20130228

સ્કૂટર કે કાર ચલાવતાં તમે અકસ્માત કરી બેસો ત્યારે શું કરવું?


- ભારદ્વાજ

થોડાં  વરસ પૂર્વે એક ગુજરાતી નાટક  અકસ્માતમાં શૈલેષ દવે અને પદ્મારાણી પતિ-પત્ની હોય છે. તેમન રોહીત નામનો પુત્ર હોય છે. ખૂબ જ પ્રેમાળ દંપત્તિ છે. પણ એક વખત જ્યારે પદ્મારાણી પિયર ગઈ હોય છે ત્યારે બેંકમાં ડેવલપમેન્ટ ઓફીસર તરીકે કામ કરતા શૈલેષદવે તેની ઓફિસની સેક્રેટરીને લઈ  મોટરકારમાં ફરવા નીકળે છે. અંધારી રાતે સખત વરસાદ હોય છે. એક સાયક્લીસ્ટ સાથે મોટર અફળાઈ જાય છે. સાયક્લીસ્ટ ફેંકાઈ જાય છે. શૈલેષ દવે ગભરાઈ જાય છે. તેની માનવતા ઈચ્છે છે કે તે સાયકલ સવારને ઊંચકીને હોસ્પિટલમાં લઈ જાય પરંતુ તેની સાથેની સેક્રેટરી ના પાડે છે એટલે સાયક્લીસ્ટને પડતો મૂકીને કાર ભગાવી મૂકે છે પછી ખબર પડે છે કે તેને મોટરની અડફેટમાં આવી ગયેલોે સાયક્લીસ્ટ તો તેનો જ પુત્ર રોહીત છે. ઉપરનો દાખલો બતાવી આપે છે કે માનવતાની દ્રષ્ટિએ મોટરના અકસ્માતમાં કોઈ બીજી વ્યક્તિ  અડફેટે આવી જાય ત્યારે ગભરાયા વગર સાચી પરિસ્થિતિનોે સામનો કરવાથી કોઈનો જીવ બચી જાય છે. જો શૈલેષ દવે મોટરનોે અકસ્માત કરીને ભાગી જવાને બદલે સાયક્લીસ્ટને હોસ્પિલમાં  લઈ ગયા હોત તો તેનો પુત્ર બચી જાત. કાનુનની દ્રષ્ટિએ પણ ભાગી જનાર વધુ ગુનેગાર બને છે.
મોટર અકસ્માત થાય તે સ્વાભાવિક છે. પરંતુ કારના અકસ્માત વખતે બિલકુલ ગભરાઈ જવાની જરૃર નથી. જાણીતા એડવોકેટ   તેમના  પુસ્તકમાં લખે છે કે કેટલીક વખત ન્યાયાધીશો, અને ખુદ પોલીસ ઓફિસરો પણ અકસ્માતમાં કોઈને ઘાયલ કરીને ગભરાટમાં આવી જાય છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે અકસ્માત થાય ત્યારે મોટર ચલાવનાર તરીકે તમારા ખિસ્સામાં લાયસન્સ ન હોય. તમે લાયસન્સ ઘરે ભૂલી ગયા હો તે પણ કુદરતી છે. તમે  તમારા  ઘરથી દૂર હોકે એવે સ્થળે પણ હો  કે તમને એ વિસ્તારમાં કોઈ  જાણતું પણ ન હોય એમ છતાં અકસ્માત થાય  ત્યારે નીચેની વાતો ધ્યાનમાં રાખો.
(૧) કદી જ અકસ્માતના સ્થળને છોડીને ભાગી ન જાઓ કદાચ આજુબાજુના લોકોનું મોટું ટોળું તમારા ઉપર આક્રમણ કરે તેવું લાગતું હોય ત્યારે જ છેલ્લા ઉપાય તરીકે તમે સ્થળ છોડો તે વ્યાજબી છે પણ તેવું કરીને પણ સ્થળ છોડીને ઘરે જવાને બદલે તમારે નજીકના પોલીસ સ્ટેશને જવું જોઈએ અને હકીકત કહેવી જોઈએ.
(૨) કોઈ દિવસ અકસ્માત સ્થળે ભેગા થયેલા ટોળાનાં લોકો સાથે દલીલબાજી ન કરો.  કોઈ તમારો દોષ કાઢે ત્યારે સ્પષ્ટ કહો. ''જુઓ ભાઈ હું અહીંથી ભાગી જતો નથી. ઊલટાની આ ઘાયલ વ્યક્તિને દવાખાને લઈ જવામાં હું તમારી મદદ ઈચ્છું છું. તમારામાંથી કોઈ મારી સાથે આવો  દલીલ કરવા જતાં ગાળાગાળી થાય છે અને તેમાંથી મારામારી થાય છે.
