20130625

ઇન્સ્ટન્ટ ફૂડ એટલે બીમારીઓને આમંત્રણ



સ્પોટ લાઈટ - સંજય વોરા
ભારતની બજારોમાં આજે ઇન્સ્ટન્ટ આહારનો ખડકલો જોવા મળે છેઇન્સ્ટન્ટગુલાબજાંબુ અને રસગુલ્લાંથી શરૂ કરી ઇન્સ્ટન્ટ ખમણઢોકળાં અને ઇન્સ્ટન્ટ પંજાબીસબ્જી પણ હવે વેચાવા લાગી છેનોકરી અને ઘરકામનો બેવડો બોજો ઉઠાવતીગૃહિણીઓ સમય બચાવવા અને હોટેલના આહારથી બચવા રેડી-ટુ-ઇટ ડબ્બાઓ લઇઆવે છે અને પોતાના પરિવારનું પેટ ભરે છેઇન્સ્ટન્ટ ફૂડની લોભામણીજાહેરખબરોમાં ક્યારેય  ખોરાકથી આરોગ્યને કેટલું નુકસાન થશે તેની માહિતીઆપવામાં આવતી નથી.
આજે બજારમાં જે ઇન્સ્ટન્ટ ફૂડના ડબ્બાઓ વેચાય છે તેમાં તાજગી ટકાવી રાખવામાટે મોનો સોડિયમ ગ્લુકોમેટ અને બેન્ઝોનેટ જેવાં ઝેરી રસાયણો ઉમેરવામાં આવ્યાંહોય તે સંભવિત છે ઝેરી રસાયણોને કારણે આપણને ડાયાબિટીસસ્થૂળતા અનેબ્લડપ્રેશર જેવી વ્યાધિઓ થાય છેજેની ઘણા લોકોને જાણ નથી હોતીઆજેબજારમાં માત્ર બે મિનિટમાં તૈયાર થતાં નૂડલ્સ મળે છેજેની લોભામણી જાહેરખબરોજોઇને બાળકો નૂડલ્સ ખાવાની જીદ પકડે છે નૂડલ્સમાં સ્વાદ અને સોડમ માટેમોનો સોડિયમ ગ્લુકોમેટ જેવાં ઝેરી રસાયણો ઉમેરવામાં આવે છે રસાયણથીકેન્સર થવાની પણ સંભાવના રહે છેવળી  પ્રકારનાં નૂડલ્સમાં મેંદાનું ભારેપ્રમાણ હોવાથી બાળકના આંતરડાંને પણ તે હાનિ પહોંચાડે છેગર્ભવતી સ્ત્રીઓએ પ્રકારના આહારથી દૂર  રહેવું જોઇએ.
બાળકોને આહારના પોષણ મૂલ્યની જાણ નથી હોતીતેઓ જાહેરખબરો અનેદેખાદેખીથી અંજાઇ જાય છેબાળકોને જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તેમનેબટાટાની વેફર ખાવા આપનારાં માબાપો તેમના દુશ્મનની ભૂમિકા ભજવે છે.બટાટાની વેફરને તળવા માટે વેજિટેબલ ઘીનો ઉપયોગ કરવામાં આવે છેજેનાથીઆપણા હૃદયને હાનિ થાય છેવળી બટાટાની વેફરમાં માત્ર કાર્બોહાઇડ્રેટ  હોય છે.તેમાં વિટામિન્સપ્રોટીનમિનરલ્સ જેવા પોષક પદાર્થો બિલકુલ નથી હોતાબાળકપોતાનું પેટ  વેફર ખાઇને ભરે ત્યારે તે બાકીના બધા પોષણથી વંચિત રહી જાયછે પ્રકારની વેફર અને ચિપ્સ ભોજન પહેલાં ખાવાને કારણે બાળકની ભૂખ મરીજાય છે અને તેની પાચનશક્તિ પણ ખરાબ થઇ જાય છે.
