- નર્મદાની બાકી રહેતી નહેરો અને વિતરણ નેટવર્કનું કામ ૨૦૧૫-૧૬ સુધીમાં પૂર્ણ થશે. સૌરાષ્ટ્રમાં નહેરોના નિર્માણ માટે ૧૪૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટી માટે તેમજ તે વિસ્તારમાં આદિવાસી વિકાસ માટે રૂ. ૫૦૦ કરોડનું આયોજન
- જળસંપતિ અને કલ્પસર વિભાગ માટે ૩૫૭૦ કરોડની જોગવાઈ.
- જળસંચયના કામો અંતર્ગત ચેકડેમ અને તળાવ ઊંડા કરવા ૪૪ કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરીયાઈ ધોવાણ રોકવા ૧૦૭ કરોડની જોગવાઈ
- કલ્પસર યોજના અને ભાડભુત વિયરના બાંધકામ માટે ૯૭ કરોડની જોગવાઈ
- સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત ગયા વર્ષ કરતા ૨૦૦ કરોડના વધારા સાથે ૬૬૫ કરોડની જોગવાઈ
- ૨૦૧૪-૧૫નું વર્ષ કૃષિ વિકાસ તરીકે ઉજવાઈ રહ્યુ છે. આ વખતે બજેટમાં ૧૮ ટકાના વધારા સાથે કૃષિ ક્ષેત્રે ૩૭૭૫ કરોડનું આયોજન
- કૂવા, ગોડાઉન, ગ્રીનહાઉસ, નેટ હાઉસ, ખેત યાંત્રીકરણના સાધનો વગેરે વસાવવા ખેડૂતોને લોનમા ૬ ટકા વ્યાજ સહાય આપવાની નવી યોજના, જેના માટે ૨૬ કરોડની જોગવાઈ
- ખેડૂતોને નવા ટ્રેકટર ખરીદવા સહાયમાં ૪૬ કરોડની જોગવાઈ
- ઘઉં, ચોખા, કઠોળ જેવા ધાન માટે નેશનલ ફુડ સીકયુરીટી મિશન હેઠળ ૭૨ કરોડની જોગવાઈ
- કૃષિ ઉત્પાદનનું સાતત્ય જાળવવા તથા કુદરતી જળસ્ત્રોતની જાળવણી માટે ૨૫૦ કરોડની જોગવાઈ
- ગ્રામ્ય ક્ષેત્રે પાકના સંગ્રહ માટે ખેડૂતોના ખેતરમાં ગોડાઉન બનાવવા ૬ ટકાના દરે ૩ વર્ષ માટે વ્યાજ સહાય
- કૃષિ વિષય સેવા સહકારી મંડળી માટે ગોડાઉન બનાવવા સહાય
- ખેડૂતની આવકને રક્ષણ આપવા પાક વિમો, અકસ્માત વિમો, ભાવની સ્થિરતા માટે ૪૬૪ કરોડની જોગવાઈ
- પાકવિમા નીધિ માટે ૧૦૦ કરોડની જોગવાઈ
- શાકભાજી ઉત્પાદન અને વેચાણ કરતા દેવીપૂજક સમાજને હાઈબ્રીડ તરબૂચ, ટેટી, શાકભાજી બીયારણ અને માઈક્રોન્યુટીશન માટે ૩ કરોડની જોગવાઈ
- ૬૫૦૦૦ હેકટર વિસ્તારમાં ખેત તલાવડી, સીમ તલાવડી અને ગામ તળાવ ઉંડા કરવા ૨૧૨ કરોડની જોગવાઈ
- કૃષિ શિક્ષણ માટે ૪ યુનિવર્સિટીઓ મારફત ૩૬૧ કરોડની જોગવાઈ
- પશુપાલન અને ડેરી વિકાસ માટે ૩૬૫ કરોડનું આયોજન
- શુદ્ધ દેશી ઔલાદના પશુઓની સંખ્યા વધારવા પ્રોત્સાહન. સ્થાનિક ઓછી જાણીતી ઔલાદના અભ્યાસ અને નોંધણીનું આયોજન
- ગૌઅભ્યારણ્ય, ભૃણ પ્રત્યારોપણ અને સેકસીંગ ઓફ સીમેનને લગતા પ્રોજેક્ટ ઉભા કરવા પ્રયાસ હાથ ધરાશે.