(૩)  તમારા જ દોષ માટે તમે ન્યાયાધીશ ન બનો. તમે એવું ન માનો કે ''હું દોષિત નથી એ માણસ દોડીને અડફેટમાં આવ્યો મારે શું કામ પોલીસને રિપોર્ટ કરવો? આવું કદી  ન વિચારો.
(૪) ગભરાટમાં આવી જઈને પોલીસને કંઈ પૈસા ન આપો અગરતો બીજી કોઈ વ્યક્તિનુ મોઢું દબાવવા પણ પૈસા ન આપો. એમ કરવાથી તમે ગુનો કબૂલી લીધો છે એવું ગણાય.
(૫) જે વ્યક્તિ ઘાયલ થઈ હોય તેને ઊંચકીને કારમાં નાંખો અને જલદી નજીકની હોસ્પિટલમાં લઈ જઈને તુરંત નજીકના પોલીસ સ્ટેશને  ફોનથી ખબર આપો. રૃબરુ હોય તો  લખીને ખબર આપો. તમે આપેલા કાગળની નકલ ઉપર પોલીસની સહી લો.
(૬) આટલું કરીને તુરંત તમારા વકીલને ખબર જાપો તમારા વકીલનો ફોેન નંબર કારગેરેજ મિકેનિકનો નંબર  હમેશાં ખિસ્સામાં રાખો.
(૭) પોેલીસ  ઓફિસરર સાથે શાંતિથી અને પ્રમાણિકતાથી વાત કરો. આ નૈતિક સલાહ નથી. આ વ્યવહાર સલાહ છે કારણ કે તમે પોલીસને જે કાંઈ કહો તે કાંઈ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ થવાનું નથી.
(૮) આટલું બન્યા પછી શાંતિ ચિત્તે રજિસ્ટર્ડ પોેસ્ટથી એક્નોલોજમેન્ટની રસીદ સાથે વિમા કંપનીને કાગળ લખો અને તેમાં અકસ્માતનું સ્થળ સમય અને અકસ્માતનું વર્ણન લખો. જે વાહનને અકસ્માત નડયો  હોય. તેનો નંબર લખો. જેને વાગ્યું હોેય તેવી વ્યક્તિના નામો  લખો. ઉપરાંત ક્રાઈમ રજિસ્ટ્રેશન નંબર (પોલીસ એન.સી.) પોલીસ સ્ટેશનનું નામ અને ઈન્વેસ્ટિગેશન કરનારા ઓફિસરનું નામ લખો.  ઈન્સ્યુરન્સ કંપનીને કાગળ લખતી વખતે આ બધી વિગત તમારી પાસે ન હોય તો તે રીતે કંપનીને જણાવી દો. અને કહો કે બીજી વિગતો મળતાં તમે તુરંત જણાવશો. તમારી કાર અને તેમાં રાખેલી ચીજોને નુકસાન થયું હોય  તેનું વર્ણન પણ લખો.
જો તમારી કારનો અકસ્માત બીજી કાર સાથે થયો હોય તો કારની બહાર આવીને કારના માલિક કે ડ્રાયવર સાથે  દલીલબાજીમાં ન ઊતરતાં શાંત રહો. બંને માલિકો કે  ડ્રાયવરોએ એકબીજાના સરનામાં અને કાર નંબર લઈ લેવા જોઈએ અને બંનેની ઈન્સ્યુરન્સ કંપનીના નામ લખી લેવા જોઈએ. તમે ભૂલ કહી હોય કે નહીં પણ સામા વ્યક્તિ તમારી વીમા કંપનીનું નામ અને કારણો રજીસ્ટ્રેશન નંબર વગેરે પૂછી શકે છે. તમારો પણ તેવી વિગતો માગવાનો હક્ક છે.
