20150217

મંગલ જીવન ટ્રસ્ટ

- જંગલમાં મંગલ
–  તેમના હૃદયમાં ફક્ત એક જ ખાનું છે – અને એ છે માનવીય સંવેદનાનું.
mangalam_2
mangalam_1

 વેબ ગુર્જરી પર એક સરસ લેખ

આ ચિત્ર પર 'ક્લિક' કરી તેમની વેબ સાઈટ પર પહોંચી જાઓ
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમની વેબ સાઈટ પર પહોંચી જાઓ
સમ્પર્ક
  • મંગલ જીવન ટ્રસ્ટ, મુ.પો.સેદ્રાણા, સિદ્ધપુર કાકોશી રોડ, (તા.સિદ્ધપુર, જિ.પાટણ) પીન કોડ-384 151, India,
  • ફોન: +91 2767-292493, મોબાઈલ-, +91 93758 44368)
  • ઈ-મેલ: drdevyogi@gmail.com
સ્થાપના
  •  ૧૩, જુલાઈ- ૨૦૦૦
  • ૨૩, માર્ચ -૨૦૦૩ – પ.પૂ. ભાનુવિજયજી મહારાજના હસ્તે મુખ્ય મકાનની  શિલાન્યાસ વિધિ
ઉદ્દેશ
  • બાળ ઉછેર, ખેતીવાડી અને પશુ સંવર્ધન
સ્થળ 
  • સિધ્ધપુરથી છ કિલોમીટરના અંતરે, સિદ્ધપુર કાકોશી રોડ પર આવેલા ગામ સેદ્રાણાની સીમમાં
સ્થાપકો
  • ડો. દેવચંદ યોગી, વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર, કડી સાયન્સ કોલેજ
  • ડો. અનિલા પટેલ અને અનેક સમ સેવાભાવી મિત્રો
થોડુંક વિશેષ
  • પશુ સંવર્ધન અને ખેતીથી શરૂઆત
  • ગુજરાતમાં કદાચ પહેલી જ જગ્યા , જ્યાં ચંદનનાં વૃક્ષો ઉછરી રહ્યા છે!
  • રખડતી-ભટકતી જાતિનાં અનાથ અથવા અનાથની જેમ માબાપથી વિખૂટાં રહેતા બાળકો અને જરૂરતમંદ વૃધ્ધો માટે એવી રીતે કાયમી આશ્રયસ્થાન
  • બાળકોના ઉછેર માટે ‘કલરવ’ સંસ્થા
  • ‘માનો ખોળો’ અને ‘પ્રકૃતિનો ખોળો’ એમ બે મુખ્ય વિભાજન હેઠળ પ્રવૃત્તિઓનું વિભાજન કરવામાં આવ્યું છે.
  • માનો ખોળો
    • નિ:સહાય બાળકો માટેનો અનાથાશ્રમ તેમજ એવા જ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ, વિકલાંગો માટે સ્વરોજગારની તાલીમ, યોગ તેમજ હેલ્થ સેન્ટર, વાનપ્રસ્થ આશ્રમ ઉપરાંત શિબિર, લાયબ્રેરી, કોન્ફરન્સ, સત્સંગ
  • પ્રકૃતિનો ખોળો
    • ઔષધિ બાગ, સજીવ ખેતી, કુદરતી ઉપચાર કેન્દ્ર, મધમાખી સંવર્ધન, તરુ સંવર્ધન, નર્સરી, પશુ સંવર્ધન, ગોબર ગેસ તથા સૌર ઉર્જા, જળસંચય
  • વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત એવા આ સંચાલકે સાવ વેરાન અને ઉજ્જડ ભૂમી પર આજે પોતાના એ જ્ઞાનથી આંબળાં, પપૈયાં, ચીકુ, સંતરાં, મોસંબી, ખારેક, સીતાફળ, અંજીર, કાજુ અને નારિયેળીનાં વૃક્ષોની હરીભરી સૃષ્ટિ ખડી કરી દીધી છે. ત્રણસોથી ચારસો સાગનાં ઝાડ પણ ઉછેરી દીધાં છે.
  • કડીમાં તેઓ ‘મમતા કેન્દ્ર’ નામની અપંગો માટેની સંસ્થા પણ મિત્રોના સહયોગથી નાને પાયે ચલાવતા હતા.
  • ડો. અનિલા પટેલ આમ તો વનસ્પતિ ડાઈઝના વિષયમાં પી.એચ.ડી છે, પણ સંપૂર્ણપણે આ સંસ્થાને જ સમર્પિત છે
સાભાર
  • વેબ ગુર્જરી
  • શ્રી. રજનીકુમાર પંડ્યા