Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in
his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." - Swami Sachchidanand
EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
(A) DARSHAN (Our Scriptures) 1/2 - દર્શન ( આપણા શાસ્ત્રો ) 1/2
Side 1A - DARSHAN - LONDON - Side 1A - દર્શન - લંડન - શાસ્ત્રના ત્રણ રૂપ છે. થીયરી બતાવનારું શાસ્ત્ર જેને દર્શન શાસ્ત્ર કહેવાય, આચાર આપનારું અને પ્રેરણા આપનારું શાસ્ત્ર, જેમાંથી થીયરી અને આચાર પ્રમાણે માણસને ચાલવાની પ્રેરણા મળે. પ્રેરણા શાસ્ત્રમાં મીથ હોય, એમાં ઐતિહાસિક તત્વ મહત્વનું નથી પણ એમાં ઘટનાના માધ્યમથી પ્રેરણા આપવામાં આવે તેવા ભાગવત, રામાયણ, મહાભારત વગેરે પુરાણોને આચાર શાસ્ત્રો કહે છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે. @8.30min. પ્રત્યેક વેદના ચાર-ચાર ભાગ છે, મંત્ર સંહિતા, આરણ્યક, બ્રાહ્મણ અને ઉપનિષદ. વેદોના ચાર ઉપવેદો - ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, જે વેદોનું ભૌતિક રૂપ લોક-કલ્યાણ માટે જરુરી છે, એ ઉપવેદો છે. અજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ અને અથર્વ વેદ નો ઉપવેદ છે અર્થ વેદ. આ વૈદિક પીરીયડમાં સંસારની ક્યાંય ઉપેક્ષા નથી. મોક્ષની ઘેલછા નથી. આયુર્વેદવાળા એવું નથી માનતા કે તમારું મૃત્યુ અમુક દિવસે નક્કી છે. તમે 100 વર્ષ પણ જીવી શકો છો અને 10 વર્ષમાં પણ મરી શકો છો. પછી પ્રારબ્ધવાદ આવ્યો એણે ઘણું નુકશાન કર્યું છે. પ્લેન તૂટી પડે તો એમાં બધાના પ્રારબ્ધ એવા નહિ હોય. @13.14min. જેમાં આત્મા, પરમાત્મા વિગેરીની ચર્ચા કવામાં આવી એને ઉપનિષદ કહે છે. વેદના છ અંગોમાં જ્યોતિષ છે પણ ફલિત જ્યોતિષ નથી, અંક જ્યોતિષ છે. આ દર્શનોમાં 200 જેટલા ઉપનિષદોમાં 11ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રસ્થાનત્રયી વિષે સાંભળો. @16.12min. અવૈદિક પરંપરાના દર્શનો: ચારવાક, બૌદ્ધ - ચાર ભાગ - સૌત્રન્ત્રિક, વૈભાશિક, વિજ્ઞાનવાદ, માધ્યાત્મિક(શૂન્યવાદ અને શ્યાદ વાદ( જૈન દર્શન). @18.10min. દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. ચારવાકનું ભૌતિકવાદી અને ભોગવાદી દર્શન. હિંદુઇઝમની આ એક જમા બાજુ છે કે તમે તમારા પ્રશંસકોને માનો છો પણ તમે તમારા આલોચકોને પણ માનો છો. એમનો પ્રસિદ્ધ શ્લોક છે, "यावद जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा घृतं पिवेत, भस्मी भूतस्य देहस्य, पुनरागमन कृत:" એમની કેટલીક વાતો બહુ સમજવા જેવી છે તે સાંભળો. તમારે હોમ હવાન કરવાની જરૂર નથી, પણ સારો રાજા શોધી કાઢો. વ્રતો તો પેટ ભરનાર બ્રાહ્મણોએ પોતાના પેટ માટે ઊભા કર્યા છે. એ કહે છે કે જેટલા દુઃખો છે એનો ઉકેલ પણ અહીજ છે. @25.11min. એક મહાત્મા, કેમ વધુ જીવ્યા નહિ તેની વાત સાંભળો. ઘણા નિયમો પાળનારા બહુ દુઃખી થઈને મારતા હોય છે. ચારવાક દર્શનનો બહુ વિરોધ થયો એટલે એ દર્શન નષ્ટ થઇ ગયું. @30.02min. બૌદ્ધ દર્શન - બુદ્ધ વિવાદાસ્પદ વાતોમાં મૌન રહ્યા એટલે વધુ સર્વમાન્ય થયા. આનંદનો પ્રશ્ન અને બુદ્ધનો જવાબ સાંભળો. બુદ્ધના ચાર આર્ય સત્યો. દુઃખ સત્ય છે, દુઃખના કારણો સત્ય છે, દુઃખના ઉપાયો સત્ય છે અને દુઃખ મુક્તિ પણ સત્ય છે. આ દુઃખ મુક્તિ એ જ નિર્વાણ છે. બુદ્ધના ચાર દર્શનો વિષે સાંભળો. @38.19min. દરેક દર્શને સત્યની પરિભાષા કરી. બૌદ્ધો કોઇ પરમ શક્તિ કે ઇશ્વરને માનતા નથી. બે ધારાઓ જળધારા અને ચિત્તધારા વિષે સાંભળો. @41.58min. બુદ્ધનું હાસ્યાસ્પદ નિર્વાણ વિષે. પોતાના અસ્તિત્વની સમાપ્તિ એનું નામજ નિર્વાણ. પોતાના અસ્તિત્વનો અંત કોઈને ગમે નહિ. બુદ્ધનું નિર્વાણ વિષે સાંભળો. @46.55min. ચાર ભેદો. બૌદ્ધોનો વિજ્ઞાન વાદ અને શંકરાચાર્યનો વિવર્ત વાદ બંને સરખા છે એટલે શંકરાચાર્યને "પ્રછન્ન બુદ્ધ કહે છે.
