લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
- આ બાવાઓ ધૂણી ધખાવી અડ્ડો જમાવીને બેસે છે. ઉનાળામાં ગરમ પતરા ઉપર આસન વાળે છે. આજુબાજુ આઠ નાની ધૂણી ધખાવી માથે એકાદ કપડું મુકી માળા જપે છે
અમારા કાઠિયાવાડના ગામડા ગામમાં પારણિયે પોઢેલો પેટનો જાણ્યો રોતલ દીકરો ભેંકડો તાણીને નોખનિરાળી રાગરાગીણીઓ આલાપતો હોય ત્યારે મા એને બીક બતાવતી બોલે છે ઃ 'છાનો રઈ જા. બાઘડો બોલે છે. જો જટાળો બાવો આવ્યો છે. હાથમાં ધોકો લાવ્યો છે. તને લેવા આવ્યો છે. ક્યે છે તમારો કીકલો ક્યા છે ?... બાવા, વિયો જા. મારો ડાઓ દીકરો તો સૂઈ ગયો છે. 'આ...આ...આ... હાલા ?'
અનેક બાધા-માનતાયુ પછી આવેલો સાત ખોટયનો દીકરો હોય તોય લોકજીવનમાં બાવાની બીક બતાવવાનું પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે. હું સમજણો થયો ત્યાં સુધી બાવાની મને બઉ બીક લાગતી. હવે સમય અને સંજોગો સાવ બદલાઈ ગયા છે. આજે નગરના નાગરિકો મા ને બાપ બેય બાવાથી બીતા થઈ ગયા છે. રખેને અમારા બાળકને બાવો આવીને ક્યાંક બથાવી ન જાય. મારે આજે એ બાવા, બાવાની જમાત્યું અને તેમનાં અખાડાની વાત માંડવી છે. બાવાના કેટકેટલા અર્થ થાય છે જુઓ.
બાવા-બાવાજી એટલે વેરાગી, સાધુ, જોગી ત્યાગી. મેમણની એક અટક. કરોળિયાના ઝાળાને પણ બાવા કહેવાય છે. બાઈઓ નવરી પડે ત્યારે ઘરમાંથી બાવા પાડવાનું કામ કરે છે. બાવો એટલે બાપ, પિતા, તાત. બાવા પરથી ઉતરી આવેલા શબ્દો- બાવા ટોળી એટલે વાંદરા-બુઢિયા ટોપી. બાવાસાહેબ-દાઉદી વહોરા વચ્ચેની તકરારનું નિવારણ કરનાર. બાવીશી દશાશ્રીમાળી વાણિયાની એક અટક. બાવીશ કે બાવિશિયા- લેઉવા કણબીની એક અટક. બાવાણી- મેમણ ને વાણિયાની અટક છે. બાવિ-વાવ કે કૂઈ, બાવી-બાવાની સ્ત્રી, સાધ્વી, વેરાગણ, જોગણ. બાવા આદમ-ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પ્રથમ પેદા થયેલ માણસ. બાવાજીની બોરડી-એક જાતની દેશી રમત. બાવું-અનાજની ઈયબની લાળનું બાવું. અહીં વાત કરવી છે સોનેરી સંસાર છોડીને બાવા બની ગયેલા વેરાગી સાધુ-બાવાઓની દુનિયાની.
ભારતીય સંસ્કૃતિનો જોટો તમને જગતભરના કોઈએય દેશમાંથી નહીં જડે. ભારતના ઈતિહાસની ભવ્યતા તેની સંસ્કૃતિને કારણે છે. આ સંસ્કૃતિ હજારો વર્ષથી આધ્યાત્મિકતા, ત્યાગ, તપશ્ચર્યા, ન્યાય બલિદાન અને સત્યપ્રિયતાના મજબુત પાયા પર ઊભી છે. દેશમાં અસંખ્ય જાતિઓ, અનેક ધર્મો, સંપ્રદાયો હોવા છતાં એક જ સંસ્કૃતિના દર્શન થાય છે. આ અનેકતામાં એકતા ટકાવી રાખવાનું કામ આપણા સાધુ, સંતો, મહંતો, ધર્મ ગુરુઓ અને વેરાગી બાવાઓએ કર્યું છે. આ સાધુ-બાવાઓની ઉત્પત્તિ ધતીંગવેડામાંથી નહીં પણ ધાર્મિક અને સાસ્કૃતિક સંગઠન સાધવાના સર્વોત્તમ માર્ગરૃપે નિર્માણ થઈ છે.
