20130806

તત્વ વિચાર જ્ઞાન અને ધ્યાન

 
  ૧  જ્ઞાન આત્માનું સ્વરુપ છે, જ્ઞાન અને આત્મા જુદા નથી.

  ૨  જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે છે,....... એટલે કે,
       જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનમાં અનુભવાય છે.

   ૩  જ્ઞાનસ્વરૂપ આત્મા ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી.

   ૪  ધ્યાન એટલે એકાગ્રતા.

   ૫  આત્મામાં એકાગ્રતા એટલે આત્મધ્યાન.

   ૬  જ્ઞાન આત્મામાં એકાગ્રતા કરે ત્યારે આત્મધ્યાન થાય.

    ૭  આત્મધ્યાન થાય ત્યારે સ્વરૂપનો અનુભવ થાય.

    ૮  સ્વરૂપનો અનુભવ થાય ત્યારે સમકિત થાય.