જે ડ્રાઈવર ન હોય એટલે ધંધાદારી ડ્રાયવર  ન હોય તેવા માલિક મોટર ચલાવતા હોય તેના ખિસ્સામાં હમેશાં લાયસન્સ હશે જ તે બનવા જોગ નથી. વળી ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ તેની સાથે ન હોય તે બનવા જોગ છે. જો અકસ્માત થયો કે ન થયો હોય અને કોઈ ઓફિસર કે પોલીસ ઓફિસર કે આર.ટી.ઓ. તરફથી ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ કે લાયસન્સ કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટની માગણી થાય તો  તમારે    ગભરાવાની જરૃર નહોતી. તમે કહી શકતા હતા કે અત્યારે મારી પાસે લાયસન્સ નથી. ૧૦ દિવસની અંદર તમે લાયસન્સ કે સર્ટિફિકેટ બતાવી શકતા હતા. પણ  હવે તમારે ફરજીયાત તમારું લાયસન્સ તમારી સાથે રાખવું પડે છે. તમારા ડ્રાયવરે પણ હમેશાં લાયસન્સ સાથે જ રાખવું  જરૃરી છે. ઉપરાંત ડ્રાયવરે તોે રજીસ્ટ્રેશન બુક અને ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ સાથે જ રાખવું જોઈએ. મોટર વ્હિકલ ધારાની કલમ ૮૬ (૩) પ્રમાણે આ વાત ડ્રાઈવર માટે ફરજિયાત છે.
ભૂતકાળમાં કાનૂની જોેગવાઈ થોડી ઢીલી અને વ્યવહારુ હતી. બીજા શબ્દોમાં તમે મુંબઈના કાયમી નિવાસી હો અને તમે અમદાવાદ બાજુ કાર લઈ ગયા હો તો ત્યાં  કહી શકતા હતા કે ''અત્યારે મારી પાસે લાયસન્સ નથી. હું  સાંતાક્રુઝ રહુ છું ત્યાંના નજીકના પોલીસ સ્ટેશને હું ૧૦ દિવસમાં લાયસન્સ રજુ કરીશ. મને તમારું નામ અને પોલીસ સ્ટેશનનું સરનામું આપો. એ પછી મુંબઈ પહોેંચીને અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને તમારે લાયસન્સ અને બીજા સર્ટીફિકેટ બતાવવા જોઈએ અને તમારે પોેલીસને  કહેવું જોઈએ કે તેેની સ્ટેશન ડાયરીમાં આ વાતની નોેંધ લેવામાં આવે એ પછી  અમદાવાદ ના પોલીસ સ્ટેશને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની ડાયરીની નોંધ લખો અને સાંતાક્રુઝવાળાને વિનંતી કરો કે તે પણ અમદાવાદ લખે. આ સગવડનો લાભ નવા ધારા પ્રમાણે પાછો ખેંચી લેવાયો છે. હવે મોટરકારના માલિકે પણ ડ્રાયવર લાયસન્સ સાથે જ રાખવું પડે છે.
જો તમારી સાથે લાયસન્સ ન હોય તો તમારા ગુના અંગે  તમે જામીન પર છૂટી શકો છો. પરવાના વગર ગાડી ચલાવવા બદલ તમને જેલમાં પુરી ન શકાય. તમારે પોલીસ સ્ટેશને અમુક ડિપોઝીટ મુકવાની રહે છે. મોટર ડ્રાયવરની કેટલીક ફરજો છે તેનોે પણ તેને ખ્યાલ હોવો જોઈએ દાખલા તરીકે ઃ
૧. અકસ્માત થયો હોય ત્યારે આ વ્હિકલવાળોે નામ સરનામું માગે તો આપવું. પોલીસ  ઓફિસરને પણ તમારે નામ અને સરનામુ આપવું જોઈએ.
૨. કોઈ ભડકે તેવું પ્રાણી લઈને કોઈ જતો હોય ત્યારે બળદ, ગાય કે ભેંસ વગેરેનો માલિક તમને કાર અટકાવવા કહેતો  કાર અટકાવવી જોઈએ. કારમાં અકસ્માત થાય તો  જખમી વ્યક્તિને તબીબી સારવાર આપવી જોઈએ. અકસ્માત માટે તમે જવાબદાર ન હોતો પણ આ કરવું જોઈએ. અકસ્માતનો રિપોર્ટ નજીકના પોલીસ સ્ટેશને આપવો જોઈએ.  કોઈ પોલીસ સ્ટેશન કદી બંધ રહેતું નથી. તમે જલદીમાં હો તો પોલીસને તમારે રજિસ્ટર એ.ડી.થી કાગળ  લખી નાખવો. તમે પોેલીસ સ્ટેૅશનને ટેલિફોન કરીને પણ જણાવી શકો છો.
