Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." - Swami Sachchidanand
EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
(A) DHARMA ANE GURU - ધર્મ અને ગુરુ
Side A - GURU-NEE SHODHMAA - UNJHAA ASHRAM - ગુરૂની શોધમાં, ઊંઝા નવો આશ્રમ બંધાયેલો તે આયોજીત સભામાં ગુરૂપૂર્ણિમાના દિવસે.- મારી વાતને સમજવા પ્રયત્ન કરો. હું ચીલા-ચાલુ સાધુ કે પરંપરાવાદી નથી. હું શું છું, શું ઈચ્છું છું એ વાતને તમે સમજશો તો મને આનંદ થશે કે તમે જે આજે પૂજન કર્યું છે તે સમજીને કર્યું છે. પણ જો તમે મને ન સમજી શક્ય હોવ અને મને માત્ર બીજા ગુરુઓની માફકજ જો ગુરુ સમજતા હોવ તો હું આનંદ નહિ પામું .છેલ્લા કેટલાયે વર્ષોથી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે મારો સમાજ, મારી પ્રજા, મારો ધર્મ, મારી સંસ્કૃતિ મારું અધ્યાત્મ આટલું બધું રસાતળમાં કેમ ગયું છે? શું કારણ છે કે આખી દુનિયામાં હિંદુ પ્રજા બિચારી થઇને જીવે છે? પરદેશમાં તો તમારું માં નથી પણ તમારા દેશમાં પણ તમારું માન નથી. @3.39min. જો મારે વ્યક્તિગત રીતે તમારાથી ફાયદો ઉઠાવવો હોત તો, તો હું વર્ષોથી તમારો ફાયદો ઊઠાવી શક્યો હોત. ચીલાચાલુ પરંપરા પ્રમાણે લોકોને એક ઘેલછા ઊભી કરી દેવી અને ગુરુરૂપ બનાવી દેવા એ તો અહી ચારે તરફ થાયજ છે. અહી બેઠેલા બધા જાણે છે કે મેં કોઈને શિષ્ય નથી બનાવ્યા, કંઠી નથી બાંધી કે કોઈના આગળ વાડો નથી બાંધ્યો. તમે બધા અહી પ્રેમથી, સદભાવથી ભેગા થયા છે તો આ ગુરુ પૂનમના દિવસે થોડી ક્રાંતિની વાતો કરવાની છે. ભવિષ્ય કોને ખબર છે કેવું હશે, પણ હું તમારું એક ઘડતર કરવા માંગુ છું, તમને એક વ્યવસ્થા આપવા માગું છું, એવું ઘડતર, એવી વ્યવસ્થા કે જેથી તમે દુનિયાની એક મહાન પ્રજા બની શકો, દુનિયામાં ગૌરવ પૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરી શકો. ગુરુપ્રથાના પાંચ રૂપો વિશે સાંભળો. વૈદિક કાળનો ઉપનિષદનો ગુરુ, શ્રમણ કાળનો ગુરુ, પૌરાણિક કાળનો ગુરુ, સંત કાળનો ગુરુ અને વર્તમાન કાળનો ગુરુ. આ પાંચ રૂપ સમજશો તો તમને ગુરુપ્રથાનો પૂરેપૂરો ખ્યાલ આવશે. @6.30min. ઉપનિષદમાં ગુરુ શબ્દ નથી, આચાર્ય શબ્દ છે. હવે પછી આગળ સાંભળો."आचार्य देवो भव" ગુરુ શબ્દ નથી. આ આચાર્ય કોણ છે? અને તે શું કરે છે તે સાંભળો. આચાર્યનો આશ્રમ બિલકુલ સાદો છે અને આવો સાદો એટલા માટે કર્યો કે જેથી કોઈના આગળ લાંબો હાથ ન કરવો પડે. જેને ધર્મનો પ્રચાર કરવો હોય, જેણે સત્યની વાત કહેવી હોય, એ જો આર્થિક રીતે કોઈનો લાચાર થઇ જાય તો એ સત્યની વાત નહી કહી શકે. તમારે જો ખુમારી પૂર્વક જીવન જીવવું હોય તો તમારો હાથ લાંબો ન થવો જોઈએ. એટલે ઋષિ પોતાની મેળે સ્વાવલંબી છે. @9.20min. એક ભાગવત સપ્તાહનું ઉદાહરણ સાંભળો. ધર્મ બાબતે મુસલમાનોએ ક્લાસ ન રાખ્યો, બધાને સરખા ગણ્યા એટલે આખી દુનિયામાં ફેલાઈ ગયા. તમે ક્લાસ પાડ્યા અને ક્લાસ વગરના થઇ ગયા. કર્તવ્ય કર્મો કરવાં છે અને લાચારી નથી ભોગવવી તો એ બંને સાથે કેવી રીતે થઇ શકે? ઋષિ કહે છે થઇ શકે. કેવી રીતે તે સાંભળો. @15.13min. આચાર્યની મુખ્ય પ્રવૃત્ત છે, સમાજના બાળકોને પોતાના ગુરુકુળમાં, ઋષિકુળમાં દાખલ કરવા. ઋષિ કેવી રીતે ભણાવે છે એ વિષે સાંભળો . વેદો અને ઉપનિષદમાં કોઈ જગ્યાએ સાધુ નથી. ઋષિ છે અને તે સમાજવાદી, માનવતાવાદી અને રાષ્ટ્રવાદી છે. રાક્ષસો, ગુંડાઓ, આતયાયીઓ વધી જાય ત્યારે રાજાને યુદ્ધ કરવાની પ્રેરણા આપે છે. @18.46min. વૈદિક ઋષિ કાળમાં માનવ જીવનના ચાર લક્ષ્યો છે, ધર્મ, અર્થ કામ અને મોક્ષ. આ ચારેનું એક બેલેન્સ છે એટલે જીવનમાં સમગ્રતા છે. ઋષિ 24 વર્ષે શિષ્યને ઘરે મોકલાવે છે અને કહે છે, "भुत्येयन प्रमदित्व्ययं" બે પૈસા કમાવવામાં પ્રમાદ ન કરીશ. પછી વ્રતો આપે છે, "अन्नम् बाहुकुर्वित तद्व्रतम" અન્નના ઢગલા કરજે, ખુબ પેદા કરજે. વૈદિક કાળમાં કોઈ જગ્યાએ શનિવાર, મંગળવાર કરવાનું, અગિયારસ, ચોથ કરવાનું કહ્યું નથી. તમારી પ્રાચીન સંસ્કૃતિ અને અત્યારમાં ઘણો ફરક છે. શ્રમણ યુગ આવ્યો એટલે આ આખી વાત ઉલટી થઇ ગઈ. ચાર પુરુષાર્થની જગ્યાએ એકજ મોક્ષનો પુરુષાર્થજ બાકી રહ્યો અને એને આખી પ્રજાને શું નુકશાન કર્યું તે સાંભળો. બધું છોડો અને સાધુ થઇ જાવ. સંસારીને મોક્ષ હોયજ નહિ. આમ શ્રમણયુગમાં સમાજના જીવનમાં નકારાત્મકતા આવી. @22.57min. ઋષિયુગમાં કર્તવ્યની પ્રધાનતા છે, આપણે ત્યાં ત્યાગ, વૈરાગ્ય અને કર્મકાંડની પ્રધાનતા છે. ઋષિયુગમાં દરેક વ્યક્તિને આદર્શ વ્યક્તિ બનવાની પ્રેરણા છે. શ્રમણયુગમાં બુદ્ધે પત્નીનો ત્યાગ કર્યો એ વિષે સાંભળો. બુદ્ધની સાથે 60,000 સાધુઓ ફરતા હતા. શા માટે? મોક્ષ માટે. @27.56min. એક તલાવડીમાં 36 પટેલો પાણી ભરવા આવેલા અને છત્રીસે છત્રીસ ગડા તરતા મુકેલા અને દિક્ષા લીધેલી એ વિષે સાંભળો. શ્રમણ યુગમાં ખેતીને પાપ માનવામાં આવ્યું. કેટલી જીવાત મરે છે? પાપજ પાપ. નહાવ તોયે પાપ લાગે, ખાવ તોએ પાપ લાગે. "सहजं कर्म कौन्तेय......धुमेनग्निरिवाव् रता:(गीता ... 18 - 48) @31.29min. હમણાં પાંડુરંગ શાસ્ત્રી છે, એમણે બધા માછીમારોનું - ખારવાઓનું સંગઠન કર્યું, પણ એમણે કોઈ ખારવાને એમ કહ્યું કે તું માછીમારીનો ધંધો છોડી દે? એમણે કહ્યું કે તું તારી જાળનું કામ કર અને કહ્યું કે "જેના હાથમાં છે જાળ, મુખે સંધ્યા ત્રિકાળ" એમને જાળ ન છોડાવી. (સ્વાધ્યાય પરિવારની પ્રશંસનીય પ્રવૃત્તિ વિષે સ્વામીજીનું પુસ્તક "પ્રશ્નોના મૂળમાં" પૃ. 44 થી 48 વાંચો). એટલે આપણે ત્યાં સદના કસાઈને ભગવાન મળ્યા. વૈદિક યુગમાં સ્ત્રી માયા નથી પણ અર્ધાંગીની છે. ઋષિયુગમાં સ્વયંવર છે, કન્યા પોતે નક્કી કરે છે કે એને કોની સાથે પરણવાનું છે? પછી તો એક નકારાત્મક સાધુ પીરીયડ શરુ થયો, એમાં સ્ત્રીનું મોઢું ન જોવાય, સ્ત્રીના હાથની રસોઈ ન જમાય, સ્ત્રીનો પડછાયો ન લેવાય આવું બધું કરનારને લોકો મહાન કહે છે. વધુ આગળ સાંભળો. સાધુઓ આપણાં પ્રશ્નોને કેમ નથી સમજી શકતા તે સાંભળો. @36.53min. જીન્દગીની વિલંબણા, વાલમ ગામનું ઉદાહરણ સાંભળો. તમે મારે ત્યાં આવો અને હું તમારું કુટુંબ તોડી નાખું, પતિ-પત્નીને જુદા કરી નાખું એનું નામ કોઈ ત્યાગ વૈરાગ્ય છે? ત્યાગ-વૈરાગ્ય કર્તવ્યથી ભ્રષ્ટ કરનારા ન હોવા જોઈએ. સાધુ યુગે આ દેશને ભયંકર ગરીબ બનાવ્યો. ઋષિ, શ્રમણ, સાધુ પછી પૌરાણિક ગુરુ આવે છે. આખો માર્ગ આજીવિકાલક્ષી થઇ ગયો એ વિષે સાંભળો. @41.55min. પૌરાણિક યુગમાં પ્રકૃતિની પૂજા શરુ થઇ. શ્રાપ અને આશીર્વાદની કથાઓ શરુ થઇ. પુરુષાર્થની વાતો બંધ થઇ. પ્રજામાં ભયજનક ધાર્મિકતા આવી. નડતર ધર્મ શરુ થયો. આ ધર્મ નથી પણ ધર્માભાષ છે. @45.29min. તમે હાથમાં દોરા-ધાગા બાંધ્યા હોય, તાવીજ બાંધી હોય અને તમે દુનિયાની મહાન પ્રજા થઇ શકો ખરા? ભગવાનથી કોઈ મોટું છે? જોરિયાદેવની વાત સાંભળો. તમે અંધશ્રદ્ધામાંથી છૂટો. હું તમને આવું શીખવવા નથી આવ્યો તેમ તમારા પૈસાએ ખેંચવા નથી આવ્યો. અમારી પદ્ધતિ જુદી છે,
Side B - UNJHAA ASHRAM - હું તમને એકજ વાત કહેવા આવ્યો છું કે તમે મહાન બનો અને અંધશ્રદ્ધામાંથી છૂટો. તમે કરોડોનું દાન કરો પણ તમને કોઈ ઠગી ન જાય, છેતરી ન જાય એટલી તો લાયકાત તમારામાં કેળવો. દુઃખ થશે પણ મારે તમને સાચી વાત કહેવી છે તે સાંભળો કે વેપારી શા માટે અંધશ્રદ્ધાનો શિકાર થાય છે? અને ધર્મસ્થાનો તથા ધર્મગુરુઓ એનો કેવી રીતે ગેરલાભ ઉઠાવે છે તે સાંભળો. @2.16min. આજે આખા વેપારી સમાજને ધર્મગુરુઓએ પકડેલો છે. વેપારી પાસે વાંચન નથી, એટલે એ ધર્મના ચિંતનને સમજી શકતો નથી અને જે લોકો ધર્મનો આર્થિક ઉપયોગ કરવા માંગે છે એમનો હાથો બની જાય છે. એક સજ્જન 40 લાખ રૂપિયાનું ઘી બોલ્યા, આ પૈસા દબાઈ જવાના. ક્રિશ્ચિઅનો ગામડે-ગામડે ફરી અનાજ આપે છે, એમનો ધર્મ, સંખ્યા, દવાખાનાં, કોલેજો વધે છે. તમારું શું વધે છે? તમારાં મંદિરો વધે છે. @6.14min. પછી આપણે ત્યાં એક નીચેના ક્લાસમાંથી નવા ગુરુ આવ્યા. કબીર,નાનક, તુલસી, મીરાં, નરસિંહ આવ્યા. આ બધા સંતો છે, એમની ઋષીઓ સાથે ઘણી સામ્યતા છે. જેમ ઋષિને પત્ની છે એમ સંતોને પત્ની છે, પોતાનો ધંધો છે, પોતાની આજીવિકા પર જીવે છે અને સમાજની જવાબદારી ઉપાડે છે. સતત ધર્માદાનું ખાનાર માણસ કદી ભજન ન કરી શકે તેમજ ક્રાંતિ ન કરી શકે. આ દેશ ક્યારે સુખી થઇ શકે? જયારે દેશનો એકેએક માણસ કમાતો થાય ત્યારે. અહી કમાનારા ઘણા થોડા છે અને વગર કમાનારા ઘણા છે, અને એમાં જે બિલકુલ કશા કામના નથી એ સૌથી ઉપર બેઠા છે અને કમાણીની નિંદા કરે છે કે "કશું ભેગું આવવાનું નથી" કશું ભેગું આવવાનું નથી પણ તમને તો અમે ખવડાવીએ છીએ. પેલા સંતમાં જે ગુરુ થયા તે સંસારી માણસ છે. પોતાનો રોટલો પોતે કમાય છે, એને ત્યાં કોઈ ભેદભાવ નથી અને બધાને હરિનામ લેવાની છૂટ છે. આ નીચેની વસ્તી છે, એમનું કંઈ ચાલ્યું નહી. ઉપરની વસ્તીને પકડનારા આચાર્યો હતા અને એમણે ભેદભાવો ચાલુ કર્યા. @10.47min. આમ એક સંત માર્ગ અને આચાર્ય માર્ગ થયા, એ વિષે સાંભળો. આચાર્યમાર્ગ સાથે અધિકારવાદ અને ગુરુ પ્રથા આવી એણે આગળ જતા સંપ્રદાયનું રૂપ ધારણ કર્યું. આ ગુરુપ્રથાના તિલકની મહાત્મયની કથા સાંભળો કે તિલકની મહિમા એટલી બતાવી કે કાગડાના દ્વારા જો વિષ્ટા કપાળમાં થયેલી હોય તો એ વ્યક્તિ વૈકુંઠમાંજ જાય, આટલું સસ્તું વૈકુંઠ છે. તિલક અને છાપની પ્રધાનતા એટલા માટે છે કે લોકોને વાડામાં પૂરવા છે. વાડામાં કોણ પૂરાય? ઘેટાં, સિંહને વાડા ન હોય. ભારતનું પતન અહીંથી શરુ થયું. એક સજ્જનની ગુરુ કરાવવાની વાત સાંભળો. @16.34min. આ દેશમાં ચમત્કાર બતાવનારની તો વાતજ જવા દો, કેનેડામાં, જાપાનમાં, જર્મનીમાં કોઈ ચમત્કારો કરનારા છે? ત્યાં સાચી મહેનત કરનારા માણસો છે એટલે તેઓ સુખી છે. તમને હું આ ગુરુમાર્ગે લઇ જવા નથી માંગતો. હિંદુ પ્રજાને જો મહાન બનાવવી હોય તો આપણે ત્યાં રાજકારણ ઉપર અને અર્થતંત્ર ઉપર એક મોટું નસ્તર ચલાવવાની જરૂર છે, એથી પણ મોટું નસ્તર ધર્મ કારણ ઉપર ચલાવવાની જરૂર છે. હું તમને થોડા સુત્રો આપીશ અને એ સુત્રો તમે પચાવી શકશો તો હું ન્યાલ થઇ ગયો સમજીશ. એકેશ્વરવાદ, ચમત્કારની અવગણના, ધાર્મિક સમાનતા, સરળ ધર્મ અને માનવતાવાદી સંસ્કૃતિ વિષેના સુત્રો વિસ્તારથી સાંભળો. @24.12min. આ આશ્રમ એટલા માટે કર્યો છે કે અહીંથી સમાજનું કોઈને કોઈ કાર્ય થાય. આજે મોટો પ્રશ્ન વૃદ્ધોનો છે તે વિષે સાંભળો. પરમેશ્વરની ઇચ્છાથી આ કામ થયું છે, પૈસા પરમેશ્વરેજ આપ્યા છે, કોઈ જગ્યાએ ઉઘરાણું કર્યું નથી. @28.12min. આજે ગુરુપૂનમનો દિવસ છે. વચ્ચે જે ચિત્ર છે એ મારા પૂજ્ય ગુરુદેવનું છે, એમની પાસેથી મેં ભણવાની પ્રેરણા લીધી અને કાશીમાં 23થી 36 વર્ષની ઉંમર સુધી એમની કૃપાથી સંસ્કૃત ભણ્યો એટલે શાસ્ત્રોને હું સમજી શક્યો છું. જો હું એ સંસ્કૃત ભણ્યો ન હોત તો હું તમારી આગળ જે નિર્ભયતાથી વાત રાખું છું તે રાખી શક્યો ન હોત, એટલે હું એમને ઋષિ યુગના ઋષિ માનું છું, અને હું એમને રોજ નમસ્કાર કરું છું. હું તમને એટલા માટે પ્રેરણા આપું છું કે તમે મને જો તિલક ગુરુ કે કંઠી ગુરુ માનવા આવ્યા હોવ અને વાડો ઉભો કરવા માંગતા હોવ તો હું એને દુષણ માનું છું. તમે દુનિયાની મહાન પ્રજા બનો એવી મારી ઈચ્છા છે. તમે મારા પગ પૂંજો કે મારી આરતી ઉતારો કે મારો એંઠો પ્રસાદ ગ્રહણ કરવા માંગો તો એથી તો કોઈ મોટું મારું અપમાન નથી. હું તમને જગાડનાર છું અને જગાડીને તમને એવી કક્ષાએ મુકવા માંગું છું કે તમે એક સાચો ધર્મ, એક સારો ધર્મ અને સરવાળાવાળો ધર્મ પાળી આ દેશની મહાન પ્રજા થઇ શકો. પરમેશ્વરને અને સદગુરુને પ્રાર્થના કરીએ કે આપણાં સૌનું ભલું કરે, કલ્યાણ કરે, માર્ગદર્શન આપે અને એ માર્ગ તરફ આપણે આગળ વધીએ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @31.44min. વેદ વાણી અને પુરાણો. @37.14min. ભોંયરા યોગ @40.20min. गुरु बिन कौन बताये बाट - श्री पंडित भीमसेन जोशी
