Dr. Vijay Pithadia, FIETE, PhD, MBA Director, PhD Guided: 5, Author of 6 Books, Google Scholar Citations - 635, h-index - 8, i10-index-8, M: +91 9898422655 UGC/Scopus/Web of Science Publication: 31, Referred Publication: 67, Book Chapters: 12, Full Papers Published in Conference Proceedings: 21, Patent Published: 3, Invited Lectures and Chairmanship etc.: 44, Conference Organized: 4, AICTE faculty ID: 1-24647366683
20130829
જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?
જીવો અને જીવવા દો
કીતની હકીકત, કીતના ફસાના ?
ધર્મ એટલે શું ? સંસ્કૃત શબ્દ ધ્રી તેનું મુળ છે, જેનો અર્થ થાય છે ‘ટેકો કે આધાર’ આપવો. પ્રેક્ટીકલ અર્થમાં જોઈએ તો ધર્મ એટલે પોતાની ફરજ નીભાવવી તે. સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દ કોઈ પર્ટીક્યુલર ધર્મને માટે પ્રયોજાતો ન હતો. પણ માનવ માનવ તરીકે જીવે તે ધર્મ. દરેકનો ધર્મ અલગ છે. જેમ કે બાળકનો ધર્મ છે માતા–પીતા અને ટીચર કહે તેમ કરવું અને ભણવું. પેરેન્ટસનો ધર્મ છે બાળકનું યોગ્ય રીતે લાલન–પાલન કરી ઉછેરવું. પોલીસનો ધર્મ છે પ્રજાની રક્ષા અને સેવા કરવી. શીક્ષકનો ધર્મ છે વીદ્યાર્થીને જ્ઞાન આપવું. ડૉકટરનો ધર્મ છે પીડીતોની સેવા કરવી. ટુંકમાં, જેને ભાગે જે ધર્મ આવ્યો છે તેનું પાલન કરવું. સામાન્ય માણસ માટે જીવો અને જીવવા દો તે જ ધર્મ છે કે હોવો જોઈએ. પણ વાસ્તવમાં તેવું છે ખરું ?
હમણાં ગૌહાતીના પ્રખ્યાત કામાખ્યા મન્દીરે જવાનું થયું. ત્યાં પણ સાંઈબાબા કે તીરુપત્તીમાં હોય છે તેવી જ પાંજરાપોળ ટાઈપ લાઈન અને પૈસાના જોરે મોંઘા રુપીયાની ટીકીટવાળી પણ લાઈન ! પહેલીવાર કામાખ્યા આવી હતી તેથી જીજ્ઞાસાથી આજુબાજુ નજર ફેરવતી હતી. મન્દીરથી કંઈક ઉંચાઈ પર દર્શન માટેની લાઈનના પાંજરામાં દર્શનાભીલાષી ઉભા હતા. એટલામાં મન્દીરના વીશાળ પરીસરમાં ત્રણ બકરીનાં બચ્ચાં બાંધેલાં નજરે પડ્યાં. માથે તીલક, ગળામાં ‘જય માતા દી’ લખેલી લાલ રંગની ચુંદડીઓ બાંધેલી. તે જોઈને હવે તેમની શી દશા થવાની છે તેનો આછો આછો ખ્યાલ આવી ગયો. કારણ કે કામાખ્યાના મન્દીરમાં બલી અપાય છે તેવી વાત કાને તો આવી હતી; પણ મન માનતું ન હતું.
આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, લોકો ચાંદ પર પગ મુકીને આવી ગયા ને હવે મંગળ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ને તેથી આ હાઈટૅક યુગમાં તે કોઈ ધર્મના નામે બલી થોડું ચડાવે ? આવી અધમતા થોડી આચરાતી હશે? પેલા ગદીડાં પણ આ વાત માનવા તૈયાર ન હોય તેમ ત્રણેય મસ્તીથી રમી રહ્યાં હતાં. જો કે તેમના ગળે બાંધલી દોરી બહુ જ ટુંકી હતી; તેથી બે–ત્રણ ફુટનું હલન–ચલન માંડ શક્ય હતું. છતાં નાનીવયની ચંચળતાથી તેઓ છલકાતાં હતાં. ત્રણેયના કાળા રંગ અને સુંવાળી રુંવાટીથી રુપાળાં દેખાતાં હતાં.
