સિંહ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા રાજયના વન અને પર્યાવરણ વિભાગે ૬૦૦ કરોડના આ રિંગરોડ પ્રોજેક્ટની ફાઈલ મંજૂરી માટે
ગાંધીનગર, શનિવાર
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાંથી અનેક રસ્તાઓ પસાર થતાં હોવાથી સિંહો સહિતના પશુઓને ખલેલ પંહોચે છે. આથી ગુજરાત સરકારે વર્ષ ર૦૦૯માં ગીર જંગલની ફરતે ૬૦૦ કરોડના ખર્ચે રિંગરોડ બનાવવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર અભેરાઈએ ચડી ગયેલી આ ફાઈલ પરથી ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગે ફરી ધુળ ખંખેરી કેન્દ્રમાં પુનઃદરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ છે. કુલ ૧૪૧ર.૧૩ ચોરસ કિ.મી.ના ઘેરાવામાં આવેલું ગીરનું જંગલ આ એશિયાઈ સિંહોનું રહેઠાણ છે. ગીર સેન્ચ્યુરીમાંથી ૬ નેશનલ હાઈવે અને કેટલાક નાના-મોટા રસ્તાઓ પસાર થાય છે. કેટલાક રોડ-રસ્તાનો સ્થાનિક રહેવાસીઓ ઉપયોગ કરે છે. હાલના આ તમામ હાઈવે અને રસ્તાઓ સેન્ચ્યુરીમાંથી પસાર થતાં હોવાથી વાહનો અને લોકોની સતત અવર-જવરના કારણે સિંહ સહિતના પ્રાણીઓ અને જંગલના પર્યાવરણને નુકસાન પંહોચે છે. સાથોસાથ પ્રાણીઓના શિકાર કરવાના બનાવો પણ અગાઉ નોંધાયા છે.
આ સમસ્યાના નિરાકરણ માટે સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે પ્રોજેક્ટ ગારલેન્ડ/રિંગ રોગ બનાવ્યો હતો. વર્ષ ર૦૦૯માં બનાવાયેલા આ પ્રોજેક્ટમાં ગીર જંગલની ફરતે રૃા.૬૦૦ કરોડના ખર્ચે ર૬૯ કિ.મી.નો રિંગ રોડ બનાવવાનું આયોજન કરાયું હતું. આ પ્રોજેક્ટને મંજુરી માટે રાજયના વન અને પર્યાવરણ મંત્રાલયે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી. તેમાં જણાવાયું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત્ ગીરના જંગલના જે વિસ્તારોમાંથી સિંહોની અવર-જવર સૌથી વધુ રહે છે અને વાહનોના અકસ્માતમાં મોતને ભેટે છે તેવા વિસ્તારોમાં ૧૪ ઓવરબ્રીજ બનાવવા અને ૧૬ અન્ડરપાસ બનાવવા દર્શાવાયું હતું.
જેથી સિંહોના રસ્તામાં માનવીની અવર-જવર ઓછી થાય તો દુર્ઘટનાઓ ટાળી શકાય. પરંતુ આ દરખાસ્ત કોઈ કારણોસર ફાઈલ પુરતી સિમિત બની ગઈ હતી અને ફાઈલ માળિયે ચઢી ગઈ હતી. દરમિયાનમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ તરીકે એચ.કે.દાસ આવ્યા બાદ તેમણે રિંગરોડ પ્રોજેક્ટને અગ્રતાક્રમે લીધો છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની પુનઃદરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે. હવે તેને મંજુરી મળે છે કે કેમ? તે જોવું રહ્યું.

-Gujarat Samachar