Side A - DHARMA-NEE SHODH-MAA - OONAA - ધર્મની શોધમાં, ઊના. - જીજ્ઞાસા ત્રણ ક્ષેત્રમાં કરવી, બ્રહ્મ જીજ્ઞાસા, ધર્મ જીજ્ઞાસા અને તત્વ જીજ્ઞાસા. જે જીજ્ઞાસા નથી કરતા તે અંધકારમાં રહે છે. વિશ્વના બીજા ધર્મની તુલનામાં આપણે ત્યાં એક બહુ મોટી સગવડ છે અને તેથી આટલા બધા સંપ્રદાયો, પંથો હોવા છતા અપેક્ષાકૃત વિખવાદ નથી, આપણે સાથે રહી શકીએ છીએ, એનું એક કારણ છે કે આપણે પ્રશ્નોને આવકારીએ છીએ, જીજ્ઞાસાને આવકારીએ છીએ. નીતિકારને લખવું પડ્યું છે કે એક નાનું બાળક જો યુક્તીયુકત વાક્ય કહેતું હોય તો એના વાક્યને પ્રમાણ આપવું. ઉપરથી બ્રહ્મા આવે અને સમજાવે દૂધ ધોળા રંગનું છે તો એના વાક્યને પ્રમાણ ન આપવું પણ જો એક નાનું બાળક કહે કે દૂધ ધોળા રંગનું હોય તો એ નાનું બાળક પણ પ્રમાણ ક્ષેત્ર્મા આવે છે. નિષ્ફળતા જરૂરી છે એ તમારી સાધના માટેના પગથીયાં છે. તમે એવી ઈચ્છા રાખો કે આજ તમે ઈશ્વરની શોધમાં નીકળો અને સવાર સુધીમાં તમને ઈશ્વર દેખાઈ જાય તો એ ઈશ્વર નહિ હોય પણ ઈશ્વરાભાષ હશે. તમે છેતરાવાના. એટલે ગીતાને લખવું પડ્યું છે,"बहूनां जन्मनामन्ते......सुदुर्लभ्"... .(गीता 7-19) "जन्म जन्म मुनि जतन करहि, अन्तराम कहि आवत नाहि" મેં ઈશ્વરને જોયો નથી પણ ઈશ્વરની કૃપાને જોઈ છે. મેં વાયુ જોયો નથી પણ વાયુથી હું જીવું છું એની અનુભૂતિ મને થાય છે. @ 5.34min. ઈશ્વરના સાક્ષાત્કાર કરાવી આપનાર શિબીરોમાં છેતરાશો નહિ. મોટે ભાગે હિંદુઓ આ બાબતમાં છેતરાય છે. મુસલમાનો કે ક્રિશ્ચિઅનો કોઇ સાક્ષાત્કાર કરવા જતા નથી એટલે તેઓ ઈશ્વરની બાબતમાં કે ધર્મની બાબતમાં છેતરાતા નથી. એક સજ્જનની વાત સાંભળો. દિલ્હીમાં એક બીજલી બાબાની વાત સાંભળો. અમેરિકાના પ્રેસીડન્ટ અબ્રાહમ લીન્કને એક બહુ સરસ વાત લખી છે કે જીવનના ઘણા ક્ષેત્રો છે તેમાં તમે લાંબો સમય લોકોને છેતરી નહિ શકો પણ ધાર્મિક જગતમાં જો તમારી પાસે કુશળતા હોય તો પેઢી દર પેઢી તમે લોકોને આંધળા બનાવી શકશો. ભગવાનને ત્યાં કોઈ દલાલ નથી, એ તો તમારા હૃદયનો ભૂખ્યો છે, તમારા પ્રેમનો, ભાવનો ભૂખ્યો છે અને જો એ હશે તો તમારે કશી અને મથુરા ન દોડવું પડે, કશી અને મથુરા તમારા ઘરમાં આવીને બેસી જશે. @10.00min. બ્રહ્મ જીજ્ઞાસા બે સંપુટમાં રહેલી છે તે ઉપાસના અને સમર્પણ વિષે સાંભળો. જે પરમેશ્વરને શોધવા નીકળ્યો છે એણે બહુ ગ્રંથ ન વાંચવા. નરસિંહ મહેતાએ કહ્યું છે "ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી" @12.42min. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અતિ પ્રારબ્ધવાદી અને શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. આના કરતાં નાસ્તિકતા વધારે સારી છે કારણ કે તમારી જાતેજ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. નાસ્તિકતા મર્દાંગીના વિના ન રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ન થઇ શકે. શુકન-અપશુકનની વાતો સાંભળો. @18.44min. એક સજ્જન જન્મ કુંડળીમાં મંગળના ગ્રહના લીધે 38 વર્ષ સુધી લગ્ન ન કર્યા, પછી શું થયું તે સાંભળો. @19.55min. ભગવદ ગીતાનો 16મો અધ્યાય વાંચજો. દૈવી સંપત્તિનું સૌથી પહેલામાં પહેલું લક્ષણ કયું? "अभयं....आर्जवम्:" ...(गीता...16-1). માણસ વધારે ધાર્મિક થાય એમ વધારે બીકણ, ડરપોક થાય છે. એક માણસે કહ્યું, અહિયાં કેટલા વિધર્મીઓ આવ્યા, કેટલા અત્યાચારો કર્યા, પણ આપને હજુ બચ્યા છીએ. એમાં કોઈ બહુ મહત્વની વાત નથી કે કેટલી ડી ડી ટી છાંટ્યા પછી પણ કીડીઓ અને મચ્છરો હજી બચ્યા છે. બચવું એ મહત્વનું નથી પણ કેવી રીતે જીવો છો એ મહત્વનું છે. તમારે જીવવુંજ હોય તો મધમાખી પાસે શીખજો. મધમાખી પાસે અમૃત જેવું મધ છે અને ડંખ મારવાની તાકાત છે. ખુમારી પૂર્વક, એક ઐતિહાસિક પ્રજા તરીકે કાઠું કાઢીને જીવવુ એનું નામજ જીવન છે. હોસ્પીટલના ખાતવિધિ અને અંધશ્રદ્ધા વિષે સાંભળો. @24.56min. વાલીયામાંથી વાલ્મિકી કેવી રીતે થયા? "उलटा नाम जपत जग जाना, वाल्मिकी भये ब्रह्म समाना" તમારો શબ્દ ઉલટો છે પણ ભાવ ઉલટો નથી. તમારા ઉલટા નામને સીધો કરવાનું કામ ભગવાન કરે છે. બીજું ખોળિયું સમર્પણનું છે તે વિષે સાંભળો. એક શિષ્ય ગુરુમાં સમર્પિત થાય છે એટલે ગુરુ પોતાની તમામ વિદ્યા આપીને રાજી થાય છે. ગાંધી પિક્ચર(મુવી) વિષે સાંભળો. આપણું દુર્ભાગ્ય છે કે જે પીક્ચારે અમેરિકા જેવા દેશને હચમચાવી નાંખ્યો એ પિકચરને અહી કોઈ સમજીજ ન શક્યું. "એકજ દે ચિનગારી"ની ધૂન વિષે સાંભળો. @30.38min. ગાંડાનોજ ઈતિહાસ હોય છે, ડાહ્યાનો હોતોજ નથી. ભામાષા ગાંડો હતો એટલે બધી મિલકત રાણા પ્રતાપને આપી દીધી. કલ્ચરના બે પાટા છે એ બે નો ધર્મના માધ્યમથી સરવાળો કરતાં આવડે તો જયજયકાર થઇ જાય નહિ તો બંને ભીખ માંગવાના, નાકમાં થઇ જશે.અહિ સરવાળાનું ગણિત કોઈએ શીખવાડ્યુંજ નથી એટલે આવી દુર્દશા થઇ. ગાંધી મુવીમાં જયારે ગાંધીજીએ આંદોલનમાં ઝંપલાવ્યું ત્યારે તેમાં કસ્તુરબાની સમર્પણની પરકાષ્ટા વિષે સાંભળો. @33.36min. દાદા ખાચરની સમર્પણની વાત સાંભળો રામકૃષ્ણ ચારિત્રામૃતની રાણી રાસમતિની મૂર્તિ તૂટવાની વાત સાંભળો. રામને 14 વર્ષની ડબલ પનોતી લાગેલી, પણ એ પનોતીએ રામને ભગવાન બનાવી દીધા. રામની આજ્ઞા એજ હનુમાનજીનું લક્ષ્ય, એજ યાચના. દાસ થવું અને દૂત થવું એ બેય ઉપાસના અને મુત્સદ્દીગીરીની પરકાષ્ટા છે. @41.44min. એક હજાર બાયલા માણસોને મિત્રો બનાવવા એના કરતાં એક મર્દને મિત્ર બનાવવો સારો. સ્વામીજીનો કાશીમાં એક સંકટ મોચન હનુમાનજીનો અનુભવ સાંભળો. મને કહેતાં દુખ થાય છે કે મુસલમાન કોઈને પુછતા નથી કે કયા અલ્લાનું ભજન કરવું? પણ હિંદુ 70-80 વર્ષનો થાય ત્યારે પણ પુછાતા હોય છે કે મારે કયા ભગવાનનું ભજન કરવું? આ દશા કેમ થઇ? તમે ઉપનિષદો છોડ્યાં અને આ દશા થઇ. ઉપનિષદો તમને ઢોલ વગાડી વગાડીને કહે છે કે બ્રહ્મ એક છે, ભગવાન એક છે, જે ઉપરના આકારો તો વિદ્વાનોએ બનાવેલા છે, તે ઉદાહરણોથી સાંભળો. @48.24min. ઈંગ્લેન્ડના એક મંદિરમાં ગોરા લોકોને સ્વામીજીએ આપેલા આરતી વિશેના જવાબો સાંભળો.
Side B - OONAA - ઈંગ્લેન્ડના મંદિરમાં ગોરા લોકોને સ્વામીજીના જવાબો ચાલુ... @1.50min. આપણે ત્યાં ધર્મની શું વ્યાખ્યા કરી છે? મનુએ વ્યાખ્યા કરી કે "नास्तिको वेद निन्दक:" જે વેદની નિંદા કરે તે નાસ્તિક કહેવાય. વ્યાખ્યા વ્યક્તિને આધીન છે, જેને જેમ ઠીક લાગે તેમ અર્થ કરે. શાસ્ત્ર મીણનું નાક છે, જેમ ફેરવવું હોય એમ ફેરવાય. પાણીનીએ લખ્યું "अस्ति नास्ति दिष्टं मतिहि" (अष्टाध्याय) જે પરલોક, બીજા લોકની સત્તાનો સ્વીકાર કરે એ આસ્તિક. વશિષ્ઠ ઋષિએ વ્યાખ્યા કરી "लक्षणा ग्राह्यो धर्म:" જેનું લક્ષણ ન કરી શકાય, જેનું સમાધાન ન કરી શકાય એનું નામ ધર્મ. ધર્મને કદીપણ સતપ્રતિશક તાર્કિક નથી બનાવી શકતો. અને જો બનાવી શકાય તો શ્રદ્ધાની જરુરજ ન રહે. જીવનને પણ સતપ્રતિશક બૌદ્ધિક નથી બનાવી શકાતું. એવી ઘણી વાતો છે જેનો બુદ્ધિજન્ય સચોટ સમાધાન નથી તે ઉદાહરણથી સમજો. @8.20min. જીવનને સતપ્રતિશક બૌદ્ધિક બનાવી દેવામાં આવે તો કમ્પ્યુટર અને માણસમાં કશો ફરક ન રહે. મુંબઈમાં એક બહું મોટા શેઠના ઘરની વાત સાંભળો. કદી પણ મોટો મહેલ જોઇને દીકરીને ન પરણાવશો, પણ ભાવ જોઇને, પ્રેમ જોઇને પરણાવશો. "सबसे ऊँची प्रेम सगाई" @13.30min. આપણે ત્યાં એક દિવ્ય વિભૂતિ મહર્ષિ કણાદ થયા, જેણે પરમાણુંની શોધ કરી. સમકાલીન ગ્રીસમાં સોક્રેટીસ અને પ્લુટો અને બરાબર એજ સમયમાં કણાદ અને ગૌતમ, વૈશેષિક અને ન્યાયના આચાર્યો થયા. આપણે ત્યાં ઉપનિષદની પરંપરામાં પ્રકૃતિથી બ્રહ્માંડ થયેલું બતાવ્યું. કણાદે ભારપૂર્વક કહ્યું કે પરમાણુંથી જગત થયું છે. કણાદની સ્મૃતિ કાયમ રહે એ માટે સુઈગામમાં ગુરુકુળનું નામ રાખ્યું "મહર્ષિ કણાદ ગુરુકુળ" કણાદે ધર્મની બહું સરસ વ્યાખ્યા કરી "यतोभ्युदय निश्रेयस सिद्धि सधर्म:" (वैशेषिक दर्शन). જે જે કર્મો(પ્રવૃત્તિ) કરવાથી આ લોકનો અને પરલોકનો પણ અભ્યુદય થાય એનું નામ ધર્મ. જેણે વૈચારિક પ્રચાર કરવો હોય એણે આર્થિક પરાધિનતામાં ન રહેવું જોઈએ નહિતો પૈસાદાર વ્યક્તિ તમારા વિચારો પર લગામ લગાવી દેશે. પૈસાદાર માણસો પાસે ચિંતન નથી હોતું એ કોઈ દાર્શનિક કે ફિલોસોફર નથી, એને પૈસનોજ ઢગલો કરતાં આવડે. @16.03min. દયાનંદ સરસ્વતી જ્યારે વૃંદાવનમાં પ્રવચન કરી રહ્યા હતા, ત્યારે શું થયેલું તે સાંભળો. ભર્તુહરિનો પ્રસિદ્ધ શ્લોક શ્લોક છે "निन्दन्तु नीतिनिपुणा ...... पदं न धीरा: (नीतिशतक श्लोक 84 पृ.123) ભર્તુહરિ નું સાહિત્ય જરૂર વાંચજો. એના નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકમાં અદભૂત શ્લોકોની રચના છે. ઋષિ જીવનની ખાસિયત છે કે કોઈના આશ્રિત થઈને નહી જીવવાનું નહિતો તમને સોનાના પાંજરાનો પોપટ બનાવી દેશે. ઋષિ કેવી રીતે જીવન જીવે છે, તે સાંભળો. @20.03min. તમારા મહાત્માઓ, સાહિત્યકારો, સાક્ષરો આ બધાને તમે ઓળખી શકો છો? વિવેકાનંદની કદર તો અમેરિકાએ કરી. રવિન્દ્રનાથ ટાગોરની કદર કોણે કરી? બંગાળીમાં ગીતાંજલિ લખી, 13 વર્ષ પછી અંગ્રેજીમાં પોતેજ અનુવાદ કર્યો અને એ અનુવાદ પરદેશ ગયો અને એના ઉપર "નોબલ પ્રાઈઝ" મળ્યું ત્યારે કલકત્તાના સક્ષારો એનું બહુમાન કરવા આવ્યા ત્યારે રવિન્દ્રનાથે દરવાજા બંધ કરાવી દીધા અને કહ્યું કે 13 વર્ષ સુધી તમે ક્યાં ગયા હતા? @25.47min. કણાદને આજે 2700 વર્ષ વીતી ગયા પછી પણ એમનું દર્શન ખડીખમ ઉભું છે. ભારત ઉપર એક બહું મોટો આક્ષેપ છે કે જીવનને લાત મારે છે અને પરલોકની અપેક્ષા રાખે છે. ઉત્તર્વર્તી કાળમાં શ્રમણ યુગ, સાધુ યુગ અને પુરોહિત યુગે જીવનને ધુતકારી દીધું. ઋષિ કહે છે પહેલા અભ્યુદય કરો. તમારું સરસ મકાન હોય, છોકરાંઓ સારાં કપડાં પહેરતા હોય, તમે લાચાર ન હોય એ પહેલી જરૂરિયાત છે. લંડનમાં એક બહું મોટું ભારતનું "HELP ME" નું પોસ્ટર અને જર્મનીનો એક બહુ મોટા પ્રોબ્લેમની વાત સાંભળો. @28.32min. સુદામાનું રાષ્ટ્ર નથી બનાવવાનું પણ જગડુશાહનું રાષ્ટ્ર બનાવવાનું છે. આધ્યાત્મિકતા અને સંપત્તિને કોઈ વેર નથી. શાળામાં મધ્યાન્હ ભોજન વિષે સાંભળો. ઉપનિષદયુગ વિષે સાંભળો. શનિવાર, મંગળવાર, ચોથ, પૂનમ આ પુરોહિત યુગના વ્રતો છે. ઉપનિષદનું વ્રત કહે છે કે અન્નના ઢગલા કરજે. અમેરિકા આખી દુનિયાને અનાજ આપે છે. હવે આપણી એવી દશા આવવી જોઈએ કે આપણે દુનિયાને કહીએ, કે અમારું અનાજ લઇ જાઓ, કપડાં લઇ જાઓ. જેના ઘરમાં રોટલાની ઉદારતા હશે એની પ્રજાજ મહાન હશે. એટલે સજ્જનો જે કર્મોથી આ લોક અને પરલોક બંનેનું કલ્યાણ થાય એવાં જે કર્મો છે એનું નામજ ધર્મ છે. આભાર ધન્યવાદ, હરિઓમ તત્સત. @32.47min. "ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ" શ્લોકની સમજણ. @35.21min. ઈશ્વર છે, નથી અને આનુંવાન્શિકતા. @40.10min. कबीर भजन - गुरुए मंगायी, जोली भरके लाना - श्री नारायण स्वामी.