બજારમાં મળતા તૈયાર આહારને ટકાવી રાખવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાંઆવે છે ઉપરાંત તેને આકર્ષક બનાવવા માટે તેમાં કૃત્રિમ રસાયણોરંગો અનેસુગંધ પણ ઉમેરવામાં આવે છે બધાં  રસાયણો આપણા આરોગ્યને એક યાબીજા પ્રકારે નુકસાન પહોંચાડે છે પ્રકારના આહારને સ્વાદિષ્ટ બનાવવા માટેતેમાં નમક પણ વધુ ઉમેરવામાં આવે છે વધારાનું નમક આપણા શરીરનુંબ્લડપ્રેશર વધારી મૂકે છે અને હૃદયને પણ નુકસાન કરે છે પ્રકારના આહારમાંરેસાનું પ્રમાણ ઓછું હોય છે અને મેંદાનું પ્રમાણ વધુ હોય છેજેને કારણે કબજિયાતઘર કરી જાય છેડબ્બામાં પેક કરવામાં આવેલા કોઇ પણ ખાદ્ય પદાર્થોનું ફેક્ટરીમાંપ્રોસેસિંગ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા આવશ્યક વિટામિન્સ અને ક્ષારો નાશપામતા હોય છે પદાર્થ જેટલો સમય ડબ્બામાં રહે તે દરમિયાન પણ પોષકપદાર્થોના વિઘટનની પ્રક્રિયા સતત ચાલુ  હોય છે પદાર્થો ખાવાને કારણેઆપણા શરીરને આવશ્યક પોષણ નથી મળતું પણ પેટ ભરાઇ જાય છે કારણેપેટ ભરીને ખાધા પછી પણ આપણું શરીર અપોષણનો ભોગ બને છેજેને કારણેએનિમિયા અને આર્થ્રાઇટિસ જેવી બીમારીઓ થાય છે.
કોઇ પણ ડબ્બાબંધ ખોરાક ડબ્બામાંથી બહાર કાઢવામાં આવે કે તરત  બધોખોરાક આરોગી જવો જોઇએઆવું ધ્યાન હંમેશાં રાખવામાં આવતું નથીઘણા લોકોડબ્બો ખોલ્યા પછી તેમાંથી થોડો પદાર્થ બહાર કાઢીને ખાય છે અને પછી ડબ્બોફ્રિજમાં મૂકી દે છે દરમિયાન ખાદ્ય પદાર્થના સડવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ હોયછે અને તેમાં બેક્ટેરિયા પણ ઉત્પન્ન થવા લાગ્યા હોય છે પ્રકારનો વાસી ખોરાકખાવાને કારણે ફૂડ પોઇઝનિંગ થઇ શકે છેજે લોકો નિયમિત રીતે પેક ફૂડનો આહારકરે છેતેઓ અલ્સરએસિડિટી અને ગેસ્ટ્રો જેવા રોગોનો ભોગ બની જતા હોય છે.
ઘણા લોકો બજારમાંથી તાજાં શાકભાજી ખરીદીને ખાવાને બદલે કોલ્ડ સ્ટોરેજમાંરાખેલા વટાણા અને બીજાં શાકભાજી ખાવાનું પસંદ કરે છેતાજાં શાકભાજી અનેફળોમાં જે સત્ત્વ અને માધુર્ય હોય છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા પદાર્થોમાં હોઇ શકે નહીંકોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા વટાણાને આકર્ષક બનાવવા માટે ઘણીવખત તેમાં કૃત્રિમ લીલો રંગ પણ ભેળવવામાં આવે છેકોલ્ડ સ્ટોરેજમાં રાખવામાંઆવેલાં ફળોના રસને ટકાવી રાખવા માટે તેમાં સાઇટ્રિક એસિડ જેવા પ્રિઝર્વેટિવ્સઉમેરવામાં આવે છે રસાયણ આપણાં આંતરડાંમાં ચાંદાં પણ પાડી શકે છે.
જે ગૃહિણી નોકરી પણ કરતી હોય તેઓ ઘરમાં જાતજાતના સૂપનાં પેકેટ રાખે છેઘરેતાજા બનાવેલા સૂપમાં અને  પેકેટના સૂપમાં ઘણો તફાવત હોય છેપેકેટનાસૂપને આકર્ષક દેખાડવા માટે તેમાં કૃત્રિમ રંગો અને સુગંધ ઉમેરવામાં આવે છેતેમાંસડો પેદા  થાય તે માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છેતેમાં રહેલાંઉપકારક વિટામિન્સ તેમ  ક્ષારો રાસાયણિક પ્રક્રિયાને કારણે નાશ પામ્યાં હોય છે. સૂપ પીવાને કારણે આરોગ્યને ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે.
