જીવનમાં વીતેલો સમય કદીય પાછો નથી મળતો
જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય તે સમય વેડફાઈ ગયો ન કહેવાય.
–બર્ટ્રાન્ડ રસેલ
હે–ઓન–વાયનાં પુસ્તકઘરો
પુરાતન છે આ નગર – હે–ઓન–વાય
એના પુસ્તકઘરોમાં પાનાં ફંફોળતાં ફંફોળતાં
લાગી જશે તમને એક વરસ
અને ઉપરથી છોગાનો એક દિવસ
‘મીટ’ વેચે ખાટકી ને ‘બ્રેડ’ વેચે બેકર
બેઉની દુકાનો વચ્ચે, હાઈસ્ટ્રીટની ઉપર
શિક્ષણ ને જ્ઞાન, મનન ને ચિંતન, એનાથી સભર
પુસ્તકોના ગલ્લા ને પુસ્તકના ઘર.
પણે ઊભો છે પ્રહરીના જેવો, ઊંચે ટેકરી પર
નગરનો કિલ્લો ને એમાંય તે વળી પુસ્તકોનાં ઘર.
વાતો કરે છે સૌ
ઓક્સફર્ડમાં છે ‘બોડલીયન’
જ્યાં છે હજારો પુસ્તકોની ભરમાર
તો અહીં છે માર્કેટમાં
ભરાયો છે પુસ્તકોનો દરબાર
એમની પાસેથી મળશે કોઈ પુસ્તકની પહેલી જ આવૃત્તિ
ને મળશે ‘આઉટ ઓફ પ્રિન્ટ’ અપ્રાપ્ય પુસ્તકો
ને ભુલાઈ ગયા હોય એવા લેખકો પણ.
શેક્સપીયર છે, કિટ્સ છે અને રસ્કિન પણ ખરો.
એલિયટની ‘મિલ ઓન ધ ફ્લોસ’
એમની કને છે કેનન ડોયલ ને ‘ધ સાઈન ઓફ ફોર’
જૂના ને નવાં પુસ્તક છે લાખો.
ટોલ્કિન છે, કેન્ટરવીલેના ભૂત સાથે વાઈલ્ડ પણ છે
અને અગાથા ક્રિસ્ટી તો હોય જ ને !
જૂનો ચહીતો થોમસ હાર્ડી છે
તેના મેયર ઓફ કેસ્ટરબ્રીજ સાથે
ને ઉડવા ચાહતો ઈકારસ સૌના માથે
ઈસપની કથાઓ, કિપલિંગ ને સ્કોટ
થાય બધાયનો હે ના બજારમાં સ્ફોટ
બ્રોન્ટી ને બ્રાઉનીંગ જેવા લેખકના ખેલ
જુઓ મિ. પીકવીક ને ત્યાં છે ડિન્ગલે ડેલ.
રખડો બધે, જુઓ બધે ને એવું પણ બને
શોધે તે પુસ્તક ના પણ મળે
વાંધો નહી !
મિત્રની સાથે ઘૂમો અહીં
મહિમા માણો પુસ્તકના ગામની મહીં.
(વેલ્સના માત્ર ૧૫,૦૦૦ની વસ્તી ધરાવતા ‘હે–ઓન–વાય’ ગામમાં ૫૫ બુક–શોપ્સ છે. આટલાં બધા પુસ્તકઘરોને કારણે આ ‘પુસ્તકોનું ગામ’ પુસ્તક–પ્રેમીઓનું ટુરીસ્ટ–સ્પોટ છે. ઉપરના કાવ્યમાં ગામ પોતાનું ગૌરવ ગાય છે.)