Side A - MAARAA GURUO, MUMBAI, મારા ગુરૂઓ, મુંબઇ, બોરીવલ્લી કોફીમેટ સંસ્થા. વ્યક્તિને એકજ ગુરુ હોય છે પણ અહિ ગુરુઓ છે, તે સમજો. ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ - પ્રાચીન કાળનો આચાર્ય(ઋષિ), શ્રમણ કાળનો સાધુ, આદર્શ વ્યક્તિ(શિવાજી અને સ્વામી રામદાસ) અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. @6.49min. આ ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. હું જુની પરંપરામાં સંમત છું. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના ૨૪ ગુરૂઓની સમજણ. તમે બારેબાર મહિના સત્સંગ કરો તો સત્સંગની અસર નહિ થાય. @9.25min.જેસલ-તોરલનું ઉદાહરણ સાંભળો. મૃત્યુના ડર સૌને લાગે છે. એમાં પણ હિંસકો સૌથી વધારે ડર લાગતો હોય છે. જો આ સંસાર સારો ન હોત તો કોઈને જીવવાની ઈચ્છા નહિ થાય. સૌરાષ્ટ્રમાં એક બહારવટિયો થઇ ગયો. એણે વીણી વીણીને સવાસો પટેલોના નાક કાપીને મારી નાખેલાં એ વિષે વધુ આગળ સાંભળો. ભક્તિની ઉપાસનાની અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વીકૃતિના એકડાથી થતી હોય છે. જેસલે એક પછી એક પાપોના એકરાર કાર્ય પછી બેડલી બચી ગઈ. "જેસલ જગનો ચોરટો એને પળમાં કીધો પીર"@15.47min. બુદ્ધના માટે એવું કહેવાય છે કે એમને બૌદ્ધગયામાં એમને જ્ઞાન થયું, જ્ઞાન થયું એની ના નથી પણ જ્યાં ગૂંચવાયેલા ત્યાં જીવનના એક ક્ષેત્રનું જ્ઞાન થયું. એ ક્યાં ગૂંચવાયા હતા તે સાંભળો. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન- સાંખ્ય (કપિલ). @19.10min. બુદ્ધ લાખોના ગુરુ થયા પણ બુદ્ધના ગુરૂ કોણ હતા? ભરવાડણ બાઈએ ગુરુનું કામ કર્યું. સંસારીઓમાં જેટલી ઈર્ષ્યા હોય એથી સો ગણી વધારે ઈર્ષ્યા તપસ્વીઓમાં હોય. એક તપસ્વીને ચાર માણસો વધારે પગે લાગે તો બીજા તપસ્વીને ઈર્ષ્યા થાય. બહારના કઠોર જીવનથી અંતરનો કોઈ વિકાસ નથી થતો. જીવન કોઈ છેડા પર નથી પણ મધ્યમાં છે. "युक्ताहारविहारस्य.....योगो भवति दु:खहा"....(गीत 6-17). તમે યોગ્ય સમયે યોગ્ય આહાર કરો, યોગ્ય વિહાર કરો, ઊંઘવાના ટાઇમે ઊંઘો, જાગવાના ટાઇમે જાગો, કુદરતના સામે ના પડો કુદરતને મિત્ર બનાવો. બુદ્ધને જ્ઞાન થયું એનો અર્થ એવો નથી કે બુદ્ધને સૂર્ય, ચંદ્ર, તારાઓનું, પૃથ્વીનું જ્ઞાન થઇ ગયું. અમારા એક ઓળખીતા એક ભગવાન છે, દેવ થઇ ગયા. એમણે, એમના ભક્તોને કહ્યું કે હું સુરતના બાંકડે બેઠો હતો અને મહાવીર કરતાયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં જેટલું ચલાવવું હોય એટલું ચલાવી શકાય છે. વિજ્ઞાનું ક્ષેત્ર હોય તો લોકો પ્રયોગ શાળાનું પ્રુફ માંગે. તમે જાતે એમ કહી દો કે હું પોતે ભગવાન છું તો કહે હા, બરાબર છે. તમે એક ૫-૨૫ હજારનું ટોળું ઊભું કરો એટલે ટોળાંના બીકે કોઈ બોલશે નહી. @23.44min. દત્તાત્રયે ડગલે ને પગલે ગુરુ બનાવ્યા તે વિષે સાંભળો. એક બહેન ચૂડીઓ પહેરીને સાંબેલું લઈને ખાંડી રહી છે એટલે એનો અવાજને રોકવા એક સિવાય બધી ચૂડીઓ ઉતારી દીધી, અવાજ બંધ થયો એટલે દતાત્રયે એને ગુરુ બનાવી કે "एकाकी विचरे यति: कुमार्या इव कङ्कणं" જેને યતિપણું કરવું હોય, ત્યાગીપણું જીવન જીવવું હોય એને એકલા રહેવું. એક માન્યતા એવી છે કે આખ્ખી દુનિયા ગુરુ છે, શરત એટલી છે કે, તમારામાં શિષ્યત્વ જાગ્યું છે? @26.30min. ૧૯૬૨નું યુદ્ધ અને સ્વામીજીમાં આવેલો વણાંક વિષે સાંભળો. ઈતિહાસ વાંચ્યો તો ખબર પડી કે આપણે અઢી હજાર વર્ષથી હારતા આવ્યા છીએ. કેમ? @30.29min. વિશ્વની અજાયબી ચાઈનાની ગ્રેટ વોલ વિષે સાંભળો. સ્વામીજીના યુદ્ધના બે પુસ્તકો ભારતમાં અંગ્રેજોના યુદ્ધો અને ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઈતિહાસ વાંચો, આપણે કેમ હારતા રહ્યા એનો જવાબ મળી રહેશે. આક્રમણ વિના કદી પણ તમારા દેશની રક્ષા થઇ ન શકે. અમે સાધુઓ અઢી હજાર વર્ષથી લોકોની, દેશના ક્રીમ વર્ગની મહત્વકાંક્ષાને મારતા આવ્યા છીએ. આપણે હજારો તપસ્વીઓ, આચાર્યો, ભિક્ષુઓ પેદા કરી શક્યા પણ એક સિકંદર ન પેદા કરી શક્યા. આખા દેશને હિમાલય તરફ દોડતો કરી દીધો. @35.47min. ગુલામીના કારણો જાણ્યા પછી સ્વામીજીએ નક્કી કર્યું કે હું જ્યાં જ્યાં પ્રવચન કરવા જઈશ ત્યાં ત્યાં લોકોને માળા નહિ પકડાવું, તલવાર પકડાવીશ. જો શિવાજી મહારાજે તલવાર ન પકડી હોત અને માળા પકડી હોત તો મહારાષ્ટ્રની અને દેશની શું દશા થઇ હોત? @37.30min. કાશીમાં સ્વામીજી જેની પાસેથી ભણતા તેમનું ભારતના ત્રણ વીદ્વાનોમાંના નામ એવા સજ્જન બહુ જ્ઞાની પણ દુનિયાનું કશુજ જ્ઞાન નહિ, એ વિષે સાંભળો. કચ્છ-માંડવીમાં એક બહુ જ્ઞાની વેદાંતીની વાત સાંભળો. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે. આ લોકો હજુ માને છે કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે ચાઈનાવાળા પાછા ચાલી ગયા. કચ્છ-માંડવીમાં એક બહુ જ્ઞાની વેદાંતીની વાત સાંભળો. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે. આ લોકો હજુ માને છે કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે ચાઈનાવાળા પાછા ચાલી ગયા. @41.30min. સ્વામીજીનો પહેલો ગુરુ વાંચન છે, જેટલું વાંચશો એટલુંજ તમારા મસ્તિષ્કની અંદર વધારે વધારે પ્રકાશ થતો જશે. પણ એકલુજ વાંચન પર્યાપ્ત નથી, ભ્રમણ કરો. ભ્રમણ કરતાં ટાયરમાંથી હવા નીકળી જાય એવી મારી દશા થઇ. ચાઈના તો આપણાં પાછળનો દેશ છે પણ ક્યાંય ગંદકી નહિ, યુરોપને ટક્કર મારે એટલી ચોખ્ખાઈ. એરપોર્ટ તો ઠીક પણ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જુઓ તો ગ્રેનાઈટ પથ્થરથી તમારું મોઢું દેખાઈ એટલા ચોખ્ખાં. એટલે બીજો ગુરુ ભ્રમણ છે. આ દુનિયા જોવા જેવી છે. ભારતમાં પણ ભ્રમણ છે, પણ યાત્રાના રૂપમાં છે. યાત્રામાં શ્રદ્ધા મહત્વની છે અને પ્રવાસમાં જીજ્ઞાસા મહત્વની છે. એક યાત્રામાં તાજમહાલ જોવા જવાનો અનુભવ સાંભળો. @45.58min. હું તમને ખાનગીમાં એક સલાહ આપું છું કે તમે નાસ્તિકોની સાથે બેસજો પણ ચુસ્ત સાંપ્રદાયિકથી દૂર રહેજો. નકુડાજીનો અનુભવ સાંભળો. @48.25min. ત્રીજો ગુરુ છે નિરિક્ષણ. તમે ઘણું વાંચો, ઘણું ભ્રમણ કરો પણ જો તમારી પાસે નિરિક્ષણ શક્તિ નહિ હોય તો બધું ધૂળ બરાબર છે. એટલે સજ્જનો આ ત્રણ મોટા ગુરુઓ છે. અને આ ત્રણ ગુરુઓ જેની પાસે હોય, મારો વિશ્વાસ છે ભલે એ માણસ જીવનના બીજા ક્ષેત્રોમાં ગમે તે હોય પણ એ માણસ ઓછામાં ઓછો એક વસ્તુને સાચી રીતે સમજવાની લાયકાત પ્રાપ્ત કરતો જશે .
Side B - MUMBAI - તમે સત્યને સમજી, સ્વિકારી અને પચાવીજ ન શકોતો તમે ગમે તેટલા ગીતાના, ભાગવતના કે રામાયણના પાઠ કરો, એ માત્ર કોરી ધાર્મિકતા છે અને એ ખરા ટાઇમે મદદરૂપ થતી નથી. એક સંઘ ડાકોર-અંબાજી રેલવેના પુલ પાર કરીને જઈ રહ્યો છે, પાછળથી ટ્રેન આવીને બદ્ધાને કાપી નાંખે છે તો તરતજ પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં ગયો? ભગવાનને માનવાનો અર્થ એવો નથી કે તમે ગમે તેમ બેફામ રીતે ચાલો કે વર્તો. રામ કૃષ્ણ પરમ હંસની વાત સાંભળો. @2.51min. જીન્દગીમાં લલિત વિદ્યાને પણ સ્થાન હોવું જોઈએ. ભર્તુહરીએ લખ્યું છે કે: "संगीत साहित्य कला विहीन साक्षात् पशु: पुच्छ विषाण हिन" સંગીત સાહિત્ય વિનાનો માણસ સાક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે. ધંધો હોવોજ જોઈએ, કરવોજ જોઈએ પણ ધંધાની સાથે સાથે તમારા અંદર એક કોમળ લાગણી છે, એની પણ એક દુનિયા છે. @7.30min. કોફીમેટ ની પ્રવૃત્તિ વિષે સાંભળો. કોફીની પીવડાવવાની સાથે સાથે બારે મહિના એકથી એક ચડે એવા સારા સારા સાહિત્યકારો, કલાકારો, કથાકારો, સંગીતકારો એ બધાનો તમારા સાથે મેળાપ કરાવી આપે છે. અહી શું ફાયદો થાય છે તે સાંભળો. @9.51min. આ જે ત્રણ મારા ગુરૂઓ છે એ તમને પસંદ પડે તો તમે પણ એમને ગુરુઓ બનાવી શકો છો અપનાવી શકો છો, ન બનાવવા હોય તો કશો વાંધો નથી પણ ભલા થજો, પેલો જે કંઠી બાંધનારો ગાદી ગુરૂ છે તેનાથી મુક્ત થઇ જજો, એમાં અજ્ઞાન સિવાય બીજું કશુંજ નથી એ તો ઘેટાંના ઊન કાપનારા લોકો છે. ગુરૂ ગોવિંદ સિંહની જેમ સિંહ નથી બનાવતા કે જેણે આખી મોગલ સલ્તનતને હચમચાવી નાંખી, એમાં જ્ઞાનને કાંઇ લેવાદેવા નથી અને એનાથી તમે બચજો, આભાર ધન્યવાદ, હરિઓમ. @11.15min.પ્રશ્નોત્તરી @21.36min. અનામતના પ્રશ્નનો જવાબ સાંભળો. મોક્ષના પ્રશ્નનો જવાબ - મોક્ષની સાથે સત્ય જોડાયેલું છે અને સત્યમાં જયારે એમ લાગે કે આ સત્ય નથી તો એને છોડી દેવું જોઈએ. મેં કાશીમાં રહી બધા ધર્મોનું અધ્યયન કર્યા પછી મને સ્પષ્ટ થઇ ગયું કે મોક્ષ માત્ર એક કલ્પના છે અને મને આજે આ ગૃહસ્થના ઉદ્ધારની જેટલી ચિંતા નથી થતી એટલી આ સાધુઓના ઉદ્ધારની થાય છે કે જે વસ્તુ છેજ નહિ તેની પાછળ આ સાધુઓ પગ ઘસી ઘસીને મરે છે. મારે પ્રશ્નનો જવાબ સ્પષ્ટ આપવો જોઈએ. જો હું ધારત તો મનમાંને મનમાં આ વાતને દબાવી રાખીને બહારથી લોકોને કહેત કે "મોક્ષ મોક્ષ મોક્ષ" તો હું દંભી થઇ જાત, પાખંડી થઇ જાત. સન્યાસનો અર્થ માત્ર મોક્ષ નથી પરંતુ પ્રજાને સત્ય અને કલ્યાણનો માર્ગ બતાવવો તે આ રૂપમાં જેટલું કરી શકું એટલું તમારા રૂપમાં કહી શકું નહિ.બીજા એક હિદુત્વના સવાલના જવાબમાં કહ્યું કે મહત્વનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં તમે તમારા મકાનમાં સુરક્ષિત રહી શકશો કે કેમ? અમદાવાદ અને ગુજરાતના કેટલાયે મહોલ્લાના મહોલ્લા ખાલી થઇ રહ્યા છે. લોકો કાશ્મીર, પંજાબમાંથી ભાગી રહ્યા છે. ભાગી ભાગીને ક્યા જશો? એનો ઉપાય કરો એ હિન્દુત્વ છે. @25.55min. સંસ્કૃતિને લગતા સવાલનો જવાબ સાંભળી લેવો. @25.33min. સુરતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા આયોજિત સભામાં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં પ્રવચન. @40.14min. વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રિય તપ @44.34min. फ़िल्मी भजन - मन तरपत हरि दर्शनको आज - महम्मद रफ़ी साहब
Side A - DHARMA-MAAN ADHARMA, ધર્મમાં અધર્મ, MUMBAI, @5.00min. "संमानात ब्राह्मणो नित्यम् उद्विजेत विषादिव" જેને પોતાના બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય એણે પોતાના સન્માનથી ઉદ્વેગ પામવો, દૂર ખસી જવું. વાખાણનો એક નશો હોય છે અને નશો પછી ચસકામાં બદલાતો હોય છે. દારૂનો ચસ્કો કદાચ છોડાવી શકાય પણ એકવાર જો વખાણ સાંભળવાનો ચસ્કો લાગ્યો, તો એને છોડાવવો કઠીનમાં કઠીન કામ છે. એટલે અમારામાંના ઘણાં લોકો વખાણ કરનારા લોકોને રાખે છે અને એના કારણે જે સત્ય અને જે સત્ય અને જે ધર્મ લોકોના આગળ આવવું જોઈએ તે આવી શકતાં નથી. @2.50min. માણસ ચાર જગ્યાએ ભાન ખોટો હોય છે, તે સાંભળો. @4.31min. વિષય છે "ધર્મમાં અધર્મ" કલ્પના કરી શકો કે ધર્મમાં અધર્મ હોય અને હોય તો પછી અધર્મમાં પણ ધર્મ હોય. ધર્મ, સત્ય અને ન્યાય આ એકબીજાના પર્યાય શબ્દો છે. જે ધર્મ સત્ય ન હોય અને જે સત્ય ન્યાય ન સાબિત કરી શકતો હોય તો એ ધર્મ નથી. ધર્મને સંપ્રદાયના અર્થમાં લેવો નહિ. ભારતમાં ખાસ કરીને હિંદુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ત્રિપુટીઓ ધર્મ શબ્દને વિશેષણ વિનાનો માને છે, એ વિષે સમજણ @7.29min. સૌથી વધુમાં વધુ સારી વ્યાખ્યા મહર્ષિ કણાદે કરી છે. "यतोभ्युदय निश्रेयस सिद्धि सधर्म:" (वैशेषिक दर्शन). જે જે કર્મ કરવાથી આ લોકનું ભલું થાય અને મૃત્યુ પછી મોક્ષની પણ સિદ્ધિ થાય એનું નામ ધર્મ. ઉત્તરવર્તી કાળમાં ધર્મની વ્યાખ્યામાં પરલોકની પ્રધાનતા આવી. આ લોકનો વિરોધ થયો. આ કણાદ શું હતા? કોણ હતા? અને કેમ હતા? તે વિસ્તારથી સાંભળો. મહર્ષિ કણાદે શા માટે રાજાની સેવા લેવાની ના પાડી, તે સાંભળો. @14.59min. ઋષિ પરાવલંબી ન હોય અને જેનું પેટ પરાધીન એના વિચાર પણ પરાધીન. જો તમારે મગજને સ્વતંત્ર રાખવું હોય તો પેટને કદી પરાધીન ન થવા દેશો. પેટને અને મગજને બહું સંબંધ છે. ઋષિની વ્યાખ્યા હોય પણ પછી લોકો એમાં પોતાની વાતો ઉમેરતા હોય છે અને ઉમેરતાં ઉમેરાતાં જે માળખું તૈયાર થાય એને આપને ધર્મ માની લઈએ છીએ. આવું આખી દુનિયામાં ચાલતું ઘણા વર્ષોથી થતું આવ્યું છે. ધર્મમાં અધર્મ ક્યારે થયો તે વિષે સાંભળો. દેવવાદ પ્રાચીન કાળમાં આખી દુનિયામાં હતો. ગ્રીકોમાં, દક્ષિણ અમેરિકામાં અને ચાઈના પણ હતો. દુકાળ કેમ પડે છે? આગ કેમ લાગે છે? સમુદ્રમાં તોફાન કેમ થાય છે? એ બધું દેવો કરે છે, કારણકે એમને તૃપ્ત નથી કર્યા. અને તૃપ્ત કરવાનો રસ્તો નીકળ્યો તે પશુબલિ. હજારોની સંખ્યામાં વર્ષોથી પશુઓ કપાવા લાગ્યા. આ ધર્મમાં અધર્મ છે. પશુબલિથી બે આત્માઓ કકળી ઊઠ્યા તે બુદ્ધ અને મહાવીર. @19.33min. અમારે ત્યાં ચાણક્યે લખ્યું છે, "व्रुक्षान्सछ्हीत्वा पशु नहत्वा कृत्वा रुधिर कर्दमम यत्केवं गम्यते स्वर्गे, नरके केन गम्यते" હે ભાઈઓ જો વૃક્ષોને કાપીને, પશુઓને મારીને જો સ્વર્ગમાં જવાતું હોય તો નરકમાં જશે કોણ? એક નાના અવાજમાંથી, અવાજ મોટો થતો થતો એટલો મોટો થયો કે આજે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગેની પશુ હત્યાઓ બંધ થઇ ગઈ છે. ધર્મમાં અધર્મનું બીજું ઉદાહરણ, અમેરિકાનો પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન અને "ROOT" ફિલ્મ વિષે સાંભળો. ભારતમાં અત્યાર સુધી ગૃહ યુધ્ધ (Civil war) ન થયું તેના કારણો શું છે, તે જાણો. @24.30min. કાશીના એક દંડી સ્વામીની કહે છે, "आप फिकर मत करो, अब प्रभु अवतार लेने ही वाले हैं" લિંકનના બલિદાન પછી ધર્મની સ્થાપના થઇ. માર્ટિન લ્યુથર કિંગ વિશે સાંભળો વર્ષો સુધી લોકો માનતા રહ્યા કે હબસીઓમાં, પશુઓમાં અને સ્ત્રીઓમાં આત્માજ નથી એટલે તેનો મન ફાવે તેમ ઉપયોગ કરી શકાય. આ ધર્મમાં અધર્મ છે. એવીજ સ્થિતિ મહાભારતમાં, કર્ણ, અર્જુન અને એક્લવ્ય વિશે સાંભળો. @28.27min. કેટલીક મીથ ઘટનાઓ હોય છે, પરંતુ જ્યારે તેને માન્યતા આપવામાં આવે ત્યારે બનેલી ઘટના કરતાં વધારે નુકશાન પહોંચાડે છે. રામાયણમાં શુદ્ર એવા નિર્દોશ અને તપ કરતા સંબુકનો વધ એ ધર્મમાં અધર્મ છે અને એના ફળ રૂપે આજે અનામતનો પ્રશ્ન આપણું લોહી પી રહ્યો છે. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાની સ્થિતિ વિશે અને ધર્મમાં અધર્મના સાંભળવા જેવા વધુ ઉદાહરણો જેમાં કાશીમાં કરવત, પ્રયાગરાજમાં વટવ્રુક્ષ પરથી કુદવા વિષે અને જગન્નાથમાં રથ નીચે કચડાઈ મરવાની પ્રથા વિષે સાંભળો. @33.28min. આવું યુરોપમાં પણ ચાલતું રહ્યું. મૂળમાં આખી દુનિયાને સૌથી વધારેમાં વધારે પીડા દેનારું તત્વ કોઈ હોય તો એ પરલોક છે, જેને કોઈએ જોયો નથી, કોઈ પાછો આવ્યો નથી, કોઈ સમાચાર નથી. વ્હોરા સમાજની આવીજ એક પરલોકની વાત સાંભળો. સ્થાપિત હિતો અને જર્મનીમાં માર્ટીન લ્યુથરે પડકાર ફેંક્યો તે વિષે સાંભળો. @36.35min. અંગ્રેજો ભારતમાં આવ્યા અને ધીરે ધીરે આખા ભારત ઉપર એમનું રાજ્ય સ્થાપિત થયું. જેમ જેમ માણસોની કક્ષા ઉંચી થતી જાય એમ એમ ધર્મની વિકૃતિ પણ વધુ થતી જાય. બંગાળ, આખા ભારતમાં અને આખી દુનિયામાં સતિ પ્રથાનો રિવાજ વિષે સાંભળો. આખી દુનિયામાં એક કે બીજી રીતે આ સતી પ્રથા હતી. ચીન અને મિસ્રના પીરમીડોનું ઉદાહરણ. બંગાળમાં 70,000 સ્ત્રીઓને સતી બનાવી દેવામાં આવી. આ ધર્મમાં અધર્મ છે. @40.47min. રાજા રામમોહનરાય પોતાની ભાભીના સતીપણાંમાંથી જાગ્યા અને ત્યારના વાઇસરોય વિલીઅમ બેન્ટીન સાથે સતીપ્રથાના પ્રતિબંધ પર કાયદો સહી કરાવ્યો અને એ પ્રથા બંધ કરાવી, ત્યાર પછી વિધાર્મીઓએ કેવી રીતે લાભ ઉઠાવ્યો તે સાંભળો. આ ધર્મના અધર્મને અટકાવવા કઈ ગાદીના ગુરુ કે આચાર્ય કે સાધુ સંતે પ્રયત્નો કર્યા? @44.39min. ધર્મમાં અધર્મના બીજા ઉદાહરણો સાંભળો. વીસેક વર્ષ પહેલા આગ્રામાં એક અગ્રવાલ કુટુંબની સાત બહેનોએ આત્મહત્યા કરી. કેમ? તે સાંભળો. ભારતનો ધર્મ જયારે અધ્યાત્મમાં પરિવર્તિત થાય છે ત્યારે એક ભગવાન પેદા થાય છે, અવતાર પેદા થાય છે અને એ ભગવાન કે અવતારનું કામ એકજ છે કે પ્રશ્નને ન અડવું, પ્રશ્નને એક તરફ રાખો.
