20140702

આનંદીબેન પટેલ, Anandiben Patel

ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
——————————————————————-
જન્મ
  •  ૨૧ નવેમ્બર, ૧૯૪૧, ખરોડ, તા.વિજાપુર, જિ.મહેસાણા (ઉ.ગુ.)
અભ્યાસ
  •  એમ.એસ.સી.(૧૯૬૭), બી.એડ્.(૧૯૬૮), એમ.એડ્.(૧૯૭૬) – (સુવર્ણ ચંદ્રક)
સંપર્ક
  • ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ-૧, નવું સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦.
કુટુંબ
  • માતા – ?,  પિતા – જેઠાભાઈ
  • પતિ – મફતલાલ ; પુત્રી – અનાર, પુત્ર – સંજય 
વ્યવસાય
  • ૧૯૬૮ થી ૧૯૯૮ – મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષક અને આચાર્ય તરીકેનું યોગદાન.
  • ૧૯૯૪ થી ૧૯૯૮ – રાજ્યસભામાં સક્રિય સભ્ય.
  • ૧૯૯૮થી -  ગુજરાત વિધાનસભાના સભ્ય
  • ૨૨મી મે, ૨૦૧૪ થી -  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી.  
તેમના વિષે વિશેષ
  • ખેડૂત માતા-પિતા સાથે ભાઈઓ બહેનોનાં વિશાળ પરિવારમાં રહી વિષમતા સાથે શાળાકીય અભ્યાસ અને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ.એસ.સી. અને એમ.એડ્. અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમજ બાળકોનાં ઉછેરની બેવડી જવાબદારી સાથે કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
  • વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકલ્યાણને લગતાં કાર્યો કર્યા.
  • હાલની ગુજરાત વિધાનસભાના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને મહત્તમ કાર્યકાળ ધરાવતા મહિલા ધારાસભ્ય.
  • ૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીની ‘એકતા યાત્રા’ માં ગુજરાતમાંથી એક માત્ર મહિલા તરીકે કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે આંતકવાદીઓની ધમકી મળી હોવા છતાં વિષમ પરિસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો.
  • શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણાં ક્રાંતિકારી સુધારા કર્યા.
  • ૫૦૦થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો કે પરાઓને રસ્તાઓથી જોડવાનું કાર્ય હાથ ધર્યું.
  • કુશળ વહીવટકર્તા તરીકે ગુજરાત માટે અમૂલ્ય પ્રદાન.
સન્માન
  • ગુજરાત સરકારનો સાહસ અને શૌર્ય પુરસ્કાર.
  • ચારૂમતી બહેન યોદ્ધા પુરસ્કાર (જ્યોતિસંઘ, અમદાવાદ).
  • અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય પુરસ્કાર (રાજપીપળા).