જૂનાગઢમાં શિવરાત્રીએ ભવનાથના મેળાની કે બાર વર્ષે યોજાતા હરદ્વારના કુંભ મેળાની મુલાકાત લઈએ તો આપણને દેશભરના વિવિધ અખાડાઓમાંથી મૃગીકુંડ (જૂનાગઢ) કે ગંગા નદીમાં સ્નાન કરવા આવેલા હજારો ને લાખો સાધુ, સંતો અને નાગા બાવાઓ અવશ્ય જોવા મળે. તેમની અસાધારણ ધાર્મિક વિધિઓ અને એમના અનોખા દીદાર બધાજ લોકોનું ધ્યાન ખેંચે છે. વિશ્વના વિભિન્ન ખુણાઓમાંથી પ્રવાસીઓ બાવાઓનું ધ્યાન અને ધાર્મિકવિધિઓ જોવા કુંભના મેળામાં આવે છે. શરીરે ભભૂતિ ચોળેલા, લાંબા લટુરિયા વાળવાળા નાગાબાવા જગતની જરાયે દરકાર કર્યા વિના યોગ અને પોતાની મસ્તીમાં મોજ માણે છે. તેઓ ભાગ્યે જ કોઈની સાથે વાત કરે છે.
સાધુ, બાવાઓ અને નાગડાબાવાની જમાતો ક્યારથી ઊભી થઈ એ જાણવા માટે ભારતીય ઈતિહાસના પાનાં ઉકેલીએ તો સશસ્ત્ર નાગા બાવાઓના યુદ્ધની અનેક વાતો મળે છે પણ એ સંપ્રદાય કે એમની જમાતો માટે ખાસ કંઈ જાણવા મળતું નથી. શ્રી જે.એમ.મલકાણ એના પર પ્રકાશ પાડતા નોંધે છે કે ઈ.સ. પૂર્વેના બીજા સૈકાથી સાતમા સૈકા સુધી સાધુઓ અંગે ખાસ કંઈ જાણવા મળતું નથી. સાતમા સૈકામાં શૈવમંથના પાશુપાત અને કાપાલિક અંગે માહિતી મળે છે. તેઓ સ્થાનિક શૈવમંદિરોમાં વસતા અને શિવની મહેશ્વરરૃપે પૂજા કરતા. ચીની મુસાફર હ્યુએન શાંગે તેઓની ગણના બુદ્ધ સિવાયના અન્ય સાધુઓમાં કરી છે. આ સાધુઓમાંના કેટલાક પાશુપાત દેવમંદિરોમાં પૂજારી તરીકે કામ કરતા. તેમાંના કેટલાક ગળામાં હાડકાની માળા ધારણ કરતા. કોઈ માથે મોરપીચ્છ બાંધીને ફરતા. કેટલાક જટાધારી હતા તો કેટલાક વળી માથે મુંડન કરાવીને ફરતા. કોઈ કોઈ નગ્ન અવસ્થામાં ફરતા ને અંગે ભસ્મ ચોળતા. ભારતમાં શિવપૂજા ક્યારથી શરૃ થઈ તે ચોક્કસ જાણી શકાતું નથી પણ મોંહે-જોડોમાંથી મળેલી ત્રિમુખી શિવની મૂર્તિ જોતાં ફલિત થાય છે કે તે કાળમાં પણ શિવપૂજા પ્રચલિત હતી.
નાગા બાવાઓના 'વીર શૈવ ધર્મ'ના સ્થાપક લકુલીશ નામના સંત હતા. તેઓ ગુજરાતના ભૃગુક્ષેત્રમાં કાયાવરોહણ (કારવણ) પાસે આવેલા અવાખલમાં જન્મ્યા હતા. તેમણે કાયાવરોહણ ઉપરાંત ઘણાં સ્થળોએ શિવમંદિરો સ્થાપ્યા હતાં કહેવાય છે કે તેમણે દિગંબર સન્યાસીઓની પ્રથા શરૃ કરી અને પોતાના શિષ્યોને વીરશૈવ ધર્મની દીક્ષા આપી. તેમના ૧૮ શિષ્યો અને પદશિષ્યોએ દેશભરમાં ભ્રમણ કરીને ૧૨ જ્યોતિર્લિંગોની સ્થાપના કરી. આમ દિગંબર જીવન વિતાવનારા વીર શૈવ ધર્મના અનુયાસી 'વીર શૈવનાગા' કહેવાય છે. તેમની દિનચર્યા બિલકુલ વિલક્ષણ અને વિચિત્ર પ્રકારની હોય છે એમ શ્રી અનિલ શ્રીવાસ્તવક નોંધે છે.
