નેટોલોજી - ઈ ગુરુ
લાસવેગાસ ખાતેના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શોએ નવી ટેકનોલોજી માટેનો રોડ-મેપ બતાવ્યો છે. ટેકનોલોજીમાં આમુલ પરિવર્તનો આવી રહ્યા છે.
Yota Phone ઃ સ્માર્ટ ફોનમાં બેટરી અંગેનું ટેન્સન સતત ચાલુ રહે છે. સ્માર્ટ ફોનમાં બેટરી સૌથી વધુ ખાતું હોય તો તે ફોનનો સ્ક્રીન છે. પોટા ફોને આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે. પોટાફોનમાં ફુલ સાઇઝને ઈ-ઈન્ક સ્ક્રીન અપાયો છે. આ સ્ક્રીન ખૂબ ઓછો પાવર વાપરે છે માટે બેટરી વધુ ચાલે છે.
પેનાસોનિક V/s કેમકોર્ડટ... ટીવીમાં જે નવું સંશોધન છે તે 4k છે. પેનાસોનિક 4k કેમકોડર બહુઉપયોગી બની શકે છે. ટીવી એન્કર્સ અને શો તૈયાર કરનારાઓ તેમાં ઝીણીમાં ઝીણી વિગતો મેળવી શકશે. મેકઅપની પાછળ શું છુપાયું છે તે જાણી શકશે...
સેમસંગ કેમેરા MX 300 ઃ કેમેરા વિષે અનેક સંશોધનો થયા છે. સેમસંગ MX 300ની ખાસિયત એ છે કે તેમાં ઈન્ટર ચેન્જેબલ લેન્સ છે જે 3D મૂવી શૂટ કરી શકે છે અને એક લેન્સ પરથી સ્ટીલ ફોટોગ્રાફી પણ કરી શકે છે. i potty ઃ નાના બાળકો લેટ્રીનમાં ઘણીવાર લગાડે છે તેમના આ સમય દરમ્યાન તે પ્રવૃત્ત રહે તે માટે i potty તૈયાર કરાઈ છે. બાળકોની પોટ્ટી સાથે i pad એટેચ કરાયું છે તે બે કામ એક સાથે કરતા શીખી શકે છે.
ઓનલાઈન પરચેઝમાં ડર
ઈન્ટરનેટ પર ઈ-કોમર્સની બોલબોલા છે, ઈ-કોમર્સ ક્ષેત્રે ટર્નઓવર વધી રહ્યું છે. પરંતુ ઓનલાઈન પરચેઝ માટે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ સલામત નથી કેમકે હજારો લોકો હેકીંગનો ભોગ બન્યા છે. ઓનલાઈન ટ્રાન્ઝેકશન વખતે લેવા જોઈતા તમામ પગલાં લીધા હોવા છતાં હેકર્સ બાજી મારી લે છે. ઘણાં ક્રેડીટ કાર્ડ હોલ્ડરને અનુભવ થયો હોય છે કે તેમના બેંકના સ્ટેટમેન્ટમાં પોતે ખર્ચી ના હોય એવી એન્ટ્રી હોય છે. ક્રેડીટ કાર્ડ આપતી કંપનીઓ ૪૫ દિવસમાં તપાસ કરીશું એમ કહીને જવાબ આપે છે પરંતુ કાર્ડ ગ્રાહકોએ તો વ્યાજ ભરવું પડે છે. કાર્ડ આપતી કંપનીઓ કાર્ડ બ્લોક કરાઓ એટલે નવા કાર્ડ આપવામાં શૂરી હોય છે પણ ટ્રાન્ઝેકશન અંગેની તપાસ કરવામાં ઢીલ બતાવે છે. ગ્રાહક બહુ કકળાટ કરે એટલે થોડા સુધારા કરી લે છે.
