20130827

વિદુર નીતિ

 New Greetings from India .

May your happiness increase like Petrol Price,
May your sorrow fall like the Indian Rupee, and
May your joy spread in your heart like
Corruption spreads in India …!!!

Dear Father-in-Law,
I deeply regret taking a Car in dowry.
Please take your Daughter or Car back…
I cannot afford both.

Now Tata Nano’s fuel cost will be
More than its EMI per month!

Soon, Rupee will be SENIOR CITIZEN
(above Rs. 60 per US Dollar);
Petrol has already become VERY SENIOR CITIZEN
In Bangalore (Rs.81 per litre) !!!

Finally it has happened…After decades,
Beer is now cheaper than petrol !!!
Now, there will be new slogan:
JUST DRINK; DON'T DRIVE !!!

Expensive petrol will help solve
The problem of traffic jams!

Drink and drive should not be a problem now.
After all, how many will be able to afford
Alcohol and petrol on the same day?

We have the world’s cheapest car
 And the world’s costliest petrol.

Sign board at Petrol pump:
Buy Petrol worth Rs. 20,000
And get a TATA Nano absolutely free.
(scheme for 
आम आदमी Now he can get car with petrol! )

Man at Petrol Pump: Full tank?? " 
करदो..."
Attendant: "Sir, PAN Card 
की copy दो..."
Man: What? Why? How?
Attendant: Sir, it’s a HIGH VALUE TRANSACTION!!!

