20130827

નેટોલોજી - ઈ ગુરુ


નેટોલોજી - ઈ ગુરુ

અમેરિકાની સાયબર જાસુસી પર PIL

ભારતના ઈન્ટરનેટ ડેટા પર નજર રાખી શકે એવી સિસ્ટમ અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજંસીએ અમલી બનાવતા તેની સામેની પીઆઈએલ ત્વરીત સાંભળવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. દિલ્હી યુનિવર્સિટીની લો-ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન એસ.એન. સિંહે આ પીઆઈએલ કરી છે. અમેરિકાના સત્તાવાળાઓ મોટાપાયે જાસુસી કરી શકે એવી સિસ્ટમ સામેની આ પીઆઈએલમાં જણાવાયું છે કે આ સિસ્ટમ સામે એપેક્ટ કોર્ટે દરમ્યાનગીરી કરવી જોઈએ. તેમણે એવી રજૂઆત કરી છે કે ઈન્ટરનેટ કંપનીઓએ પણ વપરાશકારોના ડેટા આપવાની બાબતે મૂક સંમતિ આપીને ઈન્ટરનેટ પરની સ્વતંત્રતા માટેના કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે. ગત્ ૧૧ જુને સરકારે પણ ઈન્ટરનેટ પરના ડેટા પર અમેરિકાની દેખરેખ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અમેરિકા પાસેથી આ અંગે વધુ માહિતી મેળવાશે એમ પણ સરકારે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જે દેશના ઈન્ટરનેટ ડેટા પર અમેરિકા પર સૌથી વધુ ધ્યાન રાખે છે તેમાં ભારત પાંચમા નંબરે છે.
ફીશીંગ એટેક ઃ ભારત ત્રીજા નંબરે
ઈન્ટરનેટ પર ફીશીંગ એટેક (ઈન્ટરનેટ સર્ફીંગ કરનારાઓને ફસાવતી સિસ્ટમ)ની માત્રામાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ જે દેશો પર ફીશીંગ એટેક થાય છે તેમાં ભારત ત્રીજા નંબરે છે. પ્રથમ નંબરે અમેરિકા જ્યારે બીજા નંબરે બ્રિટન છે. ૨૦૧૩નો એક સર્વે કહે છે કે વિશ્વભરમાં એપ્રિલ ૨૦૧૩માં થયેલા ફીશીંગ એટેક પૈકી ૪૬ ટકા તો આ ત્રણ દેશોમાં થયા હતા. ફીશીંગ એટેક કરનારા ચોક્કસ બ્રાન્ડને ટાર્ગેટ કરતા હતા. ૩૧૧ જેટલી બ્રાન્ડને ટાર્ગેટ કરાઈ હોવાનો અહેવાલ છે. આ ફીશીંગ કરનારાઓ બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયાને પણ ટાર્ગેટ બનાવે છે.
ફોટો શેરીંગ સ્નેપ ચેટની બોલબોલા
એમ લાગતું હતું કે ફેસબુક અને ટ્વીટરને કોઈ ઓવરટેક નહીં કરી શકે પણ જેમ જેમ સ્નેપચેટની બોલબોલા વધી છે તે જોતાં એમ લાગે છે કે તે સોશ્યલ નેટવર્કિંગ સાથે ઉપર દર્શાવેલી બંને લોકપ્રિય સાઈટ કરતાં આગળ વધી જશે. સ્નેપ ચેટ નામની એપ્લીકેશન ૨૦૧૧માં ઈવાન સ્પીજલ અને બોબી મર્ફીએ બનાવી હતી. આ એપ્લીકેશન સ્માર્ટ ફોનના વપરાશકારોને ફોટો અને વીડીયો ક્લીપ મોકલવામાં મદદ કરે છે. ફોટો મોકલ્યા પછી તે દશ સેકન્ડમાં સર્વર પરથી ઊડી જાય છે. (નીકળી જાય છે.) અમેરિકાના રાજકારણીઓ સેક્સ પરનું ટેક્સટીંગ કૌભાંડ (જેને સેક્સટીંગ કહેવાય છે.) પ્રકાશમાં આવ્યા બાદ આવી ટેક્સ્ટ કે મેસેજ ઓટોમેટીક ૧૦ સેકન્ડમાં જતો રહેવો જોઈએ તેવો આઈડિયા વિચારાયો હતો.
આ ફોટો શેરીંગ એપરેટ્સ સ્નેપચેટની વેલ્યુ ફેસબુક અને ટ્વીટર કરતાં વધુ આંકવામાં આવી રહી છે. તમારા સ્ક્રીન પર સ્નેપચેટ દ્વારા કોઈ ટેક્સ્ટ મેસેજ આવે તે દશ સેકન્ડમાં ઓટોમેટીકલી સર્વર પરથી નીકળી જતો હોય તો તેનાથી મેસેજની પ્રાઈવેસી જળવાઈ શકે છે.
