- ગણેશજી ચૌદ વિદ્યાઓનાં તથા ચોસઠ કળાઓનાં સ્વામી માનવામાં આવે છે | |||
|
‘‘ગણેશ ચતુર્થી’’ - સમગ્ર વિકાસની દિવાદાંડી
વિષ્ણુ, શિવ, શક્તિ અને સૂર્ય અને ગણપતિ એ પંચદેવો છે. ભક્તજનો પોતપોતાની આસ્થા પ્રમાણે આ દેવોને પોતાના ઇષ્ટદેવ માને છે.પણ સાચી રીતે તો પાંચેય દેવો એકજ છે. પરંતુ શ્રી ગણેશજી તો એક એવા દેવ છે કે તેઓ વિધ્નહર્તા હોઇ કોઇપણ માંગલિક પ્રસંગે હોમ, હવન, યજ્ઞ તેમજ કાર્યના શુભારંભે તેમની પૂજા અર્ચના સૌ પ્રથમ કરવામાં આવે છે. જેથી કરીને હાથ ધરેલ કાર્યો નિર્વિધ્ને સંપન્ન થાય. લગ્ન પ્રસંગે તો ‘ગણેશ સ્થાપન’ કરીને સર્વ પ્રથમ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેઓ તો આદિદેવ પરમાત્માનું સ્વરૂપ આદિ બ્રહ્મ છે. વાસ્તવમાં શ્રી ગણપતિ કોઇના પુત્ર નથી. તેઓ અજન્માદિ અનંત છે. તેમનો શિવજીના પુત્ર તરીકેનો અવતાર છે. સર્વ જગત તેમનાથી ઉત્પન્ન થાય છે, સ્થિર થાય છે અને તેમનામાં લીન થાય છે. તેઓ સત્વ-રજસ-તમો ત્રણેય ગુણોથી પર એવા પરબ્રહ્મ પરમાત્મા છે. નિર્ગુણ દેવ છે. તેઓ સ્થૂલ- સૂક્ષ્મ-કારણ ત્રણેય શરીરોથી નિરાકાર છે. બધા દેવ-દાનવ, મનુષ્ય, ગંધર્વ, શૈવ, વૈષ્ણવ આદિ સર્વે તેમને સન્માન આપે છે. હંિદુ ધર્મના બધા સંપ્રદાયો તેમનું પૂજન કરે છે. તેઓ વિધ્નોના નાશ કરનાર, ઇચ્છેલ કાર્યસિદ્ધ અને સફળતા આપનાર છે. ગણપતિનું શરીર મનુષ્ય જેવું છે. ફક્ત મુખ હાથીનું છે. તેઓ વિશાળકાય, તપેલ સુવર્ણ જેવા પ્રકાશવાળા, લંબોદર, મોટી આંખોવાળા, એકદાંતવાળા, એક મુખ, દ્વિમુખ છે. છતાં ત્રિમુખ અને પંચમુખ પણ છે. ડાબી સૂંઢવાળા, જમણી સૂંઢવાળા, આઠ-દસ-બાર-સોળ-હાથવાળા પણ છે. તેઓ રક્તવર્ણી છતાં શ્વેત, સંિદૂર, શુભ, પંિગલ, નીલ, સ્વર્ણ, ગૌર, કનક, રક્તચંદન અર્ચિત, હરિદ્રા,શ્યામ, શુક્લ આદિ વર્ણોવાળા પણ છે. તેમનું વાહન મૂષક (ઉંદર) છે. તેમને મોદક (લાડુ) પ્રિય છે. તેમને બે પત્ની રિદ્ધિ સિદ્ધી અને બીજી બુદ્ધિ છે. શુભ- લાભ નામક બે બાળકો છે. વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિધ્નરાજ, ઘુમ્રવર્ણ એમ તેમના આઠ અવતાર છે. આ ઉપરાંત બીજા કેટલાક તેમના ગણેશ, હેરંબ, વિધ્નનાયક, શૂર્પકર્ણ, ગજવક્રમ અને ગુહારાજ ગણાવે છે. વાસ્તવમાં તેમના નામ, રૂપ, વર્ણ, હસ્ત, વસ્ત્ર, આયુષો, વાહન, કાર્યાદિ અનેક બતાવવામાં આવ્યા છે. તેઓ ઘણા બુદ્ધિશાળી છે. પૃથ્વીની પ્રદક્ષિણાની આજ્ઞા થતાં ગણપતિજીએ માતાપિતાની પ્રદક્ષિણા કરીને પૃથ્વીની પરિક્રમા કરી ગણાય એ સાબિત કરી દીઘું. ભગવાન શિવને યજ્ઞ કરવો હતો બધા દેવોને આમંત્રણ આપવું