ત્યાં પીળા–કેસરી વસ્ત્ર પહેરેલો, તીલક કરેલો, જનોઈ પહેરેલો યુવાન આવ્યો અને ત્રણમાંથી એક બચ્ચાને ગળે બાંધેલી દોરી છોડીને લઈને ચાલતો થયો કે બીજાં બચ્ચાંઓએ બેં બેં કરીને કાગરોળ કરી મુકી. કદાચ તેઓ જાણી ગયાં કે તેમનો દોસ્ત કે ભાઈને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમના બેંબેંમાં ‘મને બચાવો, બચાવો’ની બુમ સંભળાતી હતી. મારું એડ્યુકેશન–સોફીસ્ટીકેશન મને કોઈની પ્રાઈવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. મને શરમ આવતી હતી કે હું એવા દેશની નાગરીક છું; જ્યાં ધર્મના નામે પ્રાણીની કતલ થતાં હું રોકી શકતી નથી. મેં મારી જાતને આટલી ની:સહાય ક્યારેય અનુભવી–જોઈ નથી.
અમારી સામેના નળીયાના છાપરાંવાળા ખુલ્લાં ઓસરીવાળા મકાનના પરીસરની એક બાજુ પથ્થર પર ખુંટો હતો. બચ્ચાના માથાને તે ખુંટા પર બે હાથથી દબોચીને ટેકવવામાં આવ્યું. અને લોહીના લાલ રંગથી તે પરીસર છવાઈ ગયું. બચ્ચાનાં ધડ અને પગ વગેરે અંગો સાથે પેલો જુવાન ફરી બહાર આવ્યો. એક લઘર–વઘર વ્યક્તીએ તે બચ્ચાનાં અંગોને પ્લાસ્ટીકની થેલીમાં ભર્યાં. પેલાં કેસરી વસ્ત્રોવાળા જુવાને તેને હાથમાં થોડી નોટો મુકીને તે પછી પેલો મુફલીસ માણસ બચ્ચાનાં રહ્યાં–સહ્યાં અંગોવાળી પેલી પ્લાસ્ટીકની થેલી લઈને ચાલતો થયો.
એક માણસ પેન્ટ ગોઠણ સુધી ચડાવીને સતત પાઈપથી પાણી છાંટતો તે પરીસરની ફરસને ઘસી ઘસીને સાફ કરવા લાગ્યો. નીર્દોષ પશુના લોહીના ડાઘ એમ તે સહેલાઈથી ધોવાતા હશે ? જનોઈ પહેરેલા, તીલક કરેલા અને કેસરી ધોતીયાં ધારણ કરેલા બે ત્રણ વયસ્કો તે મકાનના ઓટલા પર બેસીને હાથમાં તમાકુ મસળતા હતા. થોડીવારે દસ–બાર વર્ષનો બાળક હાથમાં પતરાળા લઈને આનંદથી કુદતો કુદતો પરીસરમાં ગયો. પરીસરના ખુણામાં એક ચુલા પર તપેલું મુકાયેલું હતું.. થોડીવારે બધાં પ્રસાદનાં એઠાં પતરાળાં મકાનની બાજુના કચરાપેટીમાં નાંખવા આવ્યા.
જે ઘટના બની હતી તેની કાળી છાયામાં હું અને મારાં સાથીઓ સ્તબ્ધ હતા. મા કામાખ્યા તારા દરબારમાં આવું ? એક માના દરબારમાં બચ્ચાની કતલ? પછી તો જાણવા મળ્યું કે અહીં તો રોજ ઓછામાં ઓછા દસ–વીસ બલી ચડે છે. જેમાં નર બકરા અને મોટા તહેવારો પર પાડાનો પણ બલી આપવામાં આવે છે.
હીન્દુ ધર્મના નામે ચાલતી અગણીત ક્રુર પ્રથામાં કોઈ સૌથી ક્રુર પ્રથા હોય તો તે આ બલીપ્રથા છે. પોતાનું, પોતાના કુટુંબીઓનું સારું થાય તે માટે કોઈ મુંગા પ્રાણીનો બલી આપવો તેમાં ક્યો ધર્મ સમાયેલો છે ? હીન્દુ સીવાય ખ્રીસ્તી ધર્મમાં બેપ્ટીઝમ અને મુસ્લીમ ધર્મમાં બકરી ઈદ નીમીત્તે ભારતમાં હજારો પ્રાણીઓની કલત થાય છે. મરધાં, બતકાં, બકરાં વગેરેનો બલી છાશવારે અગણીત, અતાર્કીક રીતે ચડાવવામાં આવે છે. સમજ્યા કે માણસ માંસાહારી હોય તો જીવવા માટે પ્રાણીને મારે; પણ માત્ર ધર્મના નામે પ્રાણીને મારવાં તેમાં કયો ધર્મ સમાયેલો છે ? મુંગા, લાચાર પશુ–પક્ષીઓના બલીદાનથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પણ કોઈનું કલ્યાણ ન કરે તે સીધી સાદી વાત આપણે ક્યારે સમજીશું ?
