હાજી મોહમદ નામે એક મુસલમાન સંત થઇ ગયા. તેઓ એ સાંઈઠ વખત હજ યાત્રા કરી હતી અને તેઓ નિયમિત રીતે દિવસના પાંચ નમાજ કરતાં હતા. એક દિવસ તેઓએ સ્વપ્નમાં જોયું કે, સ્વર્ગ અને નર્કની સરહદ – સીમા પર એક જ ફરિશ્તો એક છડી લઈને ઊભો હતો. જે કોઈ મૃતાત્મા ત્યાં આવતી, તેને તે તેના શુભ અને અશુભ કર્મો વિશે પૂછપરછ કરતો હતો અને તે અનુસાર તેને સ્વર્ગ અથવા નરકમાં મોકલતો હતો. જ્યારે હાજી મોહમદનો વારો આવ્યો, તો ફરિશ્તાએ પૂછ્યું, ‘તમે તમારા જીવનમાં ક્યા શુભ/ સારા કર્મ કરેલ છે?’
“ મેં સાંઈઠ (૬૦) વખત હજ યાત્રા કરી છે,” હાજીએ તેને જવાબ આપ્યો.
“હા, તે તો ઠીક છે, પણ શું તું જાણે છે કે તેનું તને બહુજ અભિમાન છે ? તે કારણે જ્યારે પણ કોઈ તને તારું નામ પૂછતું હતું, તો તૂં “હાજી મોહમદ” કહતો હતો. તારા આ અભિમાનને કારણે હજ જાવાનું જે કોઈ ફળ તને મળેલ હતું, તે પૂરે પૂરું નષ્ટ થઇ ગયું. આના સિવાય કોઈ તે સારૂ કાર્ય કર્યું હોય તો બતાવ.”
“ હું સાંઈઠ વર્ષથી પાંચે સમય નમાજ (પઢું) કરતો રહ્યો છું.”
“તારું તે પણ પૂણ્ય નાશ / નષ્ટ થઇ ગયું છે”
“ એમ કેમ ?”
“યાદ છે તને, એક વખત કેટલાક ધર્મજિજ્ઞાસુ તારી પાસે આવ્યા હતા. તે દિવસે તે ફક્ત દેખાવ કરવા ખાતર રોજ કરતાં વધુ સમય માટે નમાજ પઢી / કરી હતી. આજ કારણે તારી સાંઈઠ વર્ષની તપસ્યા નિષ્ફળ ગઈ છે.”
આ સાંભળીને હાજીને ઘણું દુઃખ થયું. પશ્ચાતાપ માં ડૂબી/ ગરકાવ થઈ જવાથી તેની આંખોમાંથી આંસુ પાડવા લાગ્યા. અચાનક તેની આંખો ખુલી તો તેણે તેને સુતેલો પોતાની પથારીમાં અનુભવ્યો. તે સમજી ગયો કે આ સ્વપનું હતું, [પરંતુ હવે તેની અંદરની આંખ / આત્મા જાગી ગયો. તેણે અભિમાન અને દેખાવાથી હંમેશાં દૂર રહેવાનું નક્કી કરી લીધું અને એકદમ નમ્ર બની ગયા.
(પ્રે.પ્ર. ૧૭૧ /(૩૦૭)
(૨) ધર્મનિરપેક્ષતા ...
પંજાબ કેસરી રણજીતસિંહ ની પાસે એક મુસલમાન લેખનકાર (લિપિકાર) આવ્યા. તેણે વર્ષોની અખૂટ મહેનત બાદ, એક સુંદર અક્ષરોમાં ‘કુરાન શરીફ’ ની એક પ્રતિલિપિ તૈયાર કરી હતી. આ પુસ્તક કલાનો એક અત્યંત ઉત્તમ ઉદાહરણરૂપ નમૂનો હતું. સુડોળ અને સુંદર અક્ષરો ને કારણે રણજીતસિંહ તેનાહી ખૂબજ પ્રભાવિત થયા હતા. તે લેખનકાર એ પૈસાપાત્ર- ધનવાન તેમજ નવાબો ને એ બતાવ્યું હતું, પરંતુ બધાએ ફક્ત તેની પ્રસંશા જ કરી હતી, પરંતુ રણજીતસિંહ એ પ્રસંશા ની સાથે –સાથે તેની મોં માંગી કિંમત ચૂકવીને તેને પોતાના અંગત સંગ્રાહલય માટે ખરીદી પણ લીધું.
આ જોઈ અને મહારાજના મુસલમાન પ્રધાન અજુજિદિન ને ખૂબજ આશ્ચર્ય થયું. તેણે તમને કહ્યું, “મહારાજ આપ તો શીખ છો, તમે મુલ્સ્માનો નાં આ પુસ્તકનો આદાર કેવી રીતે કર્યો ?”
મહારાજે હસતા જવ્બા આપ્યો, “હું બધા જ ધર્મને એક જ આંખે જોવ છું. ક્યારેક પણ એક ધર્મ ને એક આંખે અને બીજા ધર્મને બીજી આંખે ન જોવા લાગુ, તે માટે ઈશ્વરે મારી પાસે એક જ આંખ રહેવા દીધી છે.”
(પ્રે.પ્ર. ૧૨૮ /(૨૨૯)
(૩) ઉપદેશ તથા આચરણમાં તફાવત ...
ક્મ્બોજ નાં સમ્રાટ તિંગ-ભીંગ ની રાજસભામાં એક દિવસ એક બુદ્ધ સાધુ- ભિક્ષુક આવ્યા અને કહેવા લાગ્યા, “મહારાજ ! હું ત્રીપીટીકાઆચાર્ય છું. પંદર વર્ષ સુધી બધાજ બૌદ્ધ જગત નું તીર્થાટન કરીને મેં સધર્મનાં ગૂઢ તત્વોના રહસ્યોપ્રાપ્ત કર્યા છે. હું રાજ્યનો (મુખ્ય) રાજપુરોહિત બનવા માટે ની ઈચ્છા ધરાવું છું અને તમારી પાસે તે માટે આવ્યો છું.
મારી ઈચ્છા છે કે ક્મ્બોજ નું શાસન ભગવાનની ઈચ્છા અનુસાર સંચાલિત કરવામાં આવે.
આ સાંભળી સમ્રાટ હસ્યા અને બોલ્યા, “તમારી શુભ ઈચ્છા મંગલકારી છે, પરંતુ તમને એક નમ્ર નિવદેન સાથે પ્રાર્થના કરું છું, ધર્મ ગ્રંથોની ફરી એક વખત વધુ તમે અભ્યાસ કરી આવો.” ભિક્ષુક ને ગુસ્સો આવ્યો, પરંતુ આતો સામે સાક્ષાત સમ્રાટ હોય તે તેનો ક્રોધ દર્શાવી ન શક્યો / વ્યક્ત ન કરી શક્યો. તેણે વિચાર્યું “કે સમ્રાટ કહે છે તો ભલે, શામાટે ને હું ફરી એક વખત વધુ અભ્યાસ કરી ન લઉં. સમ્રાટને ક્રોધિત – ગુસ્સો કરાવીને શા માટે હું રાજપુરોહિત નું પદ હાથમાંથી જવા દઉં”
બીજા વર્ષે તે ફરી સમ્રાટ સન્મુખ આવી ને ઊભો રહયો તો સમ્રાટે ફરી તેને કહ્યું – ‘ભગવંત, એકાંતમાં રહીને - સેવાની સાથે ફરી એક વખત ધર્મગ્રંથો નો અભ્યાસ કરી આવો, તો વધુ ઉત્તમ રહેશે.”
ભિક્ષુક ને ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો, પરંતુ સમ્રાટ સામે હોવાનાં કારણે તે કશું જ કહી શકે કે કરી શકે તેમ નોહ્તો. અપમાનનો ઘૂટડો પીને દુઃખી થતો તે ફરી એક વખત એકાંતવાસ માટે નદીકિનારે તે ચાલ્યો. ઘોંઘાટ થી દૂર નદીકિનારે પ્રાર્થના – ધ્યાન કરવામાં તેને અતિ આનંદ આવ્યો. હવે તો તેણે તેનું આસન જ ત્યાં જમાવી દીધું અને એકાગ્રચિત્ત થી ભગવાનની પ્રાર્થનામાં એક ધ્યાન મગ્ન/ લીન થઇ રહેવા લાગ્યો.
એક વર્ષ પછી સમ્રાટ તિંગ – ભીંગ પોતાની પૂરી/ સમગ્ર પ્રજા સાથે નદીકિનારે હાજર થયા. તેમણે ભીક્ષૂક ને શરીર અને મનનું ભાન ભૂલીને આનંદથી ભરપૂર અવસ્થામાં ભગવાનની પ્રાર્થનામાં લીન જોયો. તેમણે પ્રાર્થના કરી, “ભગવંત, ચાલો, હવે ધર્માચાર્યનું / રાજ્પૂરોહિતનું સ્થાન આશન ને ગ્રહણ કરો અને તે શોભાવો.”
ભીક્ષૂક ની રાજ્પૂરોહિત બનવાની મહત્વકાંક્ષા હવે ભસ્મીભૂત થઇ ગઈ હતી, પંડિત બનવાના અહંકારનું સ્થાન હવે આત્મજ્ઞાન નાં આનંદે લઇ લીધું હતું. તેના હોઠો પર મધુર સ્મિત – હાસ્ય ફેલાઈ રહ્યું હતું. તે બોલ્યા, રાજન ! સધર્મ ઉપદેશ ની નહીં આચરણ ની વસ્તુ છે. ઉપદેશમાં અહંકાર આવે છે અને આચરણમાં આનંદ. મેં અહીં આવ્યા બાદ આચરણમાં જ આનંદ મેળવ્યો. ભગવાન નો આદેશ ખૂબજ સ્પષ્ટ છે. ત્યાં આચાર્યની જરૂર નથી. ભગવાને એક જ વાક્યમાં બધું કહી આપ્યું છે – ‘अप्पदीपो भव’ અર્થાત, ‘તમારો સ્વયં દીપક / ઉજાસ બનો’ મારે રાજપૂરોહિતનું પદ નથી જોઈતું.”
(પ્રે.પ્ર. ૩૩ /(૫૧)
બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com