આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.
અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી. આજે આપણે મોઢામા પડતા ચાંદા વિશે વાત કરીશું.
મોઢામા ચાંદા એટલે મોં ની અંદર આવેલુ ચામડી નુ પાતળુ આવરણ જેની અંદર આવતો સોજો જે ગાલ, પેઢા, હોઠ અને જીભ ને પણ અસર પહોચાડે છે જેના કારણે અસરગ્રસ્ત ભાગ લાલ રહે છે અને ત્યા બળતરા નો પણ અહેસાસ થાય છે.
કારણો -
૧) ખોરાક મા વિટામીન બી ૧૨ , ફોલીક એસીડ , પ્રોટીન તથા લોહતત્વ ( આઇરન ) ની ઉણપ,
૨) મો ની કાળજીપુર્વક ની સફાઇ ના કરવી,
૩) દાંત મા લગાવેલા ડેન્ચર ( ચોકઠુ, સ્પ્રીંગ ) જે યોગ્ય રીતે ન લગાવ્યા હોય,
૪) વધારે પડતા ગરમ ખોરાક કે પીણા ના કારણે,
૫)કોઇ પણ પ્રકાર ની એલર્જી જે ખોરાક કે પછી દવાઓના કારણે થઇ હોય,
૬) રેડીયોથેરાપી ના કારણે.
લક્ષણૉ -
મોટેભાગે મો ની અંદર થતો દુખાવો કે બળતરા મો મા પડેલા ચાંદા તરફ ઇશારો કરી દે છે. મોટેભાગે આ ચાંદા ૫ થે ૧૦ દિવસ ની અંદર મટી જાય છે.
સારવાર -
૧ ) વધારે પડ્તા તીખા અને મસાલા વાળા ખોરાક તેમજ ખાટા રસાળ ફળથી દુર રહેવુ જોઇએ.
૨ ) જો વધારે બળતરા લાગે તો બરફ ના ગાંગળા લગાવી શકાય.
૩ ) બને એટલુ વધારે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.
૪ ) મોની તથા દાંત ની સાર-સંભાળ સારી રીતેકરવાથી આ સમસ્યા ને રોકી શકાય છે.
૫) તાંદરજો, ભાજી વગેરે લીલા શાકભાજી ખાવાથી વિટામીન બી ૧૨ મલૅ છે જે આવા ચાંદા ની સામે રક્ષણ આપે છે.
દવાઓ -
૧ ) બોરેક્સ
૨) સલ્ફર
૩) નેટરમ મ્યુરીએટીકમ -
૪) નક્સ વોમિકા
૫) મરક્યુરીઅસ
૬) કાલી બાઇક્રોમિયમ
૭) આરસેનીકમ આલ્બમ
આ બધી દવાઓ મોઢામા પડતા ચાંદા - માં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.
ડૉ. અંકિત પટેલ .... B.H.M.S
'ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક' -દેહગામ - ગાંધીનગર
'ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક' -દેહગામ - ગાંધીનગર
તેમજ
(પેટ અને આંતરડા નો રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક - અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ - ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ - ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : drankithomoeopath@yahoo.co.in
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક - અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ - ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ - ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : drankithomoeopath@yahoo.co.in