આજે ભારતમાં અગણીત સંસ્થાઓ એનીમલ ક્રુઅલ્ટી રોકવા માટે કામ કરે છે; પણ કેટલી સંસ્થાઓએ ધર્મને નામે આચરાતી કતલ સામે આવાજ ઉઠાવ્યો છે ? માત્ર હીરો–હીરોઈન પાસે કપડાં ઉતરાવીને શરીર પર પ્રાણી જેવાં ચીતરામણ કરાવીને ફોટા પડાવવાથી આ હીંસા અટકશે ? કેમ કોઈ સાધુ–સન્ત ફકીર, મુલ્લા કે પાદરીને આ બલીનો વીરોધ કરવાનું સુઝતું નથી ?
માત્ર ભારતના ગણ્યાંગાંઠ્યાં રાજ્યો કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને પોંડીચેરીનાં મંદીરોમાં પશુ–પંખીનાં બલીદાન ન અપાય તેવા કાયદા છે. પણ આવા કાયદાનો કેટલો અને કેવો અમલ થતો હશે તે તો રામ જાણે ! તામીલનાડુ રાજ્યમાં તીરુચી જીલ્લાના એક મન્દીરમાં એક સાથે પાંચસો બળદનો બલી અપાય છે. મુખ્યપ્રધાને તે રોકવા માટે 2002માં કાયદો કરવાનું પણ વીચાર્યું. પણ પછી કાયદાને કારણે તે વીસ્તારના દલીત–મુસ્લીમ મત ગુમાવવા પડશે તેવું જણાતાં, તે ખરડાને પડતો મુકવામાં આવ્યો. સાંભળવા મુજબ 2008માં યુપીએ સરકાર પાર્લામેન્ટમાં વીશ્વાસમત જીતે તેને માટે 242 બકરાં અને ચાર પાડાનું ગૌહાતીના કામાખ્યા મન્દીરમાં બલીદાન અપાયું હતું. રાજકારણીઓ પાસેથી બીજી શી અપેક્ષા રાખી શકાય ? કાળી ચૌદસ કે અમાસના દીવસે તાન્ત્રીકો ઘુવડ, ગલુડીયાં, મરઘાંનો બલી આપે છે. બલી આપવા માટેનાં પ્રાણી શહેરમાં ક્યાં, કેવી રીતે અને કેટલામાં વેચાતાં મળે છે તેની જો આમ આદમીને ખબર હોય, તો પોલીસને કેમ ન હોય !
એક વાર્તા વાંચી હતી. આફ્રીકાના જંગલમાં કેટલાક માસાંહારી આદીવાસી રહેતા હતા. તેઓ જ્યારે કોઈ પશુ–પક્ષી ન મળે અને ભુખ્યા હોય ત્યારે માનવને મારીને પણ ખાતા. તેમનું નરભક્ષીપણું છોડાવવા માટે એક–બે પાદરી ત્યાં ગયા. પેલા આદીવાસીઓની સમજમાં તેમની વાત આવી અને તેમણે માણસનું માંસ ન ખાવાની પ્રતીજ્ઞા લીધી. એક દીવસ એમ જ જંગલમાં ફરતા હતા અને પાદરીને શીકાર કરવાનું મન થતાં તેણે એક પક્ષીનો શીકાર કર્યો. પછી તેને ત્યાં જ મુકીને ચાલતા થયા. આથી પેલા આફ્રીકન આદીવાસીએ તેને પુછ્યું, ‘તારે પક્ષી ખાવું ન હતું તો માર્યું કેમ ?’ અભણ–જંગલી પણ જો તેનું પેટ ભરવા માટે જ હીંસા કરતો હોય, તો ધર્મના નામે હીંસા કરતા આપણે સંસ્કૃત કે ભણેલા કહેવાઈએ ? કોઈ નીર્દોષ પશુ–પક્ષીની હીંસા કરવાથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પ્રસન્ન થતા હોત તો આજે દુનીયામાં કોઈ દુ:ખી ન હોત. ‘જીવો અને જીવવા દો.’ બસ, આ એક ધર્મ માણસ નીભાવશે તો દુનીયાના દરેક સજીવ મજેથી જીવશે. આખરે બકરીના બચ્ચામાંયે જીવ તો છે જ ને !