Side B - MUMBAI - રાજસ્થાનમાં એક સંપ્રદાયના કડક રિવાજથી સાધુનું મરણ. ઉનાળાના દિવસોમાં સાંજે જમ્યા પછી છત ઉપર સુઈ ગયા. એમના પર જૈનોની અસર છે એટલે સુતા પહેલા બધું પાણી ધોળી દીધું અને રાત્રે એક સાધુને સખત તરસ લાગી, કોઈએ પાણી આપ્યું નહિ એટલે સાધુનો જીવ નીકળી ગયો. આ ધર્મમાં અધર્મ છે. કદીપણ કુદરત વિરોધી નિયમો ન પાળશો. કુદરત મિત્ર છે. શંખેશ્વરમાં એક સાધ્વીનું મરણ પણ એજ પ્રમાણે થયું તે સાંભળો. @3.10min. સ્વામીજીનું ઘણા વર્ષો પહેલાં અમરનાથની યાત્રામાં જવાનું થયું, ત્યારે ખાસ આતંકવાદ જેવું કશું હતું નહિ. એક ગોડાઉનમાં ઉતર્યા એમાં એક માણસને ઠંડી ચઢી તે એક લશ્કરના કેપ્ટને કહ્યું, इसकी ठंडी मैं अभी उतार दूँ. એ કેપ્ટને વ્હીસ્કી થોડી પીવડાવી અને શરીર પર ઘસી એટલે સારો થઇ ગયો. આને આપદ ધર્મ કહે છે. આ અધર્મમાં ધર્મનું ઉદાહરણ છે. સાધુઓએ સ્ત્રીનો સ્પર્સ ન કરવો આ એક નિયમ છે પરંતુ નદીમાં તણાતી સ્ત્રીને બચાવવી એ ધર્મ છે. નિયમો હોવા જોઇએ પરંતુ જડતા ન હોવી જોઇએ. એક શાસ્ત્રીજી જયારે કુંડ નજીક સંધ્યા કરતા હતા ત્યારે ભરેલા કુંડમાં છોકરું ડૂબતું હતું તો શાસ્ત્રીજી ન ઉઠ્યા અને છોકરુંને ડૂબવા દીધું આ ઘટેલી ઘટના છે. લોકો ભેગા થયાં અને શાસ્ત્રીજીને પૂછ્યું તો કહ્યું કે "हां मैंने देखाथा लेकिन मैं पूजामें बैठा था" બે-ત્રણ વર્ષ પછી એક બીજું છોકરું એજ પ્રમાણે ડૂબી ગયું, પણ શાસ્ત્રીજી ન ઉઠ્યા તે ન ઉઠ્યા. આ ધર્મમાં અધર્મ છે. @7.13min. મોટા મોટા શહેરોમાં, કોઈ મોટા મહાપુરુષો પધારે ત્યારે મોટા મોટા બેન્ડ, વાજા અને સરઘસ કાઢવામાં આવે છે ત્યારે કલાકોના કલાક સુધી રોડ જામ થઇ જાય છે, કોઈ વિદ્યાર્થી સ્કુલ નથી જઈ શકતો, કોઈ કોર્ટ કચેરી નથી જઈ શકતો, કોઈ દુકાને નથી જઈ શકતો, કોઈ બિમાર માણસ ડોક્ટરને ત્યાં નથી જઈ શકતો, કેમ? મહારાજનો વરઘોડો નીકળ્યો છે. આ ધર્મમાં અધર્મ છે. હમણાં અમદાવાદમાં વરઘોડાને વધારે આકર્ષક બનાવવા માટે દશમાં માળે દોરડા પર ચઢેલો એક નટ પડી જતા મરી ગયો હતો. એક ઈઝરાઈલની સભામાં પ્રધાનમંત્રી પધારેલા તે વિષે સાંભળો. હવે એને આપણાં પ્રધાનમંત્રી સાથે સરખામણી કરો. @10.31min. સ્વામીજી 18 દિવસ ચીનમાં ફર્યા, એક પણ જગ્યાએ લાઉડ સ્પીકર જોયુજ નહી, કોઈ સપ્તાહ નથી, કોઈ હોમ-હવન નથી થતો, કોઈ યજ્ઞ નથી થતો, કોઈ સમૈયો નથી થતો અને દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. તમારો ધર્મ બધાને ન્યાય આપે છે? તમારો ધર્મ સત્ય છે? એટલે પ્રકૃતિની, કુદરતની નજીકમાં છે? અને જો સત્ય અને ન્યાય બંને ભેગા થાય તોજ એને ધર્મ કહેવાય. શબ્દ સંપદા સંસ્થાના શ્રી વિનુભાઈ મહેતાનો પરિચય. આપણે ધાર્મિક થવું જોઇએ, નાસ્તિક થવું નથી.ધર્મને અધર્મથી મૂક્ત કરો તો પછી પ્રજા આપોઆપ અધર્મથી મૂક્ત થશે. આપને બધાને ધર્મ આપવો હોય તો પછી ધર્મને અધર્મથી મુક્ત કરો, પછી પ્રજા આપોઆપ અધર્મથી મુક્ત થશે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @16.00min. મહર્ષિ દયાનંદ વિશે સત્સંગ સરિતામાં પ્રવચન. @19.13min. સ્ત્રીને સરખા અધિકાર અપાવ્યા. હિંદુ ધર્મથી વટલાયેલી પ્રજાને પાછી હિંદુ ધર્મમાં લેવાની વ્યવસ્થા કરી. @23.08min. જોધપુરના મહારાજાને ત્યાં ગયા અને નર્તકી નન્ની જાન અને રાજાના સંબંધો વિષે જાણ્યું અને રાજાને કહ્યું "देखो जो सिंह होता है वो सिंहनी पीछे दौड़ता है, कुतियोंके पीछे नहीं दोड़ता है". રાજાને હાડો હાડ લાગી ગયું. નન્ની જાન દુશ્મન બની અને દૂધમાં ઝેર અપાવ્યું. પોતાને ઝેર આપનાર જગન્નાથ રસોઇઆને માફી આપી. "क्षमा रूपम् तपस्वी नाम" ચાણક્ય લખે છે કે તપસ્વીનું ખરું સ્વરૂપ ક્ષમા છે. સૂરજ બુઝાવ્યાનું પાપ પુસ્તક વિશે સાંભળો. સન્યાસીઓ માટે પ્રતિબંધ છે કે જીવતા માણસોની જયંતી ઉજવાય નહી. હમણાં અમારી બાજુમાં પોતાની જયજયકાર કરાવવા, દારૂખાનું સહીત 11 કરોડ ખર્ચવામાં આવ્યા. આ પૈસાથી કાઠીયાવાડમાં કેટલાયે ચેક ડેમો બાંધી શકાત. @30.32min. મહર્ષિ દયાનંદે ઉત્તર ભારતમાં અસંખ્ય DAB કોલેજો કરી. ગાંધીજીના મોટે ભાગેના કાર્યકરો આ કોલેજોમાંથી થયા એ ગાંધીજીએ સ્વીકાર્યું છે. સત્યની ભૂખ લઈને, આપણે જયારે સાચા માણસની શોધ કરવા નીકળીએ તો તમારામાં એટલો વિવેક તો હોવો જોઈએ કે શોષણ ખોરો કયા છે? અને ત્યાગીઓ કયા છે? સાચા ત્યાગીઓને આપણે ભૂલી ગયા છીએ અને લૂંટનારાને છે, ખાસોટરા છે, એ બધાને આપણે ભગવાન કરીને બેસાડી દીધા છે, એનાથી પ્રજાનું કલ્યાણ નહિ થાય. @32.15min. આપણે ઈશ્વર પૂજક બનવાનું છે. માણસ એ માણસ છે. માણસ કદી ભગવાન થતો નથી, જન્મે અને મરે એ ભગવાન હોયજ નહિ, ભગવાન અજન્મા અને અનન્ત છે. સત્સંગ સરિતાનો આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @33.41min. રાજસ્થાનના એક જૈન મંદિરનો ઈતિહાસ પ્રગટ-અપ્રગટ ઉપાસના. @29.52min. भजन - कौन जाने कलकी खबर नही - श्री नारायण स्वामी.
(B) PANCHAAMRUT PRAVACHAN - (પંચામૃત પ્રવચન)
Side 1A - PANCHAAMRUT PRAVACHAN - MUMBAI - પંચામૃત પ્રવચન - મુંબઈ - ભાઈદાસ હોલ, શ્રી હિંમતલાલ હરિભાઈ જોષી આયોજીત - વ્યવસ્થિત જીવન એ સુખનું મૂળ છે અને તેથી ઉલટું દુ:ખનું મૂળ અવ્યવસ્થા છે. આત્મદર્શન કરવાથી, સમાધિ લગાવવાથી કે કુંડલીની જાગૃત કરવાથી સ્થાયી સુખ નથી મળતું પણ જો તમે એક સારી વ્યવસ્થા કરી શક્યા હોવ, તો એ વ્યવાસ્થાજ સુખનું કારણ બને છે, જો આ વાત સાચી હોય તો દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. કોઈપણ પ્રકારનું દુખ એ પ્રકારની અવ્યવસ્થામાંથી પરદા થતું હોય છે. જેને કરી શકાય તે સાધના કહેવાય અને જેને કરીજ ન શકાય તે સાધના ન કહેવાય. એને સાધના માનીને જો તમે ચાલો તો તમે થાકી જવાના, હારી જવાના. જ્યાં તમારો પુરુષાર્થ કામ ન કરે ત્યાં તમે સંતોષ રાખો, પણ જ્યાં તમારો પુરુષાર્થ કામ કરે ત્યાં સંતોષ રાખવાની જરૂર નથી. વ્યવસ્થા અને અવ્યવસ્થાના ઉદાહરણો સાંભળો. @4.57min. પશ્ચિમમાં આખું જીવન એક વ્યવસ્થામાં ચાલે છે, આપણે મોટેભાગે અવ્યવસ્થામાં ચાલીએ છીએ. વ્યવસ્થાની સ્થાપના કરવી એનું નામજ ધર્મની સ્થાપના. વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા કરી દેવી એનું નામજ અધર્મ છે. એક ધાર્મિક સરઘસનું ઉદાહરણ. તમે તોળાં જોઇને માનો કે ભારતમાં ઘણો ધર્મ છે એ ભૂલ છે. આ વ્યવસ્થા ત્રીમૂખી છે, કુદરત, શાસ્ત્ર અને રૂઢી. જ્યાંથી વ્યવસ્થા અવેછે, ત્યાંથીજ અવ્યવસ્થા પણ આવે છે. માણસ સિવાયની આખી સૃષ્ટિ એક વ્યવસ્થામાં ચાલી રહી છે. @9.48min. ઈશ્વરને શોધવા હિમાલયમાં ન જશો પરંતુ ઈશ્વરને શોધવો હોય તો તેની રચનાને, તેની વ્યવસ્થાને જુઓ. બીજા લોકો પ્રત્યે બહુ અપેક્ષા ન રાખશો નહિ તો દુઃખી થશો. જેમની ઓછામાં ઓછી અપેક્ષાઓ હોય તેમના સંબંધ લાંબો સમય ટકતા હોય છે. @12.11min. તમારે ઈશ્વરને શોધવો હોય, તો હૃદયમાં ડૂબકી લગાવો એવું હું તમને નહિ કહું, પણ તમે એની રચના તમે જુઓ. "ईश्वर: सर्व भुताना....यन्त्रा रुढानि मायया ....(गीता....18-1). कर्मण्येवाधिकारस्ते.......सङ् गोस्त्वकर्मणि (गीता 2-47) ગીતાના પરસ્પર ટકરાતા શ્લોકો વિષે સમજો. જ્યાં સુધી બે પરસ્પર ટકરાતા સિદ્ધાંતોનો મેળ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર પોતાનું તત્વ પ્રગટ નથી કરતું. પ્રવચનનો શેષ ભાગ કુદરતની વ્યવસ્થા પર છે.@16.31min. ઈઝરાઈલ અને ભારતમાં છોકરાંના ઘડતરમાં શું ફરક છે? તે જાણો. કુદરતે આખા આપણાં જીવનની વ્યવસ્થા કરે છે. @19.51min. ઉત્તર ગુજરાતમાં એક પ્રવચનમાં એક ચિંથરેહાલ ડોસો કથા સાંભળવા આવે એની વાત સાંભળો.અનાથાશ્રમના બાળકોને રિસાતાં જોયા છે? વૃદ્ધાશ્રમના વૃદ્ધોને? ભૂખ કોઈને છોડતી નથી. ભગવાને બહુ દયા કરીને આપણને પેટ આપ્યું છે. ભગ્યશાળીમાં ભાગ્યશાળી એ છે જેને ભગવાને ભીમસેન જેવું પેટ આપ્યું છે. @25.25min. જેના ઘરમાં ઘીની બરણીઓ ભરી છે, એના લીવર ખરાબ છે અને જેના લીવર ધમધમી રહ્યા છે, દાખળાંયે ખાવાના નથી મળતાં. તમે બધાથી ત્રાસજો પણ કુદરતની વ્યવસ્થાથી કદી નહિ ત્રાસજો કારણકે કુદરત તમારો સૌથી વધારેમાં વધારે ગાઢ મિત્ર છે. કુદરતને દુશ્મન બનાવો એનાથી વધારે કોઈ અનિષ્ટ નથી. @26.36min. મહાભારતનું યુદ્ધ પછીની વાત સાંભળો. યુદ્ધ પણ ઘણીવાર જરૂરી છે. શકુનીએ વરદાન માગ્યું કે ભગવાન ગામે ગામ મારો વંશ રહે. કૃષ્ણથી બોલાય જવાયું "તથાસ્તુ" આજે પણ દુનિયામાં બધે શકુની છે. આગળ એક કલ્પાંત કરતી વિલાપ કરી રહેલી સ્ત્રી ગાંધારી છે. દૂર આંબા પર એક કેરી છે તે પાડવા માટે એના છોકરાના મડદા એક પછી એક લાવી થપ્પી કરી. @33.47min. કૃષ્ણ અર્જુનને કહે છે, दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया, मामेव ये प्रपधन्ते मायामेतान तरन्ति ते ......(गीता 7-14). આ ભૂખ મારી મુકેલી છે. "अहं वैश्वानरो भूत्वा.....चतुर्विधम्" (गीता 15-14). હું વૈશ્વાનર ભગવાન છું, ધગ ધગ ધગ ધગ આગ લાગવું છું . અને જયારે પેટમાં આગ લાગવું છું ત્યારે ભલ ભલા માણસો વિવેક ભૂલી જાય છે. એક કુદરતી વ્યવસ્થા છે અને આખી દુનિયા કુદરતી વ્યવસ્થાથી ચાલી રહી છે. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી. જો એ કુદરતી શાસ્ત્રને સમજવામાં આવે તો બીજા શાસ્ત્રોની જરૂર નહિ પડે. શરીરના અવયવો કાન, નાક આંખ વિશેની કુદરતી વ્યવસ્થા સમજો. @35.29min. પ્રોફ્ર્સરો કદાચ નાસ્તિક હોય પણ ડોક્ટર નાસ્તિક ન હોય. માણસ કુદરતી વ્યવસ્થામાં જીવન જીવતો નથી, એને પોતાની જુદી વ્યવસ્થા પણ ઊભી કરી. માણસ ઘણો આગળ નીકળી ગયો કેમ કે એની પાસે વિશેષ બુદ્ધિ હતી. માણસ ઘણો આગળ નીકળી ગયો કેમ કે એની પાસે વિશેષ બુદ્ધિ હતી. એ બુદ્ધિના કારણે એ કારણે એ આગળ નીકળ્યો, એટલે બે વ્યવસ્થાઓ હતી તેમાં એક કુદરતી અને બીજી માનવીય વ્યવસ્થા. આ જે માનવીય વ્યવસ્થા છે એ જ શાસ્ત્રીય વ્યવસ્થા છે. એટલે કેવી રીતે જીવવું એના શાસ્ત્રો બનાવ્યા. પ્રાણીઓ માટે કોઈ વ્યવસ્થાની જરૂર નહી. @38.21min. ટાન્ઝાનિઆમાં ગોરનગોરો ક્રેટર વિષે સાંભળો. તમે જો પ્રજાને હરણાં જેવી બનાવો તો કોઈનો શિકાર થઇ જશે. પ્રજાને સિંહ જેવી બનાવો, સિંહનેજ શાંતિ હોય. શાંતિનું મૂળ સામર્થ્ય છે. શીખો મૂળ વાણીયા છે, ગુરુ ગોવિંદ સિંહે એમને સિંહ બનાવ્યા. કુદરતી બેલેન્સ વિષે સાંભળો. જયારે તમારે મહત્વનું કામ કરવું હોય તો એના નાના મોટા અનિષ્ટો તો થવાનાજ. એવું કોઈ કાર્ય નથી કે બધું સારુંજ થાય. @44.09min. આ બધું આપોઆપ નથી થયું, આ એક બિલકુલ વ્યવસ્થિત વ્યવસ્થા છે, એને તમે મિત્ર બનાવો. માનવીય વ્યવસ્થા વિષે વધુ સાંભળો. શાસ્ત્રોના બે રૂપ છે, લિખિત અને અલિખિત વિષે સાંભળો. માનવીય વ્યવસ્થા વિષે વધુ સાંભળો. શાસ્ત્રોના બે રૂપ છે, લિખિત અને અલિખિત વિષે સાંભળો. વેદમાં ત્રણ વાતો મૂખ્ય છે. એક તો કુદરતનો દ્રોહ નથી, એનો અર્થ એવો કે એ સ્કુદ્રોહી નથી. ભૌતિક આવશ્યકતાઓનો સ્વીકાર છે. જયારે પ્રજા સુખનો સ્વીકાર કરતી હોય છે ત્યારે સુખ વધતું હોય છે. એક વાર પ્રજાને સુખ દ્રોહી બનાવો, પછી સગવડને એ દોષ માનશે અને અગવડને અને અગવડને ગુણ માનશે. એટલે ભારતમાં ઈર્ષ્યા બહું છે.
