20130823

પારીવારીક જોક્સ

પારીવારીક જોક્સ 

બા – બાપુ અને પા

બા: મેં આજે ટોકીઝ માં પા picture જોયું ……..
બાપુ: ડોબી ગય તી તો આખું જોવું તું ને પા કેમ જોયું

‘બેગમ’ કોન?

પ્રશ્ન : પત્નીને ‘બેગમ’ કેમ કહેવાય છે? જવાબ : કેમ કે લગ્ન પછી તેના બધા ગમ તેને પતિના ભાગે ચાલ્યા જાય છે એટલે પત્ની બની જાય છે ‘બે-ગમ’.

ઈતિહાસ નો ઈતિહાસ

પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ:કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો
જન્મ પણ નહોતો થયો.

અક્કલ મોટી કે ભેસ

સોહન: સોનલ, કહે તો – અક્કલ મોટી કે ભેસ ?
સોનલ: ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?

અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે

નટુની મમ્મી: મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતું ,તું આખી ડાળી કેમ તોડી લાવ્યો?
નટુ: કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે . મને થયું ડાળી વિશે આવી કોઈ સૂચના નથી લખી એટલે ડાળી જ તોડીને લેતો જાઉં ! !
ફૂડ પોઈઝનંિગ...રાંધવામાં સાવધ રહો અને ખાવામાં સાવચેત
 
આ ખા ઘરના આરોગ્યનો મુખ્ય આધાર છે રસોડું, છતાં મોટા ભાગનાં ઘરોમાં ગૃહિણીઓ રસોડા કરતાં ડ્રોઇંગરૂમની ચોખ્ખાઈ પર વઘુ ઘ્યાન આપે છે. બસ, રસોઈ કરી બે-ચાર જગ્યાએ ઝાટકી દીઘું, ઝાડું મારી દીઘું અને પોતું કર્યું એટલે ચાલ્યું. પણ આવી બેદરકારીથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ઘરનાં તમામ સભ્યોના આરોગ્યનું ઉદ્‌ભવસ્થાન રસોડું છે એમ કહીએ તો ખોટું નથી. તેથી તેની સફાઈ ખાસ ચીવટથી કરવી જોઈએ. નાની સરખી બેદરકારીથી રસોડામાં અનેક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે, જે ખોરાકમાં ભળીને તેને ઝેરી બનાવે છે. તેથી રસોડાની સફાઈ અને રસોઈ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા કેટલીક બાબતોનું ખાસ ઘ્યાન રાખવું જોઈએઃ
- રસોઈ બનાવવાનું શરૂ કરતાં પહેલાં અને રસોઈ બનાવ્યા પછી રસોડું કાળજીપૂર્વક સાફ કરો. મોટા ભાગની બહેનો રાત્રે રસોઈ બનાવ્યા પછી સગડી અને પ્લેટફોર્મ વગેરે આસપાસની જગ્યા એમ માનીને છોડી દે છે કે સવારે આખ ા ઘરની સફાઈ કરીશ ું ત્યારે રસોડું પણ સાફ કરી નાખીશું, પરંતુ આવું માનવું બરાબર નથી. રસોઈ બનાવતી વખતે કેેટલીયે જાતના ખાદ્યપદાર્થો, લોટ વગેરે સગડી અને તેની આજુબાજુમાં વેરાય છે. હવે જો રસોઈ બનાવ્યા પછી એ બઘું સાફ કર્યા વગર આખી રાત એમ ને એમ મૂકી રાખીએ તો એમાંય કેટલાય પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ પેદા થશે. તેથી રસોઈ બની ગયા પછી તરત જ ગ્યા સાફ કરી નાખો. સામાન્ય રીતે રસોઈ બનાવ્યા પછી ઉપર ઉપરથી સગડી ખેંખેરીને પોતું મારી દે છે. આમ કરવું પણ ઠીક નથી. સગડી અને તેની નીચેના પ્લેટફોર્મ સુઘ્ધાંની બરાબર કાળજીથી સફાઈ કરવી જોઈએ. નહીંતર સગડીની નીચેના ભાગમાં ખાદ્યચીજોના કણ, લોટ વગેરેનું પડ જામતું જશે. તે જ રીતે સગડીની આસપાસની દીવાલ પર પણ તેલ, શાક-દાળ વગેરેના છાંટા ઉડીને જામતા જાય છે. તેમને દરરોજ સાફ કરવા જ જોઈએ. રસોડામાં વાપરવા માટે ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ રૂમાલ રાખવા જોઈએ. એક વાસણ લૂછવાનો, બીજો સગડી અને ડબા કે બરણીઓ લૂછવા અને ત્રીજો રસોઈ કરતી વખતે હાથ લૂછવા કે વઘુ વજનદાર ગરમ તપેલાં સગડી પરથી ઉતારવા માટે રાખવો જોઈએ. રસોડાનું પોતું પણ ઘરના બાકીના રૂમોના પોતાથી અલગ રાખો. રસોઈ બનાવી લીધા પછી સગડી અને પ્લેટફોર્મની વ્યવસ્થિત સફાઈ થઈ ગઈ હોય તો પણ આ રૂમાલ જો એમ ને એમ પડ્યા રહે તો તેમાંય બેક્ટેરિયા કે વાયરસ પેદા થઈ શકે છે અને તે ખોરાકમાં પ્રવેશી શકે છે. તેથી રસોઈ અને સફાઈ આટોપાય કે તરત જ બધા રૂમાલ અચૂક ધોવામાં નાખી દેવા. ઘણી બહેનો એકનો એક રૂમાલ દિવસો સુધી વાપરે રાખે છે. આવું કરવું એ પણ અત્યંત ખતરાજનક છે.
રસોઈ બનાવતી વખતે સાવધ રહો
રાંધતાં પહેલાં અથવા જમવાનું પીરસતાં પહેલાં વાસણોને પાણીથી ધોઈને બરાબર લૂછી નાખો, કારણ કે ધોયેલાં વાસણો પર પણ ઘૂળના કણ કે બેક્ટેરિયા હોય છે.
રસોઈ બનાવવાનું શરૂ કરતાં પહેલાં હાથ સાબુથી અચૂક ધોઈ નાખવા. રસોડામાં કચરાની ડોલ મોટા ભાગે ખુલ્લી જ રખાય છે, પરંતુ તેમાં એકઠાં થતાં શાકભાજી કે ફળોનાં છોતરાં, ચાની ભૂકી જેવા કચરામાં જીવાત કે બેક્ટેરિયા પેદા થાય છે. એટલે, રસોડામાં કચરાની ડોલ ઢાંકણવાળી જ હોવી જોઈએ. તેમાંથી સવાર-સાંજ કચરો બહાર નાખી આવવો જોઈએ.
રસોડાનો એવો જ અગત્યનો ભાગ છે, સિન્ક. એંઠાં વાસણ વગેરે એમાં જ રખાય છે. વાસણ ધોયા પછી સિન્ક ચારે બાજુથી બરાબર ઘસીને સાફ કરવું જોઈએ. અઠવાડિયામાં એક વાર તેને તેજાબ અને ફિનાઈલથી સાફ કરવું જોઈએ.
શાકભાજી ધોઈને જ વાપરો
લીલાં અને પાંદડાંવાળાં શાકભાજી ખાવાં એ આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયક છે, પરંતુ જો આ શાકભાજી કાળજીપૂર્વક સાફ કર્યા વગર જ વાપરવામાં આવે તો ફૂડપોઇઝનંિગનું કારણ બની શકે છે. તેથી આવાં પાંદડાવાળાં શાકભાજીને ત્રણ-ચાર વાર નળના વહેતા પાણી નીચે ઘુઓ અને પછી મીઠાના પાણીમાં કે પોટેશિયમ પરમેંગેનેટના પાણીમાં ધોઈ લો. પૌષ્ટિક ભોજન માટે સલાડ જરૂરી છે, પણ ચોમાસામાં કાકડી, મૂળા વગેરેમાં અનેક પ્રકારની જીવાત પડતી હોય છે. જો તેમને વ્યવસ્થિત સાફ કરવામાં ન આવે તો લાભના બદલે નુકસાન થાય છે. તેથી ચોમાસામાં સલાડવાળાં શાક પણ બરાબર ઘુઓ. પછી મીઠાવાળા કે પોટેશિયમ પરમેંગેનેટવાળા પાણીમાં બોળી રાખીને ફરીથી ઘુઓ.મોટા ભાગે ગૃહિણી રસોડામાં હોય ત્યારે ફોન કે કોલબેલની ઘંટડી વાગતાં તે કપડાથી હાથ લૂછીને તરત બહાર દોડી જાય છે. પાછી આવીને ફરી એવા જ હાથે શાક સમારવા લાગે છે, પરંતુ આવું નહીં કરવું જોઈએ. ફોન લીધા પછી કે બારણું ખોલ્યા પછી હાથ ચોક્કસ ધોવા જોઈએ, નહીંતર ફોન અથવા બારણે ચોંટેલા બેક્ટેરિયા હાથે ચોંટીને શાકભાજીમાં પહોંચી શકે છે.
આટલી નાની એવી સાવચેતી રાખવાથી ફૂડ પોઈઝનંિગના ખતરાથી બચી શકાય છે.
-વારિણી
-Gujarat Samachar

