- રેલગાડી જે કલાકે ૫૧૫ કિ.મી.ની સ્પીડે દોડે છે
કેતન ત્રિવેદી
- બીજા કેટલાક દેશોમાં ટીજીવી દોડાવવાનો વિચાર ચાલે છે. કારણ કે એમાં નવી ટ્રેન વસાવવા સિવાય તાત્કાલિક બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી. હજારો બોગદાં અને પુલ ઉપરથી પસાર થતી રેલવે લાઈન બદલવી પડતી નથી
આપણા દેશમાં આજેય રાજધાની કે શતાબ્ધી જેવી ટ્રેન વધુમાં વધુ ૧૩૦ થી ૧૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. કલાકે ૩૦૦ કિ.મી.ની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાની વાતો થાય છે.
પણ એ તો હજુ દોડે ત્યારની વાત છે. દરમિયાનમાં જપાન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશો કલાકે ૩૦૦ થી ૩૫૦ કિ.મી.ની સ્પીડવાળી ટ્રેન દોડાવવા ઉપરાંત ૫૦૦ કિ.મી. સ્પીડવાળી ટ્રેનના પ્રયોગ કરી રહ્યાં છે.
જેમ કે ફ્રાન્સમાં રેલવેમાં જનારા મુસાફરોને લોકો સલાહ આપે છે કે ટીજીવીમાં બેસજો, કારણ કે ટીજીવી જોરદાર ઝડપી ટ્રેન છે. આપણે ત્યાં રાજધાની એક્સપ્રેસ ગાડી સહુથી ઝડપી છે એ રીતે. રેલવેની શરૃઆત થઈ ત્યારથી ફાસ્ટ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની હંમેશા બોલબાલા રહી છે. એક જમાનામાં બ્રિટનની ઓરિએન્ટલ એક્સપ્રેસ ટ્રેન સહુથી ઝડપી ગણાતી હતી. એ ટ્રેન એક્સો કિલોમીટરની ઝડપે ધસમસતી હતી. એટલે એ ગાડી નીકળવાની હોય ત્યારે એની આસપાસ ન ઊભા રહેવાની લોકોને ખાસ ચેતવણી આપવામાં આવતી હતી! ઝડપી ટ્રેનો દોડાવવાની હરિફાઈમાં રેલવેની ઝડપ વધતી-વધતી ૧૯૮૧માં ત્રણસો એસી કિલોમીટર નોંધાઈ હતી.
એ વખતે બધા નિષ્ણાતોએ કહી દીધું હતું કે રેલવેના પાટા ઉપર હવે કોઈપણ ટ્રેન અનાથી વધારે ઝડપથી દોડી શકે એમ જ નથી. પણ ૧૯૯૦માં ફ્રાંસના લોકો જેને લાડથી ટીજીવી કહે છે એ 'ટ્રેઈન અ ગ્રાન્ડે વિતેસ' નામની સહુથી ઝડપી ટ્રેઈન ઝડપનો નવો રેકોર્ડ બનાવવા તૈયાર થઈ હતી. પૂરપાટ દોડવા છતાં એ ટ્રેઈન આંચકા ન ખાય એ સાબિત કરવા માટે ટ્રેનમાં એક ટેબલ ઉપર પાણીથી છલોછલ ભરેલો એક ગ્લાસ મૂકવામાં આવ્યો હતો. સાવ આછા આંચકા સાથે એટલાન્ટીક ટીજીવી નામની એ ટ્રેન ઉપડી અને જોતજોતામાં કલાકના પાંચસો પંદર કિલોમીટરની ઝડપે ધસમસવા લાગી ત્યારે એના ટેબલ ઉપર મૂકેલા ગ્લાસમાંથી માંડ બે-ચાર ટીપાં પાણી છલકાયું હતું.
