂકવવાની હોય છે. આ બીટ કોઇન્સ તમે કોઈપણ દેશમાં વાપરી શકો અને સત્તાવાળાઓ તમારું એકાઉન્ટ પણ ક્યારેય બંધ ના કરી શકે ! કોઇ પણ બીટ કોઇન્સ માટેનું એકાઉન્ટ જનરેટ કરી શકે છે. આ માટે બીટકોન માઇનર નામની ફ્રી એપ્લીકેશનનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ આ નેટવર્ક સેટ થાય એટલે તમારા ડીજીટલ વેલેટમાં કોઇન્સ જમા થતા રહે. જયારે તમે બીટ કોઇન્સ ટ્રાન્સફર કરો ત્યારે ઇલેકટ્રોનિક સિગ્નેચરની જરૂર પડે છે. બીટ કોઇન એ ઓપન સોર્સ છે. અન્ય બેંકોની જેમજ તે કામ કરે છે. તેનો ડેટા બેઝ એક સ્થળે કેન્દ્રીત નથી હોતો. કોઇ ચોક્કસ લોકો તેનો વહિવટ નથી કરતા. ઓપન સોર્સ ડેવલોપર્સ દ્વારા તે સિસ્ટમ તૈયાર થઇ છે. જો બીટ કોઇનનો આઇડયા સફળ થાય તો નેટ પર પૈસા ટ્રાન્સફર કરવા ક્ષેત્રે મોટી ક્રાંતિ આવે એમ છે. જયારે યુરો નિષ્ફળ ગયો ત્યારે બધાને એક વૈશ્વિક કરંસીની જરૂર ઉભી થઇ હતી. બીટ કોઇન અંગે ઘણાં પ્રશ્નો છે તેના જવાબ હજુ મળતા નથી. આ ટ્રાન્ઝેકશન કેટલું સલામત છે.તે અંગે સ્પષ્ટતા થતી નથી. શું હેકર્સ આવા એકાઉન્ટ ચાલવા દેશે ખરા ? આ બધા પ્રશ્નો વચ્ચે બીટ કોઇન સિસ્ટમ પ્રખ્યાત થઇ રહી છે. ભારતમાં પણ તેનો ઉપયોગ કરનારાઓ છે. બીટ ટોરેન્ટ ટેકનોલોજી આ ક્ષેત્રે ઘણી ઉપયોગી બની છે. એકાઉન્ટ ડીલીટની સમસ્યા... ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર ઘણીવાર ઉત્સાહમાં અને ઉત્સાહમાં અલગ-અલગ વેબસાઇટ પર પોતાનો એકાઉન્ટ બનાવી દે છે. પછી તે એકાઉન્ટ ઓપરેટ નથી કરતા એટલે તે ડીલીટ કરવાનું વિચારે છે. પરંતુ આવા એકાઉન્ટ તાત્કાલીક ડીલીટ થઇ શકતા નથી. જો કે તમે ફેસબુક કે જીમેલનો આઇડી પણ ડીલીટ કરી શકો છો. તેના માટે તમારે ગીનીાીર્એચિબર્બેહા.ર્બસ નો ઉપયોગ કરવો પડશે. તેમાં એ ટુ ઝેડ વેબ સાઇટ આપી હોય છે. વેબ સાઇટના નામ પ્રમાણે તેને શોધીને તમે ડીલીટની લીંક સુધી પહોંચી શકો છો. ફેસબુક પર વધતી ઝંઝાળ અને વધતા વપરાશકારોના કારણે ઘણાં તેમાંથી મુક્ત થવા માગે છે અને સાઇટને ટર્મીનેટ કરવા પણ માગે છે. તેમના માટે પણ ડીલીટ યૉર એકાઉન્ટ કામ લાગે એમ છે. સાથે... સાથે... હ ૧૧ મહિનાના ટવીન્સ તેમની ખુરશી પર બેઠા-બેઠા ડાન્સ કરે છે તે વીડીયોને યુ ટયુબ પર ૭ મીલીયન લોકોએ જોયો છે... હ પ્રથમ ઇન્ટરનેટ કેટ વીડીયો ફિલ્મ ફેસ્ટીવલ ૩૦ ઓગષ્ટે મીનેઆપોલીસ ખાતે યોજાયો હતો. હ ૩૦ ઓગષ્ટે ફલોરીડા ખાતે યોજાયેલા રીપબ્લીક કન્વેન્શનમાં એકટર ડીરેકટર કલીન્ટ ઇસ્ટવૂડની ૧૦ મિનિટની સ્પીચ વખણાઈ હતી. અમેરિકાના પ્રમુખ ઓબામાએ ખુદ ટવીટ કરીને પ્રતિભાવ આપ્યો હતો.
|