20130228

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી


SUV ના શોખીનો માટે ફાસ્ટ કાર...!
શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

ડ્રાઇવિંગના શોખીનો આજકાલ પોતાની પસંદ SUV કાર ઉપર ઉતારી રહ્યા છે. ડસ્ટર લોકોના મનમાં ઝડપથી વસી રહી છે તેની સામે અનેક મોટી પાવરફૂલ SUV પણ છે જેમાં X1 તરફ યુવાનોનો ટ્રેન્ડ વિશેષ છે. લોકોને ૧૪૦ માઇલ પ્રતિકલાકની ઓફ-રોડર જોઈએ છે અને શહેરમાં પણ કોર્નર કાપવા છે તેમને માટે XI વિચારવા જેવી છે.
XI ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારી ઓડી Q5 અને હોન્ડા CRV તરફથી લોકોનું ધ્યાન ઓછું કર્યું છે. રાઇડ ક્વોલિટી અને હેન્ડલિંગ બીએમડબલ્યુ કક્ષાના છે.
આ ડિઝલ કારમાં ૬ ગીઅરવાળું ટ્રાન્સમિશન છે. ૧૭૭ અશ્વની તાકાત પૂરતી છે જમણે પગ દબાવતા જોરદાર ટોર્કની મજા માણી શકાય છે. આઇડ્રાઇવ, છ સીડી ચેન્જર, Bi ઝેનોને હેડલાઇટ USB/ Aux પોર્ટ અને પેનોરેમિક સનરૃફની મઝા માણવા તમારે બજેટ લંબાવવું પડે.
320 D અને X3 પાસેથી અનુક્રમે ફનડ્રાઇવ અને ફૂટપાથ પર ચઢી જવાય એવી તાકાત આ મોડેલમાં છે. કોઈ પણ SUV ની પસંદગી કરો ત્યારે રાઇડ અને હેન્ડલિંગ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ એવું નિષ્ણાતોનું મંતવ્ય છે.


***

હેન્ગઓવરથી મુક્તિ પામવી છે ?

ક્રિસમસ નવું વર્ષ કે પછી વેલેન્ટાઇન ડે ઉજવણીમાં હવે પાર્ટીમાં ડ્રિન્કની બોલબાલા હોય છે. આલ્કોહોલિક ડ્રિન્ક લિવરનો મોટો દુશ્મન છે તે ચેતાતંતુના રિફ્લેક્સને નબળા કરે છે અને માણસ પોતાના મન પરનો કાબૂ ગુમાવે છે અને અનેક ભૂલો કરે છે.
એક-બે ડ્રિન્કને તબીબી શાસ્ત્રમાં હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક ગણ્યા છે પરંતુ વધુ પડતું આલ્કોહોલ સેવન આરોગ્યને હાનિ પહોંચાડે છે.
ડ્રિન્કની અસર બીજા દિવસે પણ રહે તેને હેન્ગઓવર કહેવામાં આવે છે. તેનાથી મુક્તિ મેળવવા બે એસ્પિરિન અને બે ગ્લાસ પાણી ઉઠીને તરત પીઓ એસ્પિરિનની એલર્જી ના હોવી જોઈએ. ઊઠો ત્યારે મિક્સ બ્રેકફાસ્ટ અને કોફી લો અથવા ફળોના તીખા રસ પીઓ, તીખા મસાલા લોહીની નસોને પહોળી કરે છે જેથી લોહીનું પરિભ્રમણ વધે છે. વળી ટામેટાની એન્ટિ-ઓક્સીડન્ટ ગુણવત્તા આલ્કોહોલથી થતી ખરાબ અસરને દૂર કરે છે.
તમે પાર્ટીમાંથી ઘરે આવો ત્યારે બે ગ્લાસ પાણી પી લો.
-Gujarat Samachar