Side 1B - LONDON - વિજ્ઞાનવાદ(યોગાચાર)ની અસર શંકરાચર્યપર છે. "ब्रह्म सत्यम् जगत मिथ्या." માને છે કે સંસાર જેવી કોઇ વસ્તુજ નથી, જે દેખાય છે તે વાસનાને લીધે છે. વાસનાનો ક્ષય કરો એટલે સંસાર છે જ નહિ. પણ આત્મા(વિજ્ઞાન) છે એટલે નામ પડ્યું વિજ્ઞાનવાદી. ચોથો છે એનું નામ શૂન્યવાદ એટલે માધ્યમિક. કશું નથી, આત્મા નથી, પરમાત્મા નથી અને આ બધું દ્રશ્ય માત્ર છે. આમ આ ચાર બૌદ્ધોના મુખ્ય ભેદ થયા . આ ચારે ચારમાં ઈશ્વર નથી. મહાયાનવાદી સૌથી વધારે શ્રદ્ધાળુ બૌદ્ધો છે. @3.34min. છઠું જૈન દર્શન વિશે. મહાવીર અને બુદ્ધ સમકાલીન રાજપુત્રો છે. બંને ક્ષત્રિયો છે, પરણેલા છે અને બંનેએ પત્નીનો ત્યાગ કર્યો છે અને સાધુ (ભિક્ષુક) થયા છે. મહાવીરના સંપ્રદાયને સમજવાના ત્રણ માર્ગો, કર્મકાંડ માર્ગ, યોગ વિજ્ઞાન માર્ગ અને દેહ દમન વાદ. કર્મકાંડમાર્ગમાં વર્ષોથી ચાલતા યજ્ઞો અને પશુબલિ વિષે સાંભળો. આખું મીમાંષા શાસ્ત્ર યજ્ઞોથી ભરેલું છે અને એણે પ્રજામાં ઘણો મોટો અજંપો ઉભો કર્યો. આ કર્મકાંડ માર્ગ આખી દુનિયામાં હતો. એની સામે બીજો કપિલ અને પતંજલિનો સાંખ્ય યોગનો હતો, આ લોકો કર્મ કાંડમાં નહિ માને ત્યારે શું કરવાનું? કે તમે યોગ કરો અને જ્ઞાન મેળવો. એટલે ધીરે ધીરે તમને અહિયાં શાંતિ મળશે અને મૃત્યુ સમયે શાંતિના હકદાર થશો. ત્રીજો દેહ દમન માર્ગ. એક વૃદ્ધ જૈનનું ઉદાહરણ. @9.39min. જૈનોના તપ વિશે. આશ્રવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષની વ્યાખ્યા અને સમજણ સાંભળો જૈન ધર્મ સૌથી વધુમાં વધુ પૂર્વના કર્મો પર ભાર મૂકે છે. કઠોર નિયમો અને પાપ વિશે સાંભળો. @12.09min. આખી દુનિયામાં વધુમાં વધુ પાપોની શોધ જૈનોએ કરી છે અને સૌથી ઓછામાં ઓછાં પાપ મુસલમાનોને લાગે છે. એક જૈન સાધ્વી સાથે વાત. આપને એમ માનીએ છીએ કે અ કુદરતની વ્યવસ્થા છે. અને તમારા જીવન માટે જરૂરી છે. જૈનો એવું માને છે કે જ્યાં સુધી તમે દિક્ષા ન લો ત્યાં સુધી તમારો મોક્ષ થઇ શકે નહિ. આપણી મનુની પાપ માર્જનની વ્યવસ્થા સાંભળો. જૈનોની પાપોની ગણતરીથી માનવતા ન આવી પરંતુ જંતુવાદ આવ્યો. જૈનોએ કહ્યું તમારે ડગલે અને પગલે પાપ કવુંજ પડે એટલે બધા સાધુ થઇ જાવ. સાધુઓના ટોળાં અહીંથી આવ્યા. જૈનોનું તપ અને હિન્દુઓનું તપ વિષે સાંભળો. ગીતા માધ્યમ માર્ગી છે. "युक्ताहारविहारस्य.....योगो भवति दु:खहा"....(गीत 6-17). @19.260min. જૈનો, હિંદુઓ અને મુસલમાનોમાં પાપ કેવી રીતે માફ થાય છે? જૈનોનો સંભાવના અર્થમાં સપ્ત્ભંગી સ્યાદવાદ વિશે સાંભળો.. મગનું નામ મરી કેમ નથી પાડતા? આમનો મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ જગતનો કર્તા નથી, આ જગત થયુંજ નથી, પણ છેજ. અનંત કાળથી પ્રવાહ રૂપે ચાલ્યું આવે છે. (અહીંથી સાંભળવા વગર સમજણ પડશે નહિ) જૈનોમાં સાધુ સાઘ્વીઓ કેમ વધારે થાય છે? કારણકે દિક્ષા લેવાથીજ મોક્ષ મળે. @28.33min. જીવોના તીર્થંકર થવા વિશે. ચોવીસ તીથંકરમાંથી બે-ત્રણનાજ ઈતિહાસ મળે છે. જૈનોની માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન અત્યારે નરકમાં છે એવું માને છે. જૈનોની મોક્ષ વિશેની માન્યતા. અને આ રીતે આ છ અવૈદિક દર્શનો છે એમને નાસ્તિક દર્શનો પણ કહેવામાં આવે છે @33.00min. લેબોરેટરી માંથી જે સત્ય નીકળ્યું તે વિજ્ઞાન થયું અને મગજમાંથી જે સત્ય નીકળ્યું તે દર્શન થયું.પ્રતિભાના જોરે થયેલા દર્શનોથી ભૌતિક વિકાસ ન થયો અને તેથી દુશ્મનોના સામે ટકી ન શ્ક્યા. નાલંદામાં 200 ઘોડેસ્વાર લઇને આવેલા મહમ્મદ બખ્તિઆરે, 11000 આચાર્યોના ગળા કાપી નાંખ્યા અને દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરીને આગ લગાડી. @36.10min. INSTRUMENT - जैसे सूरजकी गरमिसे, हरे राम हरे.
