20120824

લ્યો બોલો ! ૧૫ વર્ષની છોકરી મેયર બની




- બાળકોનાં ગાર્ડનનો પ્રથમ નિર્ણય લીધો


- શરૂઆતમાં આ ટીનેજ ગર્લને મેયર તરીકે સ્વીકારવા તૈયાર નહોતું


તુલકર્મ, તા.23 ઓગસ્ટ, 2012


રમવા અને ફરવાની ઉંમરે બશહર ઓથમન નામની ૧૫ વર્ષની છોકરીને મેયર પદું મળ્યું છે. પેલેસ્ટાઈનના પશ્ચિમ કિનારાના નાનકડા એક ટાઉનની આ વાત છે. રોજ સવારે તે મ્યુનિસિપલ અધિકારીઓને મળે છે, આદેશો આપે છે, તે સમારંભોમાં જઈ સંબોધન કરે છે, નાગરિકોને મળે છે અને નવા આઈડિયા આપે છે.

૧૫ વર્ષની છોકરી મેયર કેવી રીતે બની તે પ્રશ્ન સૌને થાય છે. હકીકત એ છે કે ટાઉનના મૂળ મેયર સુફીયન શાહદીદ અને તેમની ટીમે ટીનેજર્સને સત્તાના સૂત્રો આપવા નિર્ણય કર્યો હતો. ૯૦૦૦ની વસ્તી ધરાવતા ટાઉનમાં પાંચ છોકરીઓ અને પાંચ છોકરાઓને વહિવટ કરવા બેસાડ્યા છે.

૧૫ વર્ષની મેયર શહેરમાં બાળકોના પ્લે-ગ્રાઉન્ડવાળા જાહેર ગાર્ડન ઊભો કરવાનો પ્રથમ નિર્ણય લીધો હતો. શરૂઆતમાં કોઈ આ ટીનેજરને મેયર તરીકે સ્વીકારવા તૈયાર નહોતું પરંતુ પછી દરેકે તેનામાં મજબૂત નેતાગીરીના દર્શન કર્યા હતા.

Gujarat Samachar