રાજકોટની આત્મીય ડિપ્લોમાં કોલેજને ૩૫ લાખનો દંડ
ડીપ્લોમાની ૨૬ કોલેજોને રૃબરૃમાં ખુલાસો કરવા તાકીદ મે સુધીમાં ક્ષતિપૂર્તિ ન થાય ત
અમદાવાદ,મંગળવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી ૪૦૦ જેટલી કોલેજોમાં ગત નવેમ્બર માસમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૦ જેટલી જુદી જુદી કોલેજોમાં ગેરરીતિઓ બહાર આવી હતી. આ તમામ કોલેજોને ખુલાસા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. કોલેજોએ મોકલેલા ખુલાસા સંતોષકારક ન જણાતાં ડીપ્લોમાની ૨૬ કોલેજના સંચાલકોને રૃબરૃ સ્પષ્ટતાં કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા ચાલુ છે ત્યારે રાજકોટની એક ડીપ્લોમા કોલેજને ૩૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીયુ સાથે જોડાયેલી ઇજનેરી,ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની કોલેજોમાં મોટાપાયે અનિયમિતતાઓ ચાલતી હોવાની ફરિયાદ બહાર આવી હતી. જેના પગલે નવેમ્બર માસમાં તમામ કોલેજોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૪૦૦ પૈકી ૧૪૦ કોલેજોમાં જુદા જુદા પ્રકારની અનિયમિતતાઓ બહાર આવી હતી. જેમાં ડીપ્લોમાની ૨૬ કોલેજોને પણ સમાવેશ થાય છે. આ તમામ ડીપ્લોમા કોલેજને યુનિવર્સિટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. યુનિવર્સિટીના સૂત્રો કહે છે નોટિસ આપ્યા બાદ કોલેજોએ ખુલાસાઓ પણ મોકલી આપ્યા હતા. પરંતુ આ ખુલાસાથી યુનિવર્સિટીને સંતોષ થયો નહોતો. જેના કારણે તમામ કોલેજોને રૃબરૃમાં આવીને સ્પષ્ટતાં કરવાની તાકિદ કરવામાં આવી છે. બીજીબાજુ રાજકોટની આત્મીય કોલેજ ઓફ ડીપ્લોમા ઇજનેરી કોલેજમાં ૧૪૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. બે શીફ્ટમા કોલેજ ચાલતી હોવાછતાં આચાર્ય નથી. આ ઉપરાંત ૯૧ ફેકલ્ટીની સામે માત્ર ૪૧ કાયમી ફેકલ્ટી છે. બાકી એડહોકથી કામ ચલાવવામાં આવે છે. જીટીયુના સૂત્રો કહે છે આ કોલેજને હાલ ૩૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી મે માસ સુધીમાં તમામ ખામીઓ પુરી કરવાની સૂચના આપવામાં આવી છે. જો ખામી પૂર્ણ નહી થાય તો પેનલ્ટીની રકમ જપ્ત કરવામાં આવશે તેવી તાકિદ પણ કરવામા આવી છે.