–કામીની સંધવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 13 જુલાઈ, 2013)માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…
Finally married!
India girls secure third position in Gasteiz Cup
How the hell is this not big news to be proud of, how did it go under the radar? Instead of this we have news of Salman n Shah Rukh huggin..grrr
Few days back, as a billion plus India slept, a handful of tribal girls proudly held aloft a trophy they won in their maiden entry in a football tournament in far-flung Spain.
It was the night of July 13. Hundreds of fire crackers lit the skies as the girls screamed Vande Mataram – their battle cry – for being placed third in the Gasteiz Cup, the world’s best testing ground for teenager football in Victoria Gastiez, also popular as Europe’s Green Capital.
They were the same girls who were slapped, kicked and made to sweep floors by arrogant bureaucrats in Jharkhand when the girls asked for birth certificates, a necessity to apply for passports.
But they eventually managed their passports, thanks to a strapping American, Franz Gastler, who pushed the cases of the girls with mandarins of the Ministry of External Affairs in the Indian Capital.
He was a lone ranger in his efforts.
The girls were lovingly titled the Supergoats by the organizers in Spain the moment they saw the girls playing barefoot in practice matches on arrival.
Why?
The girls had limited football gear and could not take the risk of tampering it before the tournament. They were overawed by international teams in the first tournament, the Donosti Cup, but came to their own in the second tournament.
Offering a consolation prize for the third team – winner of a match between losing semi-finalists – was a mere formality for the organizers.
But for the girls, it was a giant leap into global soccer from their impoverished Rukka village near Ranchi, considered one of the world’s epicenters of child marriage and human trafficking.
As soon as the announcement was made for the prize distribution ceremony, the girls rushed into their dressing room and returned, some barefoot, wearing red-bordered white saris, their traditional festive dress. Many had their plastic flowers in their hairs.
And when they huddled together after the mandatory photo session, some wept inconsolably because they had almost given up their hopes to participate in this tournament.
“They were over the moon. It was their night,” said Gastler of the girls, who subsist on less than a dollar a day.
For a country low on soccer, this was - arguably - good news for the mandarins of the game. But no one cared. All India Football Federation (AIFF) president Praful Patel was not aware of the girls’ superlative achievement, nor was the country’s new sports minister Jitendra Singh.
“We could not sleep that night (July 13),” says Rinky Kumari, 13, captain, Supergoats. Once she bunked herschool helped her mother do household chores. Today, thanks to football, everyone knows her name in the village.
She says she remembered the days she was slapped and sweep floors when she went to the Panchayat Office get birth certificates for her passport.
“That is the pain of being a tribal girl in India. I do not remember the slap, I remember the Cup,” says Rinky.
For her, and her teammates, it means a lot.
New Ideas............
Secret Drawer
Glass Holder
Traffic Signal with Hour glass timer
Solar Charging while Parking
No more Blind Spots (rear view mirror)
Wearable wireless mouse
Semi Automatic fruit peeler
Hoodie BackPack
Independent Kids
Hidden Power Outlet
Unique umbrella design
Ruler with holes for precision
Eco friendly Toilet
Mobile Charging made easy
Solar rocking chair
Digitally precise protractor
You can find the keyhole even when drunk
Enjoy
Smart Jeans for smart phone users
For smart parents
Bicycle Parking
Digital Measuring Cup
Built-in Wall extension cord
Scale Out Architecture
Multi Tasking
iPhone Lens
On-Demand Cup Holder
Spoke-less bicycle
Compact Boots
Inheritance
Digital Ink for Tablets
Solar Charges + Window Stickies
Salt Water Powered Clock
Hand Powered Shredder
Knives Set
Wifi Digital Pen
Rubik's cube for the blind
Zipper Ear Phones
cool cup
Self Locking Bike
Calendar Ring
Table Tennis Door
Solar Powered Camping Tent
Subscribe to:
Posts (Atom)