Kseniya Simonova

  http://www.youtube.com/watch?v=518XP8prwZo

વિદુર નીતિ
v     જેનો આત્મા પાપકર્મ છોડી ચુક્યો છે અને પુણ્ય કર્મોમાં લાગી ગયો છે તેણે બધું જ જાણી લીધું છે એવું માનવું જોઈએ.
v     લોકો ધર્મ અને નીતિ ને જાણવા માંગે છે. પરંતુ તેઓ પોતાના કર્મો સુધારતા નથી, એવા લોકોનું જાણવું ન જાણવું એક સમાન હોય છે. જે પોતાને પાપકર્મોથી દૂર કરી પુણ્ય કર્મોમાં લીન કરી દે છે તેજ બધા ધર્મો તેમજ નીતિને જાણે છે એવું સમજવું જોઈએ.
v     જે કર્મને કરવાથી કોઈને હાની પહોંચતી હોય,જેના કરવાથી અહંકાર,પ્રમાદ,ક્ષુબ્ધતા,શંકા,ભય અને રોગ ઉત્પન્ન થતા હોય તે પાપ છે.
v     જે કર્મને કરવાથી મન..આત્મા પ્રસન્ન અને સંતુષ્ટ બને,કોઈને હાની ન પહોંચે,જેના લીધે પોતાની સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ થતું હોય,જેનાથી સંતોષ મળતો હોય અને જે પરમાર્થિક આનંદ આપતો હોય તે જ પુણ્ય છે.
v     જે ક્રોધ નથી કરતો,માટી..પત્થર તથા સુવર્ણને એક સમાન ગણે છે,જે શોક નથી કરતો, જે મોહ, સ્નેહ અને વેર રહિત છે,જેની ઉપર નિંદા કે પ્રસન્નતા સમાન પ્રભાવ નાખે છે,જે પ્રિય અને અપ્રિય બંનેનો ત્યાગ કરનારો  છે,એવો પુરુષ જ વાસ્તવિક સંન્યાસી છે..તેને જ પુણ્યાત્મા માનવો જોઈએ.
v     જંગલી અન્ન,કંદમૂળ,શાક અને ઇંગુદી જેવા ફળોથી નિર્વાહ કરનારો એ પુરુષ પણ પુણ્યાત્મા છે. જે વનમાં રહીને જગકલ્યાણ માટે ચિંતન તથા યજ્ઞ કરતો રહે છે અને અતિથિઓને સન્માનપૂર્વક આદર આપી આતિથ્ય પ્રદાન કરે છે.
v     આ નાશવંત સંસારમાં કેવળ ધર્મ જ નિત્ય છે,અજર અમર છે,કારણ કે તે સંસ્કાર બનીને બીજરૂપે જીવાત્મામાં  વ્યાપ્ત થઇ જાય છે. આ સંસારના સુખ દુખો તો આવવા જવાવાળા અનિત્ય ભાવ છે, જયારે જીવાત્મા નિત્ય છે. એનો નાશ નથી થતો,પરંતુ તેના બધા જ ભૌતિક સાધનો જેવા કે શરીર તેમજ શરીરની બધી જ ઇન્દ્રિયો અનિત્ય છે. તમે અનિત્યનો ત્યાગ કરી ધર્મ રૂપી નિત્યમાં લુપ્ત બની સંતુષ્ટિ પ્રાપ્ત કરો,કારણ કે સંતોષમાં જ ખરું સુખ સમાયેલું છે.
v     જે માનવી ધર્મ..કામ..અર્થનું સમયાનુસાર સેવન કરે છે તે આ લોકમાં અને પરલોકમાં પણ એના સંયોગને પામે છે. વૈદિક સંસ્કૃતિમાં ગૃહસ્થોને ધર્મ..અર્થ..કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યે આ બધાનું સેવન યથા સમયે આવશ્યકતા અનુસાર જ કરવું જોઈએ.
v     જે માનવી ધર્મ..અર્થ..કામ અને મોક્ષ આ ચારેયમાં સિદ્ધિ મેળવવા માંગતો હોય તેણે સૌ પ્રથમ ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ. કારણ કે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી કામનાને પૂર્ણ  શક્તિ પ્રાપ્ત થાય છે.
v     અધર્મ વડે યશ..પ્રભુત્વ અને વ્યક્તિત્વની પ્રાપ્તિ નથી થતી અને એના વગર કામનાની પૂર્તિ પણ નથી થતી. ધર્મ વિના તો મોક્ષ પ્રાપ્તિની કલ્પના પણ કરી શકાય નહિ. એટલા માટે સૌથી પહેલા ધર્મને જ અપનાવવો જોઈએ.
v     માનવીએ ભય..કામ અને લોભથી વશીભૂત બનીને અથવા તો પ્રાણની રક્ષા માટે પણ પોતાના ધર્મનો પરિત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં.
v     નારી..ધૂર્ત..આળસુ..ક્રોધી..અહંકારી..ચોર..કૃતઘ્ન અને નાસ્તિક ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ.
v     ક્રોધને શાંતિથી..દુષ્ટને સારા આચરણથી..કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે.
v     લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે. તે અતિઅધિક શ્રેષ્ઠ ગુણોવાળા..દાનશીલ..વીર..દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે રોકાતી નથી.
v     આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી.
v     એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ.. અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે.
v     જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ.
v     પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ. જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો. શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે.
v     નારી..રાજા..સર્પ..સ્વામી..સ્વાધ્યાય શત્રુ..ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય કદી કરતો નથી.
v     છિદ્રયુક્ત ચરિત્રને અધર્મ..અન્યાય તથા તેના વડે પ્રાપ્ત કરેલ ધનથી છુપાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણકે એનાથી તો એ વધારે ફેલાય છે.
v     પચવા યોગ્ય અન્નની..યૌવનાવસ્થાને ઓળંગી ગયેલ સ્ત્રીની..યુદ્ધમાં જીતનાર પરાક્રમીની તથા પરમતત્વને જાણનાર તપસ્વીની બધા જ પ્રશંસા કરે છે.
v     જીવ આ વિશ્વમાં વારંવાર જન્મ લે છે. તે વધે છે..ઘટે છે..મરે છે..જન્મ લે છે..ક્યારેક બીજાથી માંગે છે તો ક્યારેક બીજા એનાથી માંગે છે..ક્યારેક એ  સ્વયં શોક કરે છે તો ક્યારેક બીજા એના માટે શોક કરે છે.આવી રીતે આ સંસારમાં કશું પણ એક સમાન નથી રહેતું માટે તમે કઈ વસ્તુ ની પ્રાપ્તિ માટે દુખી થાવ છો ? શું ખોવાઈ ગયું છે જેથી તમે દુ:ખી છો ?નશ્વર પદાર્થો તથા સ્થિતિઓ માટે શોક કરવો અજ્ઞાનતા છે.
v     આ સંસારમાં સારી-નરસી પરિસ્થિતિઓ..નિર્માણ તથા વિનાશ..લાભ તથા હાની..જીવન તથા મરણ વગેરે...બધા સાથે લાગણીઓ હોય છે,એટલા માટે વિવેકવાન માનવીને જોઈએ કે તે ઈચ્છાઓને આધીન બની પરિસ્થિતિઓનું દુ:ખ ન કરે કારણકે પરિસ્થિતિઓ ઉપર દેવતાઓનું પણ નિયંત્રણ નથી હોતું.
v     બીજો પ્રત્યે દ્વેષભાવ ભરેલ અસામાન દ્રષ્ટી રાખનાર તથા બીજાઓમાં ફૂટ(કુસંપ) નાખનારને કોમળ..આરામદાયક શય્યા ઉપર પણ ઊંઘ નથી આવતી..સુંદર પ્રિયતમાઓ સાથે રતિક્રીડામાં પણ સુખ નથી મળતું તેમજ ચરણ-ભાટોની સ્તુતિ (પ્રસંશાઓ) પણ સંતુષ્ટ નથી કરતી,કારણકે તે દ્વેષથી વશીભૂત બની સ્વયંને જ નથી જાણતા.
v     આત્મીય હોવા છતાં વ્યર્થના ભાવોના કારણે અથવા તો ઈર્ષ્યા વશ એકબીજાથી અલગ થઇ જનાર ન તો કોઈ ધર્મનું પાલન કરી શકે છે ન તો તેમનામાંથી કોઈને સુખ મળે છે. તેમની ઉન્નતી પણ નથી થતી. આત્મસુખ થી વંચિત આવા લોકો કોઈપણ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત કરી શકતા નથી. અને તેમને શાંતિ પણ નથી મળતી.