બેંકોની આળસના કારણે હેકીંગ મોટા પાયે થાય છે. બેંકો પાસે ત્વરીત પગલાં લેવાની કોઈ સિસ્ટમ નથી. આજે જ્યારે ઈ-કોમર્સ તરફ લોકો વળી રહ્યા છે ત્યારે તેના કાર્ડની સલામતી માટે પગલાં લેવાય તે જરૃરી છે.
મોબાઈલ એપ્લીકેશન
મોબાઈલ એપ્લીકેશનની દુનિયા વિવિધ સ્તરે કામ લાગે છે. આજકાલ સારી-લાંબી ઉંઘ અને ડીપ-સ્લીપ માટે ફાંફા છે. પરંતુ બિઝી શરીરને રીલેક્સ કરવું અને સાઉન્ડ સ્લીપ આપતી ઘણી એપ્લીકેશનો છે. આવી એપ્લીકશનો પૈકી ઘણી ફ્રી છે. ios માટેની એપ્લીકેશન 'પાવરનેપ સાઉન્ડસ્કેપ્સ' સ્ટ્રેસની સ્થિતિમાં તરત જ ઉંઘ આવે તે જરૃરી છે. તમને કર્ણપ્રિય એવા ઓડીયો ટ્રેક્સ તમને ઉંઘ લાવી દેશે...
'રીલેક્સ ટાઈમર'ને સ્લીપ સાઈકલ પણ કહે છે. આ એપ્લીકેશન તમને કુદરતના સંકળાયેલા વાતાવરણના અવાજ સંભળાવે છે. જેમાં દરીયાઈ મોજાના અવાજ અને પવનના સૂસવાટાનો સમાવેશ થાય છે. આ એપ્લીકેશનની ખાસિયત એ છે કે તમારી સ્લીપીંગ પેટર્નસ રેકોર્ડ કરે છે.
'રીલેક્સ એન્ડ સ્લીપ વેલ' એપ્લીકેશન ios અને એન્ડ્રોઈડ માટે છે. તે ફ્રી છે. યુકેના લીડીંગ હીપ્નોથેરાપીસ્ટે તૈયાર કરેલું છે. ટેન્સનમાં રહેતી સેલિબ્રીટીને રીલેક્સ કરવા માટેની એપ્લીકેશનમાં હેરોલ્ડ વોઈસ અને બેકગ્રાઉન્ડ સાઉન્ડની ઈફેક્ટ હોય છે જો તેનું સેશન ૨૭ મિનિટનું હોય છે.
સ્લીપ સાઈકલ એલારામ ક્લોક... ios માટેની આ એપ્લીકેશન ૦.૯૯ ડોલરની છે. એલારામ વાગે અને તમારે અચાનક ઉઠવું પડે છે. હવે આ ઈન્ટેલીજન્સ ક્લોક વાપરો. તે તમારી સ્લીપને એનેલાઈઝ કરે છે અને તમને ધીરે ધીરે ઉઠાડે છે. જેથી તમે રીલેક્સ રહો છો.
સ્ટોપ સ્નોરીંગ ઃ અર્થાત્ નસકોરાં બોલતા અટકાવવા. ios માટેની આ એપ્લીકેશન ફ્રી છે. જે લોકોને રાત્રે નસકોરા બોલે છે તેમના માટે આ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન પ્રથમ સ્નોરીંગના સમયને ઓળખે છે પછી તેનો અવાજ ઓછો કરી નાખે છે. નસકોરાના સમય પહેલાં એપ્લીકેશન પ્રીરેકોર્ડેડ સાઉન્ડ રાખે છે જે તમને એલર્ટ રાખે છે, નસકોરા આવતા પહેલાં તમે જાગૃત સ્થિતિમાં આવી જાવ છો.
સાથે... સાથે...
- ઓનલાઈન ફેમીલીરૃટસ શોધતાં-શોધતાં ૮૮ વર્ષની બે બહેનો દાયકાઓ પછી મળી શકી છે. વર્લ્ડ-વોર-ટુ વખતે તે છુટા પડી ગયા હતા. ૭૨ વર્ષ પછી તે મળ્યા છે. થેંક્સ ટુ ઈન્ટરનેટ...
- માઈક્રો બ્લોગીંટા સાઈટ ટ્વીટર પર પોપસીંગર જસ્ટીન બેઈબરના ફોલોઅર્સ સૌથી વધુ છે.
- ફેસબુક પર સૌથી લોકપ્રિય ભારતીય તરીકે એ.આર. રહેમાન છે.
- ઈન્સટાગ્રામ પર દર સેકન્ડે ૫૮ ફોટો અપલોડ થાય છે.
- પીનટ્રેસ્ટના યુઝર્સ પૈકી ૫૭ ટકા તો 'ફુડ' સંબંધી વાતો શેર કરે છે.
- Frrole... એ સોશ્યલ ન્યુઝપેપર છે. જે ટ્વીટરમાં આવતી કોમેન્ટોને સમાવે છે. તેમજ તમારા શહેરની માહિતી આપી છે... ૫૦થી વધુ શહેરોને સમાવતી અને ૧૦ મીલીયન ટ્વીટર ફીડ્સનો ઉપયોગ કરતું આ ન્યુઝપેપર બેંગ્લોર સ્થિત એન્જીન્યરે શરૃ કર્યું છે.
- ન્યુયોર્કમાં 'નો-પેન્ટ' સબ વે રાઈડ પરનો વીડીયો સૌથી વધુ જોવાય છે જેમાં ટ્રેનમાં પ્રવાસ માટે આવેલા તેમના પેન્ટ કાઢીને ટ્રેનમાં બેસે છે...
- માઇક્રો સોફટની બેંગલોરમાં ઓફીસ શરૃ થઇ છે.
ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે. એક અંદાજ અનુસાર હાલમાં મોબાઇલ પર ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા ૮૭.૧ મિલીયન છે જે ૨૦૧૫ સુધીમાં લગભગ બમણી થઇને ૧૬૪ મીલીયન પર પહોચશે એમ મનાય છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સર્વે અનુસાર માર્ચ-૨૦૦૯માં મોબાઇલ પર ઇન્ટરનેટ વાપરવાની સંખ્યા ૪.૧ મીલીયન હતી, માર્ચ-૨૦૧૦માં તે ૧૭.૬ મીલીયન હતી, ડિસેમ્બર-૨૦૧૨માં તે વધીને ૮૭.૧ મિલીયન પર પહોંચી ગઇ હતી. સર્વે અનુસાર મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર દર મહિને રૃ.૧૯૮નો વપરાશ કરે છે. મોબાઇલ હેન્ડસેટની એવરેજ કિંમત રૃા. ૮,૨૪૦ જેટલી હોય છે. મોબાઇલ પર ઇન્ટરેનટ વાપરનારા ઓ પૈકી ૮૩ ટકા જેટલા રોજ ઇ-મેલ જુવે છે, તો રોજ સમાચારો જોનારાની સંખ્યા પણ ૨૮ ટકા જેટલી છે ઘણાં લોકો ચેટીંગમાં તેનો ઉપયોગ કરે છે તો ઘણા યુ-ટયુબ ખોલીને વીડીયો જોયા કરે છે. ૪૦ ટકા લોકો સર્ચ માટે પણ ઉપયોગ કરે છે.
હવે જ્યારે મોબાઇલ બેન્કિંગ અમલમાં આવી રહ્યું છે ત્યારે મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા વધશે.