દુનિયાના વૈજ્ઞાાનિકો ટીજીવીનો આ કમાલ જોયા પછી મોમાં આંગળા નાખી ગયા, કારણ કે ટીજીવીના આ પરાક્રમથી વિજ્ઞાાનના નિયમો સાવ પાયામાંથી બદલાઈ ગયા હતા. સહુથી વધારે આઘાત જાપાનમાં મેગલેવ નામની ટ્રેન બનાવનાર વૈજ્ઞાાનિકોને લાગ્યો હતો. એમણે માની લીધું હતું કે રેલવેના પાટા ઉપર પૈડાં ફેરવીને તો આનાથી વધારે ઝડપ મળવાની જ નથી એટલે એ બધા નિષ્ણાતો મેગ્નેટીક લેવીટેશન એટલે કે લોહચુંબકના પરાવર્તક એટલે કે ધકેલવાના ગુણ વડે આખે આખી ટ્રેન પાટા ઉપરથી હવામાં ઊંચી થઈને દોડે એવી શોધ કરીને એને સસ્તી બનાવવાની ફિકર કરતા હતા. જર્મનીમાં પણ લોહચુંબક વાળી મેગલેવ ટ્રેઈનના અખતરા ચાલતા હતા ત્યાં ટીજીવીએ એનો આખો ખેલ બગાડી નાખ્યો હતો. વિજ્ઞાાનનો માની લીધેલો નિયમ ખોટો પાડયો હતો.
ઝડપથી દોડવામાં નવો વિક્રમ કરનાર એટલાન્ટીક ટીજીવીમાં દસ ડબા રાખવામાં આવ્યા હતા અને એમાં આગળ એક તથા પાછળ એક એમ બે એન્જિનો જોડાયા હતા. આજે પણ આ ટ્રેનમાં દસ ડબ્બા હોય છે. એમાં ચારસો પંચ્યાસી મુસાફરોને બેસવાની સગવડ હોય છે. રેકોર્ડ તોડવા માટે ટીજીવી ભલે પાંચસો પંદર કિલોમીટરની ઝડપે દોડી હોય. રોજરોજના ફેરામાં તો એને ત્રણસો કિલોમીટરની ઝડપે જ દોડાવવામાં આવે છે. ટીજીવી ટ્રેનને પાણીના રેલાની જેમ દોડવા માટે ખાસ જાતના પાટા બનાવવા પડે છે. પણ એની ખૂબી એ છે કે ચીલાચાલુ રેલવેના પાટા ઉપર પણ ટીજીવી દોડી શકે છે. ચીલાચાલુ પાટા ઉપર એની ઝડપ કલાકના ત્રણસો કિલોમીટરને બદલે બસો કિલોમીટર થઈ જાય છે. બસ! આ ખૂબીના કારણે ટીજીવી ટ્રેન દુનિયાના બધા નિષ્ણાતોને ગમી ગઈ છે. બીજા કેટલાય દેશોમાં ટીજીવી દોડાવવાનો વિચાર ચાલે છે. કારણ કે એમાં નવી ટ્રેન વસાવવા સિવાય તાત્કાલિક બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી. હજારો બોગદાં અને પુલ ઉપરથી પસાર થતી રેલવે લાઈન બદલવી પડતી નથી. ટીજીવીમાં એના નિષ્ણાતોએ જે સુધારા-વધારા કર્યા છે એ ટ્રેન બનાવવામાં જ કર્યા છે.
ટ્રેનનાં પૈડાં, બ્રેક, આંચકા ઝીલવાની સ્પ્રિંગો અને બહારનો આકાર ખાસ બદલવામાં આવ્યા છે. ચીલાચાલુ ટ્રેન પાટા પર પૂરપાટ દોડતી હોય ત્યારે પાટા સાથે પૈડાંનો ભારે ઘસારો થાય છે. ટીજીવીના પૈડાં એવા છે કે પાટા સાથેનો ઘસારો અડધો થઈ જાય. ચીલાચાલુ ટ્રેનના પૈડાં પાટાના સાંધા ઉપરથી નીકળે ત્યારે ટ્રેનમાં આંચકા આવતા જાય છે. ટીજીવી ટ્રેનના પૈડાંઓ ઉપર આંચકા ઝીલનાર ખાસ જાતની એવી સ્પ્રિંગો ગોઠવવામાં આવી છે કે ટ્રેનમાં બેઠાં-બેઠાં રકાબીમાં ચા કાઢીને પીતા હો તો ચા જરાય છલકાય નહિ. ચીલાચાલુ ટ્રેન પૂરપાટ દોડતી હોય અને અચાનક બ્રેક મારવાની થાય તો પૈડાં ઉપર ઘસાઈને પૈડાંને રોકનાર બ્રેકના ચોસલાં ગરમ લાહ્ય થઈ જાય છે. ટીજીવીમાં બ્રેકના ચોસલાં એવા ખાસ પદાર્થમાંથી બનાવવામાં આવ્યા છે, કે વધારે પડતા ગરમ થાય જ નહિં.