Side 2A - DARSHAN - LONDON - દર્શન - લંડન - સંપ્રદાયોની વૈચારિક બાલ્યવસ્થા વિશેની તળાવ, નદી અને સમુદ્રના ઉદાહરણથી સમજણ. નાના બાળકોને એકજ સામાન્ય વાત આખી જીન્દગીભર સંભળાવ્યા કરો તો માણસ બાલ્યાવસ્થાથી મુક્ત ન થઇ શકે, આને વૈચારિક બાલ્યાવસ્થા કહેવાય. તમારી જીજ્ઞાસા જાગે અને વધુ આગળ જઈ શકો, કોઈ પ્રતિબંધ નહિ, તમારું મૌલિક ચિંતન પણ વિકસિત કરી શકો તમે પણ ઋષિ થઇ શકો અને એવી છૂટ હોવાને કારણે આપણે ત્યાં જુદા જુદા દર્શનો પેદા થયા. @4.00min. દર્શનોને બાર ભાગમાં વહેંચી શકાય, છ અવૈદિક અને છ વૈદિક દર્શનો. અવૈદિક દર્શનોની ચર્ચા ગઈકાલે કરી. અવૈદિક દર્શનો જુદા હોવા છતાં આચાર, સંસ્ક્રુતિ કે ધર્મમાં ખાસ મહત્વનો ભેદ રહેતો નથી. ભક્તિ હ્રદયને સ્પર્શનારી વસ્તુ છે, ભક્તિને તર્ક નથી હોતો. તર્ક મસ્તિસ્કમાં હોય છે એટલે જો તમારામાં દલીલ કરવાની, સાંભળવાની અને દલીલ સહન કરવાની તૈયારી હોય તોજ તમે દાર્શનિક થઇ શકો. દર્શનની શરૂઆત પ્રશ્નથી થાય છે. @7.20min. વૈદિક દર્શનો અને તેના રચૈતા વિશે. વૈદિક દર્શનો: ન્યાય, વૈષેશિક, યોગ, સાંખ્ય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ન્યાયના છ દર્શનોના જોડકા બની ત્રણ થયા, ન્યાય, સાંખ્ય અને મિમાંસા. ન્યાયના રચનારા ગૌતમ, વૈશેષિકના કણાદ, યોગના પતંજલિ, સાંખ્યના કપિલ, પૂર્વ મીમાંસાના જૈમીની અને છઠ્ઠા છે, એનું નામ છે ક્રિશ્નદ્વૈપાયન બાદરાયણ વ્યાસ. @11.43min. આ બધાના સમયમાં સૌથી પ્રાચીન સમય કપિલનો છે અને અર્વાચીન સમય પતંજલિનો છે. છ દર્શનોના ત્રણ જોડકા થયા તે સાંભળો. @14.00min. આ ત્રણે દર્શનોનું વૈચારિક ક્ષેત્ર છે, ઇશ્વર, જીવાત્મા અને જગત. દર્શનોમાં દલીલો, તર્કો, વિચાર, ચિંતન આવવાનાં બીજા ધર્મોમાં સીધો અભિપ્રાય આવવાનો, દલીલ થઇ શકે નહિ. અભિપ્રાય એ દર્શન નથી, એ તો તમારી રૂચી છે એટલે અભિપ્રાય ખોટો પણ હોઈ શકે. લાગણીથી ઈતિહાસ લખો તો એ ગાથા કહેવાય. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો. ગુલાબના ફૂલના માધ્યમથી ઉદાહરણ સાંભળો. @18.53min. રામાયણની જેમ રાવણાયણ પણ લખાયું છે. સત્યને શોધવાના ત્રણ મુખ્ય માધ્યમો - ભૌતિક સત્ય વિજ્ઞાનથી, પ્રાચીન સત્ય ઇતિહાસથી અને જીવનનું સત્ય દર્શનોથી. @21.03min. સત્યના શોધકે હંમેશા પૂર્વ ગ્રહોથી મૂક્ત થવું જોઇએ. દા.ત. સંપ્રદાય કે કે પરંપરામાં જકડાયેલો માણસ પોતાનો કક્કો સાબિત તો કરી શકે પરંતુ સત્યને ન શોધી શકે. જેમ ભૌતિક સત્ય શોધવા માટે લેબોરેટરી છે એમ દાર્શનિક સત્ય શોધવા માટેની પણ લેબોરેટરી છે, એનું નામ છે પ્રમાણ. પ્રમાણ એટલે શું? ઉદાહરણથી સાંભળો. @24.54min. પ્રમાણ પ્રમાણે બોલીએ એનું નામ પરિભાષા. "लक्षण प्रमाणाभ्याम वास्तुसिध्धि, नहीं प्रतीग्ना मात्रेण" લક્ષણ અને પ્રમાણના દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે, બોલવા માત્રથી નહિ. લક્ષણના ત્રણ દોષો: અતિવ્યાપ્તિ, અવ્યપ્તી અને અસંભવ. ઉદાહરણથી સમજણ સાંભળો. ચાર પ્રમાણ: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. @31.12min. વિજ્ઞાન માર્તંડ પંડિત અને આર્યસમાજમાં સાત દિવસનો શાસ્ત્રાર્થ. ટેબલ ઉપર લેમ્પ પડ્યો છે, બધા જુએ છે, માર્તંડ પંડિતે સાબિત કરી દીધું કે ત્યાં ટેબલ પણ નથી અને લેમ્પ પણ નથી. આયુર્વેદ અને એલોપેથી વિષે સાંભળો. પ્રત્યક્ષ જગત્તો બહુ નાનું છે, અપ્રત્યક્ષ જગત એટલું મોટું છે કે એનો કંઈ અંત નથી. આ વાતને આપણા પુરાણોમાં પૌરાણિક રીતે કહેવામાં આવી છે તે સાંભળો. @38.00min. એટલે આપણે ત્યાં ઇશ્વરને "અનંત કોટિ બ્રહ્માંધિપતિ" કહીયે છીએ. અપ્રત્ય્ક્ષ જગતને જાણશો કેવી રીતે? સાંખ્યની કારિકા વિષે. અહીંથી આગળ જાતે સાંભળવું જરૂરી છે, કારણકે બધા શબ્દો ના અર્થ ભેદો લખવા સંભવિત નથી.
Side 2B - LONDON - દાર્શનિક પ્રમાણ ચાલુ... દર્શન વ્યાખ્યેય છે. વ્યાખ્યા કરો, ભણો, સમજો તો પછી તમારી ચાંચ એમાં ડૂબે . આ સાત પદાર્થો એ આખા બ્રહ્માંડોના મૂળ તત્વો છે. આ બધા પદાર્થોની અલગ અલગ વ્યાખ્યા સાંભળો. 2700 વર્ષ પહેલા કણાદ અને ગૌતમે આ ચર્ચા કરેલી છે. વિશેષ ગુણના કારણે દર્શનનું વૈશેષિક નામ પડ્યું છે. @6.23min. પરમાણુંવાદ વિશેની સમજણ. ૨૭૦૦ વર્ષો પહેલાં કણાદ અને ગૌતમ ઋષિઓ ભારતના સૌથી પહેલા અને જુના પરમાણુંવાદીઓ છે. પરમાણુંવાદ ગીતામાં કે વેદમાં નથી એટલે ઘણા લોકો એમને અર્ધા નાસ્તિક કહે છે. એવું એમ કહેવાય છે કે આ સમયમાં ગ્રીસમાં પ્લુટો, સોક્રેટીસ, આ બધા દાર્શનિકો થયેલા અને એ બધાનો પરમાણુંવાદ ભારતમાં આવેલો, આ એક પક્ષ છે. બીજો પક્ષ એનાથી ઉલટો છે એટલેકે ભારતમાંથી પરમાણુંવાદ ગ્રીકમાં ગયેલો કારણકે ગ્રીક સાથે ભારતનો જુનો સંબંધ એટલે એકબીજાની વિદ્વાત્તાની આપ લે થતી હતી. આફ્રિકાના ઉધઈના રાફડાની જેમ આ બ્રહ્માંડો બને છે. @11.37min. પ્રલયકાળમાં શું થાય છે, તે સાંભળો. જૈનો પ્રલયને માનતા નથી. આજે વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હિમાલયને આટલા વર્ષો થયાં. ઉત્પત્તિ અને અંત વચ્ચેનો જે પીરીયડ છે તે જગત છે. ખંડ પ્રલય અને મહાપ્રલય વિશે સાંભળો. પૃથ્વી ભોગવી ભોગવી ને જયારે ખોખર ભાઠા જેવી થઇ જાય ત્યારે ખંડ પ્રલય થાય. @17.34min. આવી રીતે 14વાર ખંડ પ્રલય થાય ત્યાર પછી મહા પ્રલય થાય. અત્યારે સાતમો મન્વન્તર ચાલે છે. પ્રલયનો પુરાણ અને બાઇબલમાં ઉલ્લેખો છે. નૈયાયીકાઓનું શું માનવું છે, તે સાંભળો. @21.39min. ઈશ્વરે એક ફોર્મુલા બનાવી રાખેલ છે અને એ પ્રમાણે બધું આપોઆપ ચાલે છે, તે વિષે વિસ્તારથી સાંભળો. 26.39min. પરમાણું દ્વારા સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? એ રચનાના ત્રણ કારણો, સમવાયી, અસમવાયી અને નિમિત્ત. કદી પણ કારણ વિના કાર્ય થઇ શકે નહિ, આ એક સિદ્ધાંત જો આપણા મગજમાં બેસી જાય તો તમે કદી પણ કોઈ ચમત્કારને, ચમત્કાર નહિ માનો. પ્રત્યેક કાર્યનું કારણ હોયજ. આ ત્રણ કારણો, સમવાયી, અસમવાયી અને નિમિત્ત, કુંભારના ઘડાના ઉદાહરણથી સમજો. ઈશ્વર નિમિત્ત કારણ છે એટલે આપણે એને પ્રજાપતિ કહીએ છીએ. @30.40min. INSTRUMENT - શહનાઇ (બિસમિલ્લહ ખાન) રાગ - ભીમ પલાસી.