- પશુપાલન ક્ષેત્રે મહિલાઓનું યોગદાન વધારવા મહિલા સંચાલીત દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની સંખ્યા આગામી વર્ષમાં બમણી કરવા મુખ્યમંત્રી મહિલા પશુપાલન પ્રોત્સાહન યોજના
- મહિલા સંચાલીત દુધ ઘર માટે ૩૦૦ ચો.વાર જમીન ફાળવવા નીતિ ઘડાશે.
- મહિલાઓને મિલ્ક એડલ્ટટ્રેશન ડીટેકશન મશીન માટે ૮૦ ટકા સુધીની સહાય
- દુધાળા પશુની ખરીદી કરવા મહિલા પશુપાલકને બેંક લોન પર ૩ વર્ષ માટે ૫ ટકા વ્યાજ સહાય
- મહિલા પશુપાલકને પશુનો વિમો ઉતરાવવા પ્રિમીયમ પર રૂ. ૫૦૦ની મર્યાદામાં ૩૩ ટકા સહાય
- મત્સ્યઉદ્યોગ પ્રોત્સાહન માટે ૨ કરોડની જોગવાઈ
- મધ્યાહન ભોજન માટે ૪૩.૬૬ લાખ વિદ્યાર્થીઓ માટે ૧૦૩૪ કરોડનું આયોજન. રસોડાના આધુનિકરણ માટે ૨૫ કરોડ.
- હાઈપ્રાયોરીટીના તાલુકાના વિદ્યાર્થીઓને અઠવાડીયે ૧ દિવસ દૂધ આપવા ૪ કરોડની જોગવાઈ
- ઉચ્ચ તાંત્રિક શિક્ષણ વિકાસ માટે ૨૬૭૫ કરોડ
- વડોદરા નજીક પાદરા તાલુકાના ચોકારી ગામમા સ્પેશ્યલ એજ્યુકેશન કમ સ્પોર્ટસ ઝોન વિકસાવાશે
- વિદ્યાર્થીઓની દેશભક્તિ ભાવનાને પોષવા એનસીસી અને દરીયાઈ વિસ્તારમાં ૮ નેવલ યુનિટ શરૂ કરાશે.
- સરકારી પોલીટેકનીક અને ઈજનેરી કોલેજોમાં ગર્લ્સ હોસ્ટેલની હાલની ૨૨૭૬ની ક્ષમતા વધારી ૪૭૧૪ બેઠકોની કરાશે.
- મુખ્યમંત્રી અમૃતંમ યોજના હેઠળ હવે મધ્યમવર્ગના કુટુંબોને પણ લાભ અપાશે. રૂ. ૧,૨૦,૦૦૦થી ઓછી વાર્ષિક આવક ધરાવતા કુટુંબોની મહિલાઓને અને ૨૧ વર્ષ સુધીની ઉંમરના સંતાનોને નિઃશુલ્ક સારવાર અપાશે.
- નવા ૭૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૬ સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે.
- ખીલખીલાટ સેવાનો વ્યાપ વધારવા ૧૪ નવી વાન ઉમેરાશે.
- લોકપ્રિય ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ૧૦૦ નવી એમ્બ્યુલન્સ પુરી પાડવા ૧૫ કરોડની જોગવાઈ
- મેડીકલ કોલેજોના કામો માટે ૧૦૨૨ કરોડની જોગવાઈ
- ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટને અપગ્રેડ કરવા રાજકોટ ખાતે ટર્સરી કેન્સર કેર સેન્ટર શરૂ કરવા ૨૧ કરોડનું આયોજન
- રાજ્યની બધી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાઓને એનએડીએલ કરાવવા તથા વડોદરા રાજકોટ અને ભૂજ ખાતે માઈક્રોબાયોલોજીકલ ટેસ્ટીંગ વિભાગ શરૂ કરવાનું આયોજન.
- આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં મહિને રૂ. ૫૦૦, હેલ્પરને રૂ. ૩૦૦ અને મીની આંગણવાડી વર્કરને રૂ. ૩૦૦ વધારો કરવાનો નિર્ણય. તેના માટે ૩૩ કરોડની જોગવાઈ
- આંગણવાડીના બાળકો માટે રમકડા સહિતની સુવિધા માટે ૧૪૯ કરોડ
- ગુજરાત મહિલા આયોગ દ્વારા વધુ ૫૦ નવી નારી અદાલતો સ્થપાશે.
- મહિલાઓને મુશ્કેલીમાં મદદ કરવા ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો વ્યાપ વધારી રાજ્યમાં અમલ કરાશે.
- નવી ૧૯ સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ શરૂ કરવા ૫ કરોડનું આયોજન
- ૪ મહાનગરો તથા શહેરી વિકાસ સત્તા મંડળમાં સ્થાનિક ઉદ્યોગની જરૂરીયાત મુજબ ૫૨૦૦ બેઠકો સાથે ૨૬ નવી સરકારી આઈટીઆઈ ઓન ડીમાન્ડ શરૂ કરવા ૧ કરોડનું આયોજન
- આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને સાયકલ આપવા નવી યોજના. ૮૦૦૦ બહેનોને લાભ મળશે.
- આઈટીઆઈ તાલીમાર્થીઓને એસ.ટી. બસના કન્સેશન પાસ આપવા ૯ કરોડની જોગવાઈ
- આઈટીઆઈ પાસ યુવકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા ૧ લાખ સુધીની બેન્ક લોન પર ૩ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સહાય આપવાનુ આયોજન
- આ નવતર અને ભાવિલક્ષી પંડીત દિનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના માટે ૬ કરોડની જોગવાઈ
- સ્વામિ વિવેકાનંદ રોજગાર ભરતી મેળા યોજી ૩ લાખ યુવકો અને યુવતીઓને રોજગારીની તક પુરી પાડવાનું આયોજન
- વિદેશમાં નોકરીની તક અંગે માર્ગદર્શન આપવા અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે ઓવરસીઝ એમ્પ્લોઈમેન્ટ એન્ડ કેરીયર ગાઈડેન્સ કેન્દ્ર સ્થપાશે.
- રોજગાર કચેરીઓને સમયની માંગ મુજબ બનાવવા એમ્પ્લોઈમેન્ટ એકસચેન્જ એકસટેન્શન બ્યુરો સ્થાપવા પ્રારંભીક ૧ કરોડની જોગવાઈ
બજેટમાં ક્ષેત્રવાર જોગવાઇ | ||
ક્રમ | સદર | જોગવાઇ (રૂ. કરોડમાં) |
૧ | કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ | ૪૩પ૮.ર૦ |
ર | ગ્રામીણ વિકાસ | ર૩૧૧.૩૦ |
૩ | ખાસ વિસ્તાર કાર્યક્રમ | રર૩.૮૪ |
૪ | સિંચાઇ અને પુર નિયંત્રણ | ૧૩૦૩પ.રર |
પ | ઉર્જા | પ૦૯૭.૩પ |
૬ | ઉદ્યોગ અને ખનીજ | રરર૩.૪ર |
૭ | પરિવહન (વાહન વ્યવહાર) | પ૬૩૮.૦૦ |
૮ | સંદેશા વ્યવહાર | ૭૬૧.પ૮ |
૯ | વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી | પ૪૪.રપ |
૧૦ | સામાન્ય આર્થિક સેવાઓ | રર૩૭.૦૯ |
૧૧ | સામાજીક સેવાઓ | ૩૪૭૮૧.પ૦ |
૧ર | સામાન્ય સેવાઓ | ૧૧૮.૬પ |
કુલ | | ૭૧૩૩૦.૪૪ |