Side B - MUMBAI - એક બહેનની વાત સાંભળો જેના પતિએ હોંગકોંગ એરપોર્ટની લેન્ડીંગ કંટ્રોલ સીસ્ટમની ડીઝાઇન એવી કરી કે જેથી પાયલોટ આંખ બંધ કરીને ગમે એવા ધુમ્મસવાળા વાતાવરણમાં પ્લેન ઉતારી શકે. દુનિયાના 300+ જેટલા એરપોર્ટ સત્તાધીશોએ એમની સલાહ-મદદ લઇ ચુક્યા છે. ચાઈના વિષે સાંભળો. આપણી દુર્બળતાનું આપણને કેવી રીતે આશ્વાસન મળે તે સાંભળો. સ્વામીજી કહે છે, પહેલાં જે આનંદ, ખુમારી મસ્તી હતી તે પરદેશ જોયા પછી નીકળી ગઈ. પહેલાં તો કહેતાં હતા કે "हम महान है,"हम महान है, हम महान है" જોઇને આવ્યા પછી ખબર પડી કે આપણે તો કંઈજ નથી. @4.05min. વૈદિક શાસ્ત્રોની પહેલી વાત તો એ છે કે પ્રજાને અહીજ(પરલોકમાં નહી), સુખી બનાવવાની છે. તમારું મસ્તિષ્ક પ્રયોગશાળામાં જવાને બદલે અધ્યાત્મના નામે ભોંયરામાં જાય તો પ્રજા ગરીબ થઇ જાય. આપણે કુદરતની વ્યવસ્થા સાથે માણસની વ્યવસ્થાનો મેળ કરવાનો છે. આપણે એમ માનીએ કે આપણે કોઈનું કશું ન બગાડીએ તો કોઈ આપણું ન બગાડે એ માન્યતા સર્વાંશે સાચી નથી. ઉંદરે બિલાડીનું શું બગડ્યું હતું? પણ ઉંદર એ બિલાડીનો ખોરાક છે. ઘણા વર્ષો પહેલા ભર્તુહરિએ લખ્યું છે, "भोगे रोग भयं ....शम्भो: पद निर्भयं" (वैराग्य शतक - 31) पृ. 191. ભર્તુહરિને અને ચાણક્યને જરૂર વાંચજો. તમે આકાશમાં ઉડતા હશો તો જમીન પર આવી જશો અને પ્રશ્નો ઉકેલાવા માંડશે. @10.23min. બંગાળમાં એક ભગવાનની વાત સાંભળો. પ્રજાને જો તમે કલ્પનાના રવાડે ચઢાવી દો, તો દુશ્મન ના મરે પણ એ કલ્પનાજ એને મારી નાંખે. વેદ કોને મહત્વ આપે છે? સાધુને કે ભામાષાને? @13.00min. આ જે બે વ્યવાસ્થાઓમાંની જે બીજી છે એ છે શાસ્ત્રીય વ્યવસ્થા. આ બંને વ્યવસ્થા મળીને માણસના જીવનને એક વ્યવસ્થા આપે અને એ વ્યવસ્થા એટલી સચોટ હોય કે સમગ્ર પ્રજા સુખી થાય આ એના પાછળનો હેતુ છે. હિંમતભાઈનો પરિચય સાંભળો, આભાર ધન્યવાદ હરિઓમ તત્સત. @14.07min. સમર્પણ લેબોરેટરી વડોદરામાં પ્રવચન. જે પ્રજા સત્યને શોધે તેજ પ્રજા મહાન થઇ શકે. જો તમે સત્યને ન શોધી શકો તો લાખ પ્રયત્નો કરીને પણ મહાન ન થઇ શકો. સત્ય શોધવાના ચાર સ્ટેજ હોય છે તે સાંભળો. શાસ્ત્રના દ્વારા, આર્ષપુરુષોના જીવન અને વાણીના દ્વારા, પોતાના અનુભવો દ્વારા અને પ્રયોગશાળાથી શોધી શકાય. આ વિષય પર વધુ આગળ સાંભળો. @22.33min. એક ભજન મંડળનો અનુભવ સાંભળો. @26.56min. એક બ્રાહ્મણ અને બકરુંનું દ્રષ્ટાંત સાંભળો. 28.34min."મેરુ રે ડગે પણ જેના મન ના ડગેને પાનબાઈ" ભજન વિષે. @30.46min. હમણાંજ આપણાં ભાઈ શ્રીએ કહ્યું કે મનુષ્ય અને ઈશ્વર બંને એક્કજ છે, હવે પ્રશ્ન એ થાય છે કે તમે ઈશ્વર છે એનો અનુભવ થયો કોઈવાર? અને ન થયો હોય તો તમે જે બોલો છો એ તત્વ વિનાનું બોલો છો. સ્વામી રામતીર્થ આખી જીન્દગી સુધી આવું બોલતા હતા, કાયમ કુદરતની શક્તિઓને પડકારતા હતા પણ પહાડ ઉપરથી નીચે નહાવા ગયા, પગ લપસ્યો અને વેગમાં તણાવા લાગ્યા ઘણું બચવા માટે પ્રયત્નો કર્યા પણ પોતાની જાતને ન બચાવી શક્યા. @33.40min. બીજા એક પરભુની વાત સાંભળો. માણસ એ માણસ છે, પ્રભુ નથી. મેં મારો પોતાનો શ્લોક લખેલો છે "ब्रह्म सत्यम् जगत सत्यम् , मिथ्या मोहांध जीवितम् , इश भक्तिर लोकसेवा हित्येषा पर्मारतत. એકવાર તમે એમ નક્કી કરી લો કે આ જગત મિથ્યા છે તો તમારે કશું કરવાનું રહેતુંજ નથી. એક જે ચોથો અનુભવ છે તે તમારા પોતાના અનુભવો. મેં 11 વર્ષ સુધી શાંકર વેદાંતમાં અધ્યયન કર્યું પણ મને એવું કંઈ થાયજ નહિ કે હું બ્રહ્મ છું, ઈશ્વર છું. એક હોક્લીવાલા ભગવાનની વાત સાંભળો. ભારતને ઊંધે રવાડે ચઢાવનાર આવા ભાગવાનો છે. કદી પણ તમારા અનુભવમાં ન આવતું હોય તે માનશો નહિ, મનુએ લખ્યું છે કે પોતાના અનુભવો સર્વોપરિ છે. અનુભવમાં @40.13min. અમેરિકામાં એક સાયન્સ મ્યુઝીયમની મુલાકાત. અદ્રશ્ય જગત દ્રશ્ય જગત ઉપર બહું મોટો પ્રભાવ નાખે છે. હરિઓમ તત્સત. @43.55min. હે જે ગમે જગતગુરુ દેવ જગદીશને. શ્રી આશિત દેસાઈ વિગેરે.
Side 2A - PANCHAAMRUT PRAVACHAN - MUMBAI - પંચામૃત પ્રવચન - મુંબઈ - સુખનું મૂળ વ્યવસ્થામાં છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થામાં છે. આ વ્યવસ્થા અને અવ્યવસ્થા વ્યક્તિના જીવનમાં અને સમાજમાં ત્રણ રીતે આવે છે, કુદરતથી, શાસ્ત્રોથી અનર રુઢીઓથી આવે છે. માનસ માત્ર અને જીવ માત્રની પ્રવૃત્તિમાં ત્રણ વસ્તુઓ ખાસ મુકેલી છે તે આવેગો, લાગણીઓ અને ફક્ત માણસમાં મહત્વાકાંક્ષા. કુદરતે આપણી અંદર સૃષ્ટિ ચાલુ રાખવા માટે કામવાસનાનો એક મોટો આવેગ (વંટોળીયો) મુક્યો છે. આ કુદરતની વ્યવસ્થા છે. જો શાસ્ત્ર કુદરતના સાથે મળીને ચાલે તો માણસનું કલ્યાણ થાય પણ વિમુખ થઈને ચાલે તો થાય તો માણસ દુઃખી થાય. માણસ પર્વર્તન કરે છે, કુદરત કશું પરિવર્તન નથી કરતી. માણસ જો કુદરતની સાથે તાલમેલ ન બેસાડી શકે તો કુદરતના કોપનો ભાજન થતો હોય છે. @4.35min. વૈદિક પરંપરામાં કામનો સ્વિકાર છે. આપણું પ્રતિક સાથિયો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થનું બેલેન્સ છે. બધાજ ધર્મો કોઈ વ્યક્તિથી શરુ થતા હોય છે પરંતુ કુદરતી ધર્મ સનાતન છે. સનાતન ધર્મ વિશેની સમજણ. કુદરત શબ્દ સનાતન અર્થમાં છે. સનાતન ધર્મ કોઈ માણસ વિશેષથી શરુ થતો નથી, માણસ વિશેષથી શાસ્ત્ર શરુ થાય છે. વર્તમાનમાં ત્રણ-ચાર હજાર વર્ષોથી જુનું કોઈ શાસ્ત્ર નથી. પરંતુ કુદરતનું શાસ્ત્ર તો અબજો વર્ષોથી ચાલ્યું આવે છે એટલે તે સનાતન છે. @8.30min. વૈદિક કાળના ઋષિઓ કુદરતથી બિલકુલ નજીક છે. તેમને પત્ની તથા બાળકો છે અને પ્રજાને તેનો વંશ ચાલુ રાખવાનો ઉપદેશ આપે છે. "प्रजातन्तुमा व्यवद्छेत्सि" જે પરંપરાથી પ્રજાનો તાંતણો ચાલ્યો આવે છે એને તોડીશ નહી પણ ચાલુ રાખજે. સ્ત્રીને અર્ધાંગિની માની છે અને પત્નીનો ત્યાગ નથી કર્યો. આ આપણી પ્રાચિન વ્યવસ્થા છે. ઉત્તર્વર્તી કાળમાં સાધુઓ થયા, તેઓ કુદરતથી દૂર ખસ્યા અને લોકોને પણ એવોજ ઉપદેશ આપ્યો કે સંસાર માયા છે, દુ:ખનું મૂળ છે, સંસારમાં પડવું નહિ વિગેરે. અહલ્યાનું ઉદાહરણ. @11.44min. ભારતનું દામ્પત્ય પશ્ચિમની તુલનામાં સારું અને સફળ હોય તો તેનું કારણ સ્ત્રીઓ છે. સ્ત્રીઓ પુરુષોના ઈગોને સહન કરે છે. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ ઉપર કેમ વધારે મહત્વ આપો છો? ગાંધીજીએ કહ્યું એ "પતિતપાવન છે" જે પવિત્રોનો ઉદ્ધાર કરે એવા રામ મારે ના જોઈએ પણ જે પતિતોનો ઉદ્ધાર કરે એવા રામ મારે જોઈએ છે. @14.57min. સુરતમાં એક ડોક્ટર બહેનની વ્યથા સાંભળો. પત્ની ત્યાગ નથી કરતી પણ સહન કરે છે અને એટલે પુરુષો લીલા લહેર કરે છે. ભૂલો સુધારવી એનું નામજ સાધના છે. @17.47min. અમેરિકામાં એક છૂટા થયેલા પતિ-પત્ની કેવી રીતે સાથે થયા? "गेपतिलोक अनंदभरी" પુનર્જીવન બહુ સુખદાયી હોય છે, પછી ભૂલોને ચાન્સ ઓછો હોય છે. કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ કર્યો નથી કારણકે સંસાર કે પત્નીનો ત્યાગ કરવાથીજ મોક્ષ મળે છે એવું નથી. @23.41min. ભગવાન જયારે વિભૂતિ ગણાવવા બેઠા ત્યારે કહ્યું "प्रजन्स्चाष्मि कन्दर्प:" અર્જુન જે આ પ્રજનન શક્તિ છે એ મારી વિભૂતિ છે. धर्माविरुद्धो.....भरतर्षभ...( गीता 7-11) ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ છે, એ મારી વિભૂતિ છે. જો એ પાપ જ હોય તો કોઈ એવી પ્રાર્થના કેમ નથી કરતું કે "હે ભગવાન મને એવું સંતાન આપજો કે એમાં કોઈ એવી શક્તીજ ન હોય" આ ઉર્જા છે એટલે આ આવેગો મુક્યા અને તેને ક્ષણિક બનાવ્યા. @27.58min. એક સજ્જનની ગરીબીની વાત સાંભળો. આવેગો આગમાંપાયી છે તે આવે અને જતા રહે છે. એક સ્થાયી તત્વ પણ ઈશ્વરે મૂક્યું છે તે છે લાગણી. લાગણીનું નામજ જીવન છે એને ગીતામાં ભાવના કહી છે. "नास्ति बुद्धिरयुक्तस्य....कुत:सुखम्" ....(गीता 2-66). અર્જુન જે યોગી નથી એને ભાવના નથી અને જેને ભાવના નથી એને શાંતિ નથી. તમારા જીવનમાં ભાવના પણ હોવી જોઈએ. ફક્ત કોરી બુદ્ધિ તમને થકવી નાખશે. લાગણી ભગવાને મૂકી છે. એક તરફ આવેગો પતિપત્નીને ભેગા કરે છે અને બીજી તરફ લાગણીઓ એને સ્થાયિત્વ અપેછે. @31.06min. આશ્રમમાં એક આંધળા વૃદ્ધ દંપતિનું દ્રષ્ટાંત સાંભળો. @36.27min. માણસમાં એક વધારાની વ્યવસ્થા છે, તે મહત્વાકાંક્ષા અને એ પૂરી કરવાની ભગવાને શક્તિ પણ મૂકી. પૈસાના દ્વારા માણસને તૃપ્ત કરી શકતો નથી. આ જે મહત્વાકાંક્ષા છે, એમાં એક સિકંદર પેદા થાય, એક નેપોલિયન પેદા થાય, કોઈ વાસ્કો ડી ગામા પેદા થાય. કુદરતી વ્યવસ્થામાં કર્મકાંડો અને યજ્ઞોથી આવેલી વિકૃતિ વિષે સાંભળો. @40.28min. દક્ષિણ અમેરિકામાં પણ દેવવાદ હતો. ભારતમાં 33 કરોડ દેવતાઓ, એ દેવને રાજી કરવા કેવી રીતે? યજ્ઞો અને પશુબલિ.બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેંટમાં પણ દેવવાદ છે. પ્રાચીન કાળમાં આખી દુનિયા માંસાહારી હતી. મોડે મોડે શાકાહાર આવ્યો. હિમાચલ પ્રદેશની વાત સાંભળો. દેવવાદમાં સ્થાપિત હિતો ભળ્યા એટલે આખી ધર્મ વ્યવસ્થા પરલોકવાદી થઇ અને એમાં વિકૃતિ આવી. @46.10min. મિમાંસકો મોક્ષને નથી માનતા, સ્વર્ગને માને છે. બધાએ જે જુદો જુદો મોક્ષ બતાવ્યો છે અને એ બધી બાબતો ભેગી કરો તો હસવુંજ આવે. પછી બુદ્ધનો પ્રાદુર્ભાવ થયો. બુદ્ધને બચપણથીજ ચિંતન અને જીવનમાં મન ન લાગે.
