હું ગુજરાતી
ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી.
મહાન લોકોના અનુભવની ૧૬ વાતો:
1- ગુણ: ન હોય તો રૂપ વ્યર્થ છે.
2- વિનમ્રતા: ન હોયતો વિદ્યા વ્યર્થ છે.
3- ઉપયોગ: ન આવે તો ધન વ્યર્થ છે.
4- સાહસ: ન હોય તો હથિયાર વ્યર્થ છે.
5- ભૂખ: ન હોય તો ભોજન વ્યર્થ છે.
6- હોશ: ન હોય તો જોશ વ્યર્થ છે.
7- પરોપકાર: ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.
8- ગુસ્સો: અકલને ખાઈ જાય છે.
9- અંહકાર: મનને ખાઈ જાય છે.
10- ચિંતા: આયુને ખાઈ જાય છે.
11- રિશ્વત: ઇન્સાફને ખાઈ જાય છે.
12- લાલચ: ઇમાનને ખાઈ જાય છે.
13- દાન: કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.
14- સુંદરતા: લજ્જા(લાજ) વગરની વ્યર્થ છે.
15- દોસ્ત: ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.
16- ચહેરો: માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત ગુણોથી લગાવવી જોઈએ.
સાપ કરડે તો દવા થાય ખાલીપો કરડે તો શું કરવું?
ભૂત વળગે તો મંતર થાય લોભ વળગે તો શું કરવું?
પાણી છલકે તો ઢોળી દેવાય લાચારી છલકે તો શું કરવું?
આગ ભડકે તો પાણી નખાય, ઈચ્છાઓ ભડકે તો શું કરવું?
માલ ખડકે તો વેચી દેવાય ચિંતાઓ ખડકે તો શું કરવું?
વિચાર અટકે તો ફરીથી કરા ય શ્વાસ અટકે તો શું કરવું?
ગળું તરસે તો પાણી પીવાય દિલ તરસે તો શું કરવું?
ઘર સળગે તો વીમો લેવાય સપના સળગે તો શું કરવું?
આભ વરસે તો છત્રી લેવાય આંખો વરસે તો શું કરવું?
સિંહ ગરજે તો ભાગી જવાય અહંકાર ગરજે તો શું કરવું?
શરીર ભટકે તો રોકી લેવાય મન ભટકે તો શું ક રવું?
કાંટો ખટકે તો કાઢી લેવાય કોઈ વાત ખટકે તો શું કરવું?
માણસ મલકે તો ખુશી થાય મૌત મલકે તો શું કરવું?
પીડા છલકે તો ગોળી લેવાય વેદના છલકે તો શું કરવું?
અજગર જકડે તો છૂટી જવાય લત જકડે તો શું કરવું?
પોલીસ પકડે તો જામીન થાય જીદ પકડે તો શું કરવું?
વજન વધવાથી ડાયાબીટીસ જેવી બમીરીઓ ઘર કરી જાય છે.ઘણી વખતે જાડાપણાની બીમારી વારસાગત પણ જોવા મળે છે.પણ એવુ કયુ કારણ છે કે આદિવાસીઓ હંમેશા પાતળી કાયાના મિલક હોય છે.આ ઉપરાંત તેમનામાં ડાયાબીટીસ,બ્લડપ્રેશર જેવા રોગ પણ જોવા નથી મળતા.આદિવાસીઓના નિરોગી જીવન પાછળનુ રહસ્ય એવુ છે કે તેઓ ઔષધીઓનો ઉપયોગ વધુ કરે છે.તો આજે તમે પણ જાણો આદિવાસીઓની જીવનશૈલીમા વપરતા હર્બલ નુસખા વિશે જે તમને બનાવશે ફીટ એન્ડ ફાઈન.
વજન વધવાની અને પેટ બહાર નિકળવાની સમસ્યા અંગે છુટકારો મળવવા ડો.દીપક આચાર્ય (ડાયરેકટર-અભુમકા હર્બલ પ્રા.લિ.અમદાવાદ) જણાવે છે આયુર્વેદિક નુસખા.જે તમને આપશે કમનીય કાયા.
અડધી ચમચી વરિયાળી લઈ એક કપ ગરમ પાણીમાં નાંખી દો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો અને બાદમાં ઠંડી થયા પછી તે પાણી પી જાઓ.આ પ્રયોગ ત્રણ માસ સુધી સતત કરવાથઈ વજન આપો આપ ઓછુ થવા લાગે છે.
ગાંગડા પ્રકારનો ગુંદર લો તેને દિવસમાં બે વાર પાણીમાં ઉકાળો અને સહેજ ગરમ પાણીમાં તેનુ સેવન કરવાથી વજન ઓછુ થાય છે.વજન ઉતારવાનો આ સૌથી પ્રાચીન,સસ્તો અને આસાન ઉપાય છે.ગુંદરના ઉપયોગથી શરીર ખડતલ પણ બને છે.
લટજીરાના બીજને ભેગા કરો,કોઈ માટીના વાસણમાં હળવી આંચ પર તેને ઉકાળી લો અને એક એક ચમચી દિવસમાં બે વાર વધારે માત્રામાં લો.આ પ્રયોગ સતત કરવાથી ફટાફટ વજન ઉતરે છે. આ છોડ નર્સરીમાં આસાનથી મળી રહે છે.તેનો ઉપયોગ રોજ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે.
હરડે અથવા બહેડા જે એક પ્રકારની વનસ્પતિ છે તેના ફળનો પાવડર એક ચમચી લઈ 50 ગ્રામ પરવરના રસ સાથે મિકસ કરી રોજ પીવાથી વજન ઝડપથી ઉતરે છે તથા શરીરનો થાક પણ ઉતરવા લાગે છે.
કારેલાનુ શાક પણ વજન ઉતારવામાં મદદ કરે છે. ઉત્તર મધ્યપ્રદેશના આદિવાસીઓ સહજન અને મુનગાના ફળના શાકનો ઉપયોગ પણ વજન ઉતારવા કરે છે.તેઓ આ શાક અઠવાડિયામાં બેથી ત્રણ વખતે ખાય છે જેના કારણે તેમનુ વજન નિયંત્રણમાં રહે છે.
મધ એક કોમપ્લેક્સ શર્કરાની જેમ કામ કરે છે જે વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે.ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી ફટાફટ વજન ઉતરે છે.ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુ નાંખીને પીએ છે જે વધારે હીતકારક માનાવમાં આવે છે.મધ કારગર દેશી ફોર્મુયલા છે.
ફુદીનાના તાજા લીલા પાનની ચટણી બનાવો અને રોટલી સાથે તેનુ સેવન કરો.આ નુસખો અસરકારક માનવામાં આવે છે.આદિવાસીઓ ફુદીનાની ચા પણ પીવાની સલાહ આપે છે.ફુદીનાની ચા પીવાથી શરીર ઉતરે છે.
સુંઠ,તજની છાલ અને કાળા મરી (3 ગ્રામ પ્રત્યેક) લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો.આ પાવડર બે ભાગમાં વહેચી લો એક ભાગમાંથી રોજ સવારે ખાલી પેટે અને બીજા ભાગમાંથી રોજ રાત્રે ઉંઘતા પહેલા લેવો.પાવડર એક ગ્લાસ પાણીમાં મિકસ કરી પી શકો છો.
ગાજર ખાસ કરીને શિયાળામાં વધારે પ્રમાણમાં મળી રહે છે.રોજ ભોજન પહેલા રોજ એક ગાજરનુ સેવન કરવુ જોઈએ.આધુનિક વિજ્ઞાન અનુસાર ગાજર વજન ઘટાડવામાં કારગર માનવામાં આવે છે.