Dreamy-World-Wallpapers

 
 
 
 
 

24 AMAZING HUMAN BODY FACTS YOU MIGHT NOT KNOW

1. You burn more calories sleeping than you do watching television.

2. There are more bacteria in your mouth than there are people in the world.

3. In some parts of the world, they protect their babies from disease by bathing them in beer.

4. The word ‘gymnasium’ comes from the Greek word gymnazein, which means ‘to exercise naked.’

5. There are more than 1,000 chemicals in a cup of coffee, of these, only 26 have been tested, and half caused cancer in rats.

6. During your lifetime, you’ll eat about 60,000 pounds of food — that’s the weight of about 6 elephants.

7. During your lifetime, you will produce enough saliva to fill two swimming pools.

8. Gently massage the space between your eyebrows to induce deep sleep.

9. Laughter boosts your immune system and decreases stress hormones.

10. Each pound above your ideal weight lowers your life expectancy by 34 days.

11. When you are looking at someone you love, your pupils dilate, and they do the same when you are looking at someone you hate.

12. The human brain can hold five-times as much information as the Encyclopedia Britannica.

13. Stress causes ulcers

14. Over 90% of diseases are caused or complicated by stress.

15. There are as many hairs per square inch on your body as a chimpanzee. You don’t see all of them because most are too fine and light to be noticed.

16. Facial hair grows faster than any other hair on the body.

17. Women’s hearts beat faster than men’s do.

18. From all the oxygen that a human breathes, twenty percent goes to the brain.

19. People who ride on roller coasters have a higher chance of having a blood clot in the brain

20. Your brain is 80% water.

21. The brain operates on the same amount of power as 10-watt light bulb.

22. The brain itself cannot feel pain.

23. Feet have 500,000 sweat glands and can produce more than a pint of sweat a day.

24. If saliva cannot dissolve something, you cannot taste it.