Side 2B - MUMBAI - બધાજ માણસો કમાવા નથી જન્મ્યા હોતા અને એવુજ જો હોત તો દુનિયાને વ્યાસ, વશિષ્ઠ, કાળીદાસ, સેક્શ્પિઅર, આઇસ્ટાઇન ન મળ્યા હોત. નરસિંહ મહેતાએ ગયું છે કે "એવારે અમો એવા, તમે કહો છો વળી તેવા રે" જ્યાં સુખનો અતિરેક હોય, એમાંથી પણ માણસ ને વૈરાગ્ય થાય. બુદ્ધ અને મહાવીરની આ સ્થિતિ છે. જીન્દગીમાં કોઈવાર ઓચિંતાની એવી ક્ષણો આવતી હોય છે કે તમારો આખો ટર્ન બદલી નાખે. @4.04min. દશેરાના દિવસો છે ત્યારે યુવરાજ(બુદ્ધ) માતાજીના દર્શન કરવા જાય છે અને ત્યાં શું શું જુએ છે તે સાંભળો. @7.49min. આપણને નનામી લઇ જતા આવડતું નથી, એ વિષે સાંભળો. બુદ્ધ પૂછે છે મારી જવું એટલે શું? "कहत कबीरा सुनो भाई साधू आप मुए फिर डूब गई दुनिया" @9.48min. એક ઓળખીતા સજ્જન ગુજરી ગયેલા અને મૃતદેહ દોઢ દિવસ રાખી મુકેલો એ વિષે સાંભળો. બુદ્ધે નક્કી કર્યું કે મારે રોગથી, વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી મુક્ત થવું છે. રાત્રે જયારે રાહુલ અને યશોધરા ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારેગૃહ ત્યાગ કર્યો. આ અત્યંત કઠીન કામ છે. ચાણક્ય કહે છે, "दरुभेद निपुणोपि सद्ङ्ग्रि निष्क्रियो भवति पङ्कज कोन्षि" ભમરાને જુઓ કે ગમે એવું કઠોર લાકડું હોય એમાં કાણું પાડે પણ કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતો એમો ગૂંગળાઈને મારી જાય છે કારણકે એને કમળ સાથે એને પ્રેમ છે. એક બિહારના માણસનું દ્રષ્ટાંત સાંભળો. @16.00min. ઋષિ કોઈ પત્નીનો ત્યાગ નથી કરતો પણ અહિયાં તો એ પત્ની ત્યાગને આદર્શ માની લેવામાં આવ્યો. આ એક નવો આદર્શ શરુ થયો. જૈનોમાં એક પત્ની ત્યાગની કથા છે તે સાંભળો. આપણે ત્યાં પણ રામદાસ લગ્નની ચોરીમાં બેઠા છે અને ફેર ફરવાની તૈયારીમાં છે અને બ્રાહ્મણ કહે છે "समय वर्ते सावधान" એટલે રામદાસ તો છટક્યા અને મહાપુરુષ થયા, પણ પેલી બ્રાહ્મણીનું શું થયું? કોઈએ એની તપાસ નહી કરી એ છતા પતિએ વિધવા થઇ અને યશોધરાનો પણ કોઈએ પક્ષ ન લીધો. બુદ્ધના ટાઈમ માં એકલા બિહારમાં 65 સંપ્રદાયો હતા. એમાં કપિલ, કણાદ અને વાત્સ્યાયન ગુજરાતના છે. મુખ્ય ત્રણ ધારાઓ તેમાં કર્મકાંડ, દેહ દમન અને જ્ઞાન અને યોગ માર્ગો વિષે સાંભળો. બુદ્ધને કપિલનો માર્ગ ગમ્યો. બુદ્ધે 45 દિવસોના ઉપવાસ કર્યા, પછી પારણાં કેવી રીતે કર્યા તે સાંભળો. ભરવાડણ પાસેથી એમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ. @26.54min. સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો @37.14min. ભજન - માનવ નડે છે માનવીને - શ્રી નારાયણ સ્વામી.
Side 3A - PANCHAAMRUT PRAVACHAN - MUMBAI - પંચામૃત પ્રવચન - મુંબઈ - વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ આ ચારેયની જે વ્યવસ્થા કરી આપે તેનું નામ ધર્મ. બુદ્ધના ગૃહત્યાગના લક્ષ્યો, બિમારી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી બચવું. જેણે ઠોકરો નથી ખાધી, રખડ્યો-ભટક્યો નથી તેને સત્ય નથી મળતું હોતું. @6.19min. વૈદિક પરંપરામાં એક બહું મોટો વણાંક આવ્યો અને તેના પરિણામો ભારત ઉપર પડ્યા. જે વ્યવસ્થામાંથી શક્તિ ઉભી ન થાય અને વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજ જો કમજોર થાય તો એ દુષિત વ્યવસ્થા છે. પણ બુદ્ધને જે સત્ય પ્રાપ્ત થયું તે દુઃખનું મૂળ ઈચ્છા છે. બુદ્ધને ચાર આર્ય સત્યો મળ્યા - દુ:ખ સત્ય છે, દુ:ખનું કારણ પણ સત્ય છે, દુ:ખને નિવારવાના કારણો પણ સત્ય છે અને નિર્વાણ પણ સત્ય છે. પ્રાણીમાત્રને દુઃખમાંથી છૂટવું છે. બુદ્ધનું કહેવું છે બધુંજ દુઃખ મય છે. કપિલનું પણ એજ કહેવું છે. એક પક્ષ: વિવેકી જ્ઞાની પરુષો માટે સંસારમાં બધું દુ:ખજ છે. બીજો પક્ષ: આ બધું બ્રહ્મમય છે અને બ્રહ્મ પોતે સુખમય છે. (ઉપનિષદ). તમે તમારી જાતને પૂછી જુઓ કે છેલ્લા 24 કલાકમાં તમે કેટલા દુઃખી થયા? તમને એવું લાગશે કે સુખજ વધારે છે, દુ:ખ ઘણું ઓછું છે. બુદ્ધે કહ્યું કે ઈચ્છાને પહેલાં નાની કરો અને પછી એનો ત્યાગ કરો. આપણે ત્યાં જે યોગસુત્ર(પતંજલિ) રચાયું તે બુદ્ધના 200 વર્ષ પછી રચાયું. પતંજલિએ લખ્યું નિર્વિકલ્પક સમાધિ, જ્યાં કોઈ વિકલ્પ ન હોય, ઈચ્છા ન હોય, કશુજ ન હોય એવી એક સમાધિ એટલે આખો સમાજ એ તરફ વળી ગયો. @11.18min સ્ત્રી અને પૈસો એ બે ઈચ્છાના કેન્દ્રો છે. ઈશ્વરેજ જગત એવું રચ્યું છે હવે પુરુષને બધું આપવામાં આવે માત્ર સ્ત્રી ન હોય અને વિપક્ષમાં સ્ત્રીને બધું આપવામાં આવે માત્ર પુરુષ આપવામાં નહિ આવે તો સુખી થાય? બસ હવે આનંદ કરો અને જીવો. નહિ જીવી શકો. દુઃખનું મૂળ ઈચ્છા છે અને ઈચ્છાના બે કેન્દ્રો (પૈસો અને સ્ત્રી) નો ત્યાગ કરવાથી જે દેશમાં ઋષિઓ થતા હતા ત્યાં સાધુઓ થવા લાગ્યા. મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી બે (અર્થ અને કામ) પર ચોકડી લાગી ગઈ. જે લોકો ભિક્ષુ, સાધુ ન થઇ શક્યા એમને જીન્દગીભાર એક પ્રકારનું દુઃખ રહેતું રહ્યું કે અરેરે અમે માયામાંજ રહ્યા, છૂટી ન શક્યા. શક્તિનું મૂળ ઈચ્છા છે અને જો કોઈ રાષ્ટ્રને, સમાજને મારી નાખવું હોય તો તેની ઈચ્છાને મારી નાંખો, જયારે દુર્ગા સપ્ત સતીમાં તો કહ્યું છે કે "या देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता" @15.42min. ઝીમ્બાબવેમાં બહેનો સાથે વાતચીત અને એક બહેનોની સભાની વાત. સંસારમાં સુખ નથી તો ઉલટાવીને બીજી વાત કરી જુઓ કે જે લોકોએ સંસાર છોડ્યો તેમાં લોકો કેટલા સુખી છે? એનું કોઈ રીસર્ચ નથી કરતા. ઈચ્છાને મારી નાંખો, અલ્પ કરી નાખો તો તમને વ્યક્તિગત કદાચ શાંતિ મળે, પણ સમાજ સમૃદ્ધ ન થાય, રાષ્ટ્ર ઈચ્છા વગરનું કમજોર થઇ જાય. @21.19min. ઈચ્છામાંથી મહત્વાકાંક્ષા થાય છે અને મહત્વકાંક્ષાથી મોટાં મોટાં કામો થાય છે. હવે ઇચ્છાજ ન રહી તો મહત્વાકાન્ક્ષા તો બહુ દૂરની વાતો. એટલે કોઈ નેપોલિયન ન થયો, કોઈ સિકંદર ન થયો. @24.24min. આપણે ત્યાં શ્રી રામ છે એ શાંતિની શોધમાં ન હોતા નીકળ્યા, પરંતુ અશાંતિની સામે ટક્કર લેવા નીકળ્યા અને હજારોને શાંતિ અપાવી. પ્રશ્નોની સામે સઘર્ષ કરવો એજ સાધના છે. અશાંતિ વિનાના પ્રશ્નો હોયજ નહિ. "न हि कश्चित्क्षणमपि .... प्रक्रुतिजैगुणै:"....(गीता - ३-५) અર્જુન, કોઈપણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકે નહિ. @30.35min. ઋષીઓ ખતમ થયા અને બધે સધુઓજ સાધુઓ થયા. ગીતમાં કોઈ જગ્યાએ કોઈ વ્રત માટે લખ્યું નથી, ઉપનિષદ નાં વ્રતો જુદાં છે. આપણે અગિયારસ, ચોથ, શનિવાર, મંગળવાર વિગેરે વાંઝીયા વ્રતો છે. ઋષિ વ્રતો આપે છે કે "अन्नवान अन्नादो भवति, महान भवति प्रजया पशुभिर ब्रह्म वर्चषेन:" એ ભાઈ જેની પાસે અનાજનો ઢગલો હશે તે મહાન થશે, એ બીજાને અન્ન આપશે. @36.06min. આશ્રમમાં એક જૈન સજ્જન આવ્યા, આશ્રમમાં 12 મહિના રહ્યા એમની વાત સાંભળો. મહત્વાકાંક્ષા જરૂરી છે, વ્યક્તિગત મહત્વાકાંક્ષા દુઃખદાયી છે જયારે તે સમસ્તિગત થાય છે ત્યારે તે સુખદાયી થાય છે. મુસ્લિમોના ઈતિહાસમાં છોકરો બાપને મારીને ગાદીએ આવે છે. આ વ્યક્તિગત મહત્વાકાંક્ષા છે. અગ્રેજોની મહત્વાકાંક્ષા સમસ્તિગત(રાષ્ટ્રિય) છે. ધર્મનું કામ વ્યક્તિગત મહત્વાકાંક્ષામાંથી છોડાવીને રાષ્ટ્રિય મહત્વાકાંક્ષા તરફ વાળવાનું છે. અમેરિકાના ટેક્ષાસ સ્ટેટની એક વાત સાંભળો. @41.13min. ઋષિએ કહ્યું છે જેના ઘરમાં રસોડાની ઉદારતા હશે એની કીર્તિ વધારે હશે. પૈસાની ઉદારતા નામ કરે પણ તક્તિઓમાં. પૈસાની ઉદારતા સારી છે પણ યશ તો રસોડાની ઉદારતાનોજ થશે. મહાભારતનો મત્સ્યવેધનો પ્રસંગમાં દ્રૌપદીએ કર્ણનું અપમાન કર્યું, અને એનું પરિણામ ભોગવવું પડ્યું, એ વિષે સાંભળો. કબીરે કહ્યું "कटु वचन मत बोल रे तुजे पिया मिलेंगे" @45.37min. આ જે (વર્ણ)વ્યવસ્થા હતી, એને હજ્જારોના જીવનની તકો છીનવી લીધી. જેમ કર્ણની, એકલવ્યની છીનવી લીધી, એના પરિણામ આજે અનામતના રૂપમાં ભોગવીએ છીએ. આ સુધારો બુદ્ધે કર્યો. બુદ્ધે બધ્ધાને માટે દરવાજા ખુલ્લા કરી દીધા. બુદ્ધ જયારે પ્રસિદ્ધિમાં વિચારી રહ્યા હતા, ત્યારે ત્યાંની ગણિકા આમ્રપાલી એમને મળી અને એના ઘરે ભિક્ષા લેવા માટે આવવા કહ્યું તે પ્રસંગ સાંભળો.
Side 3B - MUMBAI - ભગવાન બુદ્ધ અને આમ્રપાલી - જે સિદ્ધાંત ને છોડવા તૈયાર ન થાય અને સંબંધને છોડે તેજ આગળ જતાં સિદ્ધાંત અને સત્યની સ્થાપના કરી શકે. એક સજ્જન તીર્થ કરવા જાય ત્યારે સગવડીયો ધર્મ પાળે છે તે સાંભળો. બુદ્ધે આમ્રપાલીને ભિક્ષુળિ બનાવી. @4.42min. ભગવદ ગીતા સાથે જરા તુલના કરો, अपि चेत्सुदुरचारो .....सम्यग्व्यवसितो हि स:....(गीता 9-30). क्षिप्रम्भवति धर्मात्मा.....भक्त: प्रणश्यति....(गीता 9-31). અર્જુન, કોઈ મહાદુરાચારી હોય પરંતુ એ દુરાચાર છોડી મારું ભજન કરે તો તે તરતજ મહાત્મા થઇ જાય અને કાયમની શાંતિને પ્રાપ્ત કરે છે. અને એનો હું સ્વિકાર કરું છું. આમ્રપાલી અભિજાત છે. બુદ્ધે આમ્રપાલીને ભિક્ષુળી સંઘની અધ્યક્ષ બનાવી. "માભિજાતસ્ય પાંડવ" અભિજાત વ્યક્તિની સમજણ. શાસ્ત્રમાં એક ખાસ વાત લખી છે કે સ્ત્રીના અપરાધમાં બહુ કઠોર ન થવું, ઉદાર થવું કારણકે સ્ત્રી પરાધીન છે, એ કોઈ ગુંડાઓના હાથમાં ચઢી જાય ધકેલાતી ધકેલાતી ક્યાં પહોંચી જાય એ કંઈ કહેવાય નહી એમાં એ સ્ત્રીનોજ દોષ છે એવું માનવું નહી. @9.07min. અનભિજાતનો અર્થ સમજો. આટલી વિશાળ પ્રજા કેમ ગુલામ થઇ? આહાર- વિહારની બાબતમાં પલાયનવાદનો રસ્તો બતાવ્યો એટલે દુર્બળ થઇ એ દુર્બળતાને બુદ્ધે દૂર કરી. બુદ્ધે બધાનો સ્વીકાર કર્યો. બુદ્ધે કહ્યું "चरत भिख्खवे बहुजन हिताय, बहुजन सुखाय" હે ભિખ્ખુઓ બેસી ન રહો, ઘણા માણસોનું ભલું થતું હોય, કલ્યાણ થતું હોય એ માટે વિચરણ કરો, વિચરણ કરો. સ્વામીજીએ ચાઈનાના મુસ્લિમ પ્રાંત સીનજીયાંગની લીધેલી મુલાકાત ત્યાં સેંકડોની સંખ્યામાં બૌદ્ધ ગુફાઓ અને પેગોડાઓ છે બૌદ્ધ સાધુઓ માંસાહારી હોય છે. બુદ્ધ પોતે પણ માંસાહારી હતા. તેમનું છેલ્લું ભોજન ચુંગ લુહારને ત્યાં સુવરનું માંસ રાંધેલું તે ખાવાથી મૃત્યુ થયું હતું. જે કઢાઈમાં માંસ રાંધ્યું હતું તે કઢાઈમાં પોઈઝનીંગ થયું હતું. @15.02min. દક્ષિણ અમેરિકા(મેક્ષિકો)માં પણ બૌદ્ધ ભિક્ષુકો પહોંચ્યા હતા, કારણકે જૈનો જેવા એમના કઠોર નિયમો ન હતા. બુદ્ધે ધર્મને સરળ અને સહજ બનાવ્યો હતો એટલે તે ફેલાયો. જૈનોએ તેને અતિભારે કઠોરમાં કઠોર બનાવ્યો. સ્નાન કરવાથી, શ્વાસ લેવાથી, રીંગણા, બટાકા ખાવા વગેરેથી પાપ લાગે એવો સખત બનાવ્યો એટલે ફેલાયો નહિ. જેમ જેમ તમે કઠોર નિયમો બનાવતા જાઓ એમ એમ તમે સંકુચિત થતા જાવ. મુસ્લિમો, ક્રિશ્ચિઅનો આખી દુનિયામાં ફેલાયા. એના પહેલા બૌદ્ધો પોણી દુનિયામાં ફેલાઈ ગયા હતા. આજના સંદર્ભમાં હિંદુ પ્રજાએ શું કરવું? ધર્મ તમારું રક્ષણ ક્યારે કરી શકે એજ મારે તમને કહેવાનું છે.@17.19min. બુદ્ધને અને મહાવીરને પાછલી જીન્દગીમાં તેમનાજ અનુયાયીઓ જોડે બહુ મોટા મતભેદો થયા એ વિષે સાંભળો. જે કંઈ પ્રચાર ભારતનો બીજા દેશોમાં થયો તે બૌદ્ધોના દ્વારા થયો. પ્રત્યેક વ્યવસ્થામાં વિકૃતિ આવે, ઘડપણ આવે. એવી વિકૃતિ બુદ્ધ ધર્મમાં આવી.બુદ્ધની વ્યવસ્થામાં નિર્વાણ મુખ્ય છે, સ્વામીજીને ન ગમતી વાત છે, એ આ વાત છે કે ખરેખર નિર્વાણ નથી એ વિષે સાંભળો. સ્વામીજીનો લામા સાથેનો અનુભવ સાંભળો. બુદ્ધના નિર્વાણમાં આત્મા જેવું કશું રહેતું નથી. જૈન હોય તો મોક્ષ શીલામાં રહે છે, હિંદુઓ ગોલોક, કૈલાસ વગેરેમાં જાય છે. બુદ્ધનું નિર્વાણ એટલે પોતાનું અસ્તિત્વ મીટાવવું, એટલે કે જો તમે ફાંસીએ લટકો તો હું તમને લાખ રૂપિયા આપું. @23.11min. જે વસ્તુમાં સમાપ્તિ છે, કંઈ પ્રાપ્તિજ નથી એના માટે માથું મૂંડાવીને, ઉઘાડા પગે કેટલા દુઃખો ભોગવવાના અને એ બધું કર્યા પછી મળવાનું શું? પોતાના અસ્તિત્વની સમાપ્તિ? બુદ્ધ દર્શનમાં એવું કહ્યું કે આત્મા જેવું કશુજ નથી બધું ક્ષણિક છે. બુદ્ધનું ઘણું જમા પાસું છે પરંતુ એની પાસે મહત્વાકાંક્ષા નથી, અને એને કારણે ભારત રાજકીય રીતે એક મહાન રાષ્ટ્ર ન થઇ શક્યું. @28.28min. આયુર્વેદ વિશે. @34.34min. ધર્મ યુદ્ધ અને પ્રજાનું ઘડતર @41.00min. कबीर भजन - घुंघटका पट खोल रे - श्री भीमसेन जोशी.