Side 3A - DARSHAN - LONDON - દર્શન - લંડન - @2.25min. વિચારોની સ્વતંત્રતા ત્રિમુખી છે, ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષે સાંભળો. ધર્મની બાબતમાં તમે પોતાના વિચારો રાખી શકો છો એજ પ્રમાણે સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં પણ સમજવું અને એટલે તેનાથી ભારતમાં વિસ્ફોટ નથી થતો. પ્રેશર કુકરનું ઉદાહરણ. વૈદિક અને અવૈદિક દર્શનો. વેદને પ્રમાણ માનીને ચાલનારા વૈદિક દર્શનો અને વેદને પ્રમાણ નહિ માનીને ચાલનારા દર્શનો. @5.25min. ભારતમાં અત્યારે એક રેશનાલીસ્ટોનું એટલે કે નાસ્તિકોનું સંગઠન ચાલે છે તેઓ વાત વાતમાં એમ કહે છે કે ડો. કાઉર આમ કહેછે કે, એવું કહીને તેનું પ્રમાણ બનાવે છે તો કોઇ ગીતા કે બાઇબલના આધારે નીર્ણય કરે તો તમે કેમ એને રોકી શકો? ગીતા માને છે કે કોઈપણ માણસ શ્રદ્ધા વિનાનો હોતોજ નથી. ન્યાયદર્શન, બધા દર્શનોમાં વિચાર કરવાની એક પદ્ધતિ આપે છે. ન્યાય દર્શન ભૌતિક વાદનો વિચાર કરે છે અને પછી અધ્યાત્મવાદે પહોંચે છે. @9.27min. મહર્ષિ કણાદનું કહેવું છે કે જેનાથી(જે જે કાર્યોથી) આ લોકની અને પરલોકની સિધ્ધિ થાય તેનું નામ ધર્મ. બ્રહ્માંડના સાત પદાર્થો તેમાં મુખ્ય દ્રવ્ય અને એના નવ ભેદ છે તે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. અવૈદિક દર્શનોમાં કોઈપણ ઈશ્વરવાદી નથી. આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો અનીશ્વરવાદ ભારતમાં થયો છે, કારણકે મુસ્લિમો અને ક્રિસ્ચિઅનો ઈશ્વરવાદી છે. બૌદ્ધો ની સામે ટક્કર લેનારા નૈયાયીકાઓ છે. છ વૈદિક દર્શનોમાં, સાંખ્ય દર્શન અનિશ્વરવાદી છે, મીમાંસા લગભગ અનિશ્વરવાદી છે. વેદાન્તી મક્કમ ઈશ્વરવાદી નથી. આપણે ઘણીવાર એમ કહીએ છે કે શંકરાચાર્યે બૌદ્ધોને હરાવ્યા એ વાત સાચી નથી, કારણકે શંકરાચાર્ય અને બૌદ્ધોના સિદ્ધાંતમાં બહુ ફરક ન હતો, એટલે એમને ઘણા લોકો પ્રછન્ન (છુપાયેલા) બુદ્ધ કહે છે. @16.36min. પુષ્ટિમાર્ગના વૈષ્ણવો એમના શિષ્યોને સમજાવે કે બધે જજો પણ બાવાઓની કથા સાંભળવા ન જશો. પુષ્ટિમાર્ગમાં બાવા શબ્દનો ઉપયોગ વિષે સાંભળો. કણાદના દર્શનનું ઔલુક્ય(ઘુવડ)દર્શન અને ગૌતમના દર્શનનું નામ અક્ષપાદ દર્શન કેમ પડ્યું તે સાંભળો. @21.09min. આર્કિમીડીઝ ચિંતન કરતાં કરતાં કુવામાં પડી ગયા હતા. અક્ષપાદે ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો મેળ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાવયવ અને નીરવયવ નો ભેદ સમજો. પરમાણું જોડાય ત્યારે સૃષ્ટિની રચના થાય છે અને છુટા પડે ત્યારે પ્રલય થાય છે. (વધુ સમજણ માટે સાંભળવું જરૂરી છે.) @28.41min. કોઈપણ કાળમાં, કોઈપણ દિશામાં, કોઈપણ પરિસ્થિતિમાં એકજ નિર્ણય રહ્યા કરતો હોય એને અરીથ કહેવાય. એટલે ગૌતમ ઋષિનું કહેવું છે કે આ પાંચ ભૂતોમાં ચાર ભૂતો છે, એ પરમાણુ વાળા છે, અને પરમાણું નાં ટુકડા નથી થતા. @31.50min. પર્મેશ્વરને સૃષ્ટિની રચના કરવાનું શું કારણ? જીવ, ઇશ્વર, પરમાણુઓ(પ્રકૃતિ) અનાદિ છે. @36.40min. ઉદયનાચાર્ય ચુસ્ત ઇશ્વરવાદી છે, જેણે બૌદ્ધો સામે ટક્કર લીધી હતી. એમને માટે એવું કહેવાય છે કે દર પૂનમે જગન્નાથના દર્શન કરવા જતા. એક દિવસ દરવાજા બંધ થઇ ગયા ત્યારે ઈશ્વરને ચેલેન્જ કરેલી તે સાંભળો. મુસ્લિમો અને ક્રિશ્ચિઅનો ઈશ્વરવાદી છે પણ એમની પાસે દર્શન નથી. @43.21min. ઇશ્વરની સિધ્ધિ અનુમાનથી કેવી રીતે? નૈયાયિકોના વિચાર કરવાના ચાર દોષો, તારવણી.