v     જે પારકા ધન..રૂપ..બળ..પરાક્રમ..સુખ..સૌભાગ્ય..કુલ..આદર..વગેરેને જોઈ ઈર્ષ્યા કરે છે તે હમેશા દુખી જ રહે છે,કારણકે એના દુખોનો અંત તેની ઈર્ષ્યા જ થવા દેતી નથી.
v     ચિંતા કરવાથી અથવા શોકાતુર બનવાથી ન તો દુ:ખોથી છુટકારો મળે છે ના તો ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આનાથી શરીર રોગગ્રસ્ત બની જાય છે. આત્મબળ નાશ થાય છે અને શત્રુ હાંસી ઉડાવે છે. એટલા માટે બહેતર એ જ છે કે મનુષ્ય દુ:ખોના કારણે અથવા ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે..ચિંતા ન કરે..!
v     જે માનવી સ્વજનોના મોહમાં પડીને નિંદાત્મક કાર્યોમાં લીન રહે છે તે પોતાના જીવનથી પણ હાથ ધોઈ બેસે છે. ઉતમ કર્મો જ સુખ પ્રદાન કરે છે અને તેને ન કરનારો જ દુખી બને છે. અર્થાત નિંદનીય કર્મોથી ક્યારેય સુખ પ્રપ્ર કરી શકાતું નથી.
v     જેની પાસે અત્યાધિક ધન છે તે પણ આ સંસારમાં જીવિત રહે છે અને જેની પાસે નં માત્રનું ધન છે તે પણ જીવિત રહે છે. એવું નથી કે વિશાળ સામ્રાજ્ય ધરાવનાર સુખી રહે છે અને જેની પાસે કશું નથી તેઓ દુખી રહે છે. સુખ-દુઃખનો સંબંધ ધન કે ભૌતિક સાધનોથી નથી.
v     બુદ્ધિથી ભયનો નાશ થાય છે. તપથી ગૌરવ પ્રાપ્ત થાય છે.ગુરુથી અવિદ્યાનો અંધકાર દુર થાય છે અને બધીજ પરિસ્થિતિઓમાં સમાન ભાવ રાખવાથી દુઃખમાં પણ શાંતિ મળે છે.
v     જે માનવી અધર્મથી મળેલ મોટામાં મોટી ઉપલબ્ધીને પણ ગ્યાગી દે છે એનાથી ઉત્પન્ન થનાર મોટામોટા દુ:ખોથી પણ છુટકારો પ્રાપ્ત કરી લે છે. બિલકુલ એવી રીતે જેવી રીતે સાપ પોતાની કાંચળી ઉતારી પ્રસન્ન અને સુખી હોય છે. 
v     જ્ઞાનીજનોએ આ સંસારમાં છ સુખોની ઉપસ્થિતિ દર્શાવી તે આ મુજબ છે.
Ø       પોતાની ઉપર કરજ ન હોવું.
Ø       દુર દેશમાં પ્રવાસ ન કરવો.
Ø       સત્પુરુષોની સંગતનો અવસર પ્રાપ્ત થવો.
Ø       રોગરહિત રહેવું.
Ø       પોતાને અનુકુળ તથા સ્વયં ઉપર આશ્રિત આજીવિકા.
Ø       સંસારિક ભય પ્રત્યે નીડરતા.
v     સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વો દર્શાવામાં આવ્યા છે. 
Ø                સાચા મિત્રોનું મળવું. 
Ø                વિપુલ ધનની પ્રાપ્તિ. 
Ø                પુત્ર સાથે આલિંગનબદ્ધ થઇ મળવું. 
Ø                પતિ-પત્નીની એક સાથે નિવૃત્તિ. 
Ø                મધુર વાણી. 
Ø                પોતાના સમુદાયમાં ઉન્નતી. 
Ø                મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ. 
Ø                સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ.
v     જે માનવીએ મિત્રોને પિતાના વશમાં કરી લીધા છે, શત્રુઓને યુદ્ધમાં જીતી લીધા છે તે જીવનમાં સફળ અને સુખી રહે છે.
v     ક્ષમાનો ગુણ સર્વોત્તમ છે કારણકે તે બધાને વશમાં કરી લે છે. કયું એવું સુખ છે જે એના વડે ન મેળવી શકાય? ક્ષમાશીલ વ્યક્તિનું દુર્જન કશું બગાડી શકતો નથી.
v     જયારે અગ્નિને ઇંધણ મળતું નથી ત્યારે તે આપોઆપ સ્વયં ઓલવાઈ જાય છે એવીજ રીતે ક્ષમાશીલ માનવીનું દુશ્મન કશું જ બગાડી શક્તિ નથી, કારણકે જ્યાં પ્રતિરોધ ન હોય ત્યાં જોર કરનાર ખુદ જ ઉંધા મો એ પડે છે. એનાથી વિપરીત બદલાની આગમાં સળગતો માનવી ખુદ પોતાનો જ સર્વનાશ નોતરે છે.
v     સમર્થ અને શક્તિશાળી હોવા છતાં બીજાને ક્ષમા કરનાર તથા નિર્ધન હોવા છતાં દાન પ્રવૃત્તિ કરનાર માનવી સ્વર્ગના સુખ ભોગવે છે.
v     ક્ષમાશીલ મનુષ્યને લોકો નિર્બળ તથા શક્તિહીન સમજવા લાગે છે, આ જ એક દોષ ક્ષમારૂપી ગુણ માં હોય છે. પરંતુ આવું સમજવું અજ્ઞાનતા છે. ક્ષમા નિર્બળતા નથી, એ તો પરમબળ છે. આ નિર્બળોનો ગુણ છે, બળવાનોનું આભુષણ છે.
v     જે કુળોમાં તાપ, જપ, વેદ અધ્યયન, યજ્ઞોનું અનુષ્ઠાન, પવિત્ર વિવાહ, દાન અને ઉતમ આચાર-વિચાર આ સાત ગુણો છે તે જ મહાકુળ છે.
v     ધનહીન હોવા છતાં જે કુળ આચાર-વિચારમાં , વ્યવહારમાં સદાચારી હોય છે તેજ કુળ શ્રેષ્ઠ કુળ માનવામાં આવે છે અને મહાન યશ પ્રાપ્ત કરે છે.
v     જેઓ બીજાની નિંદા કરે છે, પોતાના કૃત્યો અને વચનોથી બીજાના આત્માને દુ:ખ પહોંચાડે છે, જેઓ ક્યારેય કોઈનાથી સહમત નથી થતા, પોતાના અહંકારથી વશીભૂત બની હંમેશા વિરોધ કરતા રહે છે, અને નિષ્પક્ષ ચિંતન નથી કરતા, જેની પાસે રહેવાથી હૃદય ભયભીત રહે કે કોણ જાણે શું કરશે? શું કહેશે? જે સ્વાર્થી, કલહપ્રેમી, ઈર્ષ્યાળુ, ધૂર્ત, અથવા પાપી હોય, જે દારૂનું સેવન કરતો હોય એવા માનવીઓને તરત ત્યાગી દેવા જોઈએ.
v     જે માનવી જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે. જેવી રીતે કાપડ ઉપર એજ રંગ ચઢે છે, જેની સંગતમાં તે આવે છે. એવી રીતે જીવની પણ ગતિ થાય છે. આ એક પ્રાકૃતિક સિધ્ધાંત છે. એવું જોવામાં આવ્યું છે જો કોઈ સિંહનું બચ્ચું ઝરખની સાથે પાલન પોષણ મેળવે તો સંસ્કારમાં બધા જ ગુણો સિંહના હોવા છતાં તે ઝરખના જેવું જ આચરણ કરવા લાગે છે.
v     સજ્જન પુરુષ માટે એ જરૂરી છે કે તે કોઈની ઈર્ષ્યા ન કરે, સ્ત્રીઓની મર્યાદાની રક્ષા કરે, ઐશ્વર્ય તેમજ ધન - સંપત્તિને વહેંચીને ભોગવે, એણે મધુરભાષી, સરળ સ્વભાવવાળો અને સ્ત્રીઓ સાથે મીઠાશથી વર્તવું પરંતુ તેના વશમાં ન રહેનાર બનવું જોઈએ.
v     પોતાનું કલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ હંમેશા ઉત્તમ પુરુષોની સંગતમાં જ રહેવું જોઈએ. સંકટ કાળમાં મધ્યમ પુરુષની સગંત પણ ખરાબ નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં નીચ વ્યક્તિની સંગત કરવી જોઈએ નહિ.
v     મનુષ્ય ધન પોતાની તીવ્ર બુદ્ધિથી, નિરંતર પુરુષાર્થ કરીને અથવા હોરી જેવા નીચ કર્મોથી પણ કમાઈ શકે છે, પરંતુ સદ્કર્મ તો વિવેકથી જ ઉત્પન્ન થાય છે. એના વગર ધનનો મહિમા વ્યર્થ બની જાય છે. સદગુણોના અભાવથી ધનના આધારે પ્રશંસા, યશ તેમજ કીર્તિ પ્રાપ્ત કરી શકતો નથી.
v     દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો  વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v     ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે. તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે. વિવેકવાન પુરુષો તેને ઉત્પન્ન થતા જ પી જાય છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મુર્ખ તેના વશમાં થઇ જાય છે.