ચીલાચાલુ ટ્રેન ઝડપથી દોડતી હોય ત્યારે આગળ, પૈડાંની નીચે અને પાછળના ભાગમાં પણ હવાનો વંટોળ એવો બને છે કે ટ્રેનની ઝડપ તૂટી જાય. આ તકલીફ દૂર કરવા માટે ટીજીવી ટ્રેનના એન્જિન અને ડબાને પ્રયોગશાળામાં મૂકીને એના ઉપર હવાનો સપાટો ફેકી જોવામાં આવ્યો. એનો અભ્યાસ કરી-કરીને ધીમે-ધીમે ફેરફાર કરીને એનો આકાર એવો બનાવવામાં આવ્યો છે કે એને હવાનો સપાટો ઓછામાં ઓછો નડે.
એટલાન્ટીક ટીજીવી ટ્રેનના દરેક એન્જિનમાં પોતાની મેળે જ તાલમેલ જાળવી શકે એવી, કોમ્પ્યુટરવાળી આઠ મોટરો ગોઠવવામાં આવી છે. એટલે કે આગળ કે પાછળના બન્ને એન્જિનની થઈને સોળ મોટર થઈ. આ મોટરો આઠ હજાર આઠસો કિલો વોટ વીજળીથી ચાલે છે અને ટીજીવી ટ્રેનને પાણીના રેલાની જેમ પૂરપાટ ચલાવે છે. ટ્રેન ઊભી હોય અને ચાલુ થાય ત્યારે એના એન્જિનોને વધારે જોર કરવું પડે છે. એ વખતે એની મોટરો સાડા દસ હજાર કિલોવોટ વીજળી ખાઈ જાય છે. કારણ કે ટીજીવી ટ્રેનનું વજન ચારસો નેવું ટન છે. ટીજીવી ટ્રેનનું આ વજન ભારે પડતું હોય તો પણ ઘટાડી શકાય એમ નથી, કારણ કે જો ટ્રેન ભારે વજનની ન હોય તો ત્રણસો કિલોમીટરની ઝડપથી દોડતી વખતે પાટા ઉપરથી હવામાં અધ્ધર ઊંચકાઈ જતાં વાર ન લાગે.
માનો કે વીજળીથી ચાલતી આ ટ્રેનનું એન્જિન ન હોય તો ટીજીવી ટ્રેનના ચારસો નેવું ટન વજનના દસ ડબ્બાઓને ખેંચવા માટે બાર હજાર ઘોડા જોડવા પડે. એટલા ઘોડાઓ જોડી લીધા પછી એ બધાને એક જ ચાબુકે એક સાથે દોડાવવામાં કોઈ માઈનો લાલ સફળ થઈ જાય તો પણ એ બાર હજાર ઘોડા ટીજીવી ટ્રેનને સો કિલોમીટરની ઝડપેય દોડાવી શકે નહિ !
જાતજાતના વૈજ્ઞાાનિક અખતરા કરીને ટીજીવીને ત્રણસો કિલોમીટરથી વધારે પૂરપાટ ઝડપે દોડાવવાની સાથે-સાથે ટીજીવી બનાવનારાઓએ એમાં બેસનારા મુસાફરોની સગવડનોય ખાસ ખ્યાલ રાખ્યો છે. ટ્રેઈન પૂરપાટ દોડતી હોય ત્યારે એની ધડધડાટી તો ઠીક પણ આછી ધૂ્રજારીય ના થાય એટલા માટે ટીજીવી ટ્રેનની સીટો ખાસ ધૂ્રજારીપ્રૂફ બનાવવામાં આવી છે. ટ્રેનની અંદર એ સીટ ઉપર બેઠા પછી કાચની બારીમાંથી બહાર નજર નાખો અને સડસડાટ પસાર થતા ઝાડવાઓને જુઓ ત્યારે જ ખ્યાલ આવે છે કે ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી છે. નહિંતર ટ્રેનની ઝડપનો ખ્યાલ જ નથી આવતો.