Side 3B - LONDON - વિચાર કરવાના પાંચ દોષો, અન્યોન્યાશ્રય, ચક્રક, અનાવસ્થા, અસંભવ
અને વદતોવ્યાઘાત વિષે સાંભળો. પરમેશ્વર સ્વયંભૂ છે. સાત લોક ઉપર અને સાત લોક નીચે છે. આપણી પૃથ્વી વચ્ચે છે. એક વ્હોરા અને પંડિતની વાત સાંભળો. @6.14min. ભારતમાં હિમાલય કરતાં વિંધ્યાચલ જુનો પહાડ છે, એ વિષે સાંભળો. આજે પણ લોકો કહે છે કે હિમાલય વધ્યા કરે છે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે કે પૃથ્વી કેટલા વર્ષ જૂની છે, તમે એને અનાદિ કહી શકો નહિ એટલે નૈયાયિકોનું કહેવું છે કે જગતની રચના કોઈ કાળે પરમાત્માએ કરી છે. @11.53min. પૃથ્વીને જો બિલકુલ ગોળ બનાવી હોત તો શું થાત? ઈશ્વરે જે જગતની રચના કરી છે એ બિલકુલ વ્યવસ્થિત છે, ઉદાહરણો સાંભળો. આ જગત એ અકસ્માત નથી પણ એ પરમેશ્વરની રચના છે એના અનેક પ્રમાણો સાંભળો. @19.03min. નૈયાયિકાઓ એવું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. "राम जरोखे बैठकर सबका मुजरा लेत, जैसी जाकी चाकरी वैसा वाको देत " જૈનો તથા બૌદ્ધોની કર્મ વિશેની માન્યતા અને તેના ઉદાહરણો. જૈનો તથા બૌદ્ધો કર્મવાદી છે પરંતુ ઇશ્વરવાદી નથી. @24.30min. હૃદય અને મસ્તિષ્કના ગુણો. @38.40min. વાચસ્પતિ મિશ્રા, @41.17min. INSTRUMENT - गोविन्द बोलो हरी गोपाल बोलो, तुम्ही हो माता पिता तुम्ही हो.
Side 4A - DARSHAN - LONDON - દર્શન - લંડન - વૈદિક દર્શનોના બબ્બેના જોડકા બનાવ્યા એટલે થઇ ગયાં ત્રણ. હવે બીજું જોડકું છે એનું નામ છે સાંખ્ય અને યોગ. સાંખ્યના રચનાર છે મહર્ષિ કપિલ અને યોગના રચનાર છે મહર્ષિ પતંજલિ. સાંખ્ય દર્શન અત્યંત મહત્વનું છે. સાંખ્ય નામ સંખ્યા પરથી પડ્યું. @3.20min. થોડી સંસ્કૃતના વ્યાકરણની વાત સાંભળો. @8.54min. મૂળમાં બેજ તત્વો છે તે પ્રકૃત્તિ અને પુરુષ. એ પૌરાણિક પદ્ધતિમાં શિવ અને પાર્વતી થયા. શિવ-પાર્વતી ઐતિહાસિક નથી. પ્રકૃત્તિમાંથી 24 તત્વોની ઉત્પત્તિ થાય. પ્રકૃત્તિમાંથી બ્રહ્માંડો થાય છે તે વિષે સાંભળો. સાંખ્ય શાસ્ત્રની બહુ મોટી અસર ગીતા ભાગવત, મહાભારત અને મનુસ્મૃતિ ઉપર છે. ગીતામાં જે સાંખ્ય સિદ્ધાંત છે એ શૈશ્વર છે એટલે ઈશ્વર સહિતનો છે. પ્રકૃતિ એટલે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોની સામ્યાવસ્થાનું નામ છે પ્રકૃત્તિ. સામ્યાવસ્થા એટલે પ્રલય. ઉત્પત્તિ થવાની હોય એને વિષ્માવસ્થા કહેવાય એ વિષે સાંભળો. સત્વ, રજસ અને તમો ગુણ વિષે વધુ સમજણ. @15.55min. સાંભળો સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? સાંખ્ય લોકો કહે છે કે સૌથી પહેલું તત્વ બુદ્ધિ થાય છે, એટલે પાર્વતીનો પહેલો દીકરો ગણેશ છે. શ્રી ગણેશની ઉત્પત્તિ વિશેની એટલેકે દાર્શનિક વાતને પાત્રો દ્વારા કેવી રીતે આકાર આપીને પૌરાણિક કરી તેનું રૂપક જરૂર સાંભળો. આ એટલા માટે સાંભળવાની જરૂર છે કે કદાચ કોઈ બીજા ધર્મવાળો પૂછે તો પણ તમે જવાબ આપી શકો કે અમારે પહેલા ગણપતિ કેમ? સ્વામીજીના "શિવ તત્વ નિર્દેશ" માં બધી વાતો લખેલી છે. @28.32min. જમણી સૂંઢના ગણપતિ, જમણો શંખ, ગૌરી શંકર, એક મૂખી અને પંચ મૂખી રુદ્રાક્ષ વિશે સાંભળો. @31.13min. અમારા ઓળખીતા એક સાધુ, બોરસદમાં સૂર્ય મંદિરની સ્થાપના વખતે આવેલા તે 11 રૂપિયામાં એક એમ,એક કોથળો ભરીને રુદ્રાક્ષનામણકા વેચ્યા હતા. @35.31min. અહંકાર એટલે પોતાના અસ્તિત્વનું સતત ભાન. એ કુદરતી છે. એ દુઃખદાયી કે નુકશાનકારક નથી, પણ જીવન માટે જરૂરી છે. એમાંથી 16 તત્વો ઉત્પન્ન થાય તે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને 16મું મન વિશેની સમજણ. @43.08min. તન્માત્રા તથા પન્ચીકરણની સમજણ. 47.21min. આરંભવાદ અને પરિણામવાદ વિષે સાંભળો.