ઉત્તરાખંડની વહારે ઈન્ટરનેટ
ઉત્તરાખંડમાં કુદરતના પ્રકોપના કારણે ચારધામ યાત્રાના શ્રધ્ધાળુઓ અટવાઈ ગયા હતા. હજુ ચોક્કસ મૃત્યુઆંક જાણી શકાયો નથી. ઘણાં લોકો ગુમ થયા છે. આ ગુમ થયેલાઓને શોધવા તેમના સ્વજનો હરદ્વાર અને ઋષિકેશ વચ્ચે ધક્કા ખાયા કરે છે. આવા લોકો અને દૂર બેઠા પોતાના સ્વજનોની વિગત મેળવી શકે એટલે ઈન્ટરનેટ વહારે આવ્યું છે. સર્ચ એન્જીન ગુગલે ગુગલ પર્સનલ ફાઈન્ડર દ્વારા પહેલ કરી હતી. જેમાં ગુમ થયેલી વ્યક્તિ કે બચાવી લેવાયેલ વ્યક્તિની જાણકારી અપાતી હતી. તેના માટે  www.google.org/pcrgonfinder/2013-uttarakhand-floods/ પર ક્લીક કરવું પડે છે. જેમાં આપેલ વીન્ડો પર ગુમ થયેલ વ્યક્તિનું નામ લખવાથી મદદ મળી રહે છે.
એવી જ રીતે ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ પર બચાવેલા લોકોના નામ શોધવામાં મદદ મળી રહે છે. જેમાં મીસીંગ વ્યક્તિ માટે મેસેજ મુકી શકાય છે. http://dms.uk.gov.inપર ક્લીક કરવાથી સાઈટ પર જઈ શકાશે. તેમાં વ્યક્તિનું નામ, તે ક્યાં રહે છે તે શહેરનું નામ, તે જે વાહનમાં પ્રવાસે ગયા હોય તેનો નંબર વગેરે આપવાનો રહે છે. ગુગલનો ક્રાઈસીસ મેપ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોના સ્વજનોની મદદ કરી શકે છે. જેમાં રાહત છાવણીઓ, તબીબી સવલતના કેમ્પો, બંધ રોડ અને રાહત વ્યવસ્થા માટેના ભોજન સ્થળોમાં જમનારની યાદી વગેરે હોય છે. તે માટે http:.org//goole.crisismap2013-uttarakhand-floods?gl=n પર ક્લીક કરો...
ગુગલની જેમ ભારત સંચાર નિગમે (BSNL)પણ ઉત્તરાખંડમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં સહાયના નંબરો આપ્યા છે. જેમાં ઓપરેટરને ગુમ થયેલ વ્યક્તિનો સેલફોન નંબર આપવાનો હોય છે. તે માટે ડાયલ કરો 1503 કે 09412024365
4G ચપટીમાં ડાઉનલોડ
ઈન્ટરનેટના શરૃઆતના સમયમાં ડાયલઅપ કનેક્શન હતું. ત્યારે ઈન્ટરનેટ પર સર્ફીંગ માથાના દુઃખાવા સમાન હતું. ડાઉનલોડીંગ કરતી વખતે લોકો બીજું કામ સાથે લઈને બેસતા હતા. વીડીયો કોન્ફસીંગની વાતો તો સપનાં સમાન લાગતી હતી. મોબાઈલ પર ઈન્ટરનેટની વાતોને લોકો હસી કાઢતા હતા. પરંતુ જેમ જેમ ઈન્ટરનેટની સ્પીડ વધતી ગઈ એમ એમ તેના વપરાશકારો પણ વધ્યા અને નવા ગેજેટ્સ પણ આપવા શરૃ થઈ ગયા હતા. ઈન્ટરનેટના યુગને કનેક્શનની સ્પીડે ચારચાંદ લગાવી દીધા છે. આપણે થ્રી-જી અર્થાત્ થર્ડ જનરેશન કનેક્શનના લાભ મેળવીએ છીએ.
હવે ઈન્ટરનેટના કનેક્શનનાં ઈતિહાસમાં નવતર પીછું ઉમેરાઈ રહ્યું છે. દેશના ચાર શહેરોમાં ફોર-જી કનેક્શન અપાઈ રહ્યું છે. બે મિનિટમાં ફિલ્મ ડાઉનલોડ થઈ શકે એવી સિસ્ટમ ઉભી થઈ રહી છે. આ ફોર-જીના કારણે ગણતરીની સેકંડોમાં ફિલ્મ પણ ડાઉનલોડ થઈ શકશે અર્થાત્ ફટોફટ સર્ફીંગ થઈ શકશે. ફોર-જી આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં પણ આવશે...
સાથે... સાથે...
* ગઈ ૨૧ જુને જેકી ચાન ભારતમાં હતો. તેના મૃત્યુની અફવા ઊડી એટલે તેણે ફેસબુક પર લખ્યું કે સવારે હું ભારતથી બેઈજીંગ જઈ રહ્યો છું. મારા માટેની અફવા માટે અભિનંદન...

-Gujarat Samachar