20121203

વિટામીન B12 શું છે ? ... અને તેનું કાર્ય શું છે ? ...


વિટામીન B12 શું છે ? ... અને તેનું કાર્ય શું છે ? ...
- વિધીબેન  એન. દવે... (ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ)


સર્વે વાંચક મિત્રો, વડીલો ને નૂતનવર્ષાભિનંદન !  નવા વર્ષની શરૂઆત કરતાં આ  પહેલો લેખ મારો છે.



આજનો લેખ “દાદીમાનું ડાયેટ કોર્નર” પર આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા વિટામીન B12 શું છે ? ... અને તેનું કાર્ય શું છે ? ..’ ...  તે અંગે જરૂરી પ્રાથમિક માહિતી મેળવીશું.

 
 
વિધીબેન દ્વારા હંમેશા એક અલગ જ, આરોગ્યને ધ્યાનમાં રાખી  અને  માહિતીથી  ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવે છે., જેનો સંબંધ કોઈને કોઈએ રીતે આરોગ્ય - સ્વાથ્ય  સાથે સંકળાયેલ હોય છે.‘દાદીમા ની પોટલી’ પર ..'ડાયેટ ફોર ફેમીલી … ' શીર્ષક હેઠળ સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન .. વિધિબેન દવે દ્વારા આપણે સમયાંતરે નિયમિત મેળવતા રહીએ છીએ. આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિધીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.





વિટામીન B12 એવું પોષણ છે, જે શરીરના નર્વસ સિસ્ટમને અને શરીરના રક્ત કણોને તંદુરસ્ત બનાવે છે. તેજ ઉપરાંતDNA બનાવવામાં મદદરૂપ થાય છે. વિટામીન B12   Megaloblestic Anemiaને રીકવર કરવામાં મદદરૂપ થાય છે. કે જે એનિમિયા વ્યક્તિને નબળા અને થાકેલા બનાવે છે.





ખાસ કરીને (૨) બે સ્ટેપ ની જરૂર પડે છે. વિટામીન B12 ને ખોરાક દ્વારા શરીરમાં શોષવા માટે પહેલાં, જે વિટામીન B12ખોરાકમાં રહેલું છે તેને Hydrochloric Acid જઠરમાં પ્રોટીનમાંથી છુટું પાડે છે., ત્યારબાદ જઠરમાં તેજ વિટામીન B12પ્રોટીન સાથે સંકળાય છે. તેને Intrinsic factorકહેવાય છે. અને તે શરીરમાં શોષાય છે.


વિટામીન B12 શું છે ? તે કઈ રીતે આપણા શરીરમાં તે શોષાય છે. તે જાણ્યા બાળ હવે એ જાણીએ કે ... કોને કેટલા પ્રમાણમાં વિટામીન B12ની જરૂર પડે છે.


તમારે કેટલા પ્રમાણમાં B12 વિટામીન ની જરૂર છે ?


રોજ બરોજ તમારે વિટામીન B12ની જરૂર હોય છે. તમારી ઉંમર મુજબ દરેક પ્રમાણ આડેઅવડે માઈક્રો ગ્રામમાં અહીં આપેલ છે.


જન્મથી ૬ મહિના                -    ૦.૪ mcg
૭ થી ૧૨ મહિના                -    ૦.૫ mcg
૧ થી ૩ વર્ષ                       -   ૦.૯ mcg  
૪ થી ૮ વર્ષ                       -  ૧.૨ mcg
૯ થી ૧૩ વર્ષ                    -  ૧.૮ mcg
૧૪ થી ૧૮ વર્ષ                 -  ૨.૪ mcg
યુવાનો માટે                     -  ૨.૪ mcg
ગર્ભાવસ્થામાં                  -  ૨.૬ mcg
સ્તનપાન દરમ્યાન          - ૨.૮ mcg


 કયો ખોરાક વિટામીન B12 પુરતુ પાડે છે ?


માંસાહારી ખોરાકમાં વિટામીન B12 જોવા મળે છે. છોકમાં આ વિટામીન જોવા નથી મળતું. જ્યાં સુધી તે fortified ના થાય. સુચવેલા ખોરાકમાંથી તમે પુરતા પ્રમાણમાં વિટામીન B12મેળવી શકો છો.





 બીફ ના લીવર તેમજ છીપલા વાળી માછલીમાં ખુબ સારા પ્રમાણમાં વિટામીન B12રહેલ છે.



 માછલી, મીટ, ઈંડા, દૂધ તેમજ દૂધની બીજી વાનગીઓ માં પણ વિટામીન B12 રહેલ છે.



 ઘણા ખરા અનાજના નાસ્તા, પોષણકીય યીસ્ટ, બીજા ખીરાક જે વિટામીન B12 થી fortifiedથયેલા હોય છે.



 જો પુરતા પ્રમાણમાં વિટામીન B12 ન લેવામાં આવે તો ?



જો વિટામીન B12 ની ઉણપ થાય તો કળતર (કડતલ), થાક, કબજીયાત, ખોરાક ઓછો લેવાની અસર, વજનમાં ઘટાડો અને Megaloblasti Animia જેવી તકલીફો જોવા મળે છે. માનસિક તકલીફો પણ થાય છે. જેવી કે, હાથ પગમાં કંપવાદ અને કોઈ અસર ના થાય એવી બીજી તકલીફોમાં ભૂલાઈ જવું, યાદશક્તિ ઓછી થવી, મોઢા અને જીભમાં ચાંદા પડવા, ડીમેશ્યા, ડીપ્રેશન પણ થાય છે. વિટામીન B12 ની ઉણપ વ્યક્તિ ના મગજ ને તકલીફ પહોચાડે છે. એનિમિયા જે વ્યક્તિને નથી ને વિટામીન B12ની ઉણપ છે તેને પણ. જેમ બને તેમ જલદી તેની સારવાર કરાવી જોઈએ.



- વિધી એન. દવે
સિનિયર ડાયેટીશ્યન
ઝાઈડ્સ હોસ્પિટલ
આણંદ (ગુજરાત)

બ્લોગ લીંક: http://das.desais.net
email: dadimanipotli@gamil.com


 
‘દાદીમાનું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શક બની રહે છે અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.
‘ડાયેટ કે ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા dadimanipotli@gmail.com અથવા વિધીબેનને દવે ના ઈ મેઈલ આઈડી vidhi_dave63@yahoo.com પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું. ... આભાર ! ‘દાદીમા ની પોટલી’.