20140728

ઓમ પુરીએ કહ્યું ‘કોઈ મને કામ આપો..... નહીં તો હું...’

મુંબઈ, 27 જુલાઈ

નવા જમાનાની ફિલ્મોમાં જુના જમાનાના એક્ટર્સને કામ મળે તેવી સ્કિપ્ટ બહુ ઓછી લખાય છે. પ્રખ્યાત ફિલ્મ એક્ટર ઓમ પુરીનું કહેવું છે કે ફિલ્મકાર ઘરડા એક્ટર્સ માટે રોલ લખતા નથી જેના કારણે તેમની પાસે રિટાયર્ડ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઓમ પુરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં ઘરડા એક્ટર્સ માટે ફિલ્મમાં ભૂમિકા મળતી નથી. પશ્વિમી દેશોની ફિલ્મોમાં પ્રેમ કથાઓવાળી ઘરડા અભિનેતાઓ માટે પણ કેરેક્ટર લખવામાં આવે છે અને ફિલ્મો બને છે. જોકે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એવી સ્થિતિ નથી.

પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, જો મને કામ નહીં મલે તો હું નિવૃત્તી લઈશ. હું કામ માટે નહીં રખડું. ફિલ્મોમાં કામ મળશે તો કરીશ નહીં તો હું નાટકોમાં કામ કરીશે. 63 વર્ષીય ઓમ પુરી હવે અમેરિકી નાટ્ય ફિલ્મ ‘હંડ્રેડ ફૂટ જર્ની’માં જવો મળશે. વિદેશમાં પુરી માટે કામ છે પરંતુ ભારતમાં તેમની પાસે કામ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે મારી પાસે કામ નથી કોઈને કહો કે કોઈ મને કામ આપે.

અમિતાભ બચ્ચનને 71 વર્ષની ઉમંરમાં પણ કામ મળવા પર પુરીએ કહ્યું કે, અત્યારના ફિલ્મકાર સ્ટાર્સને કામ આપે છે. હું સ્ટાર નથી પણ સારો કલાકાર તો છું જ. બચ્ચન માટે સરકાર અને ફિલ્મકારો પણ ફિલ્મો બનાવે છે. મને એક ફિલ્મ માટે એક કરોડ રૂપિયા નથી મળ્યા. મને ક્યારે ક 40-50 લાખ રૂપિયા તો ક્યારે ક માત્ર 15-25 લાખ રૂપિયા મળ્યા હતા. જોકે તેમનું માનવું છે કે દરેક કલાકારનો પોતાનો જમાનો હોય છે.