સનમ, સાંભળ! હું તને ચાહું છું!
નથી એમાં છળ, હું તને ચાહું છું!
જોઉં તને, કે તારી આવે યાદ,
ઊઠે પ્રેમ-વમળ, હું તને ચાહું છું!
માનીશ નહિ કદી’ હશે એમાં ઓટ,
પ્રેમ આ અચળ, હું તને ચાહું છું!
નિર્મળ નદીના સલિલ સમાણો,
વહેશે ખળખળ, હું તને ચાહું છું!
‘સાગર’ તારી આંખના પલકારે,
નવું મળે બળ, હું તને ચાહું છું!
- 'સાગર' રામોલિયા