પાયલ ઉદાસ હતી. સાવ ઉદાસ અને ચેતનવિહોણી. જાણે જિંદગી આખી હારી ગઈ હોય. એના પતિ નિશાંતે એ જોયું, અને એ સમજી ગયા કે પાયલ કેમ આવી થઈ ગઈ છે. પાયલ એની બહેન નિકિતાના ઘેર જઈને આવે ત્યારે આવી જ થઈ જતી. નિકિતા પાયલ કરતાં ચાર વર્ષ નાની છે. રંગરૂપે પણ એ પાયલ જેટલી સોહામણી ન હતી. છતાં એને ખૂબ ધનિક મોભાદાર કુટુંબ મળ્યું હતું. વૈભવી એશારામવાળી જિંદગી એને મળી હતી.
પાયલના વિવાહનું નક્કી કરતી વખતે એનાં માબાપ બોલ્યાં હતાં; અમે તો છોકરો જોયો છે, નિશાંત ભણેલો છે, મહેનતું છે, એ મહેનત કરશે તો કાલે ધનના ઢગલા થશે. માબાપની અપેક્ષા બરાબર હતી કારણ કે કેટલીય વાર સામાન્ય ઘરના છોકરા ભણેલા હોય ને મહેનત કરે તો જિંદગી આખી બદલાઈ જાય છે. ત્યારે તો પાયલ પણ નિશાંત પર વારી ગઈ હતી. નિશાંત એના હ્રદયમાં છવાઈ ગયો હતો. પણ નિકિતાને વધારે પૈસાદાર વર મળ્યો ને પાયલમાં અસંતોષ જાગ્યો. હજી સુધી નિશાંત પાયલને ધનના ઢગલા પર બેસાડી શક્યો નથી. પાયલને પૈસા પૈસાની ગણતરી કરવી પડે છે ને એ વાત તેને ખૂંચે છે. એનાથી નિસાસા નખાઈ જાય છે. પાયલ સ્વભાવની ઈર્ષાળુ નથી, એને નિકિતાની ઈર્ષા નથી આવતી, પણ એના મનમાં એક પ્રશ્ન તો ઘૂમરાયા જ કરે છે, હું નિકિતા કરતાં બધી રીતે ચડિયાતી છું છતાં ધનસંપત્તિમાં કેમ પાછળ ? પાયલને પોતાની જાત માટે લાગી આવતું, પોતાને એ કમનસીબ માનવા માંડી હતી.
નિશાંતનો અગાધ પ્રેમ અને સ્નેહભરી કાળજી પણ ધનની ઊણપને પૂરી કરી શકતાં નથી. પાયલને નિશાંત માટે જાણે અભાવો આવી જતો. એ નિશાંત સાથે હસીને બોલી શકતી નહીં. નિશાંત ખૂબ સમજદાર અને સજ્જન છે. એ પાયલની ઉદાસીનતા સમજી શકતો. એ વિચારતો એમને પતિ-પત્નીને અન્યોન્ય માટે પ્રેમ છે, અનહદ પ્રેમ છે, એમને એકબીજાના પ્રેમની ખાતરી છે, છતાં પાયલ કેમ દુ:ખી થાય છે, એ થોડી ધીરજ કેમ રાખી શકતી નથી ?
એણે ખૂબ હેતથી સ્નિગ્ધ મધુર કંઠે પાયલને પૂછ્યું : ‘પાયલ તને શું દુ:ખ છે ?’
‘કોઈ દુ:ખ નથી.’ પતિ સામે જોયા વગર પાયલે તોછડાઈથી જવાબ આપ્યો.
‘જો કોઈ દુ:ખ નથી તો સાવ ઉદાસ કેમ થઈ ગઈ છે ? પાયલ તું સાવ થીજી કેમ ગઈ છે ?’
‘મને કંઈ સમજાતું નથી.’ મૂંઝાતા સૂરે પાયલ બોલી.
‘પાયલ તું સમજવા પ્રયત્ન કર. તું મને સમજ, તને તારી જાતને સમજ, પરિસ્થિતિને સમજ. તું કાયમ હસતી ગાતી થનગનાટવાળી હોય છે. પણ નિકિતાના ઘેર જાય ત્યારે તું ઉમંગ આનંદથી છલકાતી હોય છે, પણ તું પાછી ઘેર આવે છે ત્યારે કાયમ ઉદાસ, ગમગીન હોય છે, તો શું નિકિતા તારું અપમાન કરે છે; તારી અવગણના કરે છે ?’
