હેલ્થનો પ્રશ્ન મોટાભાગના લોકોને સતાવતો હોય છે. જેના પગલે કેટલાંક લોકો જીમમાં જવાનું પસંદ કરતા હોય છે. પણ કેટલાંક લોકો પાસે સમયનો અભાવ હોવાથી તેઓ જીમમાં જઇ શકતા નથી. જીમમાં ના જઇ શકતા હોય પણ કસરત કરવા માંગતા હોય એવાં કેટલાંક લોકોએ આનો પણ રસ્તો શોધી કાઢ્યો છે. ખાસ કરીને વર્કિંગ વિમેન અને હાઉસ વાઇફને જીમનો પ્રશ્ન સતાવતો હોય છે. જેથી સોસાયટી કે ફ્લેટમાં રહેતી કેટલીક વર્કિંગ વિમેન જીમના સાધનો ઘેર જ વસાવીને જીમની મજા માણતા હોય છે.
આ અંગે માધુરી શર્મા કહે છે કે, હું હાઉસ વાઇફ છું. જેથી હું જીમમાં જઇ શકતી નથી. પરંતુ હેલ્થ યોગ્ય સાચવણી કરવી એ પણ વ્યાજબી છે. છેલ્લા કેટલાક સમયથી હું જીમ જોઇન્ટ કરવાનુ પ્લાનિંગ કરું છું. પરંતુ એ શક્ય બનતું નથી. કારણકે ઘરના કામકાજમાંથી નવરાશ મળવી મુશ્કેલ છે. જેથી મે એવો વિચાર કર્યો કે જીમના સાધન જ ઘેર લાવીને કસરત કરીએ તો. વળી આ પ્રશ્ન મારી સોસાયટીની કેટલીક મારી ફ્રેન્ડને પણ સતાવતો હતો. જેથી અમે સાથે મળીને એવો વિચાર કર્યો કે જીમના અલગ અલગ સાધન વસાવીને ભેગા મળીને કસરત કરીએ. જેથી અમે વિવિધ સાધન વસાવ્યા છે અને ઘેર જ જીમની મજા માણીએ છીએ.
જ્યારે યોગીતા વ્યાસ કહે છે કે, વર્કિંગ વિમેન હોય કે પછી હાઉસ વાઇફ હોય જો તેઓને પોતાના હેલ્થનો પ્રશ્ન સતાવતો હોય તો તેઓ જીમમાં જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલાંક લોકોને જીમમાં જવાનો સમય મળતો નથી. જેના કારણે મારા ફ્રેન્ડ સર્કલે નક્કી કર્યું કે જીમના કેટલાંક સાધનો ઘેર જ વસાવી લઇએ તો? જેથી અમે ટ્રેડમીલ, સ્ટેડી સાયકલ વગેરે જેવા સાધનો ઘેર જ વસાવ્યા છે. અમને સમય મળે ત્યારે અને અમારી અનુકુળતાએ અમે સાથે મળીને જીમની મજા માણીએ છીએ. અમારા આ જીમના સાધનો ફક્ત અમે જ નહીં પણ અમારા બાળકો પણ તેનો યુઝ કરે છે. જેથી હવે તેઓને પણ અનુકુળતા રહે છે.
તો અનુષ્કા કહે છે કે, મારી મમ્મી જીમમાં જઇ શકતી નથી. જેથી તેઓએ ઘરમાં જ ટ્રેડમીલ વસાવ્યું છે. જેમાં મમ્મીનુ ફ્રેન્ડ સર્કલ ગૂ્રપમાં સાથે મળીને તેનો ઉપયોગ કરે છે. મને સમય મળે ત્યારે હું પણ તેનો યોગ્ય ઉપયોગ કરું છું. પરંતુ આ રીતે ઘરમાં જીમના સાધન વસાવ્યા બાદ જીમના પ્રશ્નનુ નિરાકરણ આવી ગયું છે.
વળી ઘરમાં જ આવા કસરતને લઇને સાધનો હોય તો બહાર જીમમાં જવાની પણ ઝંઝટમાંથી પણ સરળતાથી છૂટકારો મળી રહે છે. ઘેર બેસીને આપણે ઇચ્છા અને સમય પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ.