આઈફોનથી વિશ્વમાં છવાઈ જનાર અમેરીકન ટેક જાયન્ટની ભારત પરની નિર્ભરતા વધી રહી છે
કંપની તરફથી એચ-1બી વીઝા માટેની અરજીઓમાં વધારો
દુનિયાભરમાં પોતાના આઈ ફોન અને મેકબૂક જેવા ઉપકરણો સાથે છવાઈ જનાર એપલ કંપનીનો ભારતના સોફ્ટવેર એન્જીનીયરો તરફનો ઝુકાવ વધી રહ્યો છે.જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે તે જોતા તો એવુ તારણ નીકળી રહ્યુ છે કે 171 અબજ ડોલરની આ કંપનીમાં દર 3 સોફ્ટવેર એન્જીનીયર્સમાંથી એક ભારતીય છે.
એક અંગ્રેજી અખબારે પ્રગટ કરેલા અહેવાલ પ્રમાણે એપલે 2010માં એપલ તરફથી એચ-1બી વીઝા માટે 1700 જેટલી અરજીઓ કરવામાં આવી હતી.જ્યારે 2011 થી 2013 દરમ્યાન એપલે આ કેટેગરીમાં 2800 જેટલી અરજીઓ કરી છે.
અમેરિકાની રીસર્ચ કંપનીએ આ આંકડા ભેગા કર્યા છે,તેનુ કહેવુ છે કે સ્વાભાવિક રીતે આ કેટેગરીમાં વીઝા મેળવનારામાં મોટાભાગના ભારતીય હશે.જેનો મતલબ છે કે એપલનુ ભારતીય એન્જીનયરો પરની નિર્ભરતા વધી રહી છે.
રીસર્ચ કંપનીનુ એમ પણ કહેવુ છેકે એપલ ભારતમાં પાંચ જેટલી આઈટી કંપનીઓ સાથે કામ કરી રહી છે.જોકે એપલે ક્યારેય આ કંપનીઓના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ એમ માનવામાં આવી રહ્યુછેકે તેમાં ઈન્ફોસીસ, ટીસીએસ અને વીપ્રો હોઈ શકે છે.ઈન્ફોસીસની એક બ્રાન્ચ તો એવી છે જેમાં એન્જીનીયર્સ માત્ર એપલ માટે જ કામ કરે છે.