આઠમી સદીના સમયમાં શ્રીમદ્ શંકરાચાર્યજીએ શૈવપંથી ધર્મનું સંગઠન કરી તેને નવું રૃપ આપ્યું. તેઓ આ સંપ્રદાયના સ્થાપક મનાયા. શ્રી જે.એમ. મલકાણ કહે છે કે શૈવ સંપ્રદાયનો બૃહદ પ્રચાર કરવા અને ભારતવર્ષનો કોઈ ભાગ આ ધર્મની અસરથી અલિપ્ત ન રહી જાય તે માટે ચાર મઠો પશ્ચિમે દ્વારકા, ઉત્તરે બદ્રી, પૂર્વે પૂરી અને દક્ષિણે શૃંગેરી સ્થાપના કરી. આ મઠોમાં તેમના ચાર શિષ્યો પદ્મપાદ, હસ્તામલક, શૂરેશ્વર અને તોતકને મૂક્યા. આ ચારેય શિષ્યોને કુલ દસ શિષ્યો હતા. એ દશનામી તરીકે ઓળખાયા. પાછળથી એમના ચાર વિભાગ પડયા.
શરૃઆતમાં દશનામી સંન્યાસીઓ બ્રહ્મચારી રહેતા. સમય જતાં સંસારી બાવાઓ આવ્યા ને બાવાની વંશપરંપરાગત વેલ ચાલુ થઈ. તેમાંથી બાવાની જુદી જુદી જ્ઞાાતિઓ ઊભી થઈ. બીજી તરફ મઠધારી અને સંન્યાસી બાવાઓની પ્રથા ચાલુ થઈ. ઉપરોક્ત સંન્યાસીઓમાંથી ફકકડ યા નાગા બાવાઓની જમાત ઊભી થઈ. શિવપંથી ફકકડ બાવાઓ અપરિણીત હોય છે. તેમનામાં વસ્ત્રધારી અને નવસ્ત્રા બે ભાગ છે. નાગાબાવા ખાખીના નામે ઓળખાય છે. નાગા બાવાના ય બે પ્રકારો એક બિલકુલ નગ્ન (જૈન દીગંબર જેમ) અને બીજા લંગોટીધારી. આ બાવાઓ ઘૂણી ધખાવી અડ્ડો જમાવીને બેસે છે. ઉનાળામાં ગરમ પતરા ઉપર આસન વાળે છે. આજુબાજુ આઠ નાની ધૂણી ધખાવી માથે એકાદ કપડું મુકી માળા જપે છે. આ લંગોટીધારીમાં યે મુંજ કંદોરો અને કડાધારી એમ બે ભાગ છે. લોખંડનો લંગોટ પહેરનાર લોહલંગરી કહેવાય છે.
કુંભ મેળામાં સરઘસ આકારે બંને દળના નાગાબાવાઓ નીકળે છે. તેમાં તેના મહંતો હાથી ઉપરની અંબાડીમાં બેસીને નીકળે છે. આમ નાગાઓના હાથી અને ઘોડેસવારો અને પાયદળ હથિયારબંધ રીતે સરઘસ આકારે નીકળે છે. શ્રી મલકાણ નોંધે છે કે મુસ્લીમોનું આગમન થતાં નાગાબાવાઓ સશસ્ત્ર થયા મનાય છે. બીજા મત અનુસાર મધુસૂદન સરસ્વતીએ શૈવપંથી નાગાઓની સશસ્ત્ર ફોજો તૈયાર કરી હોવાનું કહેવાય છે. ખરું પૂછો તો અકબર પહેલા પણ આ લોકો સશસ્ત્ર હતા એવા ઉલ્લેખો મળે છે. એટલે મધુસુદન સરસ્વતિએ તેઓને વધુ સંગઠિત કર્યા હોવા જોઈએ. રાજસ્થાનના ઈતિહાસમાં કર્નલ ટોડ નોંધે છે કે એકલિંગજી ઉદેપુર સાચવનારા ગોંસાઈ હતા. ને મેવાડ સાચવનારા કાનફટા જોગીઓ હતા જેઓ લડાયક સૈનિકો જેવું કામ આપતા. થાણેશ્વર અને હરદ્વાર જેવા સ્થળોએ તો સાધુઓનું લશ્કર રહેતું. આ સાધુ-બાવાઓને તાલીમ આપવાનું કામ અખાડાઓ કરતા. આવા અખાડાઓમાં ભૈરવ, આવાહન, નિરંજની, આનંદ, મહાનિર્વાણી અતલ અખાડા મુખ્ય હતા. બાવાઓના આવા લડાયક દળ પાસે હથિયારોમાં મુખ્યત્વે ત્રિશૂળ, ગોફણ, ફરશી વગેરે રહેતા. નાગા બાવાઓના અખાડા લડાયક ફોજ તરીકે કામ કરતા. ધર્મના રક્ષણ કાજે ઊભા થયેલા બાવાના દળો લડવામાં ખૂબજ ઝનૂન અને વીરતા દાખવતા. એમ કહેવાય છે કે મોગલોના સૈન્યને આ લોકોની જાણ થતી ત્યારે તેઓ કંપી ઉઠતા. નાગડા બાવાઓનું સૈન્ય ક્યારેય પીઠ ન બતાવતું. દિલ્હીના બાદશાહી કાળમાં અતલ અખાડામાં જ ૩ લાખ બાવાઓનું સૈન્ય હતું.