‘ના એ તો પ્રેમથી બોલે છે.’ પાયલ બોલી.
‘એનો અર્થ એવો કે તારી ઉદાસીનતા તારા મનમાંથી ઊગે છે. તને બાહ્ય કોઈ તકલીફ નથી, દુ:ખ નથી, છતાં તું દુ:ખી થાય છે કારણ કે તું જાણે-અજાણે તારી જિંદગીને નિકિતાની જિંદગી સાથે સરખાવે છે. તારી પાસે શું શું નથી ને નિકિતા પાસે શું શું છે એની યાદી બનાવે છે ને તું દુ:ખી થાય છે. તને જે મળ્યું છે એનું તને કોઈ મૂલ્ય નથી અને તને જે નથી મળ્યું એના માટે તું ઝૂરે છે.’
‘હું શું કરું ? મારું મન બહુ દુર્બળ છે. હું સમજી શકું છું. મારી આ મનોદશાથી તને દુ:ખ થાય છે. હું તને અન્યાય કરી રહી છું પણ હું શું કરું ? મારી જાત પર મારો કોઈ અંકુશ નથી. હું પામર છું, ભોગવિલાસની મારી ઝંખના દિવસ જાય એમ પ્રબળ ને પ્રબળ થતી જાય છે. શી રીતે મારા મનને વારું ?’

‘પાયલ, એક સૂચન કરું ? નિકિતાના ઘરે જવાથી, એનો વૈભવ જોઈને તું અસ્વસ્થ થઈ જાય છે તો ત્યાં જવાનું બંધ કર. તું ત્યાં ન જઈશ. નિકિતા ભલે તારી બહેન છે પણ એના ત્યાં જવાથી જો તું સુખચેન ગુમાવી બેસતી હોય તો ત્યાં જ જવાની શી જરૂર ? આપણે સૌથી પહેલાં આપણાં સુખ, ચેન અને શાંતિનો વિચાર કરવાનો. આપણે ઉદાસ થઈએ તો બીજા કોઈને નહિ, આપણને નુકશાન થાય છે. આપણે એવો ખોટનો ધંધો નથી કરવો. આપણે સુખી રહેવું હોય તો આપણી જાતમાં મસ્ત રહેવાનું અને એ માટે ખાસ કોઈ સાધનની જરૂર નથી, પૈસાની જરૂર નથી, જરૂર છે માત્ર જીવનદષ્ટિ બદલવાની, અભિગમ બદલવાની. પાયલ, તું બીજાની જિંદગી સાથે આપણી જિંદગી ના સરખાવ; અને આપણાં કરતાં જે પૈસાદાર છે એમની જિંદગી સાથે તો નહિ જ. એ લોકો મનોરંજનના નામ પર હજારોનો ખર્ચો કરે છે અને છતાંય ક્યારેક ‘થાકી ગયાં…’ ‘કંટાળી ગયા…’ એવી ફરિયાદો કરે છે. તું એમના જેવી જીવનશૈલી શું કામ ઝંખે છે ? એના કરતાં દષ્ટિ બદલ તો આપણા જીવનમાં આનંદ ઉલ્લાસ છે જ.
પાયલ, તું શાક સમારે છે ત્યારે એનો તાજગીભર્યો રંગ જો, એની કુમાશનો અનુભવ કરે, એ કલાત્મક રીતે સમાર, દાળશાક રંધાય ત્યારે એનાં રૂપ, સુગંધ માણ, રસોઈ કરતી વખતે તું ભાવના રાખ કે આ અન્ન અમૃત છે, જે ખાય એ પરમાનંદ પામે, ઉત્કૃષ્ટ તંદુરસ્તી પામે. જાતે રાંધવું એ તો સૌભાગ્ય કહેવાય. સ્ત્રી ઘરનાં સભ્યોને ભાવથી જમાડે છે એટલે તો એને અન્નપૂર્ણા કહેવાય છે. તું ઘરના રોજેરોજનાં આ કામોને ક્ષુલ્લક કે રસહીન ના માન. કોઈ પણ કામ તું યંત્રવત ના કર. જે કામ તું કરે એમાં તારો પ્રાણ રેડ. રોજ નવી સવાર ઊગે છે, એની તાજગી તારા અણુએ અણુમાં ભરી દે ને નવા ચૈતન્યનો અનુભવ કર. તું બહાર ના જોઈશ. તારી દષ્ટિને અંદર વાળ. તારી જિંદગીમાં જ વિવિધતા છે, રંગ છે, રસ છે, એ માણતાં આવડવું જોઈએ.’
નિશાંત પાયલને પ્રેમથી સમજાવતો હતો ત્યાં પાયલ રુક્ષ અવાજે બોલી, ‘પ્લીઝ નિશાંત, મને આવી વેવલી ફિલસૂફીમાં રસ નથી, આવી ફિલસુફી વાંચવા માટે હોય છે. એવો વાણીવિલાસ મને ગમતો નથી. એ બીજાને ઉપદેશ આપવા માટે અને કવિતા કરવાની સામગ્રી છે. પરંતુ માણસમાં ઉત્કૃષ્ટ પામવાની પૂરી યોગ્યતા હોય અને ના મળે ત્યારે દુ:ખ થાય જ એ હકીકત છે. ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય કે તારા રાજ્યમાં આવું કેમ ? યોગ્યતા હોય છતાંય યોગ્યતા મુજબ કેમ ના મળે ?’
‘યોગ્યતા ? પાયલ તું કઈ યોગ્યતાની વાત કરે છે ? તારા કરતાંય વધારે રૂપાળી છોકરીઓને આપણે રસ્તામાં કાગળ ને પ્લાસ્ટિકની થેલીઓ વીણતાં જોઈએ છીએ. એ બિચારી કેવાય છાપરામાં રહેતી હશે ને શું ખાતી હશે ! પાયલ તેં એમના જીવન વિશે કદી વિચાર કર્યો છે ? એ આપણને સગવડભરી જિંદગી જીવતાં જોઈને જો દુ:ખી થતી રહે તો એનું જીવવાનું મુશ્કેલ થઈ જાય. સુંદર, કલાત્મક ભરતગૂંથણ કરનાર સ્ત્રીઓ રાતદિવસ કામ કરીને નમૂના તૈયાર કરીને વેચે ત્યારે બે પૈસા પામે છે. એમની યોગ્યતા જરાય ઓછી નથી. તું કોઈ દિવસ એવું વિચારે છે કે આ છોકરીઓ મારા જેવી જ છે, રૂપાળી, હોશિયાર, હોંશીલી, મહેનતુ છતાંય એને કેમ મહેનત મજૂરીની આકરી જિંદગી જીવવી પડે છે; અને મને કેમ સગવડવાળી નિરાંતભરી જિંદગી મળી છે ? તું કોઈ દિવસ એવું કેમ નથી કહેતી કે, ઈશ્વરે મને એ છોકરીઓ જેવી મુશ્કેલભરી દુષ્કર જિંદગી કેમ ના આપી ?’

‘જા રે જા, ઈશ્વરને એવું કોઈ કહેતું હશે ? સામે ચાલીને કોઈ તકલીફો માગતું હશે ? હું એવી મૂરખ નથી.’
‘ના પાયલ ના. દુ:ખ માગે એવું મૂરખ કોઈ ના હોય, તો પછી તું કેમ સામે ચાલીને દુ:ખ શોધે છે ? નિકિતાના ઘેર જવાથી તારું મન દુભાય છે તોય તું કેમ ત્યાં જાય છે, હૃદયમનને દુભવવા ? શું કામ તું આપણી જિંદગી નિકિતાની જિંદગી સાથે સરખાવે છે ? આપણા કરતાંય વધારે પૈસાની તંગી ભોગવનાર ઘણાં બધાં છે, તેમની સાથે આપણી જિંદગી તું કેમ નથી સરખાવતી ?’ પાયલ, આપણી જિંદગી જેવી છે એવી આપણી છે. આપણી જિંદગી મસ્તીથી જીવતાં આપણને આવડવું જોઈએ. તું તો ભણેલી-ગણેલી વિચારશીલ બુદ્ધિશાળી યુવતી છે. તું જાણે છે કે ભગવાને આપણને જિંદગી સુખી થવા આપી છે, દુ:ખી થવા નહીં. તું આપણો માત્ર આપણો, આપણને મળેલી આ ક્ષણેક્ષણનો વિચાર કર ને એને રસથી છલકાવી દે. તું સંગીત જાણે છે, સંગીતના સૂર રેલાવ. સાહિત્યનું સેવન કર. સાહિત્ય અને કલા આપણાં જીવનને ઐશ્વર્યવાન બનાવે છે. સાહિત્ય અને કલાની દુનિયા પણ આપણી દુનિયા છે.