તમારી બેદરકારીથી કારના અકસ્માતમાં કોઈ મરણ પામે તો તે ગુનો બને છે. આટલા ગુના માટે પણ મહત્તમ બે વર્ષની કેદ થાય છે. આ ગુનાની ધરપકડ સામે જામીન ઉપર છૂટી શકાય છે. દંડ જોઈને તમે જરૃર કબૂલ કરશો કે અકસ્માત કરીને ભાગી જવું યોગ્ય નથી. તમારા અકસ્માતથી કોઈ મરી જાય અને તમારી પાસે લાયસન્સ ન હોય તો પણ તમે જામીન ઉપર છૂટી જ શકો છો. કારના માલિકે ચોરી,  હુલ્લડ, આગ, અકસ્માત અને બીજાએ પહોેંચાડેલા અકસ્માત સામે વિમો લેવો જોઈએ. ટેપરેકોર્ડર વગેરે ચીજોને પણ વિમો લાગુ કરાવવો હોય તો આર.ટી.ઓ.  ઓફિસોમાં વિમો મેળવી આપનારા દલાલો હોય છે. વિમો ન ઊતરાવવો તે પણ એક ગુનોે છે. પોલીસને  અકસ્માતની જાણ ન કરવી તે પણ ગુનો છે. અકસ્માતમાં ઘાયલ થયેલાની સારવાર ન કરવી તે પણ ગુનો છે. નંબર પ્લેટ સાફ ન હોય તે ગુનોે છે.  આલ્કોહોલ પીધા પછી ડ્રાઈવીંગ કરવું, બીજા વાહન સાથે રસ્તા ઉપર રેસમાં ઉતરવું, વિમા વગરની ગાડી ચલાવવી કોઈપણ કારના  માલિકની મંજૂરી વગર જોય-રાઈડ ખાતર મોટર ચલાવવી,  મોટરકારના માલિકની રજા વગર ગાડીમાં પ્રવેશીને ગાડીના યંત્ર સાથે ચેડાં કરવા વગેરે પણ ગુનો  બને છે. ૧૯૭૭ પહેલાં દારૃ પીને ગાડી ચલાવનાર પકડાય તો પોેલીસે  પુરાવો રજુ કરવો પડતો હતો પણ જો હવે  ડ્રાઈવીંગ કરનારના લોહીમાં સ્હેજ પણ આલ્કોહોલ માલુમ પડે તો તેના ઉપર મોટર વ્હિકલ ધારાની કલમ ૧૧૭ મુજબ કામ   ચલાવી શકાય છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાન સામે આ જ ધારા હેઠળ કાનુની કારવાઈ થઈ રહી છે.  જે લોકો વાહનના અકસ્માતમાં સપડાયા હોય તેમણે પોતાને થયેલા નુકસાન બદલ ૬ મહિનાની અંદર વળતર માટે દાવોે નોેંધાવવો જોઈએ. અકસ્માતમાં માણસ મરી ગયો હોય તો તેના કાનુની પ્રતિનિધિ પણ દાવો નોેંધાવી શકે છે. જો કે  કોર્ટ તરફથી આ છ મહિનાની મર્યાદામાં છૂટ  આપી શકાય છે.  ક્લેઈમ માટેની સ્ટેમ્પ ફી  ક્લેઈમની રકમ પ્રમાણે હોય છે. ડ્રાઈવરે ગાડી ચલાવવામાં બેકાળજી દર્શાવી હતી તે ઘાયલ થયેલા માણસે સાબિત કરવું જોઈએ. વિમો ઉતરાવ્યો હોય અને તે કોમ્પ્રીહેન્સીવ વિમો હોય તો જખમાયેેલ  વ્યક્તિને અપાતું વળતર વિમા કંપની આપે છે. જો વાહનનો વિમો ન ઉતર્યો હોય તો મોટર એક્સીડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ વળતરની રકમ નક્કી કરે છે.  કોઈ માણસ જખમી થાય તો કાર ડ્રાયવરને બે વર્ષની કેદ થઈ શકે છે. પણ  આ બાબતમાં  કોેર્ટ ભાગ્યે જ આવી સજા કરે છે. રાહદારીને અકસ્માતમાં ઈજા કરવા બદલ ડ્રાયવર ઉપર સીવીલ અને ક્રિમીનલ બંને કોેર્ટમાં કેસ ચાલી શકે છે. આટલું જાણ્યા પછી હવે સ્કુટર કે મોટર કાર ચલાવનારા લોકો ધ્યાન રાખે કે તમે તમારું વાહન હંકારતા હો ત્યારે રસ્તે-ચાલતા સમાજના બીજા રાજ્યો પ્રત્યેની તમારી જવાબદારી ભૂલી જવી ન જોઈએ.

-Gujarat Samachar