મુસાફરો છેક આગળના ડબ્બામાંથી છેક પાછળના ડબા સુધી જઈ શકે એવી બીજી ટ્રેનો જેવી ચાલુ સગવડો તો ટીજીવીમાં છે જ. એ સિવાય નાના બાળકો રડતા હોય તો એમને છાના રાખવામાં નિષ્ણાત એવી નર્સ સાથેની નર્સરી એટલે કે બાળગૃહ અને આખા કુટુંબ સાથે નિરાંતે બેસી શકાય એવી ફર્સ્ટક્લાસ સગવડ પણ છે. મુસાફરોની ટેવોનો ખાસ અભ્યાસ કર્યા પછી ટીજીવીના ડબાની અંદર દરેક ચીજ એવી રીતે ગોઠવવામાં આવી છે, કે દરેક-દરેક મુસાફરની સગવડ સચવાઈ જાય.
શોખીન મુસાફરો માટે ટીજીવી ટ્રેનમાં એક આખો ડબો જુદો બનાવવામાં આવ્યો છે. એમાં દારૃની નાનકડી દુકાન છે, નાસ્તા-પાણીનો સ્ટોલ છે. મનોરંજન માટે ચાર-પાંચ જાતની ઈલેક્ટ્રોનિક રમતો છે અને ચાલુ ગાડીએ યુરોપમાં ગમે ત્યાં વાત કરી શકાય એવા ટેલિફોન છે. હવે જો કે સેલફોનમાં રોમિંગની પ્રથા પ્રચલિત બનતા આવા ફોનની ખાસ જરૃર રહી નથી.
કલાકના ત્રણસો કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનમાં ડ્રાઈવરની જવાબદારી વિમાનના પાઈલટ કરતાં જરાય ઉતરતી નથી હોતી. વિમાનની જેમ જ ટીજીવીના ડ્રાઈવરે બારીમાંથી બહાર જોઈને કશું નક્કી કરવાનું હોતું નથી. કલાકના ત્રણસો કિલોમીટરની એટલે કે મિનિટના પાંચ કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનમાં જોઈને નક્કી કરવાનો ટાઈમ પણ મળતો નથી. ટીજીવીના ડ્રાઈવરની સામે એક કોમ્પ્યુટર ગોઠવાયેલું હોય છે. એમાં આગળના પાટા, આગળના સિગ્નલો અને સ્ટેશનોની શું હાલત છે એ ફટાફટ પડદા ઉપર બતાવતું જાય છે. એ જોઈને ડ્રાઈવર એની સામેના બટનો ફટાફટ દબાવતો જાય છે. લીવર ફેરવતો જાય છે અને એ રીતે ટ્રેન ચલાવે છે. વિમાનના પાઈલટની જેમ ટીજીવીનો ડ્રાઈવર એની ગાડીના બધા જ સ્ટેશનો સાથે તથા કન્ટ્રોલ સેન્ટર કહેવાતા મુખ્ય મથક સાથે ટેલિફોન ઉપર સીધી વાત કરી શકે એવી સગવડ હોય છે. યુરોપના મોટાભાગના દેશો પોતપોતાની રેલવે લાઈનના પાટા બદલવામાં લાગી ગયા છે, કારણ કે ટીજીવી ગમે તે પાટા ઉપર દોડાવી તો શકાય છે, પણ એના માટેના ખાસ પાટા બનાવવાથી જ એનો ખરો ફાયદો અને ખરી મઝા લઈ શકાય છે.
આપણે આશા રાખીએ કે આપણા દેશનીય રેલવે લાઈનો બદલાય અને આપણે પણ કોઈ દિલ્હી જતા ઓળખીતાને ભલામણ કરી શકીએ કે ભાઈ, દિલ્હી જવું હોય તો ટીજીવીમાં જજો. રેલવેના ભાડામાં વિમાનની સગવડ મળશે અને વિમાનની જેમ ત્રણ-ચાર કલાકમાં જ મુંબઈથી દિલ્હી પહોંચી જવાશે એ નફામાં! આપણે મેટ્રો ટ્રેનના યુગમાં તો પ્રવેશી ચૂક્યા છીએ અને બુલેટ ટ્રેનની વાતો પણ થાય છે તો જતાં દહાડે ટીજીવી પણ આવશે. ખરુંને !

-Gujarat Samachar.