સ્માર્ટ ફોનનો આનંદ અનેક રસિયાઓએ માણ્યો. હવે સ્માર્ટ ટીવી માટે તૈયાર થઈ જાવ. VL203D એડ સ્માર્ટ ટીવી છે. ભારતમાં પ્રથમવાર જ રસિયાઓને 3D ટીવી જોવા મળશે.
આ ટીવીને સ્માર્ટ એટલા માટે કહેવામાં આવે છે કે તમે તેના પર વેબ બ્રાઉઝ કરી શકો છો, વાંચન તેમજ સોશ્યલાઝિંગ પણ કરી શકો છો. જરૃર જણાય તો તમે apps પણ ઉમેરી શકો છો.
આ લેડ ફુલ એચડી ટીવીમાં સિગ્નલ બુસ્ટર પણ છે. એટલે ગમે ત્યાં મુકો સિગ્નલ પકડી લેશે. તેનું એમબીઅન લાઈટ સેન્સર બેકલાઈટ ગોઠવી દઈ સપ્રમાણ પિક્ચર-ક્વૉલિટી પણ ગોઠવી દે છે.
યુએસબી ડૉગલ વડે તે વાઈ-ફાઈ બની શકે છે. નો વાયર હીઅર એન્ડ ધેર...! આ ટીવીમાં ૨૮ ફોર્મેટ છે એટલે તમે જાણીતા ઓડિયો-વિડીયો માણી શકો છો.
યુવી કિરણો આંખની પાંપણોને પણ છોડતા નથી...!
ઓપ્થેલ્મોલોજીસ્ટ સુસાન સ્ટેનસનના મત પ્રમાણે, ''સુર્યના કિરણોમાં રહેલ યુવી સ્પેકટ્રમ શરીરની ચામડીને બાળે છે એજ રીતે આંખની પાંપણોને પણ બાળી શકે છે !''
જો યુવી કિરણો સામે આંખને રક્ષણ ના આપો તો કોર્નિઆ અને રેટિના પણ બળી શકે છે ! જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હો તો તમને થોડું રક્ષણ મળશે પરંતુ તે ગોગલ્સ જેટલું ના હોય ઃ
યુવી કિરણો ઉંમર સંબંધીત અંધાપો લાવી શકે છે. તે કેટેરેક્ટ એટલે કે મોતિયા અને ગ્લુકોઝ માટે પણ જવાબદાર છે.
રમત દરમ્યાન આંખના રક્ષણ માટે તમે પોલીકાર્બોનેટ લેન્સવાળા ચશ્મા પહેરી શકો છો. તેની ફ્રેમ તમારી આંખની બાજુને રક્ષણ આપતી હોવી જોઈએ. સનગ્લાસ ૧૦૦ ટકા યુવી રક્ષણ આપવા માટે જોઈએ. મોટા-રેપએરાઉન્ડ ગોગલ્સ પસંદ કરવા જેથી પાંપણની ચામડી અને આંખની બન્ને બાજુને રક્ષણ મળી શકે. તમે ફોટોફ્રોમેટિક લેન્સ પણ વાપરી શકો. આ લેન્સ પ્રકાશમાં ઘેરા રંગના બની જાય છે. શેડમાં તે પારદર્શક થઈ જાય છે.
ફ્રેમ પસંદ કરવું એટલું કઠીન નથી જેટલું તમે ધારો છો. ફ્રેમનો આકાર તમારા ચહેરાને અનુરૃપ પસંદ કરવો. સરળ ટિપ્સ જોઈતી હોય તો આ રહી. તમારા ચહેરાના આકારથી વિરૃદ્ધ આકારની ફ્રેમ પસંદ કરો.
તમારો ચહેરો ગોળ હોય તો ચોરસ કે ખુણાવાળી ફ્રેમ તેને ન્યુટ્રલ કરશે. ચહેરો ચોરસ હોય તો ગોળ કે અંડાકાર ફ્રેમ સારી રહેશે. ઘણાનો ચહેરો હૃદય આકારનો હોય છે. તેઓ ગોળ કે અંડાકાર ફ્રેમ પસંદ કરી શકે છે. તેઓએ હળવા રંગો અને રિમાલેસ ફ્રેમ પસંદ કરવી.
જેમનો ચહેરો અંડાકાર છે તેઓ નસીબદાર છે. બધાજ આકાર તેમના ચહેરાને શોભાવશે ફ્રેમ એક વિઝ્યુઅ ડ્રામા રચે છે. પરંતુ તમે ચહેરાની ભૂમિતિ ના સમજો તો જરા ઉદાસ કે વિચિત્ર પણ લાગી શકો છો.
|