પ્રખર ગાંધીવાદી, છેવાડાના માણસોના અધિકાર માટે ઝઝુમનાર લોકપ્રહરી
‘… ‘ગાંધી નિધિ’નું કામ કરતાં મને સમજાયું કે, ‘જે બોલવું , તે જ કરવું.’ ”
————————————–
લોકલાડીલું નામ
- ચુનીકાકા
જન્મ
- ૨, સપ્ટેમ્બર- ૧૯૧૮, સંડેર ગામ, જિ. પાટણ
અવસાન
- ૧૯, ડિસેમ્બર- ૨૦૧૪; અમદાવાદ
કુટુમ્બ
- માતા- મણિબેન; પિતા- રામજીભાઈ
- પત્ની- લક્ષ્મીબેન; દીકરી-નીતાબેન
શિક્ષણ
- પ્રાથમિક – નવસારી
- સુરતમાંથી મેટ્રિક
વ્યવસાય
- શરૂઆતના જીવનમાં સુરત મ્યુનિ.માં ક્લાર્ક
- કર્ણાટક રાજ્યના બેલગામ શહેરમાં પારસીની પેઢીમાં નામું લખતા
- કાલિકટ, કેરળમાં પૃથ્વીરાજ આશરની કમ્પનીમાં હિસાબનીશ
- ઉત્તર ગુજરાતના મલુંદમાં શિક્ષક અને છેલ્લે હેડ માસ્તર
- ૧૯૪૭થી – સમગ્ર જીવન ગાંધી ચિંધ્યા માર્ગ પર
તેમના વિશે વિશેષ
- ૧૯૩૦ ની દાંડીકૂચ વખતે નવસારીમાં પ્રથમ ગાંધી દર્શન માતાએ કરાવ્યું.
- સુરતમાં નોકરી કરતા હતા ત્યારે ભુગર્ભ પ્રવૃત્તિઓ ચલાવતા.
- કાલિકટમાં નોકરી સાથે ગાંધીવાદી પ્રવૃત્તિમાં ભાગ.
- ૧૯૪૭ માં ‘ગાંધી નિધિ’ના કામ માટે સરદાર પટેલે આશર કમ્પનીના માલિકના સગા એવા પ્રબોધ ચોકસીને બોલાવ્યા. તેમની સાથે ચુનીકાકા દિલ્હી પહોંચી ગયા; અને ગાંધીજીના ૩૩,૦૦૦ પત્રોનો અનુવાદ અને રજિસ્ટ્રેશનના કામમાં જોડાયા; અને દોઢ વર્ષ આ આ કામ કર્યું. આ વખતે તેમને ગાંધીજી સાચી રીતે સમજાયા.
- ત્યાર બાદ અમદાવાદમાં ભૂદાન પ્રવૃત્તિમાં શ્રી. નારાયણ દેસાઈ સાથે પ્રકાશનની કામગીરી. એ વખતે કાંતણના કામમાં ૧૩,૦૦૦ આંટીઓ બનાવી ભારત ભરમાં ‘સૂતાંજલિ’ કાર્યક્રમમાં સૌથી પહેલું સ્થાન મેળવ્યું.
- એક સર્વોદય સમ્મેલનમાં વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની હાજરીમાં ‘ભૂદાનના કામમાં જીવનદાન’- જીવનમાં આમૂલ પરિવર્તન
- વડોદરામાં ‘ભૂમિપુત્ર’નું સંચાલન
- કાશીમાં રાધાકૃષ્ણ બજાજ સાથે ‘સર્વ સેવા સંઘ’ નાં પ્રકાશનોની જવાબદારી
- ૧૯૬૧ થી ૧૯૭૩ – આસામમાં ભુદાનના કામમાં; આસામિયા ભાષા શીખ્યા
- ૧૯૭૫- કટોકટી વેળાએ ‘ભૂમિપુત્ર’માં વિરોધી લખાણો
- ૧૯૭૬ – સાત મહિના જેલવાસ
- દલિતો અને છેવાડાના માણસોના હક્કો માટે અનેક મુદ્દાઓ પર અવિરત ઝુંબેશ અને લડત
- લોકોની મહેનતથી અનેક ‘ગુપ્ત બંધ’ ( આડ બંધ) બનાવડાવ્યા.
- જીવનના અંત સુધી ‘ગુજરાત લોકસમિતિ’ ના મુખપત્ર’ લોકસ્વરાજ’ ના તંત્રી
- દીકરી નીતા ૨૨ વર્ષની ઉમરથી તેમના કાર્યમાં જોડાયેલી રહી છે.
રચના
- ‘સૂરજ સામે ધૂળ’ – ગાંધીજીની હત્યા અને બલિદાન અંગે પુસ્તિકા- દેશની ૧૩ ભાષાઓમાં અનુવાદ
સન્માન
- ૧૯૮૩ – સાને ગુરૂજી નિર્ભય પત્રકારિત્વ એવોર્ડ’
- ૧૯૯૩-દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ ગ્રામ પુનરુત્થાન એવોર્ડ’
- વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘ સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ
- ૨૦૧૦- જમનાલાલ બજાજ પુરસ્કાર
સાભાર
- ડો. કનુભાઈ જાની
- લોક સ્વરાજ – જાન્યુઆરી -૨૦૧૫