20130228

ઉંમર વધતી અટકાવવા માટે શું ખાશો?


શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

દરરોજ આપણી ઉંમર સૂક્ષ્મ રીતે વધે છે. આપણે દિવસે દિવસે વૃધ્ધ બનીએ છીએ. શું આ ક્રિયાને અટકાવી શકાય? નિષ્ણાતોના મતે આહારમાં અમુક પ્રકારના ફળ, શાકભાજીને સ્થાન આપવાથી ફ્રી રેડિકલની હાનિકારક અસર ઓછી કરી શકાય છે.
દ્રાક્ષ, કેરી, કિવિ, બ્રોકકોલી વગેરે એવો આહાર છે જે એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને વૃધ્ધત્વને ઝડપથી આવતું અટકાવે છે.
દ્રાક્ષમાં ફ્લેવેનોઇડ્સ હોય છે જે શક્તિસભર એન્ટિ ઓક્સિડન્ટ છે અને ફ્રિ રેડિકલથી થતી હાનિ અટકાવે છે.
કેરીમાં પુષ્કળ બીટાકેરોટીન (Vit. A) હોય છે જે એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. Vit. A ત્વચાને સુંદર બનાવે છે.
કિવિ નામનું ફળ ભરપૂર Vit. C ધરાવે છે જે પણ એક ઓક્સિડન્ટ છે. Vit. C કોલેજનનું સંશ્લેષણ કરે છે અને એ રીતે ઉંમર વધતી અટકાવે છે.
બ્રોકકોલી વિશે હવે લોકો જાગૃત થયા છે. તેમાં Vit. C,  ફલેવેનોઇડ્સ, કેરોટીન, ગ્લુકોસિનોલેટ ફાયટોન્યુટ્રીઅન્ટ હોય છે, જે બધા એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. તેનાથી ત્વચા આકર્ષક બને છે.
તમારા આહારમાં એવોકેડો અને ગોવા પણ ઉમેરજો, જે ત્વચાની કરચલી ઓછી કરી તમને યુવાન દેખાડે છે.
***
લેપટોપ હોય તો પણ ટેબ્લેટ તો જોઈએ જ....!

આજકાલ બાળકોની માંગ ગજબની છે. મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં શાળાના બાળકોને ટેબ્લેટ લઈને આવવાની સુચના આપવામાં આવી છે. ટેબ્લેટ એટલે સ્લેટ જેવું સપાટ કોમ્પ્યુટર કે જેના ટચ સ્ક્રીન પર તમે રમતગમત, સંગીત, સર્ફિગ, ચલચિત્રો માણી શકો.
અનેક કંપનીઓએ ટેબ્લેટ બહાર પાડી છે. સ્વ. સ્ટીવ જોબ્સનું આઇપેડ-૨, અને આઇપેડ-૩ આપ્યા પછી અનેક કંપનીઓને પ્રેરણા મળી અને સસ્તી ટેબ્લેટ બજારમાં આવી ગઈ.
આવી ૮ ટોપ ટેબ્લેટમાં ઍપલનું આઇપેડ ટોપ પર છે. સ્ટીવ જોબ્સની બટન વિનાની સરળ ડિઝાઈનવાળી રચના આજના યુવાનોનો ક્રેઈઝ છે. તેનો આઇપોપિંગ સ્ક્રીન રોમાંચક છે. આઇપેડમાં છેવટે આગળ-પાછળ કેમેરા આવી ગયા. હવે તમે અમેરિકામાં બેઠેલા પ્રિયજનો સાથે દ્રશ્યમાન થઈ વાતચીત કરી શકો અને તમારૃ ઘર, પ્રાણી, ઓફિસ, કુટુંબ વગેરેનું દર્શન પણ પાછળના ભાગના કેમેરાથી કરાવી શકો. નવા આઇપેડનો દેખાવ જુના જેવો જ છે અને ચાર્જ થતા વધુ સમય લાગે છે. આ બે વસ્તુ ખૂંચે છે. વળી લપસણું હોવાથી હાથમાંથી સરકી જવાનો ભય રહે છે. રીપેરેબલ નથી !
અન્ય ટેબ્લેટમાં લીનોવો, સેમસંગ ગેલેકસી, સોની ટેબ, આસુસ, હયુએવી મિડિઆ પેડ અને રિમ બ્લેકબેરી પ્લેબુકનો સમાવેશ થાય છે. વજન, ટચ સ્ક્રીન, કિંમત, બેટરી લાઈફ, કેમેરા અને સેન્સર તપાસી ચર્ચા કરીને જ ટેબ્લેટ વસાવવી.

-Gujarat Samachar