ટેબલેટ વપરાશકારો બમણાં થશે
જેમ મોબાઇલ પર ઇન્ટરનેટ વાપરનારા ઓની સંખ્યા ૨૦૧૫ સુધીમાં બમણી થશે એમ 'ટેબલેટ' વાપરનારાઓની સંખ્યા આ વર્ષે લગભગ બમણી થઇ જશે. એટલે કે ૨૦૧૩ના વર્ષના અંતે ૬ મીલીયન જેટલા ટેબલેટ વેચાતા થઇ જશે. હાલમાં ભારતમાં વેચાતા ટેબલેટ પૈકી ૨૩.૯ ટકા સેમસંગના વેચાય છે તો ૧૫ ટકા કેટલાક માઇક્રોમેક્સના વેચાય છે. ૨૦૧૨ના અંત સુધીમાં ૩ મીલીયન જેટલા ટેબલેટ વેચાયા હતા. શિક્ષણ ક્ષેત્રે ટેબલેટનો વપરાશ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે બહાર પાડેલ આકાશ-વન ફ્લોપ ગયું હતું પરંતુ આકાશ-ટુ પ્રજામાં પ્રશંસા મેળવી રહ્યું છે. આકાશ-ટુ માટે વેઇટીંગ લીસ્ટ છે. સરકાર આકાશ-થ્રી માટે તૈયારી કરી રહ્યું છે. પ્રોફેશનલ ક્લાસ ચલાવનારાઓ તેમના વિદ્યાર્થીઓ માટે ટેબલેટ વાપરે છે. આ રીતે ટેબલેટનો વપરાશ વધી રહ્યો છે.
ઇ-ક્રિમીનલ્સ
ઇન્ટરનેટ પર છેતરપીંડી કરનારા અને હેકીંગ કરનારઓને ઇ-ક્રિમીનલ્સ કહેવામાં આવે છે. સરકારની મહત્વકાંક્ષી કેશ ટ્રાન્સફર સ્કીમ પર સાયબર અંડર વર્લ્ડની નજર છે. કેશ ટ્રાન્સફર સ્કીમ સરકારની સ્કીમોના લાભાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે અને તેમના ખાતામાં સીધા જ પૈસા જમા થશે. આ લાભાર્થી ઓને એટીએમ કાર્ડ પણ હશે જે જરૃરીયાત પ્રમાણે પૈસા મેળવી શકશે. આવી કેશ ટ્રાન્સફર થાય, એટીએમનો પાસવર્ડ ફરતો થાય ત્યારે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા તેમની કરામત કરવા લાગે છે. હેકર્સ ક્યારે આ લોકોના એકાઉન્ટ પર ત્રાટકશે અને જમા રકમ ખેંચી લેશે તેને આ લાભાર્થીઓને ખબર પણ નહી પડે!! સામે છેડે સરકાર એવો દાવો કરે છે કે અમે ફીંગર પ્રીન્ટનો ઉપયોગ કરવાના છીએ એટલે હેકર્સ ફાવી શકશે નહી.
મોબાઇલ બેન્કીંગ ટ્રાન્જેક્શન પર હમેશા હેકર્સની નજર રહે છે, સરકારની યોજના ઘણી સારી છે પરંતુ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર સતત ભયવાળી રહે છે.
૪૦ અબજ લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી
મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ મોટા પાયે થઇ રહ્યો છે. એપલની ૪૦ અબજ એપ્લીકેશન ડાઉનલોડ થઇ છે તે પૈકી અડધો અડધ તો ૨૦૧૨માં ડાઉનલોડ થઇ છે. કેલીફોર્નિયા સ્થિત એપલે જણાવ્યું હતું કે તેના ipad, ipod અને iphone
માટે તેના પાસે ૭,૭૫,૦૦૦ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન બનાવવા તેના ડેવલોપર્સને એપલે ૭ અબજ ડોલર ચૂકવ્યા છે. બીજી તરફ ગુગલ એન્ડ્રોઇડ સોફ્ટવેરની ૨૫ અબજ એપ્લીકેશન ડાઉનલોડ થઇ છે.
સાથે.. સાથે..
પૂણેની એક કંપનીએ 'નિર્ભય' નામની એપ્લીકેશન તૈયાર કરી છે. જેમાં હતાશ કે સપડાયેલી સ્ત્રી ઇમર્જન્સી નંબરોનો સંપર્ક કરી શકશે.

-Gujarat Samachar