20130726

‘મુખવાસ’



[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! 
[2] ભેગા થવું  શરૂઆત છે,ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ  કરવું તેસફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશેપરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી,વાપરજો પ્રીતિથીભોગવજો રીતિથીતો બચી જશ       દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ રી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલ સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છેજ્યારે પોતાની 
    પત્ની ઉચ્ચારતી હોય તેવો શબ્દેશબ્દ  સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું  શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ રે છે ને તેને ટકાવી રાખે છેને જેના હાથ   હેઠળ બાળકોઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છેતે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરનીપછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠ પાછળથી એમનીપત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમા સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ  પ્રથમ ભેટ,સ્નેહ  બીજી અને સમજણ  ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનુ સૌંદર્ય પ્રગટ થાય છેપણ એનુ કાવ્ય તો દૂરથી ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છેયોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છેજીવવું છેપણ મન ક્યારેય ભરાતુ નથી,       પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની ંતરિક સુંદરતા દર્શાવે છે,વિચારો એના 
    મનોજગતનાઆંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની 
     ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છેકારણ કે એને નકારાત્મક વલણનોસહેલો રસ્તો  પસં છે.
[21] માણસને મોતથી વધુ એનાં ડર’ ની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી 
જવનને મૂરઝાવીદે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલોફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો         ઈશ્વરનાદસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથીઆત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકેપણ અદેખાઈમાં પડેલો  બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અન સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો 
      સર્જે છે.