Side B - LONDON - આરંભવાદ અને પરિણામવાદ ચાલુ. પ્રકૃતિ પોતેજ દૂધમાંથી દહીંની જેમ વિશ્વમાં બદલાય ગઈ. એટલે આમ સતથી અસતની ઉત્પત્તિ(નૈયાયિક), અસતથી સતની ઉત્પત્તિ(બૌદ્ધ), અસતથી અસતની ઉત્પત્તિ(બૌદ્ધ)સતથી સતની ઉત્પત્તિ(સાંખ્ય). ભગવદ ગીતાના સ્લોકોમાં આની અસર છે, "नासतो विद्यते भावो....तत्व्दर्षिभि:...(गीता 2-16). હે અર્જુન અસતથી કદી સત ઉત્પન્ન થાય નહિ અને સતથી કદી અસતની ઉત્પત્તિ થાય નહિ. (ઘણી રસપ્રદ વાતો છે એટલે અહીંથી સાંભળવું જરૂરી છે.) આ જુદા જુદા મતની, સૃષ્ટિની રચના ઉપર અસર થાય છે. @10.20min. સાંખ્યવાળાનું કહેવું છે કે જે, છે એજ ઉત્પન્ન થાય છે. નૈયાયિકોનું કહેવું છે કે સતમાંથી અસત થાય છે. અસત એક ક્ષણ રહે, કાયમ નહિ. બૌદ્ધોનું કહેવું છે કે અસતમાંથી અસતની ઉત્પત્તિ થાય છે. ઉદાહરણોથી સાંભળો. @13.51min. ત્રણ ગુણો વિષે. (ગુણત્રય વિભાગ યોગ-ગીતા), સત્વગુણ વધારવાની પ્રક્રિયા વિષે સાંભળો. @19.31min. જીવન માટે જેટલો સત્વગુણની જરૂર છે, એટલોજ રજોગુણની અને તમોગુણની જરૂર છે. કેમ જરૂરી છે? કે રજોગુણથી પ્રવૃત્તિ થાય છે અને તમોગુણમાંથી સૃષ્ટિ થાય છે. એટલે બધાના જીવનમાં સમય-સમયે બધા ગુનોની જરૂર છે. @25.34min. સાંખ્યવાળા કહે છે કે આ ત્રણે ગુણો અવિનાભાવ છે એટલે કે એક-બીજા વગર રહી શકે નહિ. આ ત્રણ ગુણોને વર્તમાન યુગમાં લઇ આવો તે ઈલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટ્રોન. આ ત્રણે ગુણો પરમાણુંમાં છે. વધુ આગળ સાંભળો એટોમ બોમ્બ કેવી રીતે બનાવવામાં આવે છે? આ સાંખ્ય પદ્ધતિને નૈયયિકો કેમ માનતા નથી? તે સાંભળી લેવું. સાંખ્યવાળાનું કહેવું છે કે તમે જેને પરમાણું કહો છો, જેનું ખંડન-વિખંડન નથી થતું એનો વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટમાંથી જે ઉત્પન્ન થાય છે તે ઊર્જા, શક્તિ છે. આઈનસ્ટાઇનનું કહેવું છે કે પદાર્થને તોડતાં-તોડતાં-તોડતાં પદાર્થ ગાયબ થઇ જાય છે. આપને કહીએ છીએ કે એ ઊર્જા પદાર્થ ન હોય પણ શૂન્ય નથી, એ શક્તિ છે અને એનું નામ છે મહાકાલી. આપણે શક્તિના ત્રણ રૂપો માનીએ છીએ. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા. આ ત્રણ રૂપથી એકજ બ્રહ્મ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ થાય. @33.26min. બ્રહ્મ પોતાના દ્વારા વિભાજીત નથી થતું પણ શક્તિઓના દ્વારા વિભાજીત થાય છે તે ઉદાહરણથી સાંભળો. આ જે શક્તિઓ છે તેના એક-એકના ત્રણ ભેદ થયા એટલે થઇ નવ દુર્ગા, એ વિસ્તારથી સાંભળો. @38.16min. અંગ્રેજ અને ઉપનિષદ. @42.00min. Instrument - શહનાઇ - રાગ માલકૌંસ
(B) PRAVACHAN VISHESH - 12 - પ્રવચન વિશેષ - 12
Side A - PRAARTHANAA - SAN FRANSISCO, USA - પ્રાર્થના - સાન ફ્રાન્સિસ્કો - જીવનનો હેતુલક્ષી પર્યાય શબ્દ શું છે? જીવન એટલે સાધના. શરીરનો નાનામાં નાનો સેલ જોશો તો એ સતત સાધના કરે છે. તમારું શરીર એક ફેક્ટરી છે, તો જીવનનો અર્થ સાધના કરીએ તો સાધના એટલે શું? જે કોઈ ક્રિયા કરવાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. અને જો એનો અર્થ કરો તો તમારી પાસે એક સ્પષ્ટ રસ્તો થઇ જશે કે તમે જે કંઈ કરો છો એનાથી તમારી શક્તિ વધે છે કે ઘટે છે? શક્તિ એટલે જીવનના એકેએક ક્ષેત્રની શક્તિ. પૈસો વધે એ પણ શક્તિ છે. પૈસો વધારવા માટે જે ક્રિયા કરો એનું નામ સાધના છે. સાધના કોઈ પડતી મૂકે તો એ શક્તિ વિનાનો થઇ જશે. માણસ ભગવાનના નામે, મોક્ષના નામે ધંધો છોડી દે, નોકરી છોડી દે તો એ દુર્બળ થઇ જાય છે. ભોજન કરવું એ પણ સાધના છે. @3.42min. એક બૌદ્ધ ભિક્ષુને એક રાજાએ પ્રશ્ન પૂછેલો કે તમે શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું સાધના કરું છું, તો તમે સાધનામાં શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું ખાઉં છું, ઊંઘું છું. રાજા નો વળતો સવાલ અને ભિક્ષુનો જવાબ સાંભળો. "युक्ताहारविहारस्य.....योगो भवति दु:खहा"....