વોશિંગ્ટન, 26 જુલાઈ
ભારતનું નામ આપ્યા વગર આજે અમેરિકાએ ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશન (WTO)માં ભારતના વલણના કારણે એને નિરાશા થઈ છે એવી લાગણી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે મોદી સરકારે WTOમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો ચર્ચાયેલી ફુડ સિક્યુરિટીના મામલે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો એ ટ્રેડ ફેસિલીટેશન એગ્રીમેન્ટ (TFA)ને મંજૂરી નહીં આપે.
વિશ્વ વ્યપાર સંગઠન (WTO)ને કડક સંદેશો આપતા ભારતે જણાવ્યુ છે કે ખાદ્ય સુરક્ષા મુદ્દાના સ્થાઈ સમાધાન વગર વ્યપાર સુગમતા કરાર (TFA)ને સમર્થન આપવામાં આવશે નહીં. આ સિવાય ભારતે ગરીબ દેશોના લાખો લોકોના જીવનસ્તરને પ્રભાવિત કરતા મુદ્દાઓના સમર્થન પર ભાર આપ્યો
ભારતના વલણ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા અમેરિકાના ડેપ્યુટી ટ્રેડ રેપ્રિઝેન્ટટિવ માઇકલ પુન્કે ભારતનું સ્પષ્ટ નામ લીધા વગર જણાવ્યું છે કે 'આજે અમને એ વાતથી ભારે નિરાશા પહોંચી છે કે આ સંગઠનના કેટલાક સભ્યો બાલી ખાતે થયેલા કરારને તોડવા માટે તૈયાર થયા છે. આના કારણે આ સભ્યો સાથે અમારા જે વિશ્વાસના અને સૌહાર્દના સંબંધો છે એને નુકસાન પહોંચ્યું છે. આ સભ્યો તેમનું વચન ત્યારે જ પાળવા તૈયાર છે જ્યારે તેમની શરતો માનવામાં આવે.'
આ વિવાદની હકીકત જોઈએ તો હાલમાં WTOના નિયમો પ્રમાણે અનાજ ઉત્પાદનની કુલ કિંમતની 10 ટકા સબસિડી મળે છે જે બે દાયકા જુની કિંમતોને આધારે ગણવામાં આવે છે. ભારતની ડિમાન્ડ છે કે આ ફુડ સબસિડીની ગણતરી કરવા માટે 1986ની કિંમતોને આધારભુત ન ગણવામાં આવે. મળતા આંકડા પ્રમાણે WTOમાંથી અમેરિકાને 120 બિલિયન અમેરિકન ડોલરની ફૂડ સબસિડી મળે છે જ્યારે ભારતને માત્ર 12 બિલિયન ડોલરની ફૂડ સબસિડી મળે છે.