દિલ્હીમાં એક મેડીકલ છાત્રા ઉપર બસમાં પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો અને સારાયે દેશમાં સ્વંયભૂ ભયંકર આક્રોશ ફાટી નિક્ળ્યો જે આજ દિવસો સુધી ચાલુ છે જે સ્પષ્ટ દર્શાવે છે કે, આ આંદોલન આપોઆપ સરકારની નિષ્ક્રિયતા તરફ અંગુલી નિર્દેશ કરે છે. આ નિંભર સરકારે આજ સુધી કોઈ ઠોસ પગલાં લેવાની જાહેરાત કરી નથી જે અત્યંત સુચક છે.
બળાત્કારીઓને કડક સજા કરવા-કરાવવા અને તે પણ ઓછામાં ઓછા સમયમાં સ્વંયભૂ પ્રગટેલું આંદોલન બરબાદ ના થાય તે જોવા યુવા જગતને ખાસ તાકીદ !
યાદ રહે ! આ રાજકારણીઓ આવા આપોઆપ ભભૂકતા જવાળામુખી ઠરી જાય ત્યાં સુધી ખેંચવામાં અદભૂત ચાલાક અને કુનેહ બાજ હોય છે તેમનાથી, તેમની વાતોથી ભોળવાઈ આંદોલન તેની ધાર ગુમાવી ના બેસે તે માટે યુવા જગતે સતત સતર્ક અને સભાન રહેવું અતિ આવશ્યક બની રહે છે નહિ તો, દેશે જોયું, કે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લોકપાલની માંગ સાથેનું અણ્ણા હજારેના આંદોલનનું કેવું સુરસુરિયું કરી નાખવામાં આવ્યું !
આ સ્વંયભૂ પ્રગટેલા જવાળામુખી/આંદોલનને વ્યવસ્થિત વળાંક આપી યોગ્ય દિશા તરફ લઈ જવા કેટલાક નમ્ર સૂચનો !
1.દેશના તમામ રાજકિય પક્ષોના બળાત્કારના આરોપવાળા સાંસદો અને ધારાસભ્યોના રાજીનામાં આપવાની માંગ અને ફરજ પાડવા પક્ષોના હેડ-ક્વાટર અને પક્ષના વડાના નિવાસ સ્થાને દેખાવો અને ઘેરાઓ.
2.બળાત્કારીઓને કડક અને સખ્ત સજા ઓછામાં ઓછા સમયમાં કરવા કાયદામાં સુધારા કરવા જરૂર હોય તો સંસદની “ ખાસ બેઠક “ બોલાવવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ માંગણી અને આ ના સંતોષાય ત્યાં સુધી તેમના નિવાસ સામે દેખાવો અને ધરણાં !
3 દેશભરના તમામ સાંસદો અને ધારાસભ્યો બળાત્કારીઓને સખ્ત અને કડક સજા માટેની માંગણી વિષે આમ જનતા સાથે સહમત થઈ આ માંગને બુલંદ બનાવે તેવી ફરજ પાડવી રહી ! આ માટે જરૂર પડ્યે તમામના નિવાસ સ્થાને દેખાવો અને ધરણા ! જેમ ગુજરાતના નવ-નિર્માણ આંદોલન સમયે ધારાસભ્યોના રાજીનામા મેળવવામાં આવ્યા હતા !
4.રાજકિય પક્ષો બળાત્કારના આરોપીઓને કોઈપણ કક્ષાની અર્થાત પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ટિકિટૉ ના ફાળવી શકે તેમજ આવા તત્ત્વો કોઈ ચૂંટણી ના લડી શકે તેવી કાયદામાં જોગવાઈ માટે બંધારણ સુધારો કરવો પડે તો કરવો/ ચૂંટણીના કાયદા કે નિયમોમાં તે અંગે યોગ્ય સુધારો/ફેરફાર કરવો અનિવાર્ય બનાવવો જોઈએ !
