20140402

Vijaygupta Maurya

૧૯૦૯--૨૦૦૯ 
વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ

આવે છે...જંગલનો શહેનશાહ ‘શેરખાન’


વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ નિમિત્તે તારીખ ૨૬ માર્ચ, ૨૦૦૬ ના રોજ તેમનું બેસ્ટ-સેલર પુસ્તક ‘શેરખાન’ નવા રૂપરંગ સાથે પ્રગટ કરાયું છે. વર્ષો પહેલાં ‘રમકડું’માં હપતાવાર છપાયેલી ‘શેરખાન’ ૧૯૬૫માં પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઇ એ પછી તેની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ ચૂકી છે.

આ પુસ્તકનો હીરો ‘શેરખાન’ નામનો વાઘ છે અને વાર્તાનો પ્લોટ હિમાલયનાં જંગલો છે. વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ માત્ર વાર્તા નહિ, જ્ઞાનનો પણ અજોડ ભંડાર છે. વાર્તા સાથે જ્ઞાનનું મિશ્રણ કેટલું મજેદાર રીતે કરી શકાય તેનું પણ અજોડ દ્રષ્ટાંત હોય તો એ ‘શેરખાન’ છે.