v     અહંકાર, આત્મપ્રશંસા, ભોગ પ્રત્યે લાલસા, (ત્યાગ અને સંતુશ્તીનો અભાવ) ક્રોધ, પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ, આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે. આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે. આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મરી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા.
v     જેવી રીતે નાના-નાના છિદ્રોવાળી જાળમાં ફસાયેલી મોટી માછલીઓ જાળને ફાડી નાખે છે તેવી રીતે જ કાલ અને ક્રોધરૂપી માછલીઓ માનવીની માનસિકતામાં નાના નાના છિદ્રો જોતા જ સંપૂર્ણ મનુષ્યત્વને ફાડી નાખે છે. આનાથી વિવેક નષ્ટ થઇ જાય છે અને મનુષ્ય પશુ સમાન બની જાય છે.
v     પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો દારૂના નાશ કરતા પણ વધુ ઘાતક હોય છે. કારણ કે દારૂનો નશો તો માણસના મગજને પ્રભાવિત કરે છે. પરંતુ પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો તો માનવીના આત્માને દુષિત કરી દે છે. આવા માનવીને સર્વનાશ થયા વિના ભાન નથી આવતું.
v     જેઓ વિવેકવાન છે તેઓ પપકર્મોના પરિણામનો વિચાર કરીને તેને કરતા જ નથી, એવા લોકો જ આ સંસારમાં પ્રગતિ કરે છે. એનાથી વિપરીત જે વ્યક્તિ પરિણામને જાણતો હોવા છતાં અથવા તો વિચાર કર્યા વિના પાપકર્મ કરે છે તેવો મુર્ખ માનવી વિકટ સંકટમાં ફસાઈ જાય છે.
v     જે દીન-હીનની ઉપેક્ષા નથી કરતો, જે લોક-વ્યવહારમાં બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરે છે, જે શક્તિશાળીથી યુદ્ધ નથી કરતો, અને જે આવશ્યકતા હોય ત્યારે પોતાના પરાક્રમનો પરિચય કરાવે છે, તેવા ધીર પુરુષને શ્રેષ્ઠ જ માનવો જોઈએ.
v     શ્રેષ્ઠ પુરુષો મૂર્ખાઓથી વિવાદ નથી કરતા, તેઓ નિરર્થક કલેશ પણ નથી ઈચ્છતા, આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે.
v     જે અકારણ કોઈને ત્યાં નથી જતો, જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો, જે પરસ્ત્રીગમન નથી કરતો, જે અહંકારી નથી, જે ક્રોધ નથી કરતો, જે પરનિંદા નથી કરતો, જે મદીરા સેવન નથી કરતો, જે ચોર અથવા લંપટ નથી, તે મનુષ્ય શ્રેષ્ઠ છે. તેઓ હંમેશા સુખી રહે છે.
v     શ્રેષ્ઠ માનવીઓએ ૧. અહંકાર ૨. માદકતા ૩. જડતા ૪. નિંદ્રા ૫. અસાવધાની ૬. શત્રુની ગતિવિધિઓ પ્રત્યે લાપરવાહી ૭. પોતાના મુખ ઉપર આવનારા હૃદયના ભાવો ૮. દુષ્ટ સલાહકારો ૯. મુર્ખાઓ પ્રત્યે વિશ્વાસ, આ બધાથી દૂર રહેવું જોઈએ.
v     શ્રેષ્ઠ મનુષ્ય પરનિંદા, આત્મ પ્રશંસા, અહંકાર, વેરની ભાવના, ઈર્ષ્યા વગેરે અવગુણોથી દૂર જ રહે છે. એ તો શત્રુ તથા પાપી દુષ્ટો પ્રત્યે પણ ભાવુક બની તેમના કલ્યાણની કામના કરે છે. આવા મનુષ્યો દેવતા સાથે પણ સ્પર્ધા કરે છે.
v     જે મનુષ્ય પોતાના હૃદયમાં નિવાસ કરનાર કામ, ક્રોધ, શોક, મોહ તેમજ મદને વશમાં કરી લે છે, તે ઇન્દ્રીઓને જીતીને પાપકર્મમાં સંડોવાતો નથી અને આ કારણે જ તેને ક્યારેય દુ:ખી થવું પડતું નથી.
v     પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની જો એક પણ ઇન્દ્રિય તેના વશમાં ન હોય તો તેની બુદ્ધિ મશકના છિદ્રમાંથી ટપકતા પાણીની જેમ નસ્ટ થઇ જાય છે.
v     જે મનુષ્ય શબ્દ, રૂપ, રસ, સ્પર્શ તથા ગંધ પ્રત્યે આકર્ષિત બની પતંગિયાની જેમ બુદ્ધિભ્રષ્ટ બની દોડે છે તેનો અંત પણ પતંગિયા સમાન હોય છે અર્થાત તે નષ્ટ થઇ જાય છે.
v     જે માનવી હૃદયના વિકારોવાળી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપી હૃદયના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના બીજા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તે સ્વયં પોતાનો વિનાશ નોતરે છે.
v     જે માનવીની ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી તે ખરાબને સારું અને સારાને ખરાબ માને છે. જયારે મોહમાં ફસાયેલો અજ્ઞાની મનુષ્ય દુ:ખને જ સુખ માની દુ:ખ ભોગવતો રહે છે.
v     સત્યની રક્ષા ધર્મથી થાય છે, વિદ્યાની રક્ષા અભ્યાસથી થાય છે, સૌન્દર્યની રક્ષા સફાઈથી થાય છેઅને કુળની રક્ષા ઉત્તમ આચરણથી થાય છે. માટે ધર્મના આચરણને ધારણ કરનારે હંમેશા સત્યનો જ પક્ષ લેવો જોઈએ. કોઈ લોભ, મોહ અથવા પ્રભુત્વની આશામાં અસત્યનો પક્ષ લેવો જોઈએ નહીં. અસત્યના પક્ષમાં ક્યારેય ધર્મની રક્ષા થઇ શકતી નથી.
v     મૃત્યુ બાદ શરીર અગ્નિમાં બળીને નષ્ટ થઇ જાય છે. પરંતુ તેના ધર્મ-અધર્મના સંસ્કાર બીજરૂપ બનીને તેની આત્મામાં એકાકાર બની જાય છે. આ જ સંસ્કાર સ્વર્ગમાં અથવા મૃત્યુલોકના બીજા જન્મમાં અંકુરે છે. અને માનવી એના અનુરૂપ જ ફળ ભોગવે છે. એટલા માટે દરેક માનવી માટે એ જરૂરી છે કે તે ધીમે ધીમે ધર્મના સંસ્કાર બીજોને ભેગા કરતો રહે, કારણ એ જ તેને આ લોક અને પરલોકમાં સુખ આપશે. 
v     આ દુ:ખભર્યા વિશ્વમાં કેવળ ધર્મ જ કલ્યાણ કરનાર છે. જેવી રીતે ક્ષમા જ એકમાત્ર શાંતિનો ઉપાય છે, એક વિદ્યા જ બધા પ્રકારના સુખો આપનારી છે. અને એકમાત્ર અહિંસા જ સુખનો ભાવ આપનાર છે. 
v     સંસારમાં ધન, યશ, પ્રભુતા, વ્યક્તિત્વ, સગા-સંબંધીઓ, પત્ની, અને પુત્રથી મનુષ્યનું કલ્યાણ નથી થતું. આ બધા કોઈને કોઈ આશાથી સંકળાયેલા હોય છે. અને જયારે તેઓ જાણી જાય છે કે તેમની આશાઓ પરિપૂર્ણ થશે નહીં ત્યારે તેઓ વ્યક્તિ સાથે ક્રુરતાપૂર્વક સંબંધ તોડી નાખે છે. એકમાત્ર ધર્મ જ એવો છે કે મૃત્યુ બાદ પણ માનવીનો સાથ નથી છોડતો, એટલા માટે સંસારમાં ધર્મનો જ માર્ગ અપનાવવો જોઈએ. 
v     એક માત્ર ક્ષમા આપવાથી જ શાંતિ સ્થપાય છે. ક્રોધ અને વેરની ભાવના ક્યારેય હૃદયના અગ્નિને શાંત નથી કરી શકતા. કેવળ વિદ્યા જ મનુષ્યને સંતુષ્ટિ પ્રદાન કરે છે. બાકીની બધી જ જરૂરિયાતો માત્ર તૃષ્ણા જ જગાડે છે. આવી રીતે કેવળ અહિંસા જ મનુષ્યને સુખ આપે છે. માટે માનવીએ પોતાના જીવનમાં ધર્મ, ક્ષમા, વિદ્યા, અને અહિંસાને જ અપનાવવા જોઈએ. 