5.કડક સજા એટલે જન્મટીપ કે ફાંસી નહિ પરંતુ દાખલા રૂપ બને તેવી કડક સજા થવી જોઈએ કે આવો અપરાધ કરવાનો વિચાર કરનાર વ્યક્તિ ધ્રુજી ઉઠે. આવા અપરાધીને તડપાવી તડપાવી મોતની ભીખ માંગતા કરવા જોઈએ.
6.ઉદાહરણ તરીકે આ તબક્કે મને એક હિન્દી ફિલ્મ “ જખ્મી ઔરત”ની યાદ આવે છે જેમાં ડીમ્પલ કાપડીયા નો જે રોલ છે તેમાં તેણી ઉપર 3 પૈસાદાર મા-બાપના વંઠેલા પુત્રો બળાત્કાર કરે છે અને અદાલત તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકે છે. ત્યાર બાદ ડીમ્પલ મરણીયા બની એક પછી એક ને પકડી પોતાના ડૉક્ટર મિત્રની સહાય વડે ઓપરેશન કરાવી આ ત્રણેને નપૂંસક બનાવી દે છે ! એવો જ એક કિસ્સો થોડા અલગ પ્રકારનો મેં એક ગુજરાતી નવલકથામાં વાંચેલો જેમાં ગુજરાતના બંદરેથી વહાણ દ્વારા વ્યાપાર અર્થે જતા માલસામાન કે વ્યાપારીઓને ચાંચીયાઓ લૂટી લેતા. આમાના કેટલાક પકડાયા અને તેમને ત્યારના મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવતા મંત્રીશ્રીએ તેમને રાજના અતિથિ ગણાવી સરસ ખાતર બરદાસ્ત કરવા જણાવતાં લોકોને ખૂબ જ અચંબો થયો હતો. પરંતુ બીજે જ દિવસે લોકોએ જોયું તો આ ચાંચીયાઓ શહેરના માર્ગો ઉપર ઢ્સડાઈ ઢસડાઈને ખસી રહ્યા હતા એક પણ ઉભો થઈ શકે તેવી હાલતમાં નહિ હતો. આમ કેમ થયું ? તપાસ કરતા જણાયું કે મંત્રીશ્રીએ જે સજા કરેલી તેમાં આ લોકોને શરીર ઉપર મસાજ કરવાનું કહેવામાં આવેલું અને આ વિશિષ્ટ જાતની મસાજ ખાસ પ્રકારના અતિથિઓ માટે જ અનામત રહેતી. મસાજ દ્વારા કરોડ રજ્જુના મણકા એટલી હદે છુટા પાડી દેવામાં આવેલા કે કોઈ સ્થિર ઉભો જ ના રહી શકે અને જીવે ત્યાં સુધી ઢસડાઈને જ ખસવું પડે ! ( બળાત્કારીઓને આવી સજા થવી જોઈએ )
7. અંતમા, જો આંદોલનને તેના આખરી અંજામ તક પહોંચાડવું હોય તો કોઈ તોફાની તત્વોના કે રાજકારણીઓના હાથમાં સરી પડી અને હિંસક ના બની જાય તેની સતત તકેદારી રાખવી અનિવાર્ય છે.
અતમાં અહિંસા જેની રગે રગમાં વ્યાપી રહી છે તેવા ભારતીય નાગરિકો આટલી હિમત અને મર્દાનગી દર્શાવી શકશે કે હજુ પણ આવી બાલીકાઓની યાતનાઓ મૂંગા મોઢે સહન કર્યા કરશે ? આ આંદોલન પરિણામ લક્ષી બનાવવું રહ્યું, નહિ તો આથી પણ વિષમ પરિસ્થિતિ આવનારા દિવસોમાં આમ જનતા માટે આ રાજ્કારણીઓ અને તેની ઓઠ અને સંગાથે અસામાજિક તત્ત્વો નિર્ભય બની ઉભી કરતા અચકાશે નહિ