20130701

બિહારમાં દાયણો કતલખાનાની ગરજ સારે છે !

ગુજરાત સમાચારની 23, જુન,2013ની રવિવારની રવિ પૂર્તિમાંપ્રસિધ્ધ થયેલ લેખ ગુ.સના સૌજન્ય અને આભાર સાથે---
બિહારમાં દાયણો કતલખાનાની ગરજ સારે છે!
આ કહાણી બિહારના ગ્રામ વિસ્તારની છે. વસતિની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરનું આ રાજ્ય એક પછાત રાજ્ય છે. વળી આર્થિક અસમાનતા નિરક્ષરતા અને ઘોર અજ્ઞાાનતા તથા જમીનદારી પ્રથાએ ત્યાં અનેક દૂષણોને જન્મ આપ્યો છે. વીસમી સદી પૂર્ણ કરીને ૨૧મી સદીમાં પ્રવેશ માટે તૈયાર બની રહેલા વિશ્વમાં આવાં દૂષણો ભારતનું મસ્તક શરમથી ઝુકાવી દે તેવા છે.જો ઘેર દીકરીનો જન્મ થાય તો તેને ત્યાંનો ઉચ્ચ વર્ણ એક અભિશાપ ગણે છે. દીકરીને માટે યોગ્ય વર શોધવાની ત્યાં મોટી મુશ્કેલી છે અને જો કદાચ મળી જાય તો મોટી રકમનું દહેજ અનિવાર્યપણે આપવું પડે છે. તે કારણે જો દીકરી આ દુનિયામાં આવ્યા પછી તરત જ વિદાય લઈ લે અથવા તેને તે આપી દેવામાં આવે તો તે તેને તથા સમગ્ર પરિવારને માટે વધુ ઇષ્ટ ગણવામાં આવે છે.
આ કામ બાળકના જન્મ સમયે મદદ કરવા આવતી દાઈ કે સુયાણી ચોક્કસ રકમ લઈને કરી આપતી હોય છે. દીકરાના જન્મ સમયે સુયાણીને ૧૦૦ રૃપિયા અપાય છે. જો પુત્રી જન્મે તો તેને ફક્ત રૃપિયા પચીસ મળે છે અને તે જો દીકરીને ટૂંપો દઈને મારી નાખે તો તેને ૨૫ નહીં પણ ૫૦ રૃપિયા આપવામાં આવે છે. માનવીની જિંદગી કેટલી સસ્તી છે એનું આ ધુ્રત્કારભર્યું ઉદાહરણ છ.ે
બિહારના અંતરિયાળ જિલ્લાઓમાં આજે વર્ષોથી બાળકીઓને તેઓ દિવસનો પ્રકાશ જુએ તે અગાઉ જ પ્રસૂતાના કક્ષમાં તેમને સ્વધામ પહોંચાડવાનું પાપ થતું જ રહ્યું છે. બાળકીઓનો પ્રાણ લેવાની રીતો અનેક છે અને તે સરળ પણ છે. સામાન્ય રીતે નવજાત બાળકીને દોરીથી ગળું ટૂંપીને મારી નાખવામાં આવે છે. કોઈવાર દાયણ તેની અવળી બેવડવાળીને તેની કરોડરજ્જુને ભાંગી નાખે છે. કેટલીકવાર તેને ખાતર (રાસાયણિક) પાણીમાં ધોળીને પીવડાવી દેવામાં આવે છે. કોઈવાર મોઢામાં સંચળખાર મૂકીને એકાદ કલાકમાં તેને મરણને શરણ કરાય છે.
કેટલીક નવીસવી દાયણો બાળકીને માટલામાં મૂકીને તેમાં લોટ દબાવીને તેને ગુંગળાવી નાખે છે. તે રીતે તેની મરણ સમયની યાતના જોવામાંથી દાયણો બચી જાય છે. જો ગળું દબાવવામાં આવે તો નવજાત બાળકીની જીભ બહાર નીકળી આવે છે અને યુરિયા ખાતરથી તે જો મરણ પામે તો તેના ડોળા બહાર નીકળી જાય છે. આ દ્રશ્ય ઘણું બિહામણું હોય છે અને અનુભવી દાયણોની નજર સામેથી તે લાંબો સમય ખસતું નથી.
કેટલીકવાર આ મૃતદેહ કરતાં પણ તેને જ્યાં દાટેલો હોય તે સ્થળેથી તેને કોઈ માંસાહારી પ્રાણી બહાર કાઢી લાવે તેનો ડર દાયણોને વધુ સતાવે છે. ઘણી દાયણો તેને પાસેના કોલસી ઘાટમાં અથવા ચૌમુખી પાસેના પ્રવાહમાં આ બાળકીઓના મૃતદેહોને વહેવડાવી દે છે. જોકે તેમના મનમાં આ અંગે ભારોભાર ઉદાસીનતા હોય છે. તેમ છતાં ફૂલ દેવી તો આ પાપ માટે બાળકીના પિતાને જ મુખ્યપણે જવાબદાર ગણે છે. બાળકીને મારી નાખવાનો આદેશ પરિવારના મુખ્ય પુરુષ સભ્ય પાસેથી જ સામાન્ય રીતે મળતો હોય છે. દાયણ જો તેનો આદેશ ન માને તો તેની ઉપર અનેક હિંસક પ્રકારની આપત્તિઓ આવે તેવી સંપૂર્ણ શક્યતા હોય છે.