v     સારા કર્મો કરવાથી ધન તેમજ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એનો ચતુરાઈથી ઉપયોગ કરવાથી તેમાં વૃદ્ધિ થાય છે. ઉચિત સમયે કાર્ય કરતા રહેવાથી તેની જડો મજબૂત બને છે અને સંયમથી સ્થિર રહે છે. 
v     કોઈ કાર્ય કરવાથી મને શો લાભ મળશે અથવા ન કરવાથી મને શું નુકશાન થશે, આ બધું સમજી વિચારીને જ માનવીએ પોતાના કાર્યનો નિર્ણય કરવો જોઈએ.
v     સમજ્યા - વિચાર્યા વિના એકાએક કોઈ કામ કરવું જોઈએ નહીં. એમાં લાભને બદલે હાનિ જ થાય છે. માનવીએ કોઈ પણ કાર્ય સમજી - વિચારીને લાભ - હાનિની ગણતરી કર્યાં બાદ જ કરવું જોઈએ. 
v     જયારે કોઈ પણ ધ્યેયથી કાર્ય કરવાનું હોય ત્યારે ધૈર્યવાન માનવીએ તેના ફળ વિષે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ કે તે આ કાર્ય કરે કે ન કરે. 
v     છલ, કપટ, પ્રપંચ, અસત્યથી ભરેલા, જુગાર વગેરે કર્મો વડે પોતાના ઉદેશને સફળ બનાવવાનો પ્રયત્ન ન કરો. આ કાર્યો વડે જો સફળતા મળી જાય તો પણ એનું ફળ ખરાબ જ હોય છે, અને હૃદય હંમેશા દુ:ખી રહે છે. એનાથી વિપરીત જો સારા કર્મો કરવા છતાં ફળ ન પણ મળે તો પણ હૃદયમાં અજંપો નથી થતો, જોકે એવું બનતું નથી. કારણ કે સારા કર્મોના ફળ મળે છે મોડા, પરંતુ મળે છે અવશ્ય !
v     માનવીએ પોતાના ગુરુજનો પાસેથી જે કર્મો કરવાના છે તે સાંભળવા જોઈએ. અને ધીરજ, શાંતિ, સમાનતાના ભાવો  તેમજ સત્ય ધર્મ વડે પોતાના અંર્તમનના અવિદ્યારૂપી અહંકારને  દૂર કરી મિત્ર અને શત્રુ બધા સાથે સમાન વર્તાવ કરવો જોઈએ. 
v     કયું કર્મ સારું છે અને કયું કર્મ ખરાબ છે એનો નિર્ણય શ્રેષ્ઠ વિદ્વાનોના વચનોથી કરવો જોઈએ. ધીરજ અને શાંતિથી  તેના વચનો સાંભળી હૃદયમાં ફેલાયેલી અવિદ્યા અર્થાત અજ્ઞાનતારૂપી ગાંઠને ખોલીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જયારે વાસ્તવિક સત્ય અને ધર્મનું જ્ઞાન થઇ જાય છે ત્યારે શત્રુ-મિત્ર, પોતાના-પારકાનો ભેદ નથી રહેતો.
v     મનુષ્યને જે વ્યક્તિ પ્રિય છે અને તે એનો પરાજય થાય એવું નથી ઈચ્છતો એનું કર્તવ્ય એ છે કે તે એ વ્યક્તિને નિષ્પક્ષભાવથી હાનિપ્રદ કે કલ્યાણકારી વાતોને એકએક કરીને સ્પષ્ટરૂપે બતાવી દે. એને પ્રસન્ન કરવા માટે જુઠી અને અકલ્યાણકારી વાતો કરવી કોઈપણ દ્રષ્ટિથી ઉચિત નથી. અસત્યનો સહારો લઇ ક્યારેય કોઈનું કલ્યાણ કરી શકાતું નથી.
v     ઘણીવાર એવું બને છે કે મનુષ્ય પોતાના પુત્ર અથવા સ્વજનની પ્રસન્નતા માટે તે જેવું ઈચ્છે છે તેવું કરી નાખે છે. આવી રીતે તે એને સત્યથી દૂર કરી દે છે. અને તે ખરાબ કર્મોમાં પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા લાગી જાય છે. આવી રીતે તેનું કલ્યાણ નથી થતું. પરંતુ તે અપયશ અને વિનાશને નોતરે છે.
v     કોઈ બીજા દ્વારા પીડા મળવાથી કે રંજાડવાથી માનવી ઉત્તેજિત બની તેના જેવું જ આચરણ કરવા લાગી જાય છે, પરંતુ આ ઉચિત નથી. આવું કરવાથી તો એ પણ એની કક્ષાનો માનવી બની જશે. જો કોઈ આવું કરતો હોય તો ધીરજ સાથે તેને માફ કરી દેવો જોઈએ. કારણ કે આવી રીતે ક્રોધનું શમન કરવાથી એ ક્રોધ પીડા આપનારને જ બળીને ભસ્મ કરી નાખે છે. આવી રીતે ક્ષમા કરવાથી પીડા આપનાર વ્યક્તિનું પુણ્ય નસ્ટ થઇ જાય છે.
v     જો કોઈ વિચારશીલ માનવી અથવા જેનામાં થોડી પણ માનવતા હોય, કોઈ વિશેષ પરિસ્થિતિમાં ક્રોધે ભરાઈ પીડા પહોંચાડે અથવા કોઈ હાનિ કરે તો તેને ક્ષમા કરી દેવો જોઈએ. પરંતુ જો પીડા પહોંચાડનાર નર્યો પશુ જેવો હોય અને વારંવાર પીડા આપતો હોય કે રંજાડતો હોય, સમજાવવા છતાં ન માનતો હોય તો તેને અવશ્ય દંડ આપવો જોઈએ.
v     વારંવાર પીડા આપનાર કે હાનિ પહોંચાડનાર વ્યક્તિને દંડ આપવા માટે જો બળ ન હોય તો બુદ્ધિથી તેને નાથવો જોઈએ. નહિંતર આવો માનવી તમારી ક્ષમાશીલતાને કાયરતા જાણશે અને વારંવાર જુદા જુદા બહાને તમને રંજાડતો રહેશે. એટલું જ નહિ તમારી ક્ષમાશીલતાને તે પોતાનું પરાક્રમ ગણી બીજાઓને પણ રંજાડવાનું શરુ કરી દેશે. માટે ક્ષમાદાન પણ પાત્ર જોઇને જ કરવું જોઈએ.
v     માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરું ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ. રૂક્ષ, કઠોર, અપમાનિત કરવાવાળા તેમજ બીજાના અંતરાત્માને કષ્ટ પહોંચાડનાર વચનો એટલા માટે અમૃત નથી બની શકતા કે તે સત્ય અથવા જુઠા છે. એવા વચનો સત્ય હોય તો પણ કોઈનું કલ્યાણ નથી કરતા. એવા વચનો બોલનાર પ્રત્યે ધૃણા અને ઉપેક્ષા તો ઉત્પન્ન કરે જ છે, સાથે સાથે સાંભળનારને પણ ક્ષુબ્ધ બનાવી દે છે.
v     જો આવા અપમાનિત કરવાવાળા વચનો કલ્યાણની કામનાથી બોલવામાં આવ્યા હોય તો પણ સાંભળનારનું  કશું કલ્યાણ થતું નથી. એની બધી માનસિક શક્તિઓ તેનાથી પેદા થતી પીડા દબાવવામાં જ સમાપ્ત થઇ જાય છે.
v     અગ્નિહોમ, મૌનવ્રત, અધ્યયન તેમજ પરિણામયુક્ત યજ્ઞ આ ચાર કર્મો મનુષ્યની આત્મીય શક્તિને વિકસિત કરીને તેને અભય પ્રદાન કરે છે. પરંતુ જયારે તેને દંભના પ્રદર્શન માટે, શાસ્ત્રોમાં નિર્મિત અર્થને જાણ્યા - સમજ્યા વિના પાખંડરૂપ ભાવમાં કરવામાં આવે છે. ત્યારે એ માત્ર ભય જ પ્રદાન કરે છે, એનાથી કોઈપણ પ્રકારનું કલ્યાણ નથી થતું .
v     લોકો યજ્ઞ, પૂજા, મૌન, દાન, સેવા વગેરે સારા કર્મો કરે છે અને એવું વિચારે છે કે તેઓ બીજાથી વિશિષ્ટ છે અને બધા તેને આ માટે માન આપે. યાદ રાખો અ બધ કર્મ ભૌતિક ક્રિયાઓમાં ભલાઈના ગુણ નથી રાખતા પરંતુ તેમના ગુણ તો તેમના ભાવથી પ્રભાવિત હોય છે.
v     તમે કોઈ બીમારની સેવા કરી રહ્યા છો, પરંતુ હૃદયમાં સેવાભાવ નથી, તમે દાનમાં વિપુલ સામગ્રી વહેંચી રહ્યા છો પરંતુ હૃદયમાં પોતાની સંપત્તિ તેમજ દાનવીરતાના પ્રદર્શનના ભાવો છે, તમે આ યજ્ઞ કરી રહ્યા છો પરંતુ આ યજ્ઞ પ્રત્યે સમર્પિત ન બનીને પોતાની વિશિષ્ટતા વિષે ચિંતિત છો તો નિશ્ચિત રીતે જ તમારું બધું કરેલું નકામું છે. એનાથી લાભને બદલે માત્ર હાનિ જ થશે.
v     ફક્ત દેખાવ માટે જ દાન, પૂજા, યજ્ઞ કે સેવા કરવાથી સમાજમાં તમારી પ્રતિસ્પર્ધા કરનારા શત્રુઓ પેદા થશે, અનેક લોકો તમારા દોષોને મીઠું-મરચું ભભરાવી ઈર્ષ્યાવશ સમાજમાં ઉછાળશે અને છેવટે તમને ભય જ પ્રાપ્ત થશે. ભાવ સારો છે તો આવા વ્યક્તિઓને સમાજ ઓળખી લેશે. તે તમારું કશું બગાડી શકશે નહિ, બલકે તમારી પ્રશંસા કરશે. 
