BAPS વિશે…..
તેમનાં વચનો-
- “બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
- જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
- ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
- માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.
નામ
- પ્રમુખ સ્વામી મહારાજ
- સાધુ નારાયણ સ્વરૂપદાસજી
- સંસારી નામ- શાન્તિભાઈ પટેલ
જન્મ
- તા-૭/૧૨/ ૧૯૨૧( હિન્દુ પંચાંગ…વિક્રમ સંવત–૧૯૭૮ના માગશર સુદ-૮)
- વતન… ચાણસદ ગામ, પાદરા તાલુકા, વડોદરા જિલ્લો
કુટુમ્બ
- પિતા- મોતીભાઈ; માતા-દિવાળીબા
- ભાઈ બહેન – ચાર ( તેમનાથી બધાં મોટાં)
અભ્યાસ
- પાંચમા ધોરણ સુધી ગામની શાળામાં
- મેટ્રિક સુધી તાલુકા મથક પાદરાની નિશાળમાં
- પછી સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ધાર્મિક અભ્યાસ
વ્યવસાય
- આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ
—
તેમના વિશે વિશેષ
- તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
- ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ બન્યા.
- ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
- શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
- તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
- ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
- પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
- સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
- ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી
- ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક
- ૧૯૪૬માં,૨૪મા વર્ષે સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
- ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
- ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત તરીકે પૂજાય છે.
- આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
- પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.
- વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.
- ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,
- ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.
- ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
- સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-
૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો; - હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું નિર્માણ. આની યશ કલગી સમાન, દિલ્હી સ્થિત વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.
- ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize() ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..
- ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી
- પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-
- ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.
- વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.
- ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),
- ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)
- ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)
રજૂઆત સંકલન
- રમેશ પટેલ(આકાશદીપ)
આધાર
- સત્સંગ, Pramukh swami Maharaja
- Life and brief work by BAPS Sadhu