બિહાર અને પશ્ચિમ બંગાળને વિશેષ મદદ, ટેક્સ ચોરી બદલ 10 વર્ષની સજા થશે
પેન્શન પ્લાન,વીમા યોજના, લઘુમતી કોમના યુવાનો માટે નવી યોજનાઓની જાહેરાત
કેન્દ્રની મોદી સરકાર પોતાનુ પહેલુ પૂર્ણ રજુ કરી રહી છે. અરુણ જેટલી સંસદભવન ખાતે પહોંચી ચુક્યા છે.મોદી સરકારના બજેટ પાસે લોકોને,ઉદ્યોગોને અને સમાજના તમામ વર્ગને મોટી અપેક્ષાઓ છે,કરદાતાઓને કેટલી છુટ મળે છે તેના પર નોકરીયાતની નજર છે ત્યારે જોવાનુ રહે છે કે જેટલીના પટારામાંથી લોકો માટે શું નીકળે છે.
હાલમાં જેટલી લોકસભામાં બજેટ રજુ કરી રહ્યા છે...વાંચો બજેટના મુખ્ય અંશ
આગામી વર્ષે 8 ટકાના વિકાસ દરનો લક્ષ્યાંક
વ્યાજ દર નક્કી કરવા માટે નવી નીતિ બનાવાશે.
ગરીબોના વિકાસના તમામ કાર્યક્રમ ચાલુ રહેશે
દરેક ગામમાં એક હોસ્પિટલ બનાવવાનુ લક્ષ્ય,તમામ ગામડાઓને સંચાર નેટવર્કથી જોડવામાં આવશે
ગામડાઓમાં ચાર કરોડ ઘર બનાવવામાં આવશે
અમે વાયદો પુરો કર્યો અને મોંઘવારી પર કાબૂ મેળવ્યો
મેઈક ઈન્ડિયાથી રોજગારી વધારવામાં આવશે
6 કરોડ ટોયલેટ્સ બનાવવાનુ લક્ષ્યાંક
સબસીડીની જરુર ગરીબોને છે,તે રીતે સબસીડી અપાશે
એક લાખ કીલોમીટરની સડકો બનાવવાની જરુરત છે
2014-15માં 50 લાખ ટોયલેટ્સ બનાવવામાં આવ્યા
સરકારી ખોટ ઓછી કરવી એ મુખ્ય પડકાર છે
2017-18 સુધીમાં ડેફીસીટ 3 ટકા સુધી લાવવવાનુ ટાર્ગેટ
સબસીડી તેમને મળવી જોઈએ જેમને જરુર છે,વધુ આવકવાળા લોકો જાતે સબસીડી લેવાનુ બંધ કરે
ખેડૂતો પાછળ 8.5 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરાશે
સબસીડી ઓછી કરવાની જરુર છે,સમાપ્ત કરવાની નહી
પીએમ વીમા સુરક્ષા યોજના શરુ કરાશે,2 લાખ રુપિયાનો વીમો અને 12 રુપિયા પ્રીમીયરમ હશે
અટલ પેન્શન યોજના શરુ કરાશે,એક હજાર લોકો આપશે અને તેની સામે એક હજાર રુપિયા સરકાર આપશે
લઘુમતિ કોમના યુવાઓ માટે નવી મંઝીલ યોજના માટે 3768 કરોડ
જનધન યોજનાને પોસ્ટ ઓફીસ સાથે પણ જોડાશે
60 વર્ષથી વધારે વયના લોકોને પેન્શન કવર મળશે
નીતિ આયોગને 1000 કરોડ અપાશે
ટેક્સ ફ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ બહાર પડાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 70000 કરોડ રુપિયાનુ રોકાણ કરાશે,
રુરલ ક્રેડીટ ફંડ માટે 15000 કરોડ રુપિયા
રિસર્ચ ડેવલપમેન્ટ માટે 150 કરોડ રુપિયા
બીઝનેસ શરુ કરવાની મંજુરી માટે અલગ કમિટિ
સોનુ ગીરવે મુકવા સામે મળશે પૈસા
7મા નાણાપંચની ભલામણો લાગુ કરવામાં આવશે
નિર્ભયા ફંડ માટે સરકાર એક હજાર કરોડ આપશે
કાળુ નાણુ રોકવા માટે રોકડ વ્યવહાર ઓછા કરવામાં આવશે
ઈ બીઝનેસ પોર્ટલ શરુ કરાશે
150 દેશના પર્યટકોને ઈ વીઝા સુવિધા અપાઈ
દિન દયાળ યુવા યોજનામાં 1500 કરોડ
પંજાબ,તામિલનાડુ,હિમાચલ,જમ્મુમા
ગોટાળા રોકવા નવી પરચેઝ સીસ્ટમ લવાશે
ધનબાદને આઈઆઈટીનો દરજ્જો અપાશે
બિહાર અને પશ્ચિમ બંગાળને વિશેષ મદદ કરાશે
ગ્રામીણ યુવાઓને રોજગાર આપવા માટે વિશેષ સ્કીમ
નમામિ ગંગે યોજના માટે 4174 કરોડ રુપિયા
સંરક્ષણ માટે 2.86 લાખ કરોડ રુપિયાની ફાળવણી
શહેરી આવાસ યોજના માટે 22000 કરોડ રુપિયા
જમ્મુ કાશ્મીર અને આંધ્રમાં નવા આઈઆઈએમ બનશે
કોર્પોરેટ ટેક્સનો રેટ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
ઈન્કમટેક્સ મર્યાદામાં કોઈ બદલાવ નહી
2016થી લાગુ થશે જીએસટી
ટેક્સ ચોરી બદલ 10 વર્ષની કડક સજા
આરોગ્ય માટે 33150 કરોડ રુપિયા બજેટ
વિદેશમાં રહેલી સંપત્તિ આઈટી રિટર્નમાં બતાવવી પડશે
ટેક્સ ચોરી પર નવો કાયદો બનાવશે
બીઝનેસ માટે અનુકુળ માહોલ બનાવાશે
ધનિક લોકોએ ઓછી આવક વાળાની સરખામણીએ વધારે ટેક્સ આપવો જોઈએ
1 કરોડથી વધુ આવકવાળા લોકો પર 2 ટકા વધારાનો ટેક્સ
એક લાખથી વધુ ખરીદી માટે પાન નંબર જરુરી
સરચાર્જ 10 ટકાથી વધારીને 12 ટકા કરાયો
સર્વિસ ટેક્સ 14 ટકા વધારાયો,બહાર જમવાનુ થશે મોંઘુ
ઘર,સિગારેટ,તમાકુ, ખાવા પીવાનો સામાન,કોમ્પ્યુટર,લેપટોપ,મોબાઈલ મોંઘા થશે
હેલ્થ ઈન્સ્યોરન્સ પરછુટ 15000થી વધારીને વીસ હજાર,વયસ્કોને 30000 રુપિયા છુટ મળશે
એક હજારથી વધારે કિમંતના શુઝ સસ્તા થશે
ગંભીર બીમાર પરની છુટ સાઈઠ હજારથી વધારીને એંસી હજાર થઈ
ગુજરાતમાં નવુ ફાઈનાન્સ સેન્ટર બનશે
પેંશન ફંડમાં છુટ એક લાખથી વધારીને દોઢ લાખ કરવામાં આવી
ગુજરાતમાં નવુ ફાઈનાન્સિયલ સેન્ટર બનશે
અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ ઈન્સ્ટીટટ્યુટ બનાવાશે