(गीत 6-17). ગીતા મધ્યમ માર્ગી છે. ગીતમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અર્જુન, તું ઉપવાસ કરજે, પણ યુક્તાહાર પર ભાર મૂક્યો છે. @7.37min. બુદ્ધના સમયથી અત્યારસુધી જે સંપ્રદાયો રહ્યા છે એના ત્રણ માર્ગો છે . અભોગ એટલે અત્યંત નિગ્રહ એટલેકે સુખ દ્રોહી માર્ગ, સુખ માત્રનો વિરોધ, કારણકે સુખજ દુ:ખનું મૂળ કારણ છે. બીજો કર્મ કાંડ માર્ગમાં યજ્ઞ કરો, વસ્તુઓ લાવો અને અગ્નિમાં હોમો એમાં વિકૃતિ આવી પશુબલી અગ્નિમાં હોમાવા માંડી. ત્રીજો માર્ગ, મધ્યમ માર્ગ એને આપણે યોગ માર્ગ કહીએ, એમાં ચાલનારી પ્રજા પહેલેથીજ બહું થોડી રહી છે. બુદ્ધે 45 દિવસના ઉપવાસ કરેલા. ભારતમાં પીડા પૂજાય છે પણ એનાથી સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ ન થાય. @11.40min. બુદ્ધને 45 દિવસને અંતે ભરવાડણ સ્વરૂપે ગુરુ મળ્યા અને ઉપવાસના પારણાં કરી મધ્યમ માર્ગ અપનાવ્યો. @16.29min. જે અત્યંત સ્થુલાચારનાં આગ્રહી હોય તેઓ એટલાજ ઘ્રણા કરનારા હોય છે, એ ભલે ડુંગળી-લસણ ન ખાય પણ લાંચ ખાતા અચકાતા નથી. કેટલીક વાર તમારામાં કોઈ દુર્બળતા હોય અને દુર્બળતાની તમને સભાનતા હોય તો તમારામાં દુર્બલ્તાના દ્વારા એક મોટો ગુણ વિકસિત થશે કે તમે લોકો ઉપર ઘ્રણા નહિ કરશો. તમારામાં આધ્યાત્મિક શક્તિ જાગ્રત થાય એટલે તમે લોકનિંદાનો પ્રતિકાર કરી શકો. મીરાંબાઈનું ઉદાહરણ. નરસિહ મહેતાની પણ એજ દશા થઇ. લોકનિંદાની પ્રતિકાર કરવાની શક્તિ એ બહુ મોટી શક્તિ છે. એ તમારામાં જ્યારે નક્કરતા આવે ત્યારે થાય. @20.44min. તામીલનાડુમાં તીરુવાલ્લુવાર સંત થયા એમનું ઉદાહરણ સાંભળો. તમે પગે ચાલીને આખી દુનિયા ચાલી શકો પણ દોડ લગાવીને દુનિયા ચાલી શકો નહિ. @26.35min. સુખનું મૂળ શક્તિ છે અને દુઃખનું મૂળ અશક્તિ છે. આધ્યાત્મિક અને ભૌતિક શક્તિ એકબીજાની પોષક છે. विद्यामचा विद्यांच.......अविद्यया मस्तुते. (इषावाश्य उपनिषद). હે ભાઈ તું બંને વિદ્યા ભણજે. વિદ્યાના દ્વારા અમૃત પાન કરજે અને અવિદ્યાના એટલેકે ભૌતિકવિદ્યાના દ્વારા મૃત્યુને તરી જજે. અહી મૃત્યુનો અર્થ લાચારી થાય. @30.29min. મોરબીનો બંધ તુટ્યો ત્યારની વાત સાંભળો. પ્રજાના મોરલને જગાડવું હોય તો એને ભીખ માંગતી અટકાવો. કોરી ભૌતિક વિદ્યાથી સમૃદ્ધિ આવી શકે પણ શાંતિ ન આવી શકે, ઉદાહરણ સાંભળો. @35.29min. સમૃદ્ધિ અને શાંતિ બંને વિદ્યા છે. શાંતિનો અર્થ છે અંત:તૃપ્તિ. ઘણી વાર એવું બને કે જેમ જેમ સમૃદ્ધિ વધે એમ એમ અશાંતિ વધે. એક 54 મકાનવાળા સજ્જનનું ઉદાહરણ સાંભળો. @40.15min. ઘણીવાર એવું બનતું હોય કે માણસની પાસે સમૃદ્ધિનો ઢગલો હોય પણ શાંતિનો છાંટો ન હોય, ત્યારે જીવન એકાંગી, અપંગ, લંગડું બની જાય અને એ અપંગતામાંથી છોડાવવા માટે વિદ્યાના દ્વારા અમૃતપાન કરાય. જે મરતાં માણસને બચાવે એનું નામ અમૃત. આપણે ત્યાંનો કોરો ભૌતિકતાના વિરોધ પૂર્વકનો ત્યાગે વૈદિક પરંપરા નથી, એમ કોરો ભોગ પણ વૈદિક પરંપરા નથી. @45.46min. સમૃદ્ધિની સાથે શાંતિની વાત સાંભળો. ભૌતિકતાનો આધાર વિજ્ઞાન છે, આધ્યાત્મિકતાનો આધાર શ્રદ્ધા છે. ભગવાન વિદ્વાનોને ન મળે પણ ભરવાડને મળે કારણકે અભણ ભરવાડને પૂરેપૂરી શ્રદ્ધા હોય છે. @48.40min. રાવણની સભામાં અંગદે પગ રોપી દીધો કયા જોરે?
Side B - SAN FRANSISCO - નિષ્ઠા એ આધ્યાત્મિકતાનું ફાઉનડેશન(આધાર) છે. શ્રદ્ધાના ત્રણ કેન્દ્રો છે, જૈનોએ બહુ સારી રીતે એ કેન્દ્રોનું સ્પષ્ટીકરણ કર્યું છે અને એ છે સુદેવ, સુશાસ્ત્ર અને સુગુરુ(સદગુરુ). શ્રદ્ધામાં પણ વિવેકની જરૂર છે. તમે લાકડાના બદલે પથ્થરની નાવમાં બેઠા હોવ તો તમારી શ્રદ્ધા કાચી છે, કારણ કે એ શ્રદ્ધામાં વિવેક નથી. શ્રદ્ધા એ સાધના નથી પણ પોષક બળ છે. @2.43min. હિમાલયની કેદારની યાત્રા ઘણી કઠીન છે પરંતુ ત્યાં સ્વામીજીએ જોયું કે સામેથી એક પગ કપાઈ ગયેલો કર્ણાટકનો માણસ ઠેઠ ઉપર જઈ પાછો આવી રહ્યો છે, ઘોડીના આધારે એ પહાડોના પહાડ ચઢી આવ્યો કેમકે એની પાસે શ્રદ્ધાનું બળ હતું. સાધનાના ત્રણ સ્ટેજ: પ્રાર્થના, ઉપાસના અને ભક્તિ. દુનિયા પાસે માંગવાથી જે મળે તેને અર્ચના કહેવાય અને જે દુનિયામાં ન મળતી હોય એવી વસ્તુ ભગવાન પાસે માંગે એનું નામ પ્રાર્થના કહેવાય. તમારી પોતાની અલ્પતાના સ્વીકારમાં પ્રાર્થનાનું મૂળ છે. @5.56min. ઘણા વર્ષો પહેલાં એક સંપ્રદાયના ભગવાન 20-25 માણસો લઇ શાસ્ત્રાર્થ કરવા આશ્રમમાં આવ્યા પછી શું થયું તે સાંભળો. તમારી અલ્પતાની વિસ્મૃતિ એજ મોટી ઉપાધી છે. સંતોની અલ્પતા વિષે સાંભળો. @11.34min. જીવન ઘડિયાળનું એક લોલક છે, એ ઉદાહરણથી સમજો. તુકારામ ઈશ્વરને અભંગ દ્વારા શું પૂછે છે અને ભગવાન શું જવાબ આપે છે, એ સાંભળો. તુકારામ કહે છે કે હું એટલા માટે તારું ભજન કરું છું કે હું ચાલીસ મારા પગે પણ તું મારો હાથ પકડજે. "મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે" @15.21min. પ્રાર્થના શા માટે? એટલા માટે કે હું અલ્પ શક્તિમાન છું, કેમ? શારીરિક દુર્બળતા બહુ મોટી દુર્બળતા છે. વેગ(આવેગ)ની પણ મોટી દુર્બળતા છે. ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ હું બહું દુર્બળ માણસ છું એટલે શરીરની અને વેગોની દુર્બળતાથી તું મને બચાવ. @21.12min. દેશમાં લોકો ભેંશ લેવા જાય તો અમને પૂછે કે ભેંશ કેવી લેવી? એના બદલે તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે હે ભગવાન મને એક ભેંશ ખરીદવી છે તો તું મને પ્રેરણા આપ કે હું કોઈને ઠગું નહિ અને પોતે કોઇથી ઠગાઉં નહિ. પ્રાર્થનામાં તમારા ગોખેલા સ્લોકો બોલશો તો મન નહિ લાગે. કોઈના અહિતની પ્રાર્થના કરવી નહિ. તમારી ભાષામાં જે કંઈ તમારો પ્રોબ્લેમ હોય તે ભગવાન આગળ એકાંતમાં રજુ કરો. આ પ્રાર્થનામાં તમારું મન આપોઆપ લાગશે. @26.20min. પ્રાર્થનાની ઉંચાઈ ક્યાં છે? એટલે ગીતામાં ચાર કક્ષાઓ મૂકી છે. "चतुर्विधा भजन्ते......आर्तो जिज्ञासुर्थाथि ज्ञानी च भरतर्षभ् .....(गीता 7-16). તમારી જો આંતરિક શક્તિ હોય તો ધીરે ધીરે તમારા શત્રુના ચિત્રને સામે રાખી એના ઉપર મોજાં મોકલો કે શા માટે ઈર્ષ્યા કરે છે? સંપીને, સુખી થઈને શાંતિથી રહે, હું તારું ભલું ઈચ્છું છું. તમે જો જો, થોડા સમયમાં એનું મગજ આપોઆપ બદલાઈ જશે. તમે જ્યારે તન્મય થઈને કોઈને યાદ કરો છો ત્યારે તમારા મોજાં એમને પહોંચેજ છે. રીમોટ કંટ્રોલથી જેમ તમે કિરણો મોકલો છો, એજ પ્રમાણે તમારા અંદર પણ કિરણો છે. પ્રાર્થનામાં આધ્યાત્મિકતા છે એટલે દુશ્મનો પણ મિત્ર બની જાય છે. @30.16min. સહજાનંદ સ્વામી પાસે લાડુદાન ગઢવી(બ્રહ્માનંદ સ્વામી) એમને હલકા પાડવા ગયેલા પછી શું થયેલું તે સાંભળો. એવી અસર થઇ કે તરતજ સાધુની દિક્ષા લીધેલી. એટલે તમારા અંદર એક બહુ મોટી શક્તિ છે જે પ્રાર્થનાના દ્વારા જગાડી શકાય, આ પહેલી વાત. ઉપાસના અને ભક્તિ વિષે સાંભળો. ઉપાસનામાંથી ભક્તિનું પ્રાગટ્ય થાય. પ્રાર્થના એ હઠ પૂર્વક, પ્રયત્ન પૂર્વક મન લગાડીને કરવાની ક્રિયા છે. ભક્તિ એ સ્ફુર્તિ છે એટલે આપોઆપ થયા કરે છે. @34.06min.प्रार्थना, स्तुतिके पद. ભજન - મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે - શ્રી હરિઓમ શરણ.
Side A - SAMAAJ-NEE CHHATREY - MUMBAI - સમાજની છત્રી મુંબઈ - કડવા પાટીદાર ટ્રસ્ટ - જીંદગી કેવી રીતે પસાર થાય છે? ઋતુઓ બદલાય એટલે જીવનમાં પણ પરિવર્તન આવે. દુઃખો ભલે આવે પણ સમૂહમાં આવે તો હળવા થઇ જાય છે. સમૂહ એ બહું આશ્વાસન છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિના ઉપર બળબળતી ધૂપથી અને વરસાદની હેલીથી બચાવનાર છત્રી હોવી જોઈએ તો એ સ્વસ્થતા પૂર્વક મજલ કાપી શકે. વ્યક્તિના ઉપર ચાર પ્રકારની છત્રી હોવી જોઈએ. પરિવારની છત્રી, સમાજની છત્રી, ધર્મની છત્રી અને રાષ્ટ્રની છત્રી. @5.47min. જયારે ભારતની મહાનતાની વાતો આપણે કરીએ, પણ જ્યારે વિપત્તિમાં પડ્યા હોઈએ ત્યારે ભારતમાંથી કોઈ આપણી મદદે ન આવે તો મનમાં વેદના થાય કે મારી પાસે રાષ્ટ્ર છે પણ રાષ્ટ્રની છત્રી નથી. અમેરિકામાં એક જાપાનીસનો અનુભવ સાંભળો કે એના રાષ્ટ્રે એની ઉપર કેવી રીતે છત્રી ધરી.પ્રજાને જ્યારે જાતિના અપમાનથી મારી નાખવામાં આવે ત્યારે એ પ્રજા નમાલી થઇ જતી હોય છે. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ વારંવાર ફંકશનો કરી પ્રજામાં ગૌરવનું જે તેજ ભરતા હોય છે એમાંથી ગૌરવવાન જાતિ પ્રગટ થતી હોય છે. ગૌરવવાન જાતિની ખુમારી જેવી બીજી કોઈ ખુમારી નથી. @11.37min. તમે અપમાનિત થતા ફરો, તમારો રાજદૂત, તમારો દેશ તમારી વાત ન સાંભળે, તમે તિરસ્કૃત થતા ફર્યા કરો તો એમ સમજવું કે તમારા રાષ્ટ્રની છત્રી હજુ ઉંઘડી નથી. ધર્મની છત્રી પણ તમને છાયો આપે છે. આપણો ધર્મ છત્રી વિનાનો છે, તે યુગાન્ડાના ઉદાહરણથી સાંભળો કે ખોજા કોમને આગાખાને કેવી રીતે છત્રી ધરી. આખી કોમ કેનેડા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સમાઈ ગઈ. આપણા દેશમાં પણ આપણા ભાઈઓ આવ્યા, મુંબઈથી ઘરે જવાની ટીકીટ નહિ. આપણામાંથી કોઈ એમનું સ્વાગત કરવા ગયા નહિ. અમે લોકો(સાધુઓ) લાખ્ખો કરોડોના ઉઘરાણા કરી લાવ્યા પણ અમારામાંથી પણ કોઈ મદદ કરવા ગયું નહિ કારણકે આપણામાં ધાર્મિક છત્રી ખોલવાની ભાવના જાગી નથી. ઊંઝામાં ઊમિયા માતા સંસ્થાનમાં જે શતાબ્દી વર્ષ ઉજવાયું પછી આખું ઊંઝાનું કલેવર બદલાઈ ગયું. આ સંસ્થાએ છત્રી ખોલી છે અને એક હાથે લેવાનું તો બીજે હાથે આપવાનું કામ કરે છે. @16.38min. પરિવારની છત્રી જેવી કોઈ છત્રી નથી. તમારા ઉપર આપત્તિ આવે, વિપત્તિ આવે અને તમારો પરિવાર જો તમારી પાછળ બરાબર મજબૂતાઈથી ઊભો રહે તો તમારું દુઃખ હળવું થઇ જશે, પણ જો પરિવારના માણસોજ જો દુશ્મન થઇ
|