હતું. મોટાભાઇ કાર્તિકેયે અશક્તિ દર્શાવી પરંતુ ગણપતિએ પશુપતિનાથની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને આમંત્રણ આપ્યું. શિવમાં બધા દેવોનો નિવાસ હોઇ સર્વ દેવોને આમંત્રણ પહોંચી ગયું. મહાભારતની રચના માટે બ્રહ્માજીના કહેવાથી શ્રી વ્યાસજીએ ગણપતિને લખવા માટે વિનંતી કરી. વ્યાસજી બોલે જાય અને ગણપતિ સમજી વિચારીને લખે જાય. ગણપતિ =ગણ + પતિ. પાલન કરે તે પતિ. ગણ એટલે આઠ વસ્તુઓનો સંગ્રહ. તેઓ ચારેય દિશાઓના સ્વામી છે. તેમની રજા સિવાય કોઇપણ દેવતા કોઇપણ દિશામાંથી પ્રવેશ કરી શકતા નથી. ગણેશજી દિશાઓને ખોલી આપે છે. એટલે જે તે દેવ પૂજા સ્થળે પ્રવેશ કરી શકે. એને મહાગણપતિ પૂજન કહેવાય. શ્રી ગણપતિના ચાર અવતારો જુદા જુદા યુગમાં થયા છે. આ અવતારોની વાત ગણેશ પુરાણમાં છે. સતયુગમાં કશ્યપ પુત્ર તરીકે અને નામ પડયું ‘શ્રી વિનાયક મહોત્કટ’ વાહન સંિહનું. તેમને દસ બાહુ હતા. તેજોરૂપ હતું. ત્રેતાયુગમાં શિવપુત્ર ગણેશ તરીકે. વાહન મયુર તેથી મયુરેશ્વર નામ. તેમને છ બાહુ હતા. શશીવર્ણ હતો. દ્વાપરયુગમાં નામ ગજાનન. તેમને ચાર હાથ. વાહન મૂષક (ઉંદર).વરેણ્યના પુત્ર તરીકે અને રક્તવર્ણ હતો. કળિયુગમાં વાહન ઘોડાનું રહેશે. નામ રહેશે ઘુમ્રકેતુ. કળિયુગના અંતભાગમાં અવતાર થશે એમ જણાવાયું છે. શાસ્ત્ર પ્રમાણે તેઓ પૂર્ણ બ્રહ્મ છે. માયા અને માયિકનો યોગ હોવાથી ‘એકદંત’ છે. ચતુર્ભુજ એટલા માટે કે તેઓ દેવતા, નર, અસુર અને નાગ આ ચારેયને સ્થાપનાર છે. વાહનઉંદર એટલા માટે કે તેઓ બધાના અંતર્યામી, સર્વના હૃદયમાં રહેવાવાળા સર્વજંતુઓના ભોગોને ભોગવવાવાળા છતાં પૂણ્ય પાપથી નિવર્જિત છે. વાહન ઉંદર વસ્તુઓને કોતરીને તોડી નાખે છે, એટલે કે કાળરૂપને અંકુશમાં રાખે છે. લમ્બોદર એટલા માટે પેટમાં સમગ્ર સમાવી દે છે. સમગ્ર વિશ્વ તેમના ઉદરમાંથી ઉત્પન્ન થયું છે.પેટમા બ્રહ્માંડ રહેલ છે. પેટ મોટું એટલે તેઓ ક્ષમાશીલ છે. સૂર્પકર્ણ એટલે સુપડાની માફક સારી ચીજો રાખી, નકામી ચીજો દૂર કરે છે. આંખો ઝીણી એટલે સુક્ષ્મમાં સુક્ષ્મ ચીજો જોઇ શકે છે. એટલે સારું- સાચું તુર્ત જ પારખી શકે છે. ત્રિનેત્રમ્ એટલે ત્રણ જ્યોતિઓ તેમના ત્રણ નેત્રો છે. ગણેશ ગીતામાં જે વિષય આવે છે તે શ્રીમદ્ ભગવતગીતામં આવે છે. આમ બંનેનો વિષય એક જ છે. શ્રીકૃષ્ણની માફક ગણેશગીતાનો ઉપદેશ યુદ્ધપછી રાજૂરની ભૂમિમાં શ્રી ગણેશજીએ રાજા વૈરણ્યને આપ્યો હતો. ગણપતિ મંદિરમાં ગણપતી પ્રધાન મૂર્તિની જમણી બાજુ, ગજકર્ણની ડાબી બાજુએ સિદ્ધિની મૂર્તિઓ હોવી જોઇએ. વળી ઉત્તર બાજુએ ગૌરીની, પૂર્વ બાજુએ બુદ્ધિની, અગ્નિકોણમાં ભાલચંદ્રની, દક્ષિણ બાજુએ સરસ્વતિની, પશ્ચિમ બાજુએ કુબેરની અને પાછળની બાજુએ ઘૂમ્રકેતુની મૂર્તિઓ હોવી જોઇએ. હાલમાં તો ભાદરવા સુદ ચોથથી ઓછામાં ઓછા સાત-આઠ દિવસ ગણેશોત્સવ ઠેર ઠેર ઉજવવામાં આવે છે. લોકમાન્ય તિલકે રાષ્ટ્રપ્યારના વિશેષ ઉદ્દેશથી સને ૧૮૯૩થી પૂનામાં ગણેશોત્સવનો પ્રારંભ કરેલ. ગણોન ા પતિ ગણપતિ સમાજ- જનતાના રાષ્ટ્રદેવતા છે. એક માન્યતા મુજબ મહાવદ ચતુર્થીએ તેઓ પ્રગટ થયા હતા. ભક્તો દર માસની શુક્લ ચતુર્થીએ તેમની વિશેષ ભક્તિ કરે છે. આ ચોથને ‘વિનાયક ચતુર્થી’ કહે છે અને કૃષ્ણપક્ષની ચતુર્થીને ‘સંકષ્ટ ચતુર્થી’ કહે છે. ગણેશજી સમસ્ત સંકટોને - કષ્ટોને હણે છે. તેથી તેમના પાદુર્ભાવની તિથિને ‘સંકટ (હર) ચતુર્થી’ પણ કહે છે. વ્રત મહાસુદ ચોથથી શરૂ કરી દર માસે વ્રત કરવું. હાથીના મસ્તકને પાર્વતીજીના પુત્રના ધડ ઉપર મૂકીને બ્રહ્માજીએ પુત્રને સજીવન કર્યો એ ગણપતિજીના પાદુર્ભાવની વાત સૌ કોઇ જાણે છે એટલે તે અત્રે રજૂ કરી નથી. ગણપતિનુ એક નામ વિનાયક છે. જે નેતૃત્વ કરે તેમને વિનાયક કહે છે. વર્કતુણ્ડ એટલા માટે તેમના દેહમાં માયા સહિત બ્રહ્મ છે. આ બ્રહ્મને વક્ર કહે છે. તેમની પૂજા ચતુર્થીના દિવસે થાય છે. આ તિથિ તેમને પ્રિય છે. ચતુર્થ એટલે જાગૃતિ. ગુજરાતમાં અંબાજી, મોઢેરા, સોમનાથ, જુનાગઢ નર્મદા તટ પર પારનેરતીર્થ વિગેરે સ્થળોએ ગણપતિનાં મંદિરો છે. મહારાષ્ટ્રમાંતો ગણપતિજીની વિશેષ આરાધના છે. ભારતમાં ઠેર ઠેર તેમના મંદિરો છે. અમેરિકા, ચીન, જાપાન, જાવા, હિન્દી ચીન, તિબેટ અને કંબોડિયામાં તેમની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. આમ ગણપતિજીનો મહીમા અપરંપાર છે. ગણપતિ સ્તવન- પાઠ માટે શ્રી ગણપતિ મહિમ્ન સ્ત્રોત, ગજાનન સ્ત્રોત, વિનાયક વિનંતી, સંકટનાશન સ્ત્રોત, ગણપતિ કવચ, શ્રી ગણપતિ મહિમ્ન સ્ત્રોત, શ્રી ગણપતિ પાદુકા સ્તોત્ર, સંસારમોહન કવચ, શ્રી ગણેશાષ્ટકમ, શ્રી ગણેશ સ્તવરાજ, ગણપતિ પંચરત્ન સ્ત્રોત, ગણેશ પંચયામર સ્તોત્ર, એકદન્ત સ્તોત્ર, સર્વરક્ષા માટે ગણેશન્યાસ, શ્રી ગણપતિ ચાલીસા-પાઠ, ગણપતિ બાવની પાઠ, દ્વાદશનામ સ્તોત્ર, વગેરે વગેરેથી શ્રી ગણપતિની વંદના-આરાધના કરવામાં આવે છે. તેમની વંદના મંગલકારી છે. ગણપતિની પૂજા અર્ચના ભક્તિ જીવનો ઉઘ્ધાર કરે છે. ગણપતિ બાપા મોરિયા... જય ગણેશ, જય ગણેશ જય ગણેશ દેવા, માતા જેના પાર્વતીને પિતા મહાદેવા !! ‘‘ૐ ગં ગણપતેય નમઃ’’ના મંત્રનો જાપ ગણપતિની કૃપા મેળવવા માટે પૂરતો છે. - અરવંિદભાઇ એન. શાહ -Gujarat Samachar |