ઉનાળાની ઋતુમાં બજારમાં તૈયાર કેરીનો રસ મળવા લાગે છેબજારમાં આફૂસ કેરીજ્યારે ૨૫૦ રૂપિયે ડઝન મળતી હોય ત્યારે કેરીનો રસ ૪૦ રૂપિયે કિલોના ભાવેમળતો હોય છે રસમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છેતેનેઆકર્ષક બનાવવા માટે કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છેજે ઝેરી હોવાની સંભાવનારહે છેતેમાં સ્વાદ માટે સેકેરીન અને સોડમ માટે કૃત્રિમ ગંધ પણ ઉમેરવામાં આવેછેબજારમાં કેરી મોંઘી મળતી હોય તો હલકી કેરી ખરીદીને તેનો રસ કાઢવામાંઆવે છેઅથવા તેમાં પપૈયાનો કે કોળાનો રસ ઉમેરવામાં આવે છેઘણા લોકોમહેમાનોને જમવા બોલાવે છે અને તેમને આવો વાસી રસ પીવડાવે છેલગ્નદરમિયાન યોજાતા ભોજન સમારંભોમાં પણ બજારમાંથી તૈયાર રસ લાવીનેપીરસવામાં આવે છેજેમને પોતાના આરોગ્યની ચિંતા હોય તેમણે પોતે આવો વાસીરસ વાપરવો જોઇએ નહીં અને મહેમાનને પણ પિવડાવવો જોઇએ નહીં.
બજારમાં મળતા ટોમેટો કેચ અપ પણ આપણા આરોગ્યના દુશ્મન છે કેચઅપમાં કૃત્રિમ રંગોરસાયણો અને સુગંધ ઉમેરવામાં આવ્યાં હોય છેબજારમાંટામેટાં જ્યારે ૧૦ રૂપિયે કિલોગ્રામના ભાવે મળતાં હોય છે ત્યારે  કેચ અપનોભાવ કિલોગ્રામના ૧૦૦થી ૧૫૦ રૂપિયા જેવો હોય છેતાજાં ટામેટાંમાં જે વિટામિન્સઅને ક્ષારો હોય છે તે કેચ અપ બનાવવાની પ્રક્રિયામાં નાશ પામે છેબજારમાં સસ્તીબ્રાન્ડના જે કેચ અપ મળતા હોય છે તેમાં તો કેન્સર પેદા કરે તેવા પ્રતિબંધિત રંગોવાપરવામાં આવે છેરેંકડી ઉપર મળતી સેન્ડવિચમાં તો તદ્દન હલકા પ્રકારનો કેચઅપ વાપરવામાં આવે છે.
સ્ત્રીઓ નોકરી કરતી થઇ તેના કારણે પરિવારના બધા સભ્યોને ઘરમાં બનાવેલીતાજીસ્વાદિષ્ટપૌષ્ટિક અને આરોગ્યપ્રદ રસોઇ જમવાનો જે લાભ મળતો હતો તેછીનવાઇ ગયો છેઆપણા શરીરના આરોગ્યના ભોગે દેશમાં ફૂડ પ્રોસેસિંગ નામનીનવતર ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થઇ રહ્યો છેહવે તો પાણીપૂરીની ચટણી અને પંજાબીસબ્જી પણ પેકેટમાં મળવા લાગી છેતેને કારણે ગૃહિણીઓની કડાકૂટમાં ઘટાડો થયોહશેપણ ભોજનનો સાત્ત્વિક આનંદ ઝૂંટવાઇ ગયો છે.
આજે આપણા દેશમાં ખોટા આહારના ભક્ષણને કારણે પેદા થતી બીમારીઓ વધી રહીછેફાસ્ટ ફૂડજન્ક ફૂડમેંદોખાંડવેજિટેબલ ઘી અને કૃત્રિમ રસાયણો જેવા આપણાઆરોગ્યના બીજા કોઇ દુશ્મન નથીઆજે કેન્સરહૃદયરોગડાયાબિટીસસ્થૂળતા,બ્લડપ્રેશરકોલેસ્ટરોલ જેવી જે બીમારીઓ વધી રહી છે,
 તેનું મુખ્ય કારણ બજારનોઅને હોટેલનો આહાર છેઆપણે જો બજારમાં રાંધેલો ખોરાક  ખાવાની પ્રતિજ્ઞાલઇએ તો તેમાંની મોટા ભાગની બીમારીઓથી બચી શકીએ છીએ.