Side 4A - PANCHAAMRUT PRAVACHAN - MUMBAI - પંચામૃત પ્રવચન - મુંબઈ - જયારે કોઈ વ્યવસ્થાને શાસ્ત્રનો આધાર મળે છે ત્યારે તે સંપ્રદાય બને છે. ધર્મ સનાતન, કુદરતી અને એકજ છે. સંપ્રદાયો ઘણા છે, સમય ઉપર ઉત્પન્ન થાય છે અને સમય આવતાં વિલિન થઇ જાય છે. ધર્મ ઉત્પન્ન નથી થતો અને વિલિન પણ નથી થતો. ધર્મમાં મંદતા આવે પણ નાશ નહિ થાય. સંપ્રદાયનો નાશ થાય કારણકે સંપ્રદાય ઉત્પન્ન થતો હોય છે. શાસ્ત્ર સંપ્રદાયને ઓછામાં ઓછી ત્રણ વસ્તુનું પ્રદાન કરે - આચાર, આચારને પોષણ આપતી કથાઓ અને દર્શન એટલે ફિલસુફી. સંપ્રદાયોની પાપ-પુણ્યની વ્યાખ્યાઓમાંજ આચાર શાસ્ત્ર પૂરું થતું હોય છે. નવાઈ એ લાગશે કે એકનું પૂણ્ય બીજાનું પાપ બને છે અને એકનું પાપ બીજાનું પૂણ્ય બને છે, તે વિષે જૈન-વૈષ્ણવો અને મુસ્લિમ-ક્રિશ્ચિયનના ઉદાહરણો સાંભળો. @5.00min. તિલકનો હેતુ અને મહિમા વધારવાનું ઘેટાનું ઉદાહરણ સાંભળો. હેતુ એટલોજ છે કે એક ટોળાનું ઘેટું બીજા ટોળામાં ન ભળી જાય. આ જે તિલક લગાવવાની વ્યવસ્થા એ સાંપ્રદાયિક વ્યવસ્થા છે. સંપ્રદાય બાહ્યાચાર ઉપર ભાર મુકે છે જયારે ધર્મ અંતરાચાર ઉપર ભાર મુકે છે. @9.27Min. શ્રમણ માર્ગમાં (બુદ્ધ અને જૈન) અર્થ અને કામ બંને ઉપર ઘ્રણા કરવામાં આવી એટલે સુધી કહ્યું કે એક રાજા અને રાણી છત્રીસ પલંગ પર વિષય ભોગવતા હોય અને કાદવમાં ભૂંડ-ભૂંડળી વિષય ભોગવતા હોય તો તે બંનેમાં કશો ફરક નથી અને તેને માન્યતા આપવા એક કથા જોડી કાઢવામાં આવી. લક્ષ્ય એવું થયું કે જે આચારો મોક્ષ તરફ લઇ જતા હોય તેજ ધર્મ છે. અર્થ અને કામ પરાધીનતા છે એટલે એને છોડ્યેજ છૂટકો. ઘણા વર્ષો સુધી શ્રમણોની પાસે કોની ઉપાસના કરવી એ સ્પષ્ટતા ન હતી એટલે ચૈત્ય વંદના આવી. 400-500 વર્ષ પછી બુદ્ધની પ્રતિમા આવી એ બુદ્ધના નામ ઉપરથી અરબીમાં-ફારસીમાં બુત શબ્દ બન્યો. પતંજલિ, બુદ્ધના 200 વર્ષ પછી જન્મ્યા એટલે એમના ઉપર બૌદ્ધની અસર છે. આપણાં આચાર્યો અને સાકાર ભક્તિ માર્ગ વિષે. @14.34min. મુસલમાન મસ્જીદમાં નમાજ પડવા જાય છે. ક્રિશ્ચિઅનો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, હિદુઓ મંદિરમાં દર્શન કરવા જાય છે. દર્શન ક્ષણિક હોય છે. પૂજારીને કદી દર્શન થતા નથી. આ દર્શનની સાબુતતા રાખવા માટે વારંવાર પડદો પાડવામાં આવે છે. ઇઝરાઈલ અને તેના ધર્મનો એક સિદ્ધાંત વિશે સાંભળો. આપણે ત્યાં અતિ ભક્તિ માર્ગથી નિષ્ક્રિયતા આવી. @19.08min. કચ્છમાં બે બહેનોનો વિપશનાનો અનુભવ સાંભળો. આ વિપશ્યના અકુદરતીછે. આ એક પ્રકારનો મસ્તિષ્કનો વ્યાયામ છે, વધુ સાંભળો. લાંબો સમય સુધી વિપશ્યના કરો તો માણસ નકામો થઇ જશે @22.15min. સહજ જીવન જીવો, ગાંધીજી કહે તેમ સવાર સાંજ પ્રાર્થના કરો અને આખો દિવસ કામ કરો. આ મોટામાં મોટો યોગ છે. મન આવેગો અને લાગણીઓ દ્વારા બે જગ્યાએ ચોંટે છે. ભૂખ લાગી છે અને તમને કોઈ કહે તમે ખાવાનો વિચાર ન કરો, એ બનશે નહિ, એટલે કબીરે કહ્યું "कबीर काया कुतरी करत भजनमें भंग, टुकड़ा रोटी डालके भजन करो निसंन्ग" @23.48min.ઘણા વર્ષો પહેલાં એક ખાસ સંપ્રદાયના સાધુ આવ્યા તેણે ૮૦ વર્ષના ડોસીમા આવ્યા ત્યારે મોઢું ફેરવી લીધું. મેં પૂછ્યું તો શું જવાબ મળ્યો તે સાંભળો. કુદરત સહજ જે આવેગો છે એનો અતિરેક ન કરો અને નિગ્રહ પણ ન કરો. "युक्ताहारविहारस्य.....योगो भवति दु:खहा"....(गीत 6-17). આવેગો થી દૂર રહેવાની લડાઈ જીતવાની નહિ પણ હારવાની લડાઈ છે. @26.32min લાગણીઓ કુદરતે મુકેલી છે. આ લાગણીઓને કાઢવા માટે તીવ્ર વૈરાગ્યની વાત કરી, પતિ પત્ની એક બીજાથી છૂટા પડે એવી વ્યવસ્થા કરવામાં આવી. @28.52min. બુદ્ધના ૫૦૦ વર્ષો પછી જીસસનો જન્મ થયો. દુનિયાના બધ્ધાં શાસ્ત્રો કોઈ મૂળ માણસના સીધે સીધા લખેલાં નથી. જીસસને ફાંસી અપાયાને દોઢસો વર્ષ પછી બાઈબલ લખાયું હતું. સ્વામીજીનું એક વાર સેંટ ઝેવીઅર્સ કોલેજમાં જવાનું થયું એ વિષે સાંભળો. @31.58min. દરેક શાસ્ત્રની એક મથાવટી હોય છે અને મથાવટીને તમે પકડી શકો તો તમે એની ચોટી પકડી શકો. જૈનોની મથાવટી, અહિંસાની પરાકાષ્ટા છે. જેટલું ઝીણું એમણે કાંત્યું છે એટલું દુનિયાના કોઈ શાસ્ત્રે ઝીણું કાંત્યું નથી.@34.17min. વિવેકાનંદ એક વાર ફરતાં ફરતાં હૈદરાબાદ પહોંચ્યા અને એક મંદિરમાં ઊતર્યા એ મંદિરમાં આઠ દિવસથી શાસ્ત્રાર્થ ચાલતો હતો કે સંડાસ ગયા પછી માટીથી હાથ પાંચ વાર ધોવા કે આઠ વાર ધોવા? બૌદ્ધોનાં શાસ્ત્રનું મૂળ છે, આત્મા અને નિર્વાણ. ઈશ્વર નથી. બાઈબલની મથાવટી છે, "SIN" એટલે "પાપ" મેક્ષિકોમાં એક ચર્ચ છે ત્યાં લોકો કેવી રીતે પાપ પ્રગટ કરે છે,(CONFESSION) એ વિષે સાંભળો. બાઈબલે વ્યાખ્યા કરી કે માણસ માત્ર પાપી છે, ઈશુ એના પાપો ભોગવી લે છે, એટલે એની કૃપા વિના દુર નથી થતા. જૈનો કહે છે કે પાપ નષ્ટ થાયજ નહિ, એ ભોગવ્યેજ છૂટકો. પાપોને કેવી રીતે નષ્ટ કરવા તે નાવ અને એમાં પડેલા કાણાંના ઉદાહરણથી સમજો. @40.04min. ભગવદ ગીતામાં લખ્યું છે "ज्ञानाग्नि:...तथा. न हि ज्ञानेन....विद्यते" ...(गीता 4-37-38). હે અર્જુન જયારે જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થાય ત્યારે બધ્ધાં કર્મો બળીને ખાખ થઇ જાય છે. મુસલમાનોએ કહ્યું ફક્ત "તોબા" કહેવાનું "अल्लाह बहुत रहेमवाला है, माफ़ कर देगा" જૈનો કહે છે પાપ તો ભોગવવાજ પડે. એક વૃદ્ધ જૈન સજ્જનનું દ્રષ્ટાંત સાંભળો. આપણે ત્યાં મધર ટરેસા કેમ નથી થતી? સેંટ ઝેવીઅર્સ કોલેજમાં આપેલું પ્રવચન વિષે વધુ સાંભળો. અમે કોઈ જીસસને ફાંસી એ નથી ચઢાવ્યા, કોઈને માર્યા નથી, નાસ્તિક ચારવાકને પણ ઋષિ ગણ્યા છે. "यध्द्विभुतिमत्स्त्वम् .... तेजोन्ष्संभवं.....(गीता 10-41). જ્યાં કોઈ જગ્યાએ તને વિભૂતિ દેખાય એને તું નમસ્કાર કર. ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબરની મુલાકાત વિષે સાંભળો. ફ્રાન્સિસ્કો પીઝારોના જુલ્મો સાંભળો.
Side 4B - MUMBAI - ફ્રાન્સિસ્કો પીઝારોના જુલ્મો પછી, ક્રીશ્ચિયાનીતિનો બીજો માનવતાવાદી વણાંક આવ્યો. આજે જે તમે જોઈ રહ્યા છો એ બીજો વણાક છે. ક્રીશ્ચિયાનીટી માં આવેલી વિકૃતિ આવી તેમાં તમામ ધાર્મિક શક્તિ ધર્મગુરુના હાથમાં ચાલી ગઈ. માણસ મરવા પડે ત્યારે સ્વર્ગમાં શું શું, કેટલું કેટલું જોઈએ તે અહીંથી ચિઠ્ઠી લખે ત્યારેજ મળે એટલે ચિઠ્ઠી લખાવવાનો એક રીવાજ ચાલુ થઇ ગયેલો. @1.48min. એક ગરીબ વ્હોરાજીની વાત સાંભળો. આપને ત્યાં પણ ઉત્તરવર્તી કાળમાં ,શ્રમણોના પછી જે પૌરાણિક કાળ શરુ થયો ત્યારે પણ આ વ્યવસ્થા બીજી રીતે આવી તે સાંભળો. આખી દુનિયામાં કોઈ જગ્યાએ ન હોય એવી આપણે એક લાડવા ખાનારી એક કોમ ઉભી કરી દીધી. આખું દાન એક કોમ તરફ વળી ગયું. ધર્મની વિકૃતિ આવી. આગળ જતાં બધું ઠાકોરજી તરફ વળી ગયું. @5.09min. એટલે પેલા કરસનદાસ માણેક ને લખવું પડ્યું, "એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં" ઠાકોરજીનો નવ કરોડનો મુગટ બનાવવો હોય તો પૈસા આપે પણ પડોશીની કન્યા પરણતી હોય તો બે તોલા સોનું નહિ આપે. @7.08min. એક પટેલના ગામમાં સાધુઓને માલપુઆ અને દૂધપાક જમાડવાની વાત સાંભળો. @10.44min. માર્ટીન લ્યુથર અને યુરોપમાં ધર્મક્રાંતિની વાત સાંભળો. ભારતમાં અત્યાર સુધી ધર્મક્રાંતિ થઇ નથી, કારણકે પ્રજાને ઠંડી પાડવામાં આવી. એક ભીનું ગજવું કપાયું અને 3500 રૂપિયા ગુમાવ્યા, પોતેજ સમાધાન કરી લીધું કે ગયા જનમના માંગતા હતા. યુરોપમાં ક્રાંતિ થઇ કારણકે ત્યાં કોઈ અવતાર લેતું નથી, તેમ પૂર્વના કર્મો ભોગવવાના હોતા નથી. પહેલાં એવું કહેવામાં આવતું કે WORK IS SIN, માર્ટીન લ્યુથારે કહ્યું WORK IS WORSHIP અને એમાંથી પ્રોટેસ્ટન ક્રીશ્ચિયાનીટી આવી. ગીતા સાથે મેળ કરો, "स्वकर्माणा ....मानव: (गीता 18-46). તારા કર્મના દ્વારા તું એની અર્ચના કર. આખા યુરોપનું સેવાના જોરે રૂપાંતર થઇ ગયું. @14.31min. નાગાલેન્ડમાં ૬૫ પાદરીઓને મારીને ખાઈ ગયા પછી ત્યાં ક્રીશ્ચિયાનીટી ફેલાઈ. આજે આખું નાગાલેંડ ક્રિશ્ચિયન થઇ ગયું. આફ્રિકામાં નકોરૂમાં હીરજી બાપા વિશે સાંભળો. મુસ્લિમો પાસેથી પણ એક ખાસિયત સમજવા જેવી છે. કોઈ આભડછેટ નહિ. ગુલામો બનાવ્યા પણ ગુલામોને પોતાની દીકરી આપી. આપણે આમાંનું કશું નહિ કરી શક્યા. @18.34min. એનું પરિણામ એ આવ્યું કે આટલી વિશાળ પ્રજા પણ માર ખાનારી,તો એનો ઉપાય શું? વૈદિક પદ્ધતિમાં પાછા જાવ. વૈદિક પધ્ધતિ પ્રમાણે ચાલો, કુદરતને પાટે ચાલો. વિજ્ઞાનનો વિરોધ ના કરો, અને માનવતા સાથે રાખો. કુદરત એજ મોટામાં મોટું શાસ્ત્ર છે. @21.32min. પેટલાદમાં એક ચોર ચોરી કરવા સોના-ચાંદીની દુકાનમાં ગયો અને ચોરી ન કરી પણ સ્વામીજીના ફોટા આગળ દીવો અગરબત્તી કરી નીકળી ગયો, કેમ? તે સાંભળો. એટલે સજ્જનો, કુદરત, માનવતા અને વિજ્ઞાન એ ત્રણેય સાથે થાય તો તમારા માટે ધર્મજ ધર્મ છે. આ ત્રણમાંના એકેય ન હોય તો તમે ગમે તેટલા યજ્ઞો, કર્મકાંડો કરો તો એ ધર્મમાં અધર્મજ છે. હરિ ઓમ તત્સત. @24.35min. વડોદરા સમર્પણ લેબોરેટરીમાં પ્રવચન. @30.58min.સંપાદિત ગ્રંથ. @35.26min. જૈનોની અહિંસા અને મુની કાલીચરણ વિજયજી @42.51min. भजन - जोगिया जग है एक सराए - श्री राजेंद्र, नीना महेता.