v     જે પોતાના આત્માના સ્વરૂપને જાણે છે અને જેને પોતાના સામર્થ્યનું પણ જ્ઞાન છે, જે દુ:ખો અને કષ્ટો સહન કરી શકે છે, જે હંમેશા ધર્મનો પક્ષ લે છે, જે સાંસારિક વિષય ભોગોના આકર્ષણમાં સત્યથી ડગતો નથી તે જ ખરો જ્ઞાની છે.
v     જે માનવી ઉત્તમ કર્મો કરનાર, ખરાબ કર્મોથી દુર રહેનાર, આસ્તિક (ધાર્મિક) અને શ્રધ્ધાવાન છે તે જ જ્ઞાની છે.
v     જે માનવીની સંસાર પરાયણતા અસ્થિર હોય, બુદ્ધિ ધર્મ અને અર્થને અનુકૂળ હોય અને જે વિષયરૂપી સુખો પ્રત્યે નિર્વિકાર બની જીવન પસાર કરતો હોય તે જ જ્ઞાની છે.
v     જે માત્ર સંકેતથી જ કોઈ વાતના મર્મને જાણી લે છે, જે બીજાના વચનોને ધીરજપૂર્વક સાંભળી નિષ્પક્ષરૂપે વિચાર કરતો હોય, જે બીજાની નબળાઈઓનો લાભ ન ઉઠાવતો હોય, બીજાના કાર્યમાં વિઘ્ન ન નાખતો હોય તે જ્ઞાની છે.
v     જે કોઈ પદાર્થની કામના નથી કરતા, દુર્લભ હોય તેને મેળવવાની ચિંતા નથી કરતા, જે ભૂતકાળનો શોક નથી કરતા, સંકટ સમયે અસંયમિત નથી બનતા તેઓ જ જ્ઞાની છે.
v     આ ગીતાનો નિષ્કામ યોગ છે. ઘણા લોકો એનો ભાવાર્થ એવો કાઢે છે કે આ વિરક્તિ અર્થાત ભોગનો ત્યાગ કરવાનો આદેશ છે પરંતુ એવું નથી. એનો અર્થ એવો છે કે તમે શરીર, સમાજ, સંબંધ પરિવાર બધાથી સંબંધિત ધર્મ પાળો, પરંતુ તેમની કામના ન કરો. અર્થાત તેની પ્રાપ્તિ માટે માનસિક ચિંતન કરી દુ:ખી થવું અથવા તેને લક્ષ્ય માની લેવું ગુનો છે.
v     જે બધાજ ભૂતોના તત્વને જાણે છે. (આ સંકેત તત્વજ્ઞાન તરફ છે, આ ગીતા તેમજ ઉપનીષદોનો સાર છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ સૃષ્ટી એક એવા ચેતન પરમતત્વથી નિર્મિત હે જે સૌથી સૂક્ષ્મ છે. તેને વૈદકીય પરમશૂન્યનો સિધ્ધાંત પણ કહેવામાં આવે છે. એનેજ સર્વજ્ઞાની, સર્વજ્ઞાતા, બધાનો નિર્માતા, સ્વયંપ્રભુ, તેમજ શક્તિમાન કહેવામાં આવ્યો છે. આ સંસારની વિભિન્નતા પાછળ આ જ તત્વ સંતાયેલું છે. પોતાના મૂળરૂપમાં આ તત્વ નિર્ગુણ છે. કારણ કે અહી ભૌતિકતાનું વિલીનીકરણ થઇ જાય છે.) જે જાણવા યોગ્ય બધા જ કર્મોની સિદ્ધિની વિધિ જાણતો હોય તેજ જ્ઞાની છે.
v     એક (પરમાર્થ બુદ્ધિ) વડે, બે (જીવાત્મા અને પરમાત્મા) નું નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને, ત્રણ (કામ, ક્રોધ, તેમજ મોહ) ને ચાર (શામ, દામ, ઉધમ અને શ્રદ્ધા) વડે વશમાં કરનાર, પાંચ (પાંચે જ્ઞાનેન્દ્રિયો) ને જીતી છે, છ (વિષય ભોગો) ની વાસ્તવિકતાને જાણે છે પછી સાત ( પાંચે જ્ઞાનેન્દ્રિયો, મન તેમજ બુદ્ધિ) ને વિષયોથી દુર કરી પોતાના કર્મનું નિર્ધારણ કરે છે. વાસ્તવિક કર્મો કરનાર આવા જ લોકો હોય છે.
v     જે કર્મ કરી માનવીને પથારીમાં આળોટી ચિંતા કરાવી પડે અર્થાત જરા, આળસ, શક્તિહીનતા, લોક્ભય, આત્મભય, અને ચિંતા થાય એવું કદી પણ કરવું નહિ.
v     વિનમ્રતા અપયશને, પરાક્રમ સંકટને, ક્ષમા ક્રોધને તથા સદાચાર દુર્વ્યસનોનો નાશ કરી નાખે છે.
v     જેઓ બીજાની નિંદા કરે છે, પોતાના કૃત્યો અને વચનોથી બીજાના આત્માને દુ:ખ પહોંચાડે છે, જેઓ ક્યારેય કોઈનાથી સહમત નથી થતા, પોતાના અહંકારથી વશીભૂત બની હંમેશા વિરોધ કરતા રહે છે, અને નિષ્પક્ષ ચિંતન નથી કરતા, જેની પાસે રહેવાથી હૃદય ભયભીત રહે કે કોણ જાણે શું કરશે? શું કહેશે? જે સ્વાર્થી, કલહપ્રેમી, ઈર્ષ્યાળુ, ધૂર્ત, અથવા પાપી હોય, જે દારૂનું સેવન કરતો હોય એવા માનવીઓને તરત ત્યાગી દેવા જોઈએ.
v     જે માનવી જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે. જેવી રીતે કાપડ ઉપર એજ રંગ ચઢે છે, જેની સંગતમાં તે આવે છે. એવી રીતે જીવની પણ ગતિ થાય છે. આ એક પ્રાકૃતિક સિધ્ધાંત છે. એવું જોવામાં આવ્યું છે જો કોઈ સિંહનું બચ્ચું ઝરખની સાથે પાલન પોષણ મેળવે તો સંસ્કારમાં બધા જ ગુણો સિંહના હોવા છતાં તે ઝરખના જેવું જ આચરણ કરવા લાગે છે.
v     સજ્જન પુરુષ માટે એ જરૂરી છે કે તે કોઈની ઈર્ષ્યા ન કરે, સ્ત્રીઓની મર્યાદાની રક્ષા કરે, ઐશ્વર્ય તેમજ ધન - સંપત્તિને વહેંચીને ભોગવે, એણે મધુરભાષી, સરળ સ્વભાવવાળો અને સ્ત્રીઓ સાથે મીઠાશથી વર્તવું પરંતુ તેના વશમાં ન રહેનાર બનવું જોઈએ.
v     પોતાનું કલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ હંમેશા ઉત્તમ પુરુષોની સંગતમાં જ રહેવું જોઈએ. સંકટ કાળમાં મધ્યમ પુરુષની સગંત પણ ખરાબ નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં નીચ વ્યક્તિની સંગત કરવી જોઈએ નહિ.
v     મનુષ્ય ધન પોતાની તીવ્ર બુદ્ધિથી, નિરંતર પુરુષાર્થ કરીને અથવા હોરી જેવા નીચ કર્મોથી પણ કમાઈ શકે છે, પરંતુ સદ્કર્મ તો વિવેકથી જ ઉત્પન્ન થાય છે. એના વગર ધનનો મહિમા વ્યર્થ બની જાય છે. સદગુણોના અભાવથી ધનના આધારે પ્રશંસા, યશ તેમજ કીર્તિ પ્રાપ્ત કરી શકતો નથી.
v     દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો  વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v     ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે. તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે. વિવેકવાન પુરુષો તેને ઉત્પન્ન થતા જ પી જાય છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મુર્ખ તેના વશમાં થઇ જાય છે.
v     અહંકાર, આત્મપ્રશંસા, ભોગ પ્રત્યે લાલસા, (ત્યાગ અને સંતુશ્તીનો અભાવ) ક્રોધ, પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ, આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે. આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે. આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મરી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા.
v     જેવી રીતે નાના-નાના છિદ્રોવાળી જાળમાં ફસાયેલી મોટી માછલીઓ જાળને ફાડી નાખે છે તેવી રીતે જ કાલ અને ક્રોધરૂપી માછલીઓ માનવીની માનસિકતામાં નાના નાના છિદ્રો જોતા જ સંપૂર્ણ મનુષ્યત્વને ફાડી નાખે છે. આનાથી વિવેક નષ્ટ થઇ જાય છે અને મનુષ્ય પશુ સમાન બની જાય છે.
