વિચાર કરતા કરી દે તેવો એક ઈમેલ મળ્યો. આભાર ભાઈશ્રી. નિખિલ દરજીનો.
આમ તો એ સંદેશની સાથે હતો – તેમના મનને અસર કરી ગયેલો, રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલો ભાઈશ્રી. દિનેશ પંચાલનો લેખ ….
લેખ સરસ છે. સામ્પ્રત સમાજની અનેક સમસ્યાઓમાંની એકને પડદા ચીરી, પ્રકાશમાં લાવે છે. એ લેખના અંતમાં નીચેની વાત છે-
કોઈ મિલ ટકાઉ સાડીનું ઉત્પાદન કરવા માગતી હોય તો તેણે સાડીમાં વપરાતા તાર કાચા ન રહી જાય તેની તકેદારી રાખવી પડે છે. દેશને મજબૂત બનાવવો હશે તો પ્રત્યેક નાગરિક શિષ્ટ, સંસ્કારી અને સમજદાર હોવો જોઈશે. આજ પર્યંત એવું સાંભળતા આવ્યા છીએ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. પણ યુવા પેઢી પર નજર કરતાં એવી દુઃખદ પ્રતીતિ થાય છે કે દેશનું દુર્ભાગ્ય યુવાનોમાં ઉછરી રહ્યું છે !
- દિનેશ પાંચાલ
નીચેના વિચારો સ્વાભાવિક રીતે મનમાં આવી ગયા…..
આ લેખ લખનાર જ્યારે યુવાન હતો; ત્યારે …..
- આવા લેખ નહોતા. છાપવાની જરૂર જ ન હતી.
- ‘ઓલ્ડ વોઝ ગોલ્ડ’
- અત્યારની પેઢી બગડી ગઈ છે.
- સરકાર નકામી છે.
- શિક્ષણ તંત્ર સડી ગયું છે.
- આવું બધું વિચારવાનું છોડીને પરલોક સુધારવા ભજન કરીએ તો?
વાત તો સાચી છે; વિચારતા કરી દે તેવી છે; પણ.. અહીં એક સાવ અલગ જ વાત કહેવી છે. આમ વિચારવું એ સારી વાત છે; પણ એનો ઉકેલ મેળવવા મથવું એ બીજી વાત છે.
નોંધી લો…. અહીં ‘મથવું’ શબ્દ વાપર્યો છે – વિચારવું નહીં .( જેમ આ લખનાર વિચારી રહ્યો છે તેમ ! )
પણ… એવા ય ગુજરાતી સજ્જનો અને સન્નારીઓ છે – જે આમ વિચારીને બેસી નથી રહ્યાં; સરકારને, ધર્મ પ્રચારકોને, અન્ય – તન્ય ને ગાળો ભાંડીને હાથ ઊંચા નથી કરી દીધા. એમણે આ માટે પોતે શું કરી શકે , તે માટે ભેગા મળી ચર્ચા કરી; એક સંગઠન, એક કાર્ય જૂથ બનાવ્યું છે. અને ગુજરાતના અનેક શહેરોમાં એ માટે પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. એમના મોભી તો ગુજરાત રાજ્યના એક નિવૃત્ત પોલિસ ઓફિસર છે.
નિખીલ ભાઈને, દિનેશ ભાઈને, મને, તમને, સૌને વ્યથામાં ગરકાવ નહીં; પણ પોરસ ચઢાવે તેવી કામગીરી તેમના મિત્રો સાથે તેમણે આરંભી દીધી છે. આ રહ્યા એ પોરસ ચઢાવી દે, તેવા સમાચાર…
અને રાહ જુઓ..