બાવાઓના વર્ગમાં જૂનાકાળે મહંતો, આચાર્યો અને શિષ્યો એવા ભેદ પડયા. મહંતો મઠો બાંધીને વસવાટ કરવા લાગ્યા અને સમાજમાં ધર્મજ્ઞાાન આપવા લાગ્યા. જમીન જાગીરો પણ તેમણે ઊભી કરી. આચાર્યો મંદિરો બનાવી આધ્યાત્મિક જ્ઞાાન આપવા લાગ્યા. તેઓ ગામડાઓમાં ફરીને સામાજિક અને રાજકિય જાગૃતિનું કામ કરવા લાગ્યા. અણધાર્યા હૂમલા, આફત કે આપત્તિના સમયે પોતાનું બલિદાન આપતા. આજે ઘૂઘરિયા બાવા ભૈરવની ઝોળી લઈને ફરે છે તે એના અવશેષો છે. ખરેખર તો ભૈરવની ઝોળી આફતના સમયમાં પ્રજાને જાગૃત કરવા માટે હતી. મુસ્લીમ યુગમાં આવી ભૈરવ ઝોળી વિશેષ નીકળતી.
સમાજમાં આફતની એંધાણી વરતાય ત્યારે આચાર્યપંથી બાવાઓ મૂળ પોષાક એક કોર્ય ફેંકી દઈ પોતાની છાતીથી કમર સુધી કાળી દોરી વીંટતા. આમ માતંગ બાંધતા. ખભે જુદા જુદા રંગના રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી વેશભૂષા કરતા. હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ત્રિશૂળ કે બીજું હથિયાર રાખતા. કેડયે કાંસાનો ટોકરો બાંધતા અને એવી રીતે લટકતો રાખતા કે ચાલતી વખતે પગના ઢીંચણ સાથે અથડાતો રહે અને ટણણ ટણણ ટણણ અવાજ થતો રહે. તેઓ આખા ગામમાં 'અહલેક'નો સાદ પાડી ફરતા. અહલેકનો અર્થ 'જાગો... જાગો' એવો થાય છે. આ ભૈરવ ઝોળી જોઈને સૌ ગામજનો હાથમાં જે કંઈ હથિયાર આવે તે લઈને નીકળી પડતા. તેમની આગેવાની આચાર્ય લેતા. આમ હુમલાનો સામનો કરતાં કરતાં બલિદાન પણ આપતા. આ લોકો જ્યારે ભૈરવ ઝોળી કાઢતા ત્યારે પોતાની ફરજ પૂરી ન થાય ત્યાં સુધી ભૂખ-તરસને જોતા નહીં. હાથમાં રાખેલા ખપ્પરમાં લોકો જે કંઈ ભિક્ષા આપે તેનાથી રેડવી લેતા. કામ પૂર્ણ થયેથી પોતાની મઢીએ જઈને જ જમતા. ભૈરવઝોળીની બીજી વિશેષતા એ હતી કે તેઓ ગામમાં નીકળે ત્યારે સ્થિર થઈને ઊભા રહેતા નથી. આજેય ભૈરવઝોળીની નકલ કરીને નીકળતા બાવાઓ બજારમાં કે લત્તામાં ભિક્ષા લેવા નીકળે ત્યારે બે ચાર કદમ આગળ ને બે ચાર કદમ પાછળ જાય છે. આગળ પાછળ ચાલે ત્યારે પેલો ટોકરો પગ સાથે અથડાઈને સતત વાગતો રહે છે.