v     પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો દારૂના નાશ કરતા પણ વધુ ઘાતક હોય છે. કારણ કે દારૂનો નશો તો માણસના મગજને પ્રભાવિત કરે છે. પરંતુ પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો તો માનવીના આત્માને દુષિત કરી દે છે. આવા માનવીને સર્વનાશ થયા વિના ભાન નથી આવતું.
v     જેઓ વિવેકવાન છે તેઓ પપકર્મોના પરિણામનો વિચાર કરીને તેને કરતા જ નથી, એવા લોકો જ આ સંસારમાં પ્રગતિ કરે છે. એનાથી વિપરીત જે વ્યક્તિ પરિણામને જાણતો હોવા છતાં અથવા તો વિચાર કર્યા વિના પાપકર્મ કરે છે તેવો મુર્ખ માનવી વિકટ સંકટમાં ફસાઈ જાય છે.
v     યજ્ઞ, દાન, અધ્યયન, અને તપ અ ચાર ગુણો સત્પુરુષો સાથે હંમેશા જોડાયેલા રહે છે, પરંતુ શક્તિ (પોતાના અવગુણોના દમનની શક્તિ), સત્ય, દયા અને સરળતા, શ્રેષ્ઠ પુરુષ પ્રયત્નો તથા મહેનતથી મેળવે છે.
v     ધર્મ માર્ગ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧.યજ્ઞ ૨.અધ્યયન ૩.દાન ૪.તપ ૫.સત્યભાષણ ૬.ક્ષમા ૭.દયા ૮.લોભનો ત્યાગ. આમાંથી પ્રથમ ચાર તો પાખંડરૂપે દુર્જનો પણ અપનાવી લે છે પરંતુ બાકીના ચાર કેવળ સજ્જન પુરુષોમાં જ જોવા મળે છે.
v     જે માનવી સિદ્ધ પુરુષો (જ્ઞાનીઓ) થી જ્ઞાન પ્રાપ્ત કરી તેના અનુરૂપ આચરણ કરે છે તેજ બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે. તેજ આ સંસારમાં ધર્મ અને અર્થના શુભ ફળો પ્રાપ્ત કરે છે.
v     હે પુરુષશ્રેષ્ઠ ! યોગાભ્યાસમાં લીન સન્યાસી તથા યુધ્ધમાં પીઠ ન બતાવી શહીદ થયેલ યોદ્ધો પણ શ્રેષ્ઠ મનુષ્ય હોય છે કારણ કે એક સૂર્યમંડળને વેધી ઉર્ધ્વ ગતિથી મોક્ષ પ્રાપ્ત કરે છે. જયારે બીજો પોતાના ધર્મના માર્ગે કર્તવ્ય કરતો કરતો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે.
v     દૂરદર્શી બુદ્ધિ, ઊંચું કૂળ, હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા, જ્ઞાન જિજ્ઞાસા, પરાક્રમ, મૃદુભાષિતા, દાનની પ્રવૃત્તિ તથા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, આ આઠ ગુણો શ્રેષ્ઠજનોની કીર્તિ ફેલાવનાર છે.
v     બુદ્ધિ, ઊંચું કૂળ, હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા, જ્ઞાન જિજ્ઞાસા, પરાક્રમ, મૃદુભાષિતા, દાનની પ્રવૃત્તિ તથા કૃતજ્ઞતા આ ગુણોમાં જયારે સત્કારનો ગુણ પણ ભળી જાય છે ત્યારે બધા ગુણો ચળકી ઉઠે છે અને મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે.
v     જે માનવી પાખંડ, મોહ, વેર, નિંદા, સમુદાય, અથવા સમૂહ સાથે વેર, મદમત્તતા, દંભની ઉન્મદ્ત્તા, દુર્જનો સાથે વાદ-વિવાદની પ્રવુત્તિ તથા રાજ્ય સાથે શત્રુતાને ત્યાગી દે છે તો શ્રેષ્ઠ માનવી ક્યારેય દુ:ખી નથી થતો.
v     જે પોતાના આશ્રિતોને તૃપ્ત કર્યા બાદ સ્વયં ભોજન, વસ્ત્ર, વગેરેનો ઉપયોગ કરે છે, જે ઘણું કામ કરીને પણ થોડું ઊંઘે છે, જે માંગવાથી શત્રુને પણ આપે છે, એવા શ્રેષ્ઠ માનવીઓની સહાયતા દેવતા કરે છે. એવા પુરુષોને કષ્ટ તથા સંકટો કદી નથી રંજાડતા.
v     જે બધાને સુખ પહોંચાડવાની ચિંતા કરે છે, જે બધાના સુખ માટે પ્રયત્નશીલ રહે છે, જે સત્ય બોલનારો છે, ભાવુક છે, બીજાને સન્માન આપનારો તથા પવિત્ર વિચારવાળો છે તે ઉત્તમ પુરુષ દુર્લભ મણી સમાન મૂલ્યવાન છે.
v     કોઈના દર્શાવ્યા પહેલા જે પોતાના અવગુણોને ઓળખી એના પ્રત્યે લજ્જિત બને છે મહાતેજસ્વી શુદ્ધ હૃદયવાળો, સ્થિરબુધ્ધિ અને સમસ્ત સમુદાયમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
v     જે દીન-હીનની ઉપેક્ષા નથી કરતો, જે લોક-વ્યવહારમાં બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરે છે, જે શક્તિશાળીથી યુદ્ધ નથી કરતો, અને જે આવશ્યકતા હોય ત્યારે પોતાના પરાક્રમનો પરિચય કરાવે છે, તેવા ધીર પુરુષને શ્રેષ્ઠ જ માનવો જોઈએ.
v     શ્રેષ્ઠ પુરુષો મૂર્ખાઓથી વિવાદ નથી કરતા, તેઓ નિરર્થક કલેશ પણ નથી ઈચ્છતા, આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે.
v     જે અકારણ કોઈને ત્યાં નથી જતો, જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો, જે પરસ્ત્રીગમન નથી કરતો, જે અહંકારી નથી, જે ક્રોધ નથી કરતો, જે પરનિંદા નથી કરતો, જે મદીરા સેવન નથી કરતો, જે ચોર અથવા લંપટ નથી, તે મનુષ્ય શ્રેષ્ઠ છે. તેઓ હંમેશા સુખી રહે છે.
v     શ્રેષ્ઠ માનવીઓએ ૧. અહંકાર ૨. માદકતા ૩. જડતા ૪. નિંદ્રા ૫. અસાવધાની ૬. શત્રુની ગતિવિધિઓ પ્રત્યે લાપરવાહી ૭. પોતાના મુખ ઉપર આવનારા હૃદયના ભાવો ૮. દુષ્ટ સલાહકારો ૯. મુર્ખાઓ પ્રત્યે વિશ્વાસ, આ બધાથી દૂર રહેવું જોઈએ.
v     શ્રેષ્ઠ મનુષ્ય પરનિંદા, આત્મ પ્રશંસા, અહંકાર, વેરની ભાવના, ઈર્ષ્યા વગેરે અવગુણોથી દૂર જ રહે છે. એ તો શત્રુ તથા પાપી દુષ્ટો પ્રત્યે પણ ભાવુક બની તેમના કલ્યાણની કામના કરે છે. આવા મનુષ્યો દેવતા સાથે પણ સ્પર્ધા કરે છે.
v     જે મનુષ્ય પોતાના હૃદયમાં નિવાસ કરનાર કામ, ક્રોધ, શોક, મોહ તેમજ મદને વશમાં કરી લે છે, તે ઇન્દ્રીઓને જીતીને પાપકર્મમાં સંડોવાતો નથી અને આ કારણે જ તેને ક્યારેય દુ:ખી થવું પડતું નથી.
v     પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની જો એક પણ ઇન્દ્રિય તેના વશમાં ન હોય તો તેની બુદ્ધિ મશકના છિદ્રમાંથી ટપકતા પાણીની જેમ નસ્ટ થઇ જાય છે.
v     જે મનુષ્ય શબ્દ, રૂપ, રસ, સ્પર્શ તથા ગંધ પ્રત્યે આકર્ષિત બની પતંગિયાની જેમ બુદ્ધિભ્રષ્ટ બની દોડે છે તેનો અંત પણ પતંગિયા સમાન હોય છે અર્થાત તે નષ્ટ થઇ જાય છે.
v     જે માનવી હૃદયના વિકારોવાળી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપી હૃદયના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના બીજા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તે સ્વયં પોતાનો વિનાશ નોતરે છે.
v     જે માનવીની ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી તે ખરાબને સારું અને સારાને ખરાબ માને છે. જયારે મોહમાં ફસાયેલો અજ્ઞાની મનુષ્ય દુ:ખને જ સુખ માની દુ:ખ ભોગવતો રહે છે.
v     અનુચિત કાર્ય કરવાથી, ઉચિત કર્મોને ત્યાગી દેવાથી અને સમયપુર્વે ગુપ્તમંત્રણાનું રહસ્ય ખુલી જવાથી, મનુષ્યે ભયભીત રહેવું જોઈએ, તેની સાથે સાથે નશો ઉત્પન્ન કરનારી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ.