Side 5A - PANCHAAMRUT PRAVACHAN - MUMBAI - પંચામૃત પ્રવચન - મુંબઈ - પ્રાચીન કાળમાં ધર્મની વ્યાખ્યા ઋષિઓ, પંડિતો અને પુરોહિત દ્વારા થઇ તે ભેદને સમજો તો ધર્મની વ્યાખ્યાને સમજવાની શક્તિનો વિકાસ થાય. પ્રાચીન કાળમાં એવી વ્યાખ્યા કરવામાં આવી કે "धारणात धर्म मित्याहु धर्मो धारयते प्रजा:" પ્રજાનું ધારણ કરે તેનું નામ ધર્મ. ધારણ કરવું એટલે જેમ પૃથ્વી બધાનું ધારણ કરે એટલે કે પ્રજાની આવશ્યકતા પૂરી કરે તેનું નામ ધર્મ., આહાર, વિહાર, રક્ષણ લાગણીઓ અને આવેગોના પ્રશ્નો ઉકેલે તેનું નામ ધર્મ અને સામાન્યમાં સામાન્ય બાબતથી યુદ્ધ સુધીનું સચોટ માર્ગદર્શન આપે તેનું નામ ધર્મ. આ ઋષિની વ્યાખ્યા છે. @3.25min. કણાદ ઋષિ બહુ સમર્થ ઋષિ છે. આપણાં ષડ દર્શાનોમાનું વૈશેષિક દર્શન(પરમાણું વાદ)ના રચૈતા છે. ભારતના વાંઝિયા તપના ઉદાહરણો સાંભળો. @6.41min. તુકારામે તુમડું આપેલું, અડશઠ તીરથ ફરી આવ્યું અને કાપ્યું અને ચાખ્યું તો કડવું ને કડવુંજ. પશ્ચિમના લોકો આપણને પૂછે છે કે તમારે ત્યાં આટલું બધું તપ છે, પણ દેશના પ્રશ્નો તો ઉકેલાતા નથી? ગરીબી, ગંદકી, ગુંડાગીરી એમની એમ છે? કારણકે અમે રીબામણીવાળું તપ કરીએ છીએ, મહારાજ તો છ મહિનાથી એક પગે ઊભા છે, "रामेश्वर जाना है" આ રીબામણીની અહિ પૂજા થાય છે, લોકો જય જયકાર કરે છે. ધર્મની વ્યાખ્યા ઋષિઓની બેલેન્સ વાળી છે. પુરોહિતોની ધર્મની વ્યાખ્યામાં પોતાનું તરભાણું ભરે છે અને પંડિતોની વ્યાખ્યા તીવ્ર રાગદ્વેષ વાળી હોય છે. ઋષિને રાગ-દ્વેષ ન હોય. એટલે "धारणात धर्म मित्याहु धर्मो धारयते प्रजा:" પ્રજાને અન્ન- વસ્ત્ર મળે, આવાસ મળે, સુરક્ષા મળે, નિર્ભયતા મળે એટલે બસ ધર્મની સ્થાપના થઇ ગઈ. અહિ ધર્મ ઘણો છે, મંદિરો ઘણા છે, 56 ગજની ધજાઓ ફરકે છે, 56 ભોગો ધરાવાય છે, પ્રજા ભયભીત અને નોકરી વિનાની અને ભૂખે મરે છે. ત્યારે એમ સમજવું કે ધર્મની સ્થાપના નથી થઇ. કાણાંદની ઉંચ્છ વૃત્તિ વિષે સાંભળો.@11.33min. અત્યાર સુધીમાં ભારતને બેજ ધરતી પર ચાલતા વાસ્તવિક ચિંતકો મળ્યા છે, એક ચાણક્ય અને બીજા એક સરદાર વલ્લભભાઈ પટેલ. જેને વિચારોની સ્વતંત્રતા રાખવી હોય એણે શ્રીમંતોના દબાણ નીચે ન જીવવું જોઈએ. બે દેવીઓ લક્ષ્મી અને સરસ્વતીના રૂપકોની સમજણ. @16.24min. બને ત્યાં સુધી કોઈનું એહસાન ન લેવું. એહસાન કરવાનો પ્રસંગ આવે તો એહસાન કર્યા વગર રહેવું નહી. ઉર્દુમાં એક કહેવત છે કે દુશ્મનને તલવારથી ન મારો પણ એહસાનથી મારો. થાણેમાં એક બહેનોનું સંમેલન વિષે સાંભળો. એકવાર તમારું અંદરનું રૂપ નિખરે પછી ઉપરના રૂપ પ્રત્યેની આપોઆપ મનોવૃત્તિ ઉતરી જાય. @21.25min. પ્રેમ ગરીબીમાં મળે, ઐશ્વર્યમાં ભાગ્યેજ પ્રેમ મળે. ઘણા સંબંધો ગણિતથી હોય છે તેના દ્રષ્ટાંત સાંભળો. રાજા કણાદ ઋષિને એમની જરૂરિયાત પૂરી કરવા માટે મળવા ગયા અને ત્યારનો વાર્તાલાપ સાંભળો. કથામાં લોકો પાસે કેવી રીતે પૈસા ખંખેરાવવા તે સાંભળો. આજકાલ સપ્તાહો પણ કોને વધારે ઢગલો કરતાં આવડે છે, એના પર ચાલે છે. @28.09min. હિંદુ પ્રજાજ એક એવી છે કે જેના ધાર્મિક આયોજનો કોમાંર્સીઅલ હોય છે. આવી એક કથાનું ઉદાહરણ સાંભળો. ઋષિ પૈસાદારોનો ગુલામ થાય એનો હાથો બની જાય અને તે પછી તે પોતાની વાતો પોતાના વિચારો ન રાખી શકે. @30.46min જૈન પરંપરામાં એક બહુ ઊંચી કોટીના ખુમારીવાળા સાધુ આનંદ ઘન વિશે જરૂર સાંભળો. @33.00min. એક દિવસ આશ્રમમાં ફીઆટ ગાડીમાં ત્રણ સાધુઓ આવ્યા, એક બાપ, દીકરો અને ભત્રીજો. એકી સાથે બધાએ દીક્ષા લીધા પછી વાસ્તવિક જીવન જોયું તો પસ્તાવો થયો, અંદર અંદર બહું દુઃખી થયા કે હવે કરવું શું? એવામાં સ્વામીજી નું પુસ્તક "મારા અનુભવો" હાથમાં આવ્યું અને કહે છે એ પુસ્તકને માથા ઉપર રાખી હું નાચ્યો કે કોઈ સાધુ આવું લખી શકે? તેમાંથી એક બળ મળ્યું અને તેઓ સ્વતંત્ર થયા. રાજા અને કણાદ ઋષિ વિશે વધુ આગળ સાંભળો. કોઈના વગર જોઈતા એહસાન નીચે નહિ આવવું. એમાં પણ દુર્જનના એહસાન નીચે તો કદી નહિ આવવું. "दुरिजनकी कृपा बुरी, भलो सजनको त्रास. जब सूरज गर्मी करे तब बरसकी आस" @36.34min. કણાંદે એક સરસ મજાનું સુત્ર લખ્યું "धारणात धर्म मित्याहु धर्मो धारयते प्रजा:" પ્રજાને ધારણ કરવું છે, સશક્ત, બહાદુર પ્રમાણિક બનાવવી છે. @38.55min. કણાંદ મહાન છે એણે ધર્મની વ્યાખ્યા કરતું સુત્ર લખ્યું, "यतोभ्युदय निश्रेयस सिद्धि सधर्म:" (वैशेषिक दर्शन). જેનાથી આ લોકનો અભ્યુદય થાય અને મોક્ષની પણ સિદ્ધિ થાય તેનું નામ ધર્મ. ચાણક્યે લખ્યું કે પ્રજાને વૈભવી બનાવવી જોઈએ તો તેમાંથી બીજો માટે રોજી ઉત્પન્ન થાય. અમેરિકાનું આખું તંત્ર આજ સિદ્ધાંત પર ચાલે છે. @41.24min. એ ભાઈ તું બે વિદ્યાને જાણજે, "પરા" અને "અપરા" વિદ્યા, એટલેકે વિદ્યા અને અવિદ્યા. પરમેશ્વરની પ્રાપ્તિ કરાવી આપે તે "પરા" વિદ્યા અને જેનાથી તારો સંસાર સ્વમાન પૂર્વક, ખુમારીથી ચાલે એ "અપરા" વિદ્યા કહેવાય. જયારે તમે ભૌતિક વિદ્યાને જાણો ત્યારે દેશ સમૃદ્ધ બનશે પરંતુ ભૌતિક વિદ્યાનો વિરોધ દરિદ્રતા લાવશે. સ્વામીજીનો જર્મનીનો અનુભવ સાંભળો. @44.54min. જુનાં પહેરેલાં કપડાં દેશ મોકલાવશો નહિ કેમ તે સમજો. ઋષિ બધી વિદ્યા જાણે છે. ઉત્તરવર્તી કાળમાં ભૌતિકતાનો બહું વિરોધ થયો. સતીપ્રથા વિષે સાંભળો.
Side 5B - MUMBAI - "धारणात धर्म मित्याहु धर्मो धारयते प्रजा:" - ભૌતિકતા જરૂરી છે. ભૌતિકતા હશે તો આધ્યાત્મિકતાનો પાયો નંખાશે. જો ભૌતિકતા ન હશે તો દેશ આધ્યાત્મિકતાના નામે ભીખ માંગતો થઇ જશે. ભૌતિકતાનો અર્થ થાય છે કે પાંચ ભૂતોને(પૃથ્વી,જળ,અગ્નિ, વાયુ અને આકાશ) વલોવી અને તેમાંથી શક્તિ ઉત્પન્ન કરી તેને માનવ જીવનના ઉપયોગમાં લેવી તેનું નામ ભૌતિકતા કહેવાય. @1.22min. તમારે જો મુંબઈમાં રહેવું હોય તો ૫૦ માળના મકાનો બાંધવા પડે અને ભૌતિકતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડે. માણસની આધ્યાત્મિકતા માપવી હોય તો એ જાણવું જોઈએ કે માણસ કેટલો નિર્ભય છે? તેની પાસે કેટલો સમભાવ છે? અને તે કેટલો પરમાર્થ કરે છે? આ ત્રણ તત્વો ભેગા થાય ત્યારે સમજવું કે આ માણસ આધ્યાત્મિક છે. સ્વામીજી, ગાંધીજીને સંપૂર્ણ આધ્યાત્મિક પુરુષ માને છે કેમ? તે દ્રષ્ટાંત સહિત સાંભળો. રવિન્દ્રનાથ ઠાકોરે કહ્યું છે કે ભારતમાં મૃત્યુ વિશેનું જેટલું ચિંતન થયું છે એટલું દુનિયાના કોઈ ભાગમાં થયું નથી. એ ચિંતનનો નિષ્કર્ષ એ છે કે બસ, મૃત્યુ જેવી કોઈ વસ્તુજ નથી. @5.00min.આત્માની વાતો કરવાથી નિર્ભયતા નથી આવતી. જ્યાં તમે સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠો છો, પછી કોઈના પ્રત્યે એલરજી નથી. એમણે બધા સાથે સમભાવ રાખ્યો, એટલે સુધી કે જેની સામે લડ્યા તે અંગ્રેજો આજે પણ એટલાજ પ્રેમથી એમના પુસ્તકો વાંચે છે.@6.20min. સ્વામીજીએ જૈન દર્શન "तत्वार्थाभिगम सुत्र" એક દિગંબર આચાર્ય પાસે ભણ્યું. એમનાથી બોલી જવાયું કે કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે. સ્વામીજીએ કહ્યું કે કૃષ્ણ મારા ઇષ્ટ દેવતા છે અને એ જ્યાં ગયા હોય ત્યાં પરંતુ જેને કરોડો માણસો ઇષ્ટદેવ તરીકે માને છે તેના હૃદય પર કેવી અસર થાય? આ તો પંડિતોની વાણી છે, જૈન આચાર્યે તેની ભૂલ તરત સ્વિકારી લીધી. @8.00min. પંજાબના બુલ્લેશાહની કાફીઓ વિશે સાંભળો. "गर तेरा जी चाहे तो मंदिरको तोड़ दे और तेरा जी चाहे तो मस्जिदको तोड़ दे लेकिन किसीके दिलको मत तोड़, दिल ही खुदका मंदिर है" @14.06min. ગાંધીજીની અનાશક્તિ વિષે સાંભળો. હવે જ્યાં લાખો-કરોડોમાં એકાદ માણસ આવો નીકળતો હોય, એ અધ્યાત્મના માટે તમે આ ભૌતિકતાનો ત્યાગ કરવાની વાત કરવાની વાતો કરો તો આ તો નથી મળવાનું પણ પેલું હાથમાંથી જશે. એટલે શાસ્ત્રે તમને બેયનો મેળ કરવાનું કહ્યું. @16.32min. ઓળખીતા એક સંપ્રદાયના સાધુ વિશે જાણવા જેવી વાત. કહે છે કે અમેરિકામાં 22 કરોડ ગધેડાઓ રહે છે, સ્વામીજીએ કહ્યું કે તમે એ ગધેડાઓને દોહવા માટે વર્ષમાં બે વાર શા માટે જાવ છો? બીજા એક સન્યાસીની વાત સાંભળો કહે છે, ચારે તરફથી લોકો ગુજરાતી ઘેટાંઓનું ઊન કાપવા આવે છે તો એ કહે છે કે ગુજરાતી ઘેટાંઓનું ઊંન ગુજરાતમાં તો રાખો, એટલે કે તમે પણ ઊંન કાપો. @19.49min. મુંબઈથી ગુજરાત તરફ ટ્રેનમાં જતા ધારાવી આગળ આપણાં ઝુંપડા વાસીઓ સવારની પ્રાર્થના કેવી રીતે કરે છે તે સાંભળો. એટલી વેદના થાય છે કે ધર્મ ક્યાં છે? સંઘ કાઢવામાં છે? મોટા સમૈયા કરવામાં છે? કે મોટા યજ્ઞો કરવામાં છે? @21.31min. ભૌતિકતા અને ભોગવાદ બે અલગ વસ્તુઓ છે. પશ્ચિમના લોકોને આપણે ભોગવાદી કહીએ છીએ તો એમનું આરોગ્ય આપણાં કરતા કેમ સારું છે? ભોગો કુદરતી છે. માપસરનું ખાવું એમાં ભોગવાદ નથી, પણ ખા, ખા કરવું એ ભોગવાદ છે. એમ તમે બિલકુલ ન ખાઓ એનું નામ તપસ્યા નથી, એ કુદરત પ્રત્યેનો દુરાગ્રહ છે, એના પરિણામો તમારે ભોગવવાં પડશે. એટલે માધ્યમ માર્ગને અનુસરવો. અધ્યાત્મ્વાદનો અર્થ એ છે કે ભૌતિકવાદની શક્તિઓનો દુરુપયોગ ન થવા દે એનું નામ અધ્યાત્મ યોગ. શસ્ત્ર વિનાના થઇ જાવ એને અધ્યાત્મ યોગ નહિ કહેવાય, માર ખાઈ ખાઈને મારી જશો. શસ્ત્ર - શક્તિની સાથે એના સદુપયોગનું નિયંત્રણ પણ રહેતો હોય ત્યારે અધ્યાત્મ યોગ કહેવાય. @26.38min. એટલે સજ્જનો, મારે એકજ વાત કહેવાની હતી કે પહેલા અંગુઠા આગળ પડેલા પ્રશ્નોને ઉકેલો. મને લાગે છે કે પરલોક નથી, એ તો બધી વાતો છે. પરલોક હોય તોયે વાહ વાહ અને નહિ હોય તોયે વાહ વાહ. ભારત એક ગરીબ દેશ છે, એની ગરીબીને દૂર કરો, ભારત અસુરક્ષિત દેશ છે તેની સુરક્ષા વધારો, ભ્રષ્ટાચારમાંથી બચાવો. જે આ બધા પ્રશ્નો ઉકેલી આપે તેને ધર્મ કહેવાય, એનાથી ભગાડી મુકે તેનું નામ ધર્મ ના કહેવાય. આ પાંચ દિવસ સુધી બેસીને કથા કરી તેમાં કંઈ ત્રુટી હોય તો ક્ષમ કરજો અને આભાર માનવું હોય તો હિંમતભાઈ કુટુંબનો કરજો, મારી ખુબ સેવા કરી છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે, આભાર ધન્યવાદ, હરિઓમ તત્સત. @28.45min. સ્વામીજીનો પાટડી ગામનો અનુભવ સાંભળો. @35.02min. પ્રવચનમાં ઉલ્લેખાયેલાં ભજનો - सब तीरथ कर आयी तुमडियाँ - श्री नारायण स्वामी, મન મને તો તારે સંગ ચલુંગી.
(C) AUDIO BOOK - (ધ્વનિ મુદ્રિત પુસ્તકો)
ALL BOOKS, PL. CLICK HERE Then Search. બધી બુકો સાંભળવા માટે અહી ક્લિક કરો.
GEETAA ANE AAPNAA PRASHNO Prakaran 10
ગીતા મૂળમાં આધ્યાત્મિક ગ્રંથ છે. તેના પ્રત્યેક અધ્યાયનું સીધું વલણ આધ્યાત્મ સાથે છે. આમ તો સમગ્ર મહાભારતનું યુદ્ધ જો આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોવાય તો તે ઐતિહાસિક ઘટના કરતાં આધ્યાત્મિક રૂપક તરીકે વધુ સચોટ દેખાય છે. મહાભારતનાં પાત્રો, તેની ઉત્પત્તિકથાઓ તથા અન્ય ઘટનાઓનું જો વિશુદ્ધ બુદ્ધિથી પરિક્ષણ કરવામાં આવે તો તેની ઐતીહાસિકતા સંદિગ્ધ લાગ્યા વિના રહે નહિ. આવી સ્થિતિમાં ગ્રંથનો આધ્યાત્મિક પક્ષ વધુ પ્રબળ તથા દ્રઢ બની જાય. આપણે ત્યાં વસ્તુસ્થિતિને આધ્યાત્મિક રૂપથી જોવાની તથા ઘટાવવાની પ્રાચીન પરંપરા પણ છે, જેના કારણે અધ્યાત્મ રામાયણ વગેરે ગ્રંથો નિર્મિત થયા છે. ગીતાને પણ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તે ઉચિત જ કહેવાય....વધુ આગળ સાંભળો.
(D) SWAMIJI'S BLOG - (સ્વામીજીનો બ્લોગ)
HOME HOME PAGE WITH ARCHIVESAUDIO LECTURES ON WEBSITEVIDEO MANAS GANGA & SWADDHYAY LECTURES - SURATBOOKS LIST OF PUBLICATIONSBOUT SWAMIJI'S INTRODUCTIONCONTACTYOUR FEEDBACK
(E) SWAMIJI'S VIDEO, BOOKS, ETC. (વિડીઓ, પ્રકાશન વગેરે)
MANAS GANGA LECTURES AT SURAT
સચ્ચિદાનંદ સ્વામી, Sachchidanad Swami
Swami Sachchidanand MOST Books For You
Swami Sachchidanand - 130 Videos
Swami Sachchidanand (Open Library)
(F) MISCELLANEOUS:
(1) Literature:
DESH GUJARAT - News, Business, Politics etc.
પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય
ગુજરાતી ભજન, ગીત, ગરબા વિગેરે
ગુજરાતી ભક્તિ, લોક ગીત, બાળ ગીત વિગેરે
ગુજરાતી ન્યુઝ પેપર
http://www.globalgujaratnews. com/ GLOBAL GUJARATI NEWS PAPER
FREE GUJARATI BOOKS
Ravi Shankar Maharaj W/S
પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ
ભારતનો સાચો સુવર્ણકાળ
સમાજે આપણને ખુબ આપ્યું, આપણે સમાજને શું આપ્યું ?
વિનોદ વિહારની સ્વામી સચ્ચિદાનંદ વિશેની એક અગાઉ પોસ્ટ થયેલી પોસ્ટ નીચે વાંચો.
(2) Health:
आयु–Digest
Kidney Education - Gujarati, Hindi, English
Understanding your Blood Test Report
VIDEO ON HUMAN LIFE - Conception to Birth
Vegetarian Recipes - 141 items - in ENGLISH
What is Cancer? It is Natural - Listen
How Orange Juice Is Made
(3) Music / Entertainment:
GHAZALS ALPHABETICAL LISTING
AMAZING !!! Alphabetical, Old & New U-Tube Film Songs
|
FILM SONGS IN RAGS (RAGAS)
SWAR GANGA
Kalkeri Sangeet Vidyalaya- MUST WATCH
Tv9 Gujarat - Aerobics Wt. Reducing Garba : Surat
1944 VIDEO!!
British(Irish) humor
Amazing Escherian Stairwell at R.I.T.
Siddhu the mathematical genius impresses all
Rc Round Up Directors Cut
http://www.youtube.com/watch? v=NXclwb_6LkE&eurl=http://www. huffingtonpost.com/2009/08/05/ bollywood-flashmob-causes_n_ 252054.html&feature=player_ embedded FLASHMOB Bollywood in Times Square, NY
how bushman find water
The Girl and the Autorickshaw
(4) Religion:
The magic of Vedic math - Gaurav Tekriwal - MUST WATCH & Teach Your Children
INDIAN TEMPLES
US,Israel,the West support a Hindu Nationalist gov
The DEAD Man came back to LIFE
Sharia Law: Battlefield London
CRUEL & USUAL PUNISHMENT - SHARIA
World is Changing
Shri Narendra Modi speaks on the power of Yoga at the opening of the Lakulish
(5) Raashtra / Gujarat / Abroad:
World class Delhi airport after rain
Narendra Modi vs Sonia Gandhi will be the clash of 2014
An article on Banglore
Interview with Mr. Manoj Vora, the first Veg. Gujarati Jain to conquuer Mt. Everest
From Future Gujarat
Automated driving test system in Gujarat
(6) Misc. & More Useful Information:
Click on Any City You Want to Visit
Any Address of World
Find Sex Offenders in Your Neighborhood W/Pictures
Do You Know Your Neighbours?
Criminal History Check For Any Preson.
Write your Name in Flowers
MUST WATCH to the END
Could this be possible in India?
Calculator Edge - Now Calculation Made Easy
NAIROBI TODAY
THANK YOU FOR LISTENING SWAMIJI
B J Mistry,
Houston, Texas, USA
Phone: 281 879 0545