મીઠું ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થયું છે. શરીરમાં મીઠાંની માત્રા ઓછી થઇ જવાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. સંિધવ મીઠું શ્રેષ્ઠગણાય છે તેમજ ઓષધી તરીકે તે બહુપયોગી સાબિત થયું છે.
મીઠાના ઘરગથ્થુ ઉપયોગ
ત્વચામાં નિખાર
તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાડવું. થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરનો મેલ દૂર થતાં ચહેરો નિખરે છે.
પેટનો દુખાવો
ત્રણ-ચાર ગ્રામ વાટેલો અજમો, એક લીંબુનો રસ તથા નાનો અડધો ચમચો મીઠું એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવું.
ખાટા ઓડકાર
પાંચ-પાંચ ગ્રામ ફુદીનો, મોટી એલચી, કાળા મરી,અજમો, સંિધવ તથા કાળુ મીઠું દળી પાંચ ભાગ કરવા. બબ્બે કલાક બાદ વરિયાળીના અર્ક સાથે એક-એક ગ્રામ ફાકતા રહેવાથી સાંજ સુધીમાં ખાટા ઓડકારથી રાહત થાય છે.
અરુચિ
ભૂખ ન લાગતી હોય તો ભોજનના અડધા કલાક પહેલા એક ચમચો આદુના રસમાં થોડું મીઠું ભેળવી પીવાથી બૂખ ઊઘડે છે.
થાક
વઘુ પડતા ચાલવાથી થાક લાગ્યો હોય કે પગનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં (સહન થાય તેવા)મીઠું ભેળવી થોડી વાર પગ ડુબાડી રાખવા.
સોજો તથા દુખાવો
મીઠું તથા ઘઉંના લોટનું થૂલું ભેળવી પોટલી બનાવી ગરમ કરી શેક કરવાથી સોજો તથા દુખાવાથી રાહત થાય છે.
મોચ પર
મોચ આવ્યા પર આંબાના પાનને તેલથી ચીકણા કરી તેના પર થોડું મીઠું ભભરાવી બાંધવાથી ફાયદો થાય છે. આંબાના પાનના સ્થાને નાગરવેલના પાન લઇ શકાય.
કબજિયાત
કબજિયાતની તકલીફથી છૂટકારો પામવા એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું ભેળવી પીવાથી ફાયદો થાય છે.
તાવ
સામાન્ય તાવમાં ગરમ પાણીમાં નાનો ચમચો મીઠું ભેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી રાહત તાય છે.
ખીલ
આદુના રસમાં મીઠુંુ ભેળવી રાતના ચહેરા પર લગાડવું. સવારે ચહેરો ધોઇ નાખવાથી ખીલથી રાહત થાય છે.
ગઠિયો વાનો દુખાવો
રાઇ અને મીઠું સપ્રમાણ માત્રામાં ભેળવી ગરમ કરવુંઅને દુખાવો થતા ભાગ પર લેપ કરી પટ્ટી બાંદતી રહેવું. સાથે ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરવી. સૂંઠના ચૂરણમાં મધ ભેળવી સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
કૂતરો કરડવા પર
લસણની કળીને વાટી તેમાં મીઠું ભેળવી કુતરાએ બચકુ ભર્યું તે ભાગ પર લેપ લગાડવાથી હડકવાનું સંક્રમણ થવાની શક્યતા નહીંવત રહે છે.
મૂર્છા
તુલસીના રસમાં મીઠું ભેળવી નાકના ફોયણા માં તેમજ ગળામાં રેડવાથી વ્યક્તિ ભાનમાં આવે છે.
વ્યક્તિની પ્રકૃતિ અનુસાર માફક આવતું હોવાથી મીઠંાના ઉપાયો અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
સુરેખા