20121218

બહુમતિ-લઘુમતિ


આપણુ બંધારણ બિનસાંપ્રદાયિક છે, આપણે મૂળભૂત રીતે કોઈ ધર્મ કે સંપ્રદાય ને વિષેષ મહત્વ આપવાની વિરુધ્ધ છીએ, તેમ છતા આપણે ત્યાં લઘુમતિ અને બહુમતિહોવા નો નિર્ણય ધર્મ સંપ્રદાય ના આધાર ઉપર કરવામાં આવે છે.કોઈ એક ધર્મ માં માનવા વાળા લોકો ની સંખ્યા ને આપણે મહત્વ આપીયે છીએ, તે એક રીતે તો બંધારણ ના સિધ્ધાંતો ની વિરુધ્ધ જાય છે, જો તમે બિનસાંપ્રદાયિક છો તો લઘુમતિ અને બહુમતિ નુ તુત શામાટે ઉભુ કર્યુ છે..?બધાજ ભારતવાસીઓ એકસમાન હક અને ફરજો ધરાવતા હોય તો બહુમતિ અને લઘુમતિ ના ભેદભાવ શા માટે પાડ્યા છે..?સંસાધનો ની વહેંચણીમાં, નોકરીઓમાં પ્રમોશનોમાં, વિષેષ સ્થાન આપવામાં ધાર્મિક માન્યતા ધરાવતા  લોકોની સંખ્યા ને મહત્વ  નજ અપાવુ જોઈએ,કોઈ ધર્મ માં માનવા વાળા લોકોની સંખ્યા બીજા ની સરખામણી માં ઓછી હોય એ શું તેમનો વિશેષ અધિકાર બની જાય છે..?આપણે જ્યારે ધર્મ ને મહત્વ જ નથી આપતા તોઅમૂક ધર્મ માં માનવા વાળાઓ ને લઘુમતિ કહી ને તેમને વિષેષ અધિકાર કેવી રીતે આપી શકાય..?જો આમજ કરવુ હોય તો આપણે બંધારણ બદલી ને કોઈ એક ધર્મ ને માન્યતા આપી ને તેમનેજ બધા અધિકાર આપી દેવા જોઈએ,અને બિનસાંપ્રદાયિક કહેવરાવવાનુ છોડી દેવુ જોઈએ.
        પણ આમ થતુ નથી, બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મ અનુસાર લોકોની સંખ્યા ને વહેંચવામાં આવે છે,અને જેમની સંખ્યા અન્ય કરતા ઓછી હોય તેને વિષેષ મહત્વ આપવામાં આવે છે. તેમની સંખ્યા ઓછી છે એટલે શું બહુમતિધરાવતા લોકો તેમને જીવવા નહી દે..?તેમના હાથમાંથી રોટી છીનવી લેશે..?તેમને નોકરી નહી મળવા દે,,?જો આવુ જંગલરાજ ચાલતુ હોય તોજ અલ્પસંખ્યક લોકો ને રક્ષણ આપવાની જરુર પડે.., જો એમ ન હોય, કાયદો અને વ્યવસ્થા બરાબર કાર્યરત હોય તો અલ્પસંખ્યક કે બહુસંખ્યક લોકો ને સમાન પણે બધુ મળી રહેતુ હોય, જો બહુસંખ્યકો અલ્પસંખ્યકો પર દાદાગીરી કરતા હોય,તેમને મારી ને તેમનુ બધુ પડાવી લેતા હોય,તોજ અલ્પસંખ્યકો ને રક્ષણ આપવા નો વખત આવે, પણ જો બહુમતિ વર્ગ શાંત અને શાણો હોય, કાયદાના શાશન માં માનતો હોય તો એ સંજોગોમાં વિષેષ આરક્ષણ અલ્પસંખયકો ને આપવુ ન પડે.