ઈ.સ. છઠ્ઠી સદીમાં 'દશકુમાર ચરિત' અને 'માલતી માધવ'માં કાપાલિકોનો પણ ઉલ્લેખ મળે છે. તે 'અઘોર ઘંટ' હોય છે. તેની સાથે 'કાપાલિની' પણ હોય છે. કાપાલિકો અને કાનફટા વચ્ચે ખાસ ભેદ નથી. કાનફટીનાથના બાવાઓ સંસારી નથી હોતા. તેઓ કાન ફાટેલા રાખે છે. ગુર ુધારણ કરતી વખતે તેઓ કાન ચીરાવે છે. તેમાં મોટી કડીઓ ટાંગે છે. જૂનાગઢની 'ગોરખમઢી' એ મૂળે નાથની મઢી કહેવાય છે. ત્યાં આદિકાળથી મેળો ભરાય છે.
૧૧મી સદીમાં મૈસુરમાં નંદી પાસેના વિસ્તારોમાં કાલમુખાઓ રહેતા હતા. તેની શરૃઆત કદાચ શૈવપંથી ઈશ્વરદાસે કરેલી મનાય છે જ્યારે કાનફટા જોગીઓનો અને 'હઠયોગ'નો પ્રારંભ ગોરખનાથે કરાવ્યો હતો. હાથમાં ખોપરી રાખીને ફરનારા કાપાલિકો પણ શૈવભક્તો છે. તેઓ કાનમાં કુંડળ પહેરે છે. કાપાલિકોનો ઉલ્લેખ 'ગાથાસપ્તસતી'માં કદાચ પ્રથમવાર મળે છે. તેઓ સોમપંથના ગણાય છે. સોમ એટલે સહ+ઉમા. કાપાલિકના ૬ લક્ષણ ગણાય છે. ૧. ગળાનો હાર ૨. આભૂષણ ૩. કાનનું આભૂષણ ૪. રાખ-ભસ્મ ૫. જનોઈ ૬. મુગટ. ૮મી સદીમાં શિવને યોગી કે મહાયોગી તરીકે દર્શાવવામાં આવ્યા છે. એલિફન્ટા, ઈલોરા અને જોગેશ્વરીની ગુફામાં તેમનું શિલ્પ કાનફટા કુંડળવાળું દર્શાવાયું છે. આ કાપાલિકોના બે પ્રકારો જોવા મળે છે ઃ ૧ કપાલકુંડળ (હાડકાંના કુંડળ પહેરનાર, અને ૨. અઘોરઘંટા.
સૌરાષ્ટ્રમાં માર્ગી સાધુ બાવાઓની ૭ શાખાઓ જોવા મળે છે. તેઓ લગભગ દરેક ગામમાં હોય છે ને રામજી મંદિરમાં પૂજા કરે છે. તેઓ 'ઠાકરથાળી' કરે છે. ગામ તરફથી તેમને અનાજના માણાં બાંધેલાં હોય છે. એમના માટે કહેવાય છે કે 'માર્ગી' જેવી ઠાકોરજીની પૂજા નંઇ. માર્ગી જેવી ભાષાની મિઠાશ નંઇ. એમના જેવી બીજાની ભજન ગાવાની હલક નહીં. તેઓ રામસાગર પર ભજન ગાય ત્યારે તેમની સ્ત્રીઓ મંજિરા વગાડતી વગાડતી સૂર પુરાવે છે. ઊભું ટીલું એમની ઓળખ છે.
અને છેલ્લે બાવા સાથે જોડાયેલી કહેવતો પર એક નજર કરી લઈએ. ૧. બાર વર્ષે બાવો બોલ્યો ઃ જા બેટા દુકાળ પડશે. ૨. બાવાના બેય બગડવા ઃ ન સંસારી રહેવું ન ત્યાગી થઈ શકવું. ૩. બાવો ઊઠે બગલમાં હાથ ઃ ખાલીખમ હોવું. ૪. બાવો નાચ્યો એટલે બોદલી નાચી ઃ એકે કર્યું એ બીજાએ સમજ્યા વગર કરવું. ૫. બાવો બેઠો જપે, જે આવે ઈ ખપે ઃ કોઈ આપવા આવે તો ના ન પાડવી. ૬. બાવાજીની બિલાડી જેવું થવું ઃ હાથે કરીને ઉપાધિ વહોરી લેવી. ૭. બાવો થવું ઃ સંસારની માયા છોડવી - કંગાળ થઈ જવું. ૮. બાવા મરેંગે ઔર મહેલ બાટેંગે ઃ શેખચલ્લીના વિચારો કરવા ઈત્યાદિ.
(તસવીર ઃ વિવેક દેસાઈ)

-Gujarat Samachar.