v     જે માનવી ખરાબ કર્મો કરનાર દુષ્ટોને ત્યાગવાને બદલે તેને અપનાવે છે તેને એના પાપકર્મોની સળગતી આગમાં એવી રીતે સળગવું પડે છે જેવી રીતે સુકા લાકડાઓ સાથે લીલા લાકડા પણ સળગી જાય છે.
v     જેમ જેમ મનુષ્ય શુભકર્મોમાં મન લગાવે છે તેમ તેમ તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થતી જાય છે. આ નિયમ પ્રત્યે શંકા રાખવી જોઈએ નહિ.
v     જે માનવી વિદ્વાનો તેમજ બુદ્ધિમાનો દ્વારા કહેવામાં આવેલા વચનો અનુસાર ફળનો વિચાર કરીને પોતાના કાર્યનો નિર્ધાર કરે છે તે ચિરકાળ સુધી સ્થાયી રહે છે.
v     વિદ્વાન કોણ છે, તે શું કહે છે અને તેનો ઉદેશ શું છે તેને ગંભીરતાથી જાણવું જોઈએ. વિદ્વાન એ છે જે નિષ્પક્ષ સત્યવકતા હોય, જે સૃષ્ટિના કલ્યાણ માટે વિચારે છે, જે અનાચાર વિરુદ્ધ સત્ય બોલવા, સાંભળવાનું સાહસ રાખતો હોય, જે કંઈ પણ સત્યને જાણતા પહેલા સ્વયંને ફરિયાદીના સ્થાને મૂકી વિચારે કરે છે, જે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખતો હોય, અને ન્યાયની વાત કહેવામાં પોતાના હિતને પણ જોતો ન હોય, બાકીના બધા પાંખડી અને ભ્રમના માર્યા હોય છે.
v     જેણે વિદ્વાનોના ઉપદેશો ઉપર વિચાર કર્યો નથી તે ભટકી જશે, દુ:ખ ભોગવશે, કારણ કે પતનનો માર્ગ ઘણો જ ચીકણો હોય છે, માનવી એકવાર લપસે તો પછી સાચવવું મુશ્કેલ બની જાય છે.
v     જે માનવી હંમેશા પોતાનામાં ગુણોની ખાણ અને બીજાઓમાં દોષો જુએ છે અને બીજાઓની નિંદા તેમજ પોતાની પ્રશંસામાં લીન રહે છે. તેઓ પોતાના મૃત્યુ અર્થાત વિનાશને સ્વયં આમંત્રણ આપે છે.
v     જયારે તમે પોતે નથી ઈચ્છતા કે લોકો તમારી થોડી પણ આલોચના કરે, તમે વ્યર્થમાં સત્યવકતા હોવાનો દાવો કરો છો, પરંતુ કોઈપણ એ સત્યને નથી સાંભળી શકતા જે તમારા અહંકારને સંતુષ્ટ નથી કરતો. તમે સત્યને, ન્યાયને, નિયમોને, સમાજને, બધાને પોતાની મહત્તા અનુસાર અનુકૂળ બનાવવા માંગો છો. પછી કેવી રીતે આશા રાખો છો કે કોઈ બીજાને તમારી નિંદા સાંભળી તમારા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવશે ? દિવસ - રાત તમારા મુખે તમારી જ પ્રશંસા કરતા જોઈ લોકો પીઠ પાછળ તમારી હાંસી ઉડાવશે, કટુવચનો સાંભળી સ્વજનો પણ દુશ્મન બની જશે. આ બધા વિનાશના વિસ્ફોટક તત્વો જ તો છે.
v     ઈર્ષ્યાથી ભરેલો, બીજાના આશ્રયે રહેનાર, અસંતોષી, ક્રોધી, હંમેશા બીજા પ્રત્યે શંકાશીલ રહેનારો, આ છ દુર્ગુણો વાળો માનવી હંમેશા દુ:ખી રહે છે.
v     વૃદ્ધત્વ રૂપને નષ્ટ કરી નાખે છે, નિરાશા ધીરજને ખાઈ જાય છે, મૃત્યુ પ્રાણોનું હરણ કરી લે છે, ઈર્ષ્યા ધર્મકર્મો ઉપર પાણી ફેરવી દે છે, ક્રોધ યશ અને સંપત્તિને નષ્ટ કરી દે છે, દુષ્ટ લોકોની સંગત ઉત્તમ ગુણોનો નાશ કરી નાખે છે, પરંતુ એક માત્ર અભિમાન બધા જ ગુણો ઉપર પાણી ફેરવી નાખે છે. 
v     જે માનવીની કાર્ય-યોજનાની જાણ કોઈને થતી નથી, જે પોતાની વિરોધાત્મક યોજના (શત્રુ-દમનની યોજના)ને પણ ગુપ્ત રાખે છે. અને જેની કાર્ય-યોજનાની જાણકારી બીજાઓને કાર્ય પૂરું થયા બાદ જ જાણ થાય છે, સાચો બુદ્ધિમાન એ જ હોય છે. આવા માનવીની પ્રત્યેક યોજનાઓ પૂર્ણ થાય છે.
v     જે માનવી સંકટ આવવાથી દુ:ખી બને નહિ અને પોતાની અસાવધાનીઓ, ભૂલો, તેમજ દુર્ગુણોને ત્યાગી એનાથી સંઘર્ષ કરવા માટે પરિશ્રમ કરે છે તે જ ખરો બુદ્ધિમાન છે. દુ:ખ, શોક અને ચિંતા મનુષ્યના આત્મબળની હત્યા કરી નાખે છે. તેણે અપનાવનાર માનવી એવા મડદા સમાન હોય છે જેને ચિતા ઉપર નાખી દેવામાં આવો હોય.
v     જે બુદ્ધિમાન હોય છે તે દુ:ખને પ્રાકૃતિક સમજી સહન કરી લે છે. અને તેને દૂર કરવા માટે મહેનત કરે છે. રાત્રીનો કાળો અંધકાર દીવો બળવાના ઉદ્યમથી દૂર થાય છે, નહિ કે બેસીને ભયભીત થવાથી કે રડવાથી. જે આવું વિચારે છે તે બુદ્ધિમાનનું કાર્ય સહજમાં સિદ્ધ થઇ જાય છે. અને દુ:ખો પણ તેનાથી ગભરાઈને દૂર નાસી જાય છે.
v     નીચે મુજબના દશ પ્રકારના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. ૧. મધપ (દારૂનું સેવન કરનારો), ૨. સંસારિક વિષયો પ્રત્યે મોહ રાખનાર, ૩. ગાંડો, ૪. થાકેલો, ૫. ક્રોધથી ભરેલો, ૬. ક્ષુધાથી પીડિત, ૭. ઉતાવળો, ૮. લોભી, ૯. ભયભીત, ૧૦. કામવાસનામાં ઉન્મત્ત. એટલા માટે બુદ્ધિમાન લોકો એમને માર્ગ બતાવવાના પ્રયત્નો કરતા નથી બલકે તેમનાથી દૂર રહે છે.
v     અલૌકિક બાણો ચલાવનાર દક્ષ ધનુર્ધારીનું બાણ ભલે લક્ષ વેધી ન શકે અથવા વેધીને વિનાશ ન કરી શકે, પરંતુ બુદ્ધિમાન દ્વારા પ્રહાર કરવામાં આવેલ બુદ્ધિ કે ચતુરાઈ બ્રહ્માસ્ત્રની જેમ રાજા સહીત આખા સમાજ અને રાષ્ટ્રનો વિનાશ કરે તેવી સક્ષમ હોય છે.
v     વિષયભોગથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. જે વખતે મનુષ્ય તેમાં લીન બની જાય છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવી આળસ, પ્રમાદ, ખિન્નતા અને સંતાપ ભોગવે છે. જયારે તે એનાથી દૂર હોય છે ત્યારે તેના માટે ચિંતાતુર બને છે. અને જયારે તે ભોગ મળી જાય છે ત્યારે તેને સ્થાયી રાખવા માટે ચિંતાતુર બને છે. અને જયારે તેનો નાશ થાય છે ત્યારે તેના નસ્ટ થવા બદલ દુ:ખી થાય છે. એટલા માટે જે બુદ્ધિમાન છે તેઓ એની કામનામાં પોતાનો સમય અને માનસિક શક્તિને નસ્ટ નથી કરતા.
v     જેની વાણી ક્યારેય અસત્ય નથી હોતી, જે શાસ્ત્રોથી સંપન્ન છે, જે શ્રેષ્ઠ ગ્રંથોને ઉદાહરણનું પ્રતિક બનાવી પોતાની વાત કહે છે તે જ વિદ્વાન છે.
v     જે માનવી ધન, વૈભવ, વિદ્યા, રાજ્ય, પ્રભુત્વ વગેરે પ્રાપ્ત કરીને પણ અભિમાન નથી કરતો એ જ વિદ્વાન છે.
v     જે માનવી શરીરના અંગો, સત્વ, રજસ અને તમસ ગુણોના ત્રણ સ્તંભો તથા પાંચેય જ્ઞાનેન્દ્રિયો રૂપી સાક્ષીઓથી યુક્ત આ શરીરની વાસ્તવિકતાઓને જાણી એની ઉપર શાસન કરે છે તેજ શ્રેષ્ઠ છે, તેજ બ્રહ્મવિદ્યાનું પાત્ર છે, તેજ મહાન છે.
v     કોઈને કટુવચનો ન કહેનાર તેમજ દુષ્ટોને સન્માન ન આપનાર આ સંસારમાં યશ અને સન્માન બંને પ્રાપ્ત કરે છે. 




સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)