       અલ્પસંખય્કો ને વિષેષ અધિકાર આપી ને તમે એમ સાબિત કરવા માગો છો કે તમારે ત્યાં જંગલરાજ પ્રવર્તી રહ્યુ છે, અને સંખ્યા ના જોરે સંસાધનો ની લુંટ થઈ રહી છે...!કોઈ કોમ ના લોકોની સંખ્યા ઓછી હોય એ કાંઈ તેમનો વિશેષાઅધિકાર નથી બની જતુ.ભારતના નાગરિકો એક અબજ ની સંખ્યાથી પણ વધારે છે, એ બધાની વચ્ચે સંસાધનો સમાન રીતે વહેંચાવા જોઈએ, બિનસાંપ્રદાયિક હોવાના કારણે નાગરિકો ની સંખ્યા ના સંપ્રદાય ના આધારે ભાગલા પાડી ન શકાય અને વહેંચણીમાં કોઈ ને અગ્રતાક્રમ આપી ન શકાય.આ સીધી વાત કેમ સમજાતી નહી હોય..?આપણા દેશમાં વિદ્વાન કાયદાશાશ્ત્રીઓ અસ્તિત્વ ધરાવે છે, તેમના મનમાં પણ કેમ આ વિચાર નહી આવતા હોય..?સંખ્યા નુ રાજકારણ આપણા નાગરિકો વચ્ચે વધુ ને વધુ ફાંટા પડાવી રહેલ છે. બિનસાંપ્રદાયિક છો તો સંપ્રદાય ના આધારે નિર્ણય શા માટે લેવાઈ રહ્યા છે ..?ભાગલા પાડો અને રાજ્ય કરો એ અંગ્રેજો ની નિતિ આજે પણ અસ્તિત્વ ધરાવતી હોય એમ લાગે છે, એમાંથીજ કોમી તણાવ, મનમુટાવ અને ધાર્મિક લાગણીઓ દુભાઈ જવાના બનાવો બનતા રહ્યા છે,
       આપણા દેશભક્તિ ના ગીતો માં પણ હમ્મેશા એકજ સૂર જોવા મળશે  "હિન્દુ,મુસ્લિમ,શિખ ,ઇસાઈ "વચ્ચે એકતા ના ગાન વારંવાર ગાવા પડે છે, કારણ આ એકતા ક્રુત્રિમ છે, અને તેને ટકાવી રાખવા આ ચારેય કોમ ના ઉલ્લેખવાળા ગીતો આપણે ત્યાં રચાતા રહ્યા છે. પછી બિનસાંપ્રદાયિકતા ક્યાં રહી..?ખરેખર તો બિનસાંપ્રદાયિક હોવા નો દંભ આપણે છોડી દેવો જોઈએ, અને માનિતા સંપ્રદાય ને દેશ સોંપી દેવો જોઈએ, . આજે જે લઘુમતિ કહેવાય છે એ કોમના શાશકો એ અનેક વર્ષો આપણને ગુલામ જેમ રાખ્યા હતા, મંદીરો પર મસ્જિદો બની ગઈ હતી, જજિયાવેરો. યાત્રાળુ વેરોજેવા અન્યાયી વેરાઓ નાખવામાં આવતા હતા, અને એ બાદશાહોજે કોમ ના હતા એ કોમ ને વિષેષ અધિકારો આપવામાં આવતા હતા, એ વખતે પણ બહુમતિ વસ્તી ને અન્યાય કરવામાં આવતો હતો, અને આજે પણ બહુમતિ વસ્તી નેજ અન્યાય કરવામાં આવી રહ્યો છે,બાદશાહો પોતાની કોમના લોકોને જે સુવિધાઓ આપતા હતા એવીજ સુવિધા  હવેના લોકશાહી બાદશાહો એજ કોમ ને આપી ને પોતાની ઉદારતા નુ વરવુ પ્રદર્શન કરી રહ્યા છે. બાદશાહો જે કરતા હતા એ ખુલ્લેઆમ કરતા હતા તેઓ તેમની કોમ તરફ ખુલ્લો પક્ષપાત જાહેર કરતા હતા, પોતાને બિનસાંપ્રદાયિક કહેવરાવતા ન હતા, જ્યારે આજના શાશકોબિનસાંપ્રદાયિક હોવાની વાતો કરવા છતા લઘુમતિ બહુમતિ ના ભેદભાવો દર્શાવી રહી છે એ દંભ નો પર્દો ચિરાવોજ જોઈએ.કહેવાતી લઘુમતિ કે બહુમતિ, બન્ને ભારતના નાગરિકો છે અને તમામ નાગરિકો ને એકસમાન અધિકાર મળવા જોઈએ,તોજ ખરી બિનસાંપ્રદાયિકતા સ્થપાશે.