ભાગી નામે એક અન્ય દાયણ પોતાના કડવા અનુભવોનું વર્ણન કરતાં કહે છે કે બાળકીનો પિતા કેટલીકવાર તેની સાથે મારકૂટ કરવા પણ તૈયાર થાય છે અને તેવે સમયે બાળકીની માતાના કલ્પાંતને ઉવેખીને પણ તેમણે તેના આદેશનું પાલન કરવું પડતું હોય છે. તેણે પોતાને થયેલ આવા એક અનુભવનું તાદ્રશ વર્ણન કર્યું હતું જેમાં માતા પોતાના બાળકોને ગુમાવવા તૈયાર નહોતી. જ્યારે પિતા તો બાળકને દીવાલ સાથે પછાડીને પણ તાત્કાલિક તેનાથી છૂટકારો પામવાનો આગ્રહ કરી રહ્યો હતો. અંતે તેની જ જીત થઈ અને બાળકીએ પોતાના પ્રાણ ખોયા.
જોકે આવું આ અનિષ્ટ ખાસ કરીને બિહારના સર્વણો એટલે કે બ્રાહ્મણ રાજપૂત અને ભૂમિદારોમાં જ વ્યાપકપણે જોવામાં આવ્યું છે. તેમને પ્રણાલિકાગત રીતે મોટી રકમની કિંમતનો દાયજો દીકરીને આપવો પડતો હોય છે અને તે બોજામાંથી છૂટવા તેઓ આવો ઉપાય અજમાવે છે. એક અનિષ્ટ તેનાથી પણ વધુ ભયાનક અનિષ્ટને આ રીતે જન્મ આપે છે.
બીજી તરફ કહેવાતા કેળવાયેલા બિહારીઓ આવી હત્યાઓનો તો વિરોધ કરે છે પરંતુ તેના મૂળમાં રહેલી દહેજ પ્રથાને તીલાંજલિ આપવાની વાતનો ઉલ્લેખ કરવાનું તેઓ ટાળે છે. તે રીતે તેમને પણ પોતાનો સ્વાર્થ અગ્રસ્થાને છે. કોલેજના પ્રોફસરને પણ પોતાની પુત્રીને પરણાવવી હોય તો લાખોના દહેજની વ્યવસ્થા ભૂમિહાર કોમમાં કરવી જ પડે છે. જો દીકરી વધુ ભણેલી હોય અને દેખાવમાં સુંદર હોય તો કદાચ એક બે લાખ આછા તિલક સમયે આપવા પડે તેવું બને.
બીજી તરફ પુત્રીને બહુ ભણાવવામાં પણ જોખમ રહેલું છે, કેમકે તેવી દીકરી કોઈ અણધડ અને અભણ જમીનદાર યુવકને પરણવા સહેલાઈથી તૈયાર ન થાય. જો કોઈ આઇએએસ શોધવા જવું પડે તો તેમાં દહેજની રકમ ઘણી જ વધી જાય. આ રીતે બીજી તરફ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો કે સામાજિક કાર્યકરો પણ દાયણે આપેલી ગુપ્ત માહિતીને જાહેરમાં લાવવાના પક્ષમાં નથી. કેમ કે તેથી તો દાયણો પોતાની પ્રવૃત્તિઓ ગુપ્તપણે જ કરે અને સત્ય હકીકત કદી બહાર ન આવે. તે કારણે કેવળ તેમને જ કેન્દ્રમાં રાખીને તેમના વિચારોમાં અને વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે આ કાર્યકરો મથે છે. બીજી તરફ પોલીસ તંત્ર જો ધારે તો બધા તથ્યો પ્રકાશમાં લાવવા સક્ષમ છે. તેમ આ બિન સરકારી સંગઠનો દ્રઢપણે માને છે.
અન્ય એક સંગઠન કે જેણે સીતામઢી, પૂર્ણિયા, ભાગલપુર અને કટિહાર જિલ્લાઓમાં આ દૂષણ અંગે સ્વતંત્ર સર્વેક્ષણ હાથ ધર્યું હતું તેના અનુમાન અનુસાર બિહારના આ પ્રદેશમાં પ્રતિવર્ષ લગભગ ૧,૬૩,૨૦૦ નવજાત બાળકીઓની ઉપર કહ્યા મુજબ હત્યા થતી રહે છે. તેમ છતાં ત્યાંની સરકારને આ બાબતમાં વચ્ચે પડવાનું